ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ( ISRO ) એ 55 ખાલી જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. આ ભરતી સ્પેસ એપ્લિકેશન સેન્ટર ( SAC ) અમદાવાદની છે. જે ઉમેદવારો આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગે છે, તેઓ SACની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે. ઘણી જગ્યાઓ ભરવામાં આવી ઓનલાઈન અરજીનું ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ 15 ઓક્ટોબર 2020 છે. ભરતી પ્રક્રિયાના ભાગ રૂપે, સાયન્ટિસ્ટ, ઇજનેર અને તકનીકી સહાયક જેવી ઘણી જગ્યાઓ ભરવામાં આવી રહી છે. ઓનલાઇન ફોર્મ જમા કરાવવાનું રહેશે જો આ ખાલી જગ્યાઓ માટે ઉમેદવારની પસંદગી થાય, તો તેઓ 2,08,700 રૂપિયા સુધીના પગાર મળવાપાત્ર છે. ISRO ભરતી 2020 માટે આવેદનપત્ર ભરતી…
કવિ: Satya Day News
10 ઓક્ટોબરે આખું વિશ્વ -વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે- ની ઉજવણી કરી રહ્યું છે. કોરોના ચેપ લાગવાના ડરથી હતાશા, ગભરાટ અને બેચેની સાથે સંકળાયેલા દર્દીઓની સંખ્યામાં 50% વધારો થયો છે. ટીવી અને સોશ્યલ મીડિયા પર કોરોનાના સમાચારોને સતત જોતા, ઘણા લોકોમાં ગભરાટ, અસ્વસ્થતા અને ભાવિની ચિંતાઓ વધી જાય છે. જેઓ હતાશા, અસ્વસ્થતાના દર્દીઓ છે, તેમાંના મોટાભાગની સમસ્યાઓમાં વધારો થયો છે.હતાશા માનસિક રોગ છે. આ સમસ્યા ભારત સહિત સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે. ભારતની લગભગ 6.5 ટકા વસ્તી ડિપ્રેશનથી પીડાય છે, જેમાંથી એક લાખ લોકોમાંથી 10.9 લોકો આત્મહત્યા કરે છે. હતાશા એ એક સામાન્ય અને ગંભીર માનસિક બિમારી છે જે તમારી વિચારસરણી અને…
ભારતીય સ્ટેટ બેન્કપોતાના ગ્રાહકોને ઓનલાઈન TDS વિશે જાણવાની સુવિધા પણ આપે છે. જેમાં બેન્ક ગ્રાહક નેટ બેન્કિંગના પ્લેટફોર્મ પર E-TDS ઈન્કવ્યારી સર્વિસનો ફાયદો લઈ શકે છે. જેમાં બેન્કમાં હાજર તે બધા ડિપોઝિટ એકાઉન્ટ પર લાગનાર TDS ની સંપૂર્ણ જાણકારી લઈ શકાય છે. શું છે TDS ઈન્ક્વાયરી આ ગ્રાહકોને આપવામા આવતી એક ઓનલાઈન સુવિધા છે જેમાં છેલ્લા નાણાકિય વર્ષમાં ડિપોઝિટ એકાઉન્ટમાં જમા પૈસા પર કાપવામાં આવેલ ટેક્સની જાણકારી મળે છે. તમે ચાલુ નાણાકિય વર્ષ માટે પણ પ્રોજેક્ટેડ ટેક્સ વિશે જાણી શકો છો. યૂઝર આઈડી અને પાસવર્ડ સાથે કનેક્ટેડ SBI ની વેબસાઈટ પર આપવામા આવેલ જાણકારી પ્રમાણે તમે તે બધા ડિપોઝિટ એકાઉન્ટ…
