પાણી પુરવઠા અને પશુપાલન મંત્રી કુવરજી બાવળિયાના મત વિસ્તાર જસદણ પંથકમાં ગામડાઓમાં પશુઓને પીવા માટેના અવેડા ખાલી હોવાનો વીડિયો ગ્રામજનોએ બનાવી વાઇરલ કર્યો છે. જસદણના ચીતલીયા ગામમાં 2 હજાર જેટલા પશુઓને પીવાનું પાણી મળતું નથી, તાલુકામાં ટીડીઓ સહિતના અધિકારીઓનં રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય છે તેવું ગ્રામજન વીડિયોમાં બોલતા નજરે પડી રહ્યા છે. અમે ભાજપ અને કુવરજીભાઇને મત આપીએ છીએ એટલે અવેડા ભરવામાં આવતા નથી. ચિતલીયા ગામમાં સરપંચ અને માલધારીઓના વિવાદમાં મુંગા પશુઓના અવેડા ખાલી રહે છે. માલધારીઓ ભાજપને મત આપતા હોય તેથી સરપંચનું કહેવું છે કે, ભાજપ પાસેથી પાણી લઇ આવો. અવેડા આજેય નહીં ભરૂ અને કાલે પણ નહીં.…
કવિ: Satya Day News
દેવી-દેવતાઓની પૂજાની શરૂઆતમાં સ્વસ્તિક બનાવવાની પરંપરા છે. આ શુભ ચિહ્ન પ્રથમ પૂજ્ય ગણેશજીનું પ્રતીક છે. માન્યતા પ્રમાણે સ્વસ્તિક બનાવવાથી પૂજન કર્મમાં સફળતા મળવાની સંભાવના વધી જાય છે. સાથે જ, પૂજા-પાઠ વિઘ્ન વિના પૂર્ણ થાય છે. સ્વસ્તિક નેગેટિવ ઊર્જાને દૂર કરી પોઝિટિવિટી વધારે છે. ઘર હોય કે મંદિર, જ્યાં સ્વસ્તિક બનાવવો હોય, ત્યાં એકદમ સ્પષ્ટ અને સુંદર સ્વસ્તિક બનાવવો જોઇએ. અસ્પષ્ટ સ્વસ્તિક બનાવવાથી બચવું. પૂજા કરતી સમયે અસ્પષ્ટ સ્વસ્તિક ઉપર નજર જતાં જ એકાગ્રતા તૂટી શકે છે. ઘણાં લોકો પોતાની મનોકામનાઓની પૂર્તિ માટે મંદિરોમાં ઊંધા સ્વસ્તિક બનાવો છે. ઊંધા સ્વસ્તિક મંદિરમાં બનાવી શકાય છે, પરંતુ ઘરમાં બનાવી શકાય નહીં. ઘરમાં સીધો સ્વસ્તિક…
ભાવનગર કલેકટર કચેરીના વર્ગ-4 ના કર્મચારી હિંમતભાઇ બારૈયા કે જે છેલ્લા ૩૦ વર્ષથી કલેકટર ઓફિસમાં પ્યુન તરીકે ફરજ બજાવતા હતા. 30 એપ્રિલના રોજ વય મર્યાદાના કારણે નિવૃત થતા તેમને વિદાય આપવામાં આવી હતી. નિષ્ઠાપૂર્વકની પોતાની ફરજના અંતિમ દિવસે હિંમતભાઇ ને કલેક્ટરની ચેમ્બરમાં કલેક્ટરની ખુરશી પર બેસાડી વિદાયમાન આપવામાં આવ્યું હતું. આ પળ તેમના જીવન માટે યાદગાર બની રહેશે કારણ કે ફરજ દરમિયાન જે ખુરશીની નિષ્ઠાપૂર્વક સેવા કરી છે તે ખુરશી પર જ તેને બેસાડી તેમજ અધિકારીઓએ બંને બાજુ ઉભા રહી ગયા હતા. વર્ગ-4 ના આ કર્મચારીને મળેલું આ સન્માન એને આજીવન યાદ રહેશે.
