કેન્દ્ર સરકારના કૃષી બિલોનો વિરોધ વધુ ઉગ્ર બની રહ્યો છે. હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશમાં ખેડૂતો વિફર્યા હતા અને ઠેર ઠેર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પુતળા બાળ્યા હતા. જ્યારે કેટલાક વિસ્તારોમાં નારાજ ખેડૂતોએ સરકાર વાત ન સાંભળતા પોતાના ટ્રેક્ટર પણ સળગાવ્યા હતા. હરિયાણામાં પોલીસે ખેડૂતો પર ફરી બળપ્રયોગ કર્યો હતો અને વોટર કેનનો મારો ચલાવ્યો હતો. આ વિરોધમાં હવે ભાજપના સાથી પક્ષ અકાળી દળ બાદ જનનાયક જનતા પાર્ટીના નેતાઓ પણ રસ્તા પર ઉતર્યા હતા. ભાજપના સાથી પક્ષ અકાળી દળ બાદ જનનાયક જનતા પાર્ટીના નેતાઓ પણ રસ્તા પર ઉતર્યા પંજાબમાં ખેડૂતોએ કેન્દ્રના બિલ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પુતળા સળગાવી સરકાર વિરોધી…
કવિ: Satya Day News
રેલ મંત્રાલયની તરફથી જાહેર કરેલા આદેશો અનુસાર એવા અધિકારીઓ કે કર્મચારીઓ જેમની અપોઈન્ટમેન્ટ તો એક જાન્યુઆરી 2004 બાદ થઈ હતી પરંતુ તેમની પસંદગીની પ્રક્રિયા સાથે જોડાયેલા દરેક કાર્ય એક જાન્યુઆરી 2004ના પહેલા જ પુરા કરી લેવામાં આવ્યા હતા. હવે આવુ દરેક કર્મચારીઓને જુની pension સ્કીમમાં રજીસ્ટ્રેશન કરાવી લીધુ છે. એટલે કે તેમને ઓલ્ડ પેન્શન સ્કીમનો ફાયદો મળી શકશે. મહત્વનું છે કે આ સમયગાળામાં રેલ મંત્રાલયમાંથીમોટી સંખ્યામાં ભરતીઓ બહાર પાડવામાં આવી હતી. વિવિધ ઝોનમાં દેશભરમાં લગભગ 2.50 લાખ એપોન્ટ આ સમયમાં કરવામાં આવ્યું હતું. આ સંબંધમાં દક્ષિણ રેલવેએ સુચન જાહેર કરી દીધા છે. દક્ષિણ રેલવેની તરફથી જાહેર કરવામાં આવેલા સુચનો અનુસાર જે…
અમદાવાદ શહેરના જીવરાજપાર્ક વિસ્તારમાં બિમાર પતિની સારવાર માટે પૈસાની જરૂર પડતાં 39 વર્ષીય મહિલાએ પુત્રના 21 વર્ષીય મિત્ર પાસે મદદ માંગી હતી. પૈસાની મદદના બદલામાં યુવકે મહિલા પાસે શારીરિક સબંધ બાંધવાની માંગણી હતી. પુત્રના મિત્રની બિભત્સ માંગણીથી હેબતાઈ ગયેલી મહિલાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં યુવક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જીવરાજપાર્ક-વેજલપુર રોડ પર એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાના પતિ કુરિયર કંપનીમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પતિ ત્રણ દિવસથી બિમાર રહેતાં હોઈ પૈસાની જરૂરિયાત ઉભી થઇ હતી. તેઓએ તેમના સગા સબંધી અને પુત્રના મિત્ર વર્તુળમાં પૈસા માટે ફોન કરી મદદ માંગી હતી. 17 સપ્ટેમ્બરે મહિલાએ તેમના પુત્રના…
મહારાષ્ટ્રમાં થાણેસ્થિત ભિવંડીમાં રવિવાર રાત્રે ત્રણ માળની એક ઈમારત ધરાશાયી થતાં 10 લોકોનાં મોત થયાં છે. કાટમાળમાં હજુ પણ 20 થી 25 લોકો દબાયા હોવાની શક્યતા છે. સ્થાનિકોએ 20 લોકોને કાટમાળમાંથી બહાર કાઢ્યા છે. NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને રેસ્ક્યૂની કામગીરી શરૂ કરી છે.કાટમાળમાંથી એક બાળકને બહાર કાઢવામાં આવ્યું છે. દુર્ઘટના રવિવાર રાત્રે 3 વાગ્યા ને 40 મિનિટે બની હતી. મુંબઈમાં છેલ્લા ઘણા દિવસથી પડી રહેલા વરસાદને કારણે આ બિલ્ડિંગ નબળું પડી ગયું હતું. એમાં 21 પરિવાર રહેતા હતા. NDRFની ટીમે સોમવાર સવારે કાટમાળમાંથી એક બાળકને સુરક્ષિત બહાર કાઢ્યું હતું.
ઉકાઈ ડેમની સપાટી હાલ 343.50 ફૂટ છે. જ્યારે 64386 ઈનફ્લો સામે 46925 આઉટફ્લો છે. ગત રોજ આ આઉટફ્લો પાણીની આવક પ્રમાણે 1 લાખ ક્યુસેક સુધી કરવામાં આવ્યો હતો. 8 કલાક સુધી આ આઉટફ્લોના કારણે તાપી નદીની સપાટીમાં વધારો થયો છે. હાલ પણ તંત્ર દ્વારા ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસાદના આધારે આઉટફ્લોમાં વધારો અને ઘટાડો કરવામાં આવી રહ્યો છે. જેના પગલે છેલ્લા 43 દિવસથી સુરતનો કોઝવે ઓવરફ્લો હોવાથી બંધ છે. ઉકાઈ ડેમની સપાટી ભયનજક લેવલથી માત્ર દોઢ ફૂટ જ દૂર છે. જેથી તંત્ર દ્વારા પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ગત રોજ બપોર બાદ પ્રથમ 50 હજારથી લઈને રાત્રી સુધી 1 લાખ…
અમેરિકામાં અનેક નર્સિંગ હોમ એ દર્દીઓથી છુટકારો મેળવી રહ્યા છે, જેમાં તેમને વધુ નફો મળતો નથી. ગરીબ અને વધુ સારસંભાળ કરવાના દર્દીઓને ઈમરજન્સી રૂમ કે માનસિક હોસ્પિટલોમાં મોકલે છે. હોસ્પિટલોમાંથી ડિસ્ચાર્જ થયા પછી તેમને ફરીથી દાખલ કરતા નથી. સામાન્ય કારણોને આધારે દર્દીઓને કાઢી મુકે છે. આ માહિતી દાખલ થયેલા કેસ, 16 રાજ્યમાં સરકારી દેખરેખ એજન્સી, 60થી વધુ વકીલો, નર્સિંગ હોમના કર્મચારીઓ અને ડોક્ટરો દ્વારા બહાર આવી છે. કેન્દ્ર સરકારના નિયમોને હાંસિયામાં ધકેલીને આવું કરાઈ રહ્યું છે. કેલિફોર્નિયામાં નર્સિંગ હોમ ચલાવતી સૌથી મોટી ચેન રોકપોર્ટ હેલ્થકેર સર્વિસિસના પૂર્વ પ્રમુખ અધિકારી માઈક વાસેરમેને કહ્યું કે, કોરોના વાઈરસ મહામારીથી પહેલાજ આરોગ્ય વીમા-મેડિકેડવાળા દર્દીઓને…
ભવિષ્યપુરાણ, પદ્મ પુરાણ અને મહાભારત પ્રમાણે અભ્યાંગ સ્નાન કરવાથી ઉંમર વધે છે. અભ્યાંગ એટલે તેલમાં ઔષધી મિક્સ કરીને માલિશ કરવું અને પછી સ્નાન કરવું જોઇએ. આવું કરાવથી લક્ષ્મીજી સહિત, યમરાજ અને અન્ય દેવી-દેવતા પ્રસન્ન થાય છે. વિદ્વાનો પ્રમાણે આવું કરવાથી શરીરની ગંદકી દૂર થાય છે. આયુર્વેદ પ્રમાણે સરસિયાના તેલની માલિશ કરવાથી હાડકા અને માંસપેશીઓ મજબૂત થાય છે. મહાભારતમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, સોમ, મંગળ, બુધ અને શનિવારે તેલ માલિશ કરવી ફાયદાકારક રહે છે. આ સિવાય પૂજા-પાઠ અને વિશેષ ઇચ્છાઓ પૂર્ણ કરવા માટે ભગવાન ભૈરવ, શનિદેવ અને હનુમાનજીના મંદિરમાં તેલનો દીવો પ્રગટાવવો જોઇએ. સાથે જ, યમરાજને પ્રસન્ન કરવા માટે ઘરના ઊંબરે…
kidney તમારા શરીરની અંદર જરૂરી કામ કરવા માટે જવાબદાર હોય છે. આ શરીરમાંથી કચરાને હટાવવામાં મદદ કરે છે. કિડનીની બિમારીમાં કચરાથી છુટકારો મળી શકતો નથી, પરંતુ શરીરની અંદર કચરો એકઠો થતો રહે છે. કિડનીની વચ્ચે રોગીઓને હેલ્દી ડાયટનું પણ પાલન કરવુ ખૂબ જ જરૂરી છે. કિડનીની અનુકુળ ડાયટ પોટેશિયમ, ફોસ્ફોરસ અને પ્રોટીનને સીમિત કરે છે. જો તમે કિડનીની બીમારીના છેલ્લા સ્ટેડમાં છો તો ડૉક્ટર સાથે વાત કરવી જોઈએ. ડૉક્ટર જ સાચી ડાયટનું સેવન અને પરહેજ વિશે સાચી અને સચોટ જાણકારી આપી શકશે. કિડની રોગી કિડનીના અનુકુળ ફૂડને પોતાની ડાયટમાં સામેલ કરી શકે છે. ડુંગળી ડુંગળી દરેક ભારતીય ઘરમાં કિચનમાં મળી આવે…
Loud Noises કાન માટે ખુબ નુકશાન કારક છે. સંશોધકોનું કહેવું છે કે વધારે ઘોંઘાટ વચ્ચે રહેવું સ્વાસ્થ્ય માટે સારૂ નથી. એક નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે વધારે ઘોંઘાટના સંપર્કમાં આવવાના કારણે હાઈ બ્લડ પ્રેશર (High Blood Pressure) અને કેન્સર (Cancer) જેવી બિમારીઓ ઘર કરી શકે છે. કોઈ પણ સ્ત્રોતમાંથી નિકળતો વધારે ઘોંઘાટ સ્વાસ્થ્ય પર વ્યાપક અસર કરે છે. જર્મન સંશોધક ઉંદરને વધારે અવાજના સંપર્કમાં લાવ્યા જેવા કે વિમાનનો અવાજ. તેમણે જોયું કે વધારે અવાજના સંપર્કમાં આવીને કોઈ ઉંદરનુ સ્વાસ્થ્ય પ્રભાવિત થયું. ઉંદરને ચાર દિવસ સુધી વિમાનના અવાજ સંભળાવવામાં આવ્યા અને તેમને હાઈ બ્લડ પ્રેશરની ફરીયાદ થઈ ગઈ. ઉંદર પર…
અમેરિકન યુનિવર્સિટી ઓફ કોસ્ટા રિકાના વૈજ્ઞાનિકોએ ઘોડાના એન્ટિબોડીઝથી કોરોનાની માણસોની સારવાર માટે તૈયારી પૂરી કરી છે. આ મહિને 26 ચેપગ્રસ્ત દર્દીઓ પર અજમાયશ કરવામાં આવશે. જો અજમાયશ પરિણામો અસરકારક સાબિત થાય છે, તો હોસ્પિટલોમાં મોટા પાયે સારવાર કરાવી શકાય છે. આ ઘોડાઓમાં ચીનથી અને બ્રિટનથી મંગાવેલા કોરોના વાયરસ નાંખવામાં આવશે. પછી તેમાંથી પૂરતી એન્ટિબોડીઝ તૈયાર હશે. તેમના લોહીમાંથી પ્લાઝ્મા એન્ટિબોડી કોરોના પીડિતોમાં ઇન્જેક્ટ કરવામાં આવશે. આ એન્ટિબોડીઝ દર્દીઓમાં કોરોના સામે લડવામાં અને વાયરસને દૂર કરવા રોગ પ્રતિકાર શક્તિ વધારવામાં મદદ કરશે.રસી ન બને ત્યાં સુધી આ ઉપચાર કરાશે. પ્રોજેક્ટ હેડ આલ્બર્ટોના જણાવ્યા અનુસાર, વર્ષોથી માણસો ઘોડાના એન્ટિબોડીઝથી સાપનું ઝેર દૂ…