ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે Googleએ મોટો નિર્ણય લીધો છે. Google Play Store પરથી paytm એપ હટાવી દેવામાં આવી છે. હવે એન્ડ્રોઇડ યુઝર્સ paytm એપ ડાઉનલોડ નહી કરી શકે. એપ પર ઓફર કરવામાં આવતી ફેન્ટસી ગેમ્સ Paytmને પ્લે સ્ટોર પરથી હટાવવાનો નિર્ણય લેવા સાથે લિંક હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. રસપ્રદ વાત એ છે કે ગુગલ ઇન્ડિયાએ આજે ગેમ્બલિંગ પર પ્લે સ્ટોરની પોલીસી દર્શાવતો બ્લોગ પણ જારી કર્યો છે. આ બ્લોગ પોસ્ટમાં Paytmનો ઉલ્લેખ નથી પરંતુ તેમાં પ્લે સ્ટોરની ગેમ્બલિંગ પોલીસીઓ દર્શાવવામાં આવી છે.‘અમે ઓનલાઇન કેસિનોને મંજૂરી નથી આપતા અથવા તો અનિયંત્રિત ગેમ્બલિંગ એપ્સનું સમર્થન નથી કરતાં…
કવિ: Satya Day News
રાજ્યના વિવિધ નગરો-શહેરોમાં વાહનોથી ફેલાતું વાયુ પ્રદૂષણ અટકાવવા ઇલેકટ્રીક વાહનોના ઉપયોગ કરનારાઓને રૂા. 12000ની સહાય આપવાની મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે જાહેરાત કરી છે. બેટરી સંચાલિત ટૂ વ્હીલર-થ્રી વ્હીલરના ઉપયોગ માટે સહાય યોજના જાહેર કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ઇલેકટ્રીક ટૂ-વ્હીલર ખરીદવા વિદ્યાર્થીઓને રૂ. 12 હજારની સહાય અને ઇલેકટ્રીક રિક્ષા માટે રૂ. 48000ની સહાય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કલાયમેન્ટ ચેન્જ વિભાગની એક દશકની કામગીરી-ભાવિ રોડ મેપના દસ્તાવેજ પુસ્તક-કોમ્પોડીયમનું ઈ લોકાર્પણ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતના નગરો-શહેરોમાં વાહનોથી ફેલાતા વાયુ પ્રદૂષણને અટકાવવા બેટરી સંચાલિત ટુ વ્હીલર-થ્રી વ્હીલરના ઉપયોગ વધુ પ્રમાણમાં લોકો કરતાં થાય તે માટે ઉપરોક્ત યોજના જાહેર…
દુનિયામાં કેટલાય એવા ગામો છે, જેના નામ અજીબોગરીબ છે, આ ગામના નામો એવા છે કે, તેને બોલવામાં પણ ફાંફા પડી જાય. આ શહેરોના નામનું ઉચ્ચારણ કરવામાં પણ આપણને પરસેવો છૂટી જાય. આજે અમે પણ આપને અહીં એવા જ કંઈક ગામોના નામ વિશે જણાવા જઈ રહ્યા છીએ. 1 Llanfairpwllgwyngyllgogerychwyrndrobwllllantysiliogogogoch- યુરોપનું આ શહેર છે, જેનું નામ સૌથી લાંબૂ છે. આ શહેરના નામમાં કુલ 58 અંગ્રેજી લેટર છે. આ જગ્યા વેલ્સમાં આવેલી છે. 2 અમેરિકામાં પણ આવી જ એક જગ્યા છે, જેનું નામ પણ વિચિત્ર છે. અમેરિકામાં આવેલી આ જગ્યાનું નામ Pee Pee છે. 3-New Mexico માં પણ એક શહેરનું નામ છે, જેનું…
સરકારે એ સ્વીકાર્યું છે કે ભારતીય સંચાર નિગમ લિમિટેડ ના મોબાઈલ નેટવર્કમાં લગભગ 53 ટકા ઈક્વિપમેન્ટ બે ચીની કંપનીઓ જેટીઈ અને હુવાવેના છે. આ મામલામાં ખાનગી કંપનીની સ્થિતિ સારી છે કારણ કે તે ઘણા બીજા દેશોમાંથી આવા ઈક્વિપમેન્ટ્સ મંગાવે છે. સંચાર રાજ્ય મંત્રીએ આપી જાણકારી BSNLના મોબાઈલ નેટવર્કમાં લગભગ 44 ટકા ઈક્વિપમેન્ટ ચીની કંપની ZTEના અને 9 ટકા ઈક્વિપમેન્ટ હુવાવે (Huawei)ના છે. સંચાર રાજ્ય મંત્રી સંજય ધોત્રેએ ગુરુવારે રાજ્યસભામાં આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે ચીની ટેલીકોમ ગિયર મેકર્સ કંપનીઓ ઉપકરણો માટે સરકારની પાસે ડેટા નથી. ધોત્રેએ રાજ્ય સભામાં જણાવ્યું, ‘ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)ના મોબાઈલ નેટવર્કનો 44.4 ટાકા…