તુર્કીમાં 31 વર્ષની મહિલાના લોકડાઉન પૂરું થયાની ઉજવણીએ જ તેનો જીવ લીધો છે. કઝાકિસ્તાનની આ મહિલા 115 ફુટ ઊંચા ખડક પર ફોટો પડાવવા માટે ચડી હતી. ભૂલથી તેની પગ સ્લિપ થઇ જતા તે નીચે પડીને ઘટનાસ્થળે જ મૃત્યુ પામી. જેવી સરકારે લોકડાઉન પૂરું થયાની જાહેરાત કરી તેવી તે તેની મિત્ર સાથે બહાર ફરવા ગઈ હતી. ખડકની પાછળ ઝરણું હતું, સારા બેકગ્રાઉન્ડમાં ફોટો પાડવા જતા તે નીચે પડી ગઈ.
ચીનની એક 23 વર્ષની મહિલાના મગજમાંથી ડોક્ટરે સર્જરી કરીને 6 ઇંચ લાંબુ અળસિયું કાઢ્યું છે. આ મહિલાને છેલ્લા ઘણા સમયથી માથામાં દુખાવો રહેતો હતો. તપાસ કરતા તેના મગજમાં કોઈ અળસિયું હોવાની વાત ખબર પડી હતી. ડોક્ટરે આ અળસિયાં પાછળનું કારણ પ્રાણીઓના કાચાં માંસનો ખોરાક જણાવ્યું હતું. ઓપરેશન દરમિયાન અમે દર્દીના મગજમાં અળસિયા જેવું કઈક જોયું. તે નૂડલ્સ જેવું લાગતું હતું અને સફેદ રંગનું જીવતું અળસિયું હતું. મહિનામાં મગજમાં 6 ઇંચનું અળસિયું ફરી રહ્યું હતું. મગજમાંથી બહાર કાઢ્યા બાદ પણ તે જીવિત હતું.
આરોગ્ય, પોલીસ, સફાઇ કર્મીઓ, સરકારી તંત્રોની સાથે નાગરિકો હાથની મુઠ્ઠીની જેમ સાથે મળીને સામનો કરશે તો જ કોરોના ને હરાવી શકશે. કોરોના ની દવા શોધાઈ ત્યાં સુધી સાવચેતી પૂર્વકની રહેણીકરણી એ જ અત્યારે એકમાત્ર ઉપાય છે. સોશિયલ ડિસ્ટન્સ અને સફાઈ ને રોજિંદી આદત બનાવીએ અને રાજ્ય સરકાર સંચાલિત યુ.એન મેહતા ઇન્સ્ટિટયુટ ઓફ કાર્ડીઓલોજી એન્ડ રિસર્ચ સેન્ટર ના માનદ નિયામક અને નિષ્ણાંત કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર આર.કે પટેલ જણાવે છે કે, કોરોનાવાયરસ નાના બાળક જેવો છે તેને કાબૂમાં લેવા માટે અત્યંત સાવચેતી પૂર્વક વર્તવું પડશે. કોરોનાથી કે તેની સારવાર કરાવવાથી ડરવાની જરૂર નથી તેઓ કોરોના સંક્રમણને અટકાવવા માટે સાત પગલાની સરળ કરી આપે…
ભારતમાં રાષ્ટ્રવ્યાપી લોકડાઉન ત્રીજી વખત વધારવામાં આવ્યું છે. શુક્રવારે કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં લોકડાઉનમાં બે અઠવાડિયાના વિસ્તરણની ઘોષણા કરી છે. જો કે, નવા લોકડાઉનનો હેતુ ભારતને કોરોનાવાયરસનું સૌથી ઓછું સંભવિત ટ્રાન્સમિશન સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવ્યું છે.લોક-ડાઉનમાં, કેન્દ્રએ મંજૂરી ન આપતી ઘણી વસ્તુઓ માટે પરવાનગી આપી છે. તમે અહીં આ નવા લોકડાઉનમાં શું છે અને શું નથી તેની સૂચિ ચકાસી શકો છો. એવા લોકો માટે કેટલાક સારા સમાચાર છે કે, જેમણે લોકડાઉનને કારણે લગ્ન બંધ રાખ્યા હતા તેના નવા માર્ગદર્શિકામાં, કેન્દ્ર દ્વારા લગ્ન સમારોહને મંજૂરી આપવામાં આવી છે પરંતુ મર્યાદિત અતિથિઓ સાથે નવા એમએચએ માર્ગદર્શિકા મુજબ, લગ્ન સમારોહ યોજાઈ શકે…