દેશના 28 માંથી 23 રાજ્યો અને નવા બનેલ જમ્મુ કાશ્મીર અને લદાખ સહીત 8 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સરકારી નોકરીઓ માટે હવે ઇન્ટરવ્યૂ વ્યવસ્થા ખતમ કરી દેવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે આ જાણકારી આપી હતી. ગ્રુપ બી અને સીમાં ઇન્ટરવ્યૂ 2016થી બંધ કર્મચારી અને તાલીમ મંત્રાલય દ્વારા આપવામાં આવેલ માહિતી અનુસાર, સિંહે જણાવ્યું છે કે કેન્દ્ર સરકારમાં ગ્રુપ બી (અરાજપત્રિત) અને ગ્રુપ સીના પદ માટે ઇન્ટરવ્યૂની વ્યવસ્થા 2016થી જ ખતમ કરી દેવા,આ આવી છે. તેમણે જણાવ્યું કે પીએમ મોદીએ 2015માં લાલકિલ્લાથી પરીક્ષાઓ માંથી ઇન્ટરવ્યૂ હટાવવા અને લેખિત પરીક્ષાના આધારે નોકરી આપવાની વાત કરી હતી. ઇન્ટરવ્યૂ વ્યવસ્થા હટાવવાની પ્રક્રિયા પૂર્ણ…
અમદાવાદ શહેર માં એક તરફ જીવલેણ કોરોનાનો કેર છેલ્લા સાત મહિનાથી સતત યથાવત છે છ, ત્યારે બીજી તરફ ચિકનગુનિયા, ડેન્ગ્યુ, મેલેરિયાએ ભરડો લેવાનું ચાલુ કર્યું છે. ઉલ્લેખનીય છે કે ચિકનગુનિયામાં સખ્ત શરીરના દુખાવા સાથે તાવ આવતો હોવાથી લોકો પ્રાથમિક તબક્કે ભારે ચિંતા સાથે કોરોનાનો ટેસ્ટ કરાવવા દોડી જાય છે. મ્યુનિ. કર્મચારી – અધિકારીઓને પણ આ અનુભવ થઈ ચુક્યો છે. તાવ શરૂ થતાં જ લોકોનું ટેન્શન વધ્યું નોંધનીય છે કે આ દરમ્યાનમાં મ્યુનિ.ના હેલ્થ વિભાગે ચોમાસાની ઋતુ પહેલાં કે ઋતુ શરૂ થઈ ગયા પછી લેવાની થતી કાળજી પરત્વે સેવેલી ઘોર બેદરકારીનું પરિણામ હાલ લોકો ભોગવી રહ્યાં છે. ગયા વર્ષે ચિકનગુનિયાના કેસો…
PM KISAN સમ્માન નિધિ યોજનાને 11 હજાર ખેડૂતો સુધી પહોંચાડવા માટે ગોવા સરકારે વિશેષ પહલ કરી છે. આ પહેલ હેઠળ ગોવા સરકારે ઈન્ડિયા પોસ્ટની સાથે ટાઈઅપ કર્યુ છે. તેની મદદથી 11 હજાર ખેડૂતોના નામ પીએમ કિસાન સ્કીમ માટે નોંધણી કરવામા આવશે. ગોવાના મંત્રી ચંદ્રકાંત કાવલેકરે છેલ્લા શુક્રવારે આ વિશે જાણકારી આપી છે. પોતાનું રજિસ્ટ્રેશન કરાવશે કાવલેકરે જણાવ્યુ છે કે, કુલ 11 હજાર ખેડૂતોને પોતાનું નામ પર PM KISAN સ્કીમની હેઠળ નોંધાવ્યુ નથી. હવે પોસ્ટમેન તેમના દરવાજા સુધી જઈને આ સ્કીમ માટે પોતાનુ રજિસ્ટ્રેશન કરાવશે. તેમણે કહ્યુ કે, જે લોકલ પોસ્ટમેન અત્યાર સુધી લોકોના ઘર સુધી ટપાલ પહોંચાડતા હતા, તે હવે…
રાજ્યના અરવલ્લી ખાતે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં અરવલ્લીના મોડાસા-શામળાજી હાઇવે ઉપર હિટ એન્ડ રનની ઘટનામાં એક યુવકનું મોત થયુ છે. નોંધનીય છે કે મરડીયા પાસે રોડ ક્રોસ કરી રહેલા યુવકને ટ્રક ચાલક અડફેટે લીધો. જેમા ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકનું ઘટના સ્થળે મોત થયુ. ઘટના બાદ સ્થાનિકોએ હાઇવે પર ચક્કાજામ કર્યો હતો,. ઉલ્લેખનીય છે કે અકસ્માત સર્જીને ભાગી