ઈન્દોર અમદાવાદ નેશનલ હાઈવે 59 ના મેઠવાડા ટોલ ટેક્સ બુથ ઉપર શુક્રવાર રાત્રે અચાનક 30થી 35 બુકાનીધારી બદમાશોએ હૂમલો કર્યો હતો. હૂમલો કરીને ઉત્પાત મચાવ્યો હતો અને તોડફોડ કરી હતી. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.પોલીસનું સાયરન સંભળાતા જ હૂમલાખોરો ત્યાંથી ભાગી ગયા હતા. ટોલ બૂથ સંચાલકો દ્વારા બેટમાં પોલીસ સ્ટેશને આ અંગે ફરિયાદ દાખલ કરી છે. તે પહેલા પણ ટોલ કર્મચારી સાથે મારપીટની ઘટના બની ચુકી છે. પોલીસ આ સમગ્ર મામલા ઉપર નજર રાખી રહી છે અને હૂમલાખોરોની તલાશ કરી રહી છે કેટલાક દિવસ પહેલા કરણી સેનાના જિલ્લા અધ્યક્ષ ઋષિરાજ સિંહ સિસોદીયાએ આ માલાને લઈને તોડફોડ…
કવિ: Satya Day News
હવે કોઈ એપ્લિકેશનથી જો તમે અજાણી યુવતી સાથે મિત્રતા કરો છો તો ચેતજો કારણ કે અમદાવાદના સેટેલાઇટના વેપારીએ પત્ની સાથે છૂટાછેડા લીધા બાદ ટીન્ડર એપ્લિકેશન મારફતે જાનવી નામની યુવતી સાથે મિત્રતા થઈ હતી. યુવતી અને તેના સાથીઓએ ભેગા મળી હનીટ્રેપમાં ફસાવી દીધાં હતાં. 50 લાખ રૂપિયા માંગ્યા હતા અને 20 લાખમાં પતાવટ કરી હતી. વેપારીને હાઇપ્લોગ્લાસમિયા એટેક પણ આવ્યો હતો. જોકે આ કેસમાં સેટેલાઇટ પોલીસની શંકાસ્પદ ભૂમિકા સામે આવી છે. સમગ્ર બનાવ આનંદનગર પોલીસે નકલી પોલીસ પકડ્યા બાદ સેટેલાઇટ પોલીસે વેપારીને બોલાવી ફરિયાદ નોંધી છે. બોપલ આંબલી રોડ પર રહેતા 41 વર્ષીય વેપારી ફોરેક્સ ટ્રેડિંગનો ધંધો કરે છે. અગિયારેક વર્ષ…
ઓસ્ટ્રેલિયાની મોનાશ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ ઊંડા રિસર્ચ બાદ બાયોનિક આંખ તૈયાર કરી હતી. તેની મદદથી લોકોને અંધાપાથી મુક્તિ મળી શકશે. તેની ટ્રાયલ શરૂ થઈ ગઈ છે. હવે તેને માનવીના મગજમાં લગાવવાની તૈયારી ચાલી રહી છે. દાવો કરાયો છે કે આ દુનિયાની પ્રથમ બાયોનિક આંખ છે. યુનિવર્સિટીના ઈલેક્ટ્રિકલ અને કમ્પ્યૂટર એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર લાઓરીએ જણાવ્યું કે અમે એક એવી વાયરલેસ ટ્રાન્સમીટર ચિપ તૈયાર કરી છે જે મગજની સપાટી પર ફિટ થઈ જશે. અમે તેને ‘બાયોનિક આઈ’ નામ આપ્યું છે. તેમાં કેમેરાની સાથે એક હેડગિયર ફીટ કરાયું છે જે આજુબાજુ થતી હરકતો પર નજર રાખી સીધું મગજનો સંપર્ક સાધશે. આ ડિવાઈસની સાઈઝ 9X9…
