હેલ્લો એવરીવન. કમિશનર સર, ડેપ્યુટી કમિશનર સર, મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ સર, ઓલ ડેપ્યુટી હેલ્થ ઓફિસર સર. આપ મને ઓળખો જ છો. તારીખ 6 થી મને જમાલપુરમાં મેડિકલ ઓફિસર તરીકેનો ચાર્જ સુપરવાઇઝર અને એમઓ રજા પર જતાં આપાયો હતો. મેં મારી નીતિ, ખંત અને જવાબદારીથી ત્યાં કામ કર્યું. મને 7મી તારીખથી તકલીફો શરૂ થઇ ગઇ હતી. 14મીએ મેં એલજી હોસ્પિટલમાં સોનોગ્રાફી કરાવી ત્યારે ડે. હેલ્થ ઓફિસર ઓઝા સાહેબનો ફોન આવ્યો કે રૂપલબેન તમે વસ્ત્રાલમાં હાજર થાવ. મેં સરને રિક્વેસ્ટ કરી કે સર આઇ એમ નોટ વેલ. હું ત્યાં લિટરલી સૂઇ ગઇ હતી. ત્યાં ડે. હેલ્થ ઓફિસર ખરાડી સાહેબનો ફોન આવે…
કવિ: Satya Day News
લંડનમાં કોરોના સામેની લડાઈમાં વધુ એક ગુજરાતીએ જીવ ગુમાવ્યો છે. ઈસ્ટ લંડનમાં રેહતાં મૂળ ભરૂચના ડૉ. યુસુફ પટેલનું કોરોનાના કારણે મોત થયું હતું. ડૉ. યુસુફ પટેલના મૃતદેહને કારમાં હોસ્લિટલ લાવવામાં આવ્યો ત્યારે હજારોની સંખ્યામાં મેડીકલ સ્ટાફે ઉભા રહી તાળીઓથી વધાવી તેમને ભાવભરી શ્રદ્ધાંજલિ આપી હતી.
નાઈજિરિયામાં એક કંપનીમાં ડેપ્યુટી જનરલ મેનેજર રહી ચુકેલા પિતાના મોત બાદ તેમની દીકરીએ વડાપ્રધાન મોદીને મદદની અપીલ કરી છે. સત્યેન્દ્ર શર્મા ભોપાલના રહેવાસી હતા. તેમની દીકરી દીપીકા શર્માએ ટ્વીટર પર એક ચિઠ્ઠી લખી, જેમાં તેમને નાઈઝિરિયન કંપની, હોસ્પિટલ અને પ્રશાસન પર સહયોગ ન કરવા અને માહિતી ન આપવાનો આરોપ લગાવ્યો છે. દીપીકાએ લખ્યું મારા પિતા લાગોસની કંપની દાંગોટે ઈન્ડસ્ટ્રીઝ પ્રાઈવેટ લિમીટેડમાં ડેપ્યુટી જનરલ મેનેજર હતા તેમને પહેલાથી કોઈ બિમારી ન હતી ન તો કોઈ સંક્રમણ હતું. તેમને યાબાના મેનલેન્ડ હોસ્પિટલમાં ભરતી કરાવાયા હતા. આ હોસ્પિટલ સંક્રમક રોગની સારવાર માટે ઓળખાય છે. મેલેરિયાના લક્ષણ જોવા મળ્યા બાદ 16 એપ્રિલે પિતા હોસ્પિટલમાં…
કોરોનાવાઈરસે વિશ્વભરમાં પોતાનો પગપેસારો કર્યો છે. લાખો લોકોને તેનાથી સંક્રમિત છે. અત્યાર સુધી કોરોનાવાઈરસની કોઈ ચોક્કસ દવા કે રસી પણ શોધાઈ નથી. થોડા દિવસ અગાઉ જ ચીનમાં કોરોના પોઝિટિવ ડોક્ટરનું શરીર આખું કાળું પડ્યું હતું તેવી તસવીરો સામે આવી હતી. કોરોનાવાઈરસ હવે દર્દીઓના શરીરમાં બ્લડ ક્લોટ (અર્થાત લોહીની ગાંઠો) બનાવી રહ્યું છે. તેને લીધે દર્દીઓને હાર્ટ અટેક અને સ્ટ્રોક આવી શકે છે. ન્યૂ યોર્કના હેમાટોલોજિસ્ટ ડો. જેફ્રીએ જણાવ્યું હતું કે, કોરોનાવાઈરસથી પીડિત ઘણા દર્દીઓમાં ક્લોટિંગની સમસ્યા જોવા મળી રહી છે. કેટલાક દર્દીઓના ડાયાલિસીસમાં પણ ક્લોટિંગને લીધે તકલીફ પડી રહી છે. થ્રોમબોઝિસ’ નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં નેધરલેન્ડનાં એક રિસર્ચ પ્રમાણે…
26 એપ્રિલે વૈશાખ મહિનાના સુદ પક્ષની તૃતીયા તિથિ છે. આ તિથિને અક્ષય તૃતીયા કે અખાત્રીજ કહેવામાં આવે છે. આ તિથિનું વિશેષ મહત્ત્વ છે. કેમ કે, આ તિથિ વર્ષમાં આવતાં 4 વણજોયાં મુહૂર્તમાંથી એક છે. અક્ષય તૃતીયા સિવાય દેવઉઠની એકાદશી, વસંત પંચમી અને ભડલી નોમને પણ વણજોયું મુહૂર્ત માનવામાં આવે છે. અક્ષય તૃતીયાએ કરવામાં આવતાં દાનનું અક્ષય ફળ પ્રાપ્ત થાય છે. આ તિથિને ચિરંજીવી તિથિ પણ કહેવામાં આવે છે. આ તિથિએ અષ્ટચિરંજીવિઓમાંથી એક ભગવાન પરશુરામનો જન્મ થયો હતો. ભગવાન વિષ્ણુના નર-નારાયણ, હયગ્રીવ અવતાર પણ આ તિથિએ જ થયાં હતાં. એટલે જ, અક્ષય તૃતીયાએ ભગવાન વિષ્ણુજીની વિશેષ પૂજા કરવી જોઇએ.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક અભિયાન શરૂ કર્યું છે. “વડીલોને પડખે” ત્યારે અમદાવાદમાં વધતા જતા કોરોના કેસોમાં વૃદ્ધોની સંખ્યા આંખ પહોળી કરી દે તે મુજબ છે. કોરોનાવાયરસ કિડની, બ્લડપ્રેશર અને હૃદયની બીમારી ધરાવતા દર્દીઓ પર ઘાતક નીવડી રહ્યો છે ત્યારે વૃદ્ધોનું ધ્યાન રાખવું વિશેષ જરૂરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે, અત્યાર સુધી કોરોના મૃત્યુમાં પણ એવા લોકો નોંધાયા છે જેઓને અગાઉ કોઇ ને કોઇ બીમારી હતી. અમદાવાદમાં જે ચાર દિવસમાં કેસ બમણા થયા છે તેના ઉપર કાબૂ મેળવીને સાત આઠ દિવસ સુધી ખેંચી શકાય તેવા પ્રયાસ અમે કર્યા છે. ત્રીજી તારીખ સુધી જેટલા કેસો ઓછા કરી શકાય…
વિશ્વ કોરોના વાઇરસ રૂપી ખતરનાક બીમારી સામે લડી રહ્યું છે. આ આફતમાં ગુજરાત અને સમગ્ર દેશ પણ સપડાયો હોય સરકાર અને તંત્રની સાથે સાથે અનેક સામાજિક સંસ્થાઓ અને ભામાશાઓ પણ આગળ આવ્યા છે અને પોતાનાથી થતી મદદ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડી છે. હાલ આ કોરોના રૂપી મહામારી સામે લડવા ગુજરાતમાંથી પણ અનેક દાતાઓ મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી રાહત ફંડમાં યથાશક્તિ દાન આપી રહ્યા છે. ત્યારે રાજકોટના આવા 94 વર્ષના લાલાભાઇ કાનાણી અને તેમના પત્ની રૂપાઇબેન કાનાણી (ઉ.વ.87)એ રાષ્ટ્ર પર આવી પડેલી આપત્તિમાં ઉપયોગી થવા પોતાની બચત કરેલી મૂડીમાંથી 1 લાખ 2 હજારનું અનુદાન આપ્યું છે.
કોરોના વાઇરસ સામેની જંગમાં લડી રહેલ ફ્રન્ટ લાઈન વર્કર્સનો આભાર માનવા માટે અક્ષય કુમાર હંમેશાં આગળ રહ્યો છે. આર્થિક સહાય માટે પણ તે આગળ રહ્યો છે. દિલ સે થેન્ક્યુ નામનું કેમ્પેન શરૂ કરીને દિવસરાત ખુદનો જીવ જોખમમાં મૂકીને કામ કરનારનો આભાર માન્યો હતો. હવે તેણે ડોક્ટર્સને ટ્રિબ્યુટ આપતા એક સોન્ગનું ટીઝર રિલીઝ કર્યું છે. અક્ષય કુમારની 2019ની ફિલ્મ ‘કેસરી’નું ‘તેરી મિટ્ટી’ સોન્ગ તેણે ડોક્ટર્સને સમર્પિત કર્યું છે. સોન્ગના લિરિક્સને બદલીને ‘સરહદ પર જો ખાખી વર્દી થી, અબ ઉસકા રંગ સફેદ હુઆ’ કરવામાં આવ્યા છે.
કોરોના વાઇરસને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે અને લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવા માટે આગ્રહ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આવા સમયમાં ફિલ્મ અને ટીવી એક્ટ્રેસ અનિતા રાજ પર ઘરે પાર્ટી અરેન્જ કરવાનો આરોપ લાગ્યો છે. પોલીસને ફરિયાદ મળી હતી કે અનિતા અને તેના પતિએ લોકડાઉનમાં હાઉસ પાર્ટી રાખી છે. અનિતા અને તેનો પતિ સુનિલ હિંગોરાની પાલી હિલ વિસ્તારની એક સોસાયટીમાં રહે છે. અનિતાનો પતિ ડોક્ટર છે. પોલીસને આસપાસની સોસાયટીના લોકોએ સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફરિયાદ કરી હતી કે, કપલે સોમવારે મિત્રોને ઘરે બોલાવીને એક ડ્રિન્ક પાર્ટી રાખી હતી. ફરિયાદ મળતા પોલીસ અનિતાના ઘરે પહોંચી અને તેમને સમજાવીને જતી રહી.
લોકડાઉનના કારણે સરકાર દ્વારા ગરીબો અને APL કાર્ડ ધારકોને અનાજ આપવામાં આવ્યું છે. સુરત ઇચ્છાપોર મોરા ગામથી ગરીબોનું અનાજ સગેવગે કરનાર વ્યક્તિ ઝડપાયો છે.અનાજ સગેવગે કરનાર અંગે વોટ્સએપ પર તંત્રને ફરિયાદ મળી છે. બાદમાં ખાનગી જગ્યા પર ચણાની દાળના 8 કટ્ટા મળી આવ્યા છે અન્ય NPS ની દુકાનેથી આ ચણાની દાળ લાવ્યો હોવાનું બહાર આવ્યું છે. મામલતદારએ બાતમીના આધારે રેડ કરી ખાનગી ગોડાઉનમાંથી મોટી માત્રમાં સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડી કાર્યવાહી કરી છે અને ગોડાઉન સીલ કરી દેવાયું છે.