ઘણા ઓછા લોકો જ આ વાતને જાણતા હશે કે રસગુલ્લા ખાવાથી શરીરને કોઈ ફાયદો પણ મળે છે. તમે કદાચ આ વાત પર વિશ્વાસ નહીં કરો પરંતુ આ સાચી વાત છે કે રસગુલ્લા ખાવાથી પણ શરીરને ફાયદા મળે છે. રસગુલ્લામાં પ્રોટીન (Protein), કાર્બોહાઈડ્રેડ (Carbohydrate), લેક્ટોએસિડ (lactic acid) અને કેસિન હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદા કારક હોય છે. એટલે રસગુલ્લા સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક મિઠાઈ છે. જેના ઘણા ફાયદા છે(Benefits of Rasgulla). રસગુલ્લા ખાવાના ફાયદા જો તમે કમળાની બિમારીથી પીડાઈ રહ્યા છો તો તમે રોજ સફેદ રસગુલ્લાનું સેવ કરો. તેનાથી કમળાની સમસ્યા ખૂબ જ જલ્દી સરખી થઈ જશે. યુરિન ઈન્ફેક્શનની સમસ્યાથી છુટકારો…
કવિ: Satya Day News
અમદાવાદમાં શ્રેય હોસ્પિટલમાં સર્જાયેલા અગ્નિકાંડ મામલે મૃતકના પરિવારજનોએ સીબીઆઇ તપાસની માંગણી કરી છે.. મૃતકોના પરિવારજનો શ્રેય હોસ્પિટલ પહોંચ્યા અને તેમની માંગણી રજૂ કરી. પરિવારજનો હાલમાં ચાલી રહેલી પોલીસ તપાસથી અસંતુષ્ટ છે.પોતાના વહાલસોયા સ્વજનો ગુમાવનારા લોકોએ આંખમાં આસું અને આજીજી સાથે ન્યાયની માંગણી કરી. મૃતકોના પરિવારજનોનું કહેવું છે કે શ્રેય હોસ્પિટલમાં સર્જાયેલા અગ્નિકાંડ માટે જવાબદાર લોકોને છાવરવાનો પ્રયાસ થઇ રહ્યો છે.
દર વર્ષે શ્રાદ્ધ પક્ષની સમાપ્તિ બાદ નવરાત્રિનો આસો મહિનો શરૂ થાય છે, પરંતુ આ વખતે આસો માસમાં અધિક માસ લાગવાના કારણે એક મહિનો વધુ લંબાશે. આવો સંયોગ લગભગ 165 વર્ષ બાદ આવી રહ્યો છે. શ્રાદ્ધ પક્ષ 2 સપ્ટેમ્બરે પ્રારંભ થયો હતો, જે 17 સપ્ટેમ્બર 2020ના રોજ સમાપ્ત થયો છે. નિયમ અનુસાર 18 સપ્ટેમ્બરે નવરાત્રિ શરૂ થઈ જાય છે. પણ આ વર્ષે આ દિવસથી પુરૂષોતમ માસ પ્રારંભ થઈ ચુક્યો છે. આસો માસમાં અધિક માસ, પુરૂષોતમ માસ 18 સપ્ટેમ્બરથી શરૂ થઈને 16 ઓક્ટોબર સુધી ચાલશે. આ જ કારણ છે કે, આ વખતે આસો માસની શારદાયી નવરાત્રિનો પ્રારંભ 17 ઓક્ટોબરથી થશે અને સમાપ્તિ…
નવી દિલ્હી પ્રિતમપુરા નિવાસી ફ્રીલાંસ જર્નલિસ્ટ રાજીવ શર્માને દિલ્હીની પોલીસ સ્પેશિયલ સેલે ધરપકડ કરી છે. એક અધિકારીક ગોપનિયતા અધિનિયમ મામલે તેની ધરપકડ કરાઈ છે. પત્રકાર રાજીવ શર્મા પર આરોપ છે કે, તેણએ ભારતની સુરક્ષા સંબંધી દસ્તાવેજોને ચીનની ગુપ્તચર સંસ્થાઓને આપ્યો છે. રક્ષા સંબંધિત દસ્તાવેજો હાથ લાગ્યા દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલના જણાવ્યા અનુસાર આ પત્રકાર રક્ષા સંબંધિત અમુક દસ્તાવેજો જપ્ત કર્યા છે. સ્વતંત્ર પત્રકાર રાજીવ શર્માને ચીનની જાસૂસ સંસ્થાનો સંવેદનશીલ માહિતી પહોંચડાવાના આરોપમાં ધરપકડ કરાયો છે. તેની સાથે એક ચીની મહિલા અને તેના નેપાળી સહયોગીને પણ શેલ કંપંનીઓના માધ્યમથી મોટી સંખ્યામાં પૈસા આપવાના આરોપમાં ધરપકડ કરાયો છે. ચીની મહિલા સાથે પત્રકારની…
રાજસ્થાન એક એવું રાજ્ય બન્યું છે કે ત્યાં હવે કોરોનાના દર્દીઓને તેના સગા સંબંધીઓ મળી શકશે. આ મોટો નિર્ણય છે. અત્યાર સુધી આ રીતે મળવા દેવાતાં ન હતા. તબીબી અને આરોગ્ય પ્રધાન અને કોંગ્રેસના નેતા ડો. રઘુ શર્માએ કોરોનાથી ચેપગ્રસ્ત દર્દીઓના પરિવારોને પી.પી.ઇ કીટ અને અન્ય સલામત માધ્યમથી દર્દીઓને મળવા અને ખોરાક આપવા સૂચના આપી છે. દર્દીઓ દ્વારા થતાં એકલતા અને તાણને ધ્યાનમાં રાખીને આ સૂચનાઓ જારી કરી છે. આ સારું પગલું માનવામાં આવે છે.સૂચનો અનુસાર, કોવિડ -19 ચેપગ્રસ્ત દર્દીઓ જેની સારવાર રાજ્ય, ખાનગી હોસ્પિટલોમાં કરવામાં આવે છે, તેઓ તેમના પરિવારના સભ્યો કે સંબંધીઓને હોસ્પિટલ દ્વારા નિયત સમયગાળા દરમિયાન, બધા…
દેશના સૌથી મોટા હિન્દી ફિલ્મોદ્યોગના રૂપમાં પ્રસિદ્ધ મુંબઈમાં પાસેથી ભવિષ્યમાં આ ટેગ છીનવાઈ શકે છે. યુપીમાં હવે દેશની મોટી અને શાનદાર ફિલ્મ સિટી બનાવાની જાહેરાત કરી છે. આ ફિલ્મ સિટી ગૌતમબુદ્ધ નગર જિલ્લાના ગ્રેટર નોઈડામાં બનાવવામાં આવશે. લખનઉમાં શુક્રવારના રોજ ઉચ્ચ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠકમાં સામેલ થયેલા મુખ્યપ્રધાન સીએમ યોગીએ વર્તમાન પરિસ્થિતીમાં એક સારી એવી ફિલ્મ સિટીની આવશ્યકતા હોવાનું જણાવ્યુ હતું. પ્રદેશ આ પ્રકારની જવાબદારી ઉઠાવવા તૈયાર છે. અહીં એક શાનદાર ફિલ્મ સિટી બનાવવામાં આવશે. જેના માટે નોઈડા, ગ્રેટર નોઈડા અને યમુના એક્સપ્રેસનો વિસ્તાર યોગ્ય રહેશે. આ ફિલ્મ સિટી ફિલ્મ નિર્માતાઓ માટે મોકળુ મેદાન પુરૂ પાડશે. સાથે જ…
ટ્વિટરના ટ્રેન્ડથી રસ્તાઓ સુધીનો મોદી સરકાર સામેનો બેરોજગારોનો વિરોધ મોદીના જન્મદિવસની ઉજવણીને કલંકીત કરી ગયો હતો. ટ્વિટર પર ૧૭ બને ૧૭ મિનિટ, નેશનલ અન એમ્પ્લોયમેન્ટ ડે અને રાષ્ટ્રીય બેરોજગાર દિવસ જેવા ટ્રેન્ડ ભારતમાં ખુબ જોવા મળ્યા હતા. સાંજના સાડા સાત વાગ્યા સુધીમાં લગભગ ૪૦ લાખ ટ્વિટ થયા હતા. પ્રિ-લોકડાઉન પહેલાના આંકડા કરતાં પણ વધુ જ્યારે મોદી તરફી twitter ની સંખ્યા માત્ર પાંચ લાખ જ થઇ હતી. ગુરૂવારની આ ઘટના ૨૩ ટકા નોકરીઓ ઘટી ગઇ હોવાના સમાચારો વચ્ચે જેવા મળી હતી. પ્રિ-લોકડાઉન પહેલાના આંકડા કરતાં પણ વધુ હતો. છેલ્લા ચાર દાયકામાં ભારતનો જીડીપી પહેલી જ વાર માઇનસ ૨૩ ટકા રહ્યો હતો.…
સાસણ ગીર જંગલમાં સિંહોને પહેરાવવામાં આવેલા રેડિયો કોલર કાઢવાની કામગીરી શરૂ કરાઈ. વન અધિકારી શ્યામલ ટિકાદારે કહ્યું કે રેડિયો કોલર રિપેર કરીને અન્ય સિંહોને પહેરાવવામાં આવશે. એક વર્ષમાં સિંહના ડેટા મળ્યા છે. ગીરમાં 75થી વધુ સિંહોને રેડિયો કોલર પહેરાવવામાં આવ્યા છે.વજનદાર રેડિયો કોલર પહેરાવા અને તેનાથી મોત થતાં હોવાનો મુદ્દો સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં ઉઠાવ્યો હતો. જોકે વન અધિકારી શ્યામલ ટિકાદારે આ અંગે કંઈ પણ કહેવાનું ટાળ્યું છે. મહત્વનું છે કે એવું પણ કહેવાયું છે કે સિંહોને રેડિયો કોલર પહેરાવા માટે કોઈ વૈજ્ઞાનિક કારણ ન હતું. વાઈલ્ડલાઈફ બોર્ડના સદસ્ય અને નિવૃત આઈએફએસ ઓફિસરે પણ તેનો વિરોધ કર્યો હતો.
મોદી સરકાર કૃષિને લગતા ત્રણ વટહુકમોને કાયદામાં ફેરવવા જીદ પર અડી છે ત્યારે આ મુદ્દે હરિયાણામાં ભાજપની સરકાર ઘરભેગી થઈ જાય એવો ખતરો ઉભો થયો છે. હરિયાણામાં ભાજપના મનોહરલાલ ખટ્ટર દુષ્યંત ચૌટાલાની જનનાયક જનતા પાર્ટી (જેપીપી)ના ટેકાથી સત્તામાં છે. કૃષિ વટહુકમોનો સૌથી વધુ ઉગ્ર વિરોધ પંજાબ અને હરિયાણામાં થઈ રહ્યો છે. તેના કારણે ચૌટાલા પર પણ ભારે દબાણ છે. ચૌટાલા જાટ મતબેંકના જોરે શક્તિશાળી બન્યા છે. જાટ સમુદાય ખેતી સાથે સંકળાયેલો હોવાથી પોતાની મતબેંકને સાચવવા ચૌટાલા ભાજપને બાજુ પર મૂકી દે તેવી પૂરી શકયતા છે. ભાજપના સૌથી જૂના સાથી અકાલી દળનાં હરસિમરત કૌરે ખેડૂતોને લગતા ખરડાને મુદ્દે મોદી સરકારમાંથી રાજીનામું…
અમદાવાદની ગુજરાત યુનિવર્સીટીમાં ચાલતી પરીક્ષામાં ફરી પેપર લીકનો આક્ષેપ લાગ્યો છે. આજની પરીક્ષાનું સેમિસ્ટર 6નું ફંડામેન્ટલ ઓફ ફાઈનાન્સિયલ મેનેજમેન્ટ પેપર લીક થયું હોવાનો એનએસયુઆઈએ આક્ષેપ લગાવ્યો છે. પરીક્ષાના સમયના 10 મિનિટ પહેલા જ પેપર સોશિયલ મીડિયામાં ફરતું થયાનો આક્ષેપ કરાયો છે.પેપર લીક થયાનો NSUI એ આક્ષેપ કર્યો છે. પરીક્ષાનો સમય સવારે 10 વાગ્યાનો હતો. અને પેપર તે પહેલાં જ વોટ્સએપ પર ફરતું થયું હતુ..જો કે યુનિવર્સિટીના પરીક્ષા નિયામકે બચાવ કરતા કહ્યુ હતુ કે અમને કોઇ ફરિયાદ મળી નથી..ફરિયાદ મળશે તો તપાસ કરીશું.