લૉકડાઉનમાં 40 દિવસના પ્રયોગ પછી યુએઈએ એ સાબિત કરી દીધું કે રેતીમાં પણ તરબૂચ અને ગલકાં જેવાં ફળ-શાકભાજીની ખેતી કરી શકાય છે. યુએઈ રણમાં ઘેરાયેલો દેશ છે, જે તેનાં તાજા ફળ-શાકભાજીની 90 ટકા જરૂરિયાત આયાત કરીને પૂરી કરે છે. તેના માટે રણને ફળ અને શાકભાજીના બગીચામાં રૂપાંતરિત કરવાની આશા કોઈ અજાયબીથી ઓછી નથી. વિજ્ઞાનીઓને રણમાં આ સફળતા લિક્વિડ નેનોક્લે પદ્ધતિ એટલે કે ભીની ચીકણી માટીને કારણે મળી છે. સિવર્ટ્સને કહ્યું કે 40 ચો.ફૂટના શિપિંગ કન્ટેનરમાં લિક્વિડ નેનોક્લેની ફેક્ટરી બનાવાશે. આવા અનેક કન્ટેનર રણવાળા દેશોમાં સ્થાપિત કરાશે જેથી સ્થાનિક માટીનો ઉપયોગ કરીને તે દેશના રણમાં ખેતી કરી શકાય. આવા દરેક કન્ટેનરથી…
શહેરના અમરોલી વિસ્તારમાં રહેતી પરિણીતાની મરજીથી બંધાયેલા શરીર સંબંધના ઉતારેલા વીડિયો અને ફોટો ફેસબુક આઇડી બનાવી અપલોડ કરતા ફરિયાદ નોંધાવી છે. આ ઉપરાંત ફેક આઇડી બનાવી જીસ કીસી કસ્ટમર કો મેરે સાથે કામ કરના હૈ વો ઇસ દીદી કે ઘર અમરોલી આ જાયે રેટ 500નું પણ લખાણ કર્યું હતું. જેથી યુવાન વિરૂધ્ધ પરિણીતાએ અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અમરોલી વિસ્તારમાં પ્રમોદ(નામ બદલ્યું છે) પરિવાર સાથે રહે છે અને સંચા મશીનમાં કામ કરે છે. ત્રણ વર્ષ અગાઉ પ્રેમિલા (નામ બદલ્યું છે) પતિ સાથે સુરત આવી હતી. જોકે, પતિ એક માસમાં જ જયપુર ચાલ્યો ગયો હતો અને પ્રેમિલા સુરતમાં જ રોકાય…
રાજકોટમાં કોરોના સંક્રમણ જે ગતિએ વધી રહ્યું છે. તેવા સમયમાં રાજકોટની સિવિલમાં ઓક્સિજનની અછત ન પડે તે માટે 20 હજાર લિટરની વધુ એક ટેન્ક મૂકવામાં આવશે. જો કે હાલમાં પીડીયુ હોસ્પિટલમાં 11 હજાર લિટરની લિક્વિડ ઓક્સિજનની ટેન્ક અને 950 લિટરની 4 ટેન્ક ઉપલબ્ધ છે. તેમ છતાં અછત ન પડે તે માટે વધુ એક ટેન્ક મૂકવામાં આવશે. બીજી તરફ સિવિલ હોસ્પિટલના કોરોના વિભાગને 4 વખત સેનેટાઈઝ કરવામાં આવે છે. જેથી કોરોનાનો ચેપ એકબીજાને ન લાગે. કોરોના સંક્ર્મણ અટકાવવા માટે અને સિવિલને જતું મુક્ત રાખવા માટે દરરોજ સ્પ્રે કરવામાં આવે છે. હોસ્પિટલને જતું મુક્ત રાખવા વહેલી સવારે પહેલો રાઉન્ડ શરૂ થાય છે.…
નેશનલ અનલોકમાં અનેક મંદિર ખુલી ગયાં છે. ધીમે-ધીમે મંદિરોમાં લોકોની સંખ્યા અને દાનની રકમ પણ વધી રહી છે. વૈષ્ણોદેવી મંદિરથી લઇને તિરૂપતિ સુધી, જ્યાં મંદિર ખુલ્યા છે, ત્યાં હવે શ્રદ્ધાળુઓની સંખ્યામાં નિરંતર વધારો થઇ રહ્યો છે. મહારાષ્ટ્રના બધા મંદિર આ સમયે બંધ છે. શિરડી સાંઇ મંદિર, સિદ્ધિ વિનાયક જેવા મોટા મંદિરમાં છેલ્લાં 6 મહિનાથી સન્નાટો ફેલાયેલો છે. લાખોની સંખ્યામાં ભક્તોની અવર-જવરવાળા આ મંદિરો આટલાં ઉજ્જડ ક્યારેય હતાં નહીં. પરંતુ, ઓનલાઇન દર્શન ચાલી રહ્યા છે. 16 ઓગસ્ટથી શરૂ થયેલાં જમ્મૂના માતા વૈષ્ણોદેવી મંદિરમાં બધા ચહેરા માસ્કવાળા જોવા મળે છે. સંખ્યા ઓછી છે પરંતુ જય માતા દીના જયકારનો જોશ તેવો જ છે.…
બટેટા એક એવુ શાકભાજી છે જે દરેક ભારતીયોના રસોડામાં સરળતાથી મળી જાય છે. કેટલાક લોકો તો દરરોજ તેનુ સેવન કરે છે, પરંતુ બટેટાના રસનો પ્રયોગ માત્ર ભોજન સુધી જ સીમિત નથી, શું તમે ક્યારેય બટેટાનુ જ્યુસ પીધુ છે? જો નહી તો હવે પીવાનુ શરૂ કરી દો. કારણ કે, શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે બટેટાનું જ્યુસ. કાચા બટેટાના રસને પાણીની સાથે દરરોજ અડધો કપ પીવો અને ધ્યાન રાખો કે, ખાલી પેટ હોવુ જોઈએ. તેનાથી તમને ગેસની સમસ્યાથી છુટકારો મળશે, જે વર્તમાનમાં એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. કાચા બટેટાનો રસ તમને કેન્સર, હાઈપરટેંશન અને કિડની સિવાય ઘણા પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓથી…
કોરોનાના કપરા કાળમાં પણ બાળઅધિકારોનું હનન કરીને ચાઈલ્ડ ટ્રાફિકિંગ કરાઈ રહ્યું છે. બિહારથી ગુજરાતમાં મોટે પાયે બાળકોને બાળમજૂરી માટે લાવવામાં આવતાં હોવાની માહિતી મળતાં ગુજરાતની CID ક્રાઈમે વિવિધ NGO સાથે મળીને ઓપરેશન પાર પાડ્યું છે. બિહારથી ટ્રેનમાં લાવવામાં આવેલાં 32 બાળકોને છોડાવવામાં આવ્યાં છે. CID ક્રાઈમે હ્યુમન ટ્રાફિકિંગનો વિવિધ NGO સાથે મળીને પર્દાફાશ કર્યો છે. લોકડાઉન અને કોરોનાની સ્થિતિને કારણે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં મજૂરોની અછત સર્જાય છે, જેને કારણે નાનાં બાળકોને મજૂરી અર્થે વિવિધ રાજ્યોમાં મોકલવામાં આવી રહ્યાં હોવાનું એક એનજીઓ અને સીઆઇડી ક્રાઇમને જાણવા મળ્યું હતું. સીઆઇડી ક્રાઈમને માહિતી મળી હતી કે અમુક રૂપિયા લઈને પરિવારના સભ્યો નાનાં…
ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે Googleએ મોટો નિર્ણય લીધો છે. Google Play Store પરથી paytm એપ હટાવી દેવામાં આવી છે. હવે એન્ડ્રોઇડ યુઝર્સ paytm એપ ડાઉનલોડ નહી કરી શકે. એપ પર ઓફર કરવામાં આવતી ફેન્ટસી ગેમ્સ Paytmને પ્લે સ્ટોર પરથી હટાવવાનો નિર્ણય લેવા સાથે લિંક હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. રસપ્રદ વાત એ છે કે ગુગલ ઇન્ડિયાએ આજે ગેમ્બલિંગ પર પ્લે સ્ટોરની પોલીસી દર્શાવતો બ્લોગ પણ જારી કર્યો છે. આ બ્લોગ પોસ્ટમાં Paytmનો ઉલ્લેખ નથી પરંતુ તેમાં પ્લે સ્ટોરની ગેમ્બલિંગ પોલીસીઓ દર્શાવવામાં આવી છે.‘અમે ઓનલાઇન કેસિનોને મંજૂરી નથી આપતા અથવા તો અનિયંત્રિત ગેમ્બલિંગ એપ્સનું સમર્થન નથી કરતાં…