24 કલાકના ગાળામાં ભારતીય સિનેમાએ તેના બે રત્નો ગુમાવ્યા. ન્યુરોએન્ડ્રોક્રાઇન ગાંઠ સાથે બે વર્ષના યુદ્ધ પછી અભિનેતા ઇરફાને 29 એપ્રિલે અંતિમ શ્વાસ લીધા હતા અને 30 એપ્રિલે ઋષિકપૂર તેના સ્વર્ગીય રહેવા માટે રવાના થયા હતા. અભિનેતા 2018 થી લ્યુકેમિયા સામે લડતા હતા. બંને માટે સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિઓ છવાઈ રહી છે. કલાકારો, અમૂલ અવિશ્વસનીય પ્રતિભાશાળી તારાઓને અંતિમ માન આપવા માટે ટ્વિટર પર શુક્રવારે, તેઓએ ઋષિકપૂરના નિધનના શોક માટે ડૂડલ પોસ્ટ કર્યું હતું. ડૂડલમાં તેની કારકિર્દીમાં અભિનેતા દ્વારા ભજવવામાં આવેલા ઘણા પાત્રો દર્શાવવામાં આવ્યા હતા. “આપ કિસીસે કમ નહીં,” છબી પરનું લખાણ વાંચો. અભિનેતાને શ્રદ્ધાંજલિ આપવા માટે અમુલ ઋષિકપુરની ફિલ્મ “હમ…
કોરોનાવાઈરસની રસી અને ચોક્કસ દવા શોધવા માટે વિશ્વભરમાં પ્રયાસો ચાલી રહ્યા છે. તેવામાં એક સારા સમાચાર બ્રિટનથી સામે આવ્યાં છે. બ્રિટનની સેન્ટ એન્ડ્રુ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો અનુસાર નેઝલ સ્પ્રેનો ઉપયોગ કરી વાઈરસને ફેફસાં સુધી પહોંચતા અટકાવી શકાય છે. તેના માટે સ્પ્રે સાથે mCBMs (મલ્ટિવેલન્ટ કાર્બોહાઈડ્રેટ બાઈન્ડિંગ મોલિક્યુલ) નામની દવાનો ઉપયોગ કરવા પર કોરોનાવાઈરસને નાકની અંદર પ્રવેશતો અટકાવી શકાય છે. રિસર્ચના લીડ વૈજ્ઞાનિક પ્રોફેસર ગૈરે ટેલરના જણાવ્યા અનુસાર, સામાન્ય રીતે એન્ટિવાઈરલ દવા વાઈરસના કેટલાક ભાગ પર જ અસર કરે છે, પરંતુ mCBMs દવા કોરોનાને નાકની કોશિકાઓમાં પ્રવેશતા અટકાવે છે. તેને લીધે કોરોનાવાઈરસ નાકમાં જ અટકી જવાથી ફેફસાં સુધી પહોંચી નુક્સાન પહોંચાડતો નથી.…
કોરોના વૃદ્ધો માટે ઘાતક સાબિત થઈ રહ્યો છે. વૃદ્ધ હોવા સાથે અન્ય રોગ હોય તો કોરોના જીવલેણ નીવડી શકે તેવા અનેક કિસ્સા છે. જોકે, સુરતના સલાબતપુરાના 85 વર્ષીય વૃદ્ધાએ વધુ ઉંમરના માટે કોરોના ઘાતક છે તે માન્યતા ખોટી પાડી છે. વૃદ્ધા ઘરે પહોંચતા મહોલ્લાવાસીઓએ ફટાકડા ફોડી સ્વાગત કર્યું હતું. સિવિલ હોસ્પિટલ માટેનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેમને એમ્બ્યુલન્સ દ્વારા તેમના ઘરે મૂકવામાં આવ્યા હતા. ધન ગૌરીબેન તેમની સારવાર કરનાર તમામ ડોકટર, નર્સ મેડિકલ ટીમ અને સુરત મહાનગર પાલિકાના કર્મચારીઓનું આભાર માન્યો હતો.