ગયેલા ટ્રક ચાલકને લોકોએ ટોલટેક્સ નજીકથી ઝડપી પાડ્યો હતો. ત્યારે આ મામલે મોડાસા ગ્રામ્ય પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મુસ્લિમ મહિલાઓના ત્રિપલ તલાક સામે અવાજ ઉઠાવનાર અને લાંબી લડત લડનાર સાયરા બાનુ શનિવારે ભાજપમાં જોડાઇ હતી. સાયરા બાનૂ ત્રણ તલાક સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરનારી પ્રથમ મહિલા હતી. સાયરા બાનુ શનિવારે ભાજપના દિલ્હી પ્રદેશ પ્રમુખ બંશીધર ભગત અને અન્ય પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ઔપચારિક રીતે ભાજપમાં જોડાયા હતા. સાયરા બાનુ શનિવારે ભાજપમાં જોડાઇ ભગતને ભાજપમાં સદસ્યતા આપીને તેમને પાર્ટીમાં સામેલ કર્યા હતા. તલાક મામલે બાનોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ પછી જ કોર્ટે મુસ્લિમ સમુદાયમાં ત્રણ છૂટાછેડા પર પ્રતિબંધ મૂક્યો હતો અને તેને ગેરકાયદેસર જાહેર કર્યો હતો. ભગતને આશા હતી કે સુપ્રીમ કોર્ટમાં ટ્રિપલ તલાક કેસની ન્યાયિક લડાઇ જે નિર્ણય…
મધ્યપ્રદેશના રીવામાં હેવાનિયતની હદો પાર કરતા કિશોરી સાથે એક યુવકે દુષ્કર્મ આચર્યું. તેનાથી વ્યથિત થયેલી યુવતીએ પોતાના પર કેરોસીન છાંટીને આત્મવિલોપન કરી લુઘુ હતું. પીડિતાને ગંભીર રીતે દાઝેલ હાલતમાં હોસ્પિટલ લઇ જવામાં આવી. હાલ જ્યાં તેની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળે છે. પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. કિશોરે આચર્યું દુષ્કર્મ રૂંવાડા ઉભા કરી દેનારી આ ઘટના રીવા જિલ્લાના અતરૈલા પોલીસ સ્ટેશન વિસ્તારની છે. જ્યાં 14 વર્ષીય કિશોરી સાથે 7 ઓક્ટોબરના રોજ દુષ્કૃત્ય આચરવામાં આવ્યું. ઘટના સમયે તેના પરિવારના લોકો કોઈ સગાને ત્યાં ગયા હતા અને મોટી બહેન બકરા ચરાવવા ગઈ હતી. સાંજે લગભગ 4 વાગે ગામના એક 15 વર્ષનો કિશોર…
ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની ક્રૂરતાના કિસ્સા આખી દુનિયામાં જગજાહેર છે. તે ક્યારેક પોતાના હરીફને તોપથી ઉડાવી દે છે, તો ક્યારે નાની એવી ભૂલને કારણે સંબંધીઓને પણ ભૂખ્યા કુતરાની સામે ધરી દેતો હોય છે. વિદેશી ટીવી શો જોવા પર આપે છે ભયંકર સજા હાલમાં જ ઉત્તર કોરિયાની જેલમાંથી ભાગેલા એક કેદીએ ખુલાસો કર્યો હતો કે, ત્યાં વિદેશી ટીવી શો જોવા પર ભયાનક સજા આપવામાં આવે છે. આ કેદીઓને જેલમાં મૃત વ્યક્તિઓની રાખવાળુ પાણી કેદીઓને પીવડાવામાં આવે છે. તેણે જણાવ્યુ હતું કે, ત્યાંના ચોંચરી કંસ્ટ્રેશન કેમ્પમાં કેદીઓની સાથે જાનવરો જેવો વ્યવહાર કરવામાં આવે છે. આ કેદીનું ઈન્ટરવ્યૂ વોશિંગ્ટન સ્થિત સમિતિએ…