દૂનિયાની સોથી પેહલી કોરોના વેક્સિન રશિયાની સ્પૂતનિક 5 ની ક્ષમતા ઉપર ફરી એક વખત સવાલો ઉઠી રહ્યાં છે. રશિયાના કોરોના વેક્સિન સ્પૂતનિક 5ના ત્રીજા ચરણના ક્લિનિકલ ટ્રાયલમાં જે લોકોએ સ્પૂતનિક 5 વેક્સિન આપવામાં આવી રહી છે. તેમાંથી દર સાતમાંથી એક વ્યક્તિમાં તેના સાઈડ ઈફેક્ટ જોવા મળી રહ્યાં છે. રશિયાના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું હતું કે, સ્પૂતનિક 5 વેક્સિન લગાવ્યા બાદ સાત વોલિટિયર્સમાં લગાવવામાં આવી હતી. જેમાંથી એકે સાઈડ ઈફેક્ટની ફરિયાદ કરી હતી. રશિયાના સ્વાસ્થ્યમંત્રીએ શું કહ્યું ન્યુઝ એજન્સી ટાસના જણાવ્યા પ્રમાણે રશિયાના સ્વાસ્થ્ય મંત્રી મિખાઈલ મુરાશકોએ કહ્યું કે, અત્યાર સુધીમાં 40 હજાર વોલિંટીયર્સમાંથી 300થી વધારેને સ્પૂતનિક 5ની રસી આપવામાં આવી છે. સ્પૂતનિક…
નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ અલગ અલગ રીતે ઉજવાઈ રહ્યો છે ત્યારે વેસુ વિસ્તારમાં એક પ્રતિકૃતિ પ્રદર્શિત કરવામાં આવી છે. બેંગ્લોરના મૈસૂરમાં તૈયાર થયેલી આ પ્રતિકૃતિમાં માતૃપ્રેમ દર્શાવવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આશિર્વાદ અને પ્રેમ આપતા હીરાબાની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. 24 કલાકારોએ 12 મહિના સુધી મહેનત કરીને આ વૂડ ઈન લે આર્ટ તૈયાર કર્યું છે. 7 ફૂટ પહોળું અને 5 ફૂટ ઊંચી આ પ્રતિકૃતિમાં આર્ટને જીવંત રાખવાની સાથે માતૃપ્રેમ દર્શાવવામાં આવ્યો છે. આ આર્ટમાં બનેલું મોદીજી અને હીરાબાનું ચિત્ર 10 હજાર પ્રકારના લાકડાના અલગ અલગ પ્રકારના કટકાઓને ચોંટાડીને તૈયાર કરવામાં આવ્યું છે. આર્ટમાં કુલ 80 હજાર લાકડાના ટુકડાને એવી…
મોદી સરકાર કૃષિ બિલની સામે ખેડૂતોમાં ગુસ્સો વધી રહ્યો છે. હરિયાણા અને પંજાબના ખેડૂતો રસ્તા ઉપર ઉતરી રહ્યાં છે અને ખેતી સાથે જોડાયેલા ત્રણ બિલોને પાછા લેવાની માંગ કરી રહ્યાં છે. આ વચ્ચે પંજાબના મુક્તસર સ્થિત બાદલ ગામમાં પ્રદર્શન કરી રહેલા એક ખેડૂતે ઝેર ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ખાસ વાત તો એ છે કે, આ પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલનું ગામ છે અને તેના ઘરની બહાર ખેડૂતો ધરણા ઉપર બેઠા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, પૂર્વ સીએમ પ્રકાશ સિંહ બાદલના ઘરની બહાર ધરણા ઉપર બેસેલા પ્રીતમ સિંહ નામના યુવાને આજે સવારે 6 વાગ્યેને 30 મિનિટે ઝેર ખાધુ હતું. તે…
મોદી આજે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનું એક સપનું પુરૂ કરવા જઈ રહ્યાં છે. તેના માટે પીએમ મોદી કોસી રેલ મહાસેતુનું ઉદ્ઘાટન કરશે. કાર્યક્રમ માટે બિહારહના સુપૌલ સ્ટેશન ઉપર તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પીએમ મોદી વીડિયો કોન્ફરેન્સીંગના માધ્યમાંથી જોડાશે. 86 વર્ષથી બે વિભાગોમાં વહેચાયેલું મિથલાંચલ રેલ માર્ગની મદદથી જોડાશે. તે સિવાય આજે પ્રધાનમંત્રી 12 વાગ્યે અન્ય રેલ યોજનાની ભેટ પણ આપશે. આજે ઉદ્ઘાટન બાદ કોસી રેલ મહાસેતુ ઉપર ટ્રેનોનું પરિચાલન શરૂ થઈ જશે. 2003માં પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ તેની આધારશિલા રાખી હતી. તેમાં કોસી મહાસેતુ ઉપર ઈસ્ટ વેસ્ટ કોરિડોર યોજના હેઠળ માર્ગ સાથે જોડવાનું પણ શામેલ હતું.…
રાજ્યમાં એકમાત્ર ભરૂચમાં કોવિડ સમશાનના સંચાલકે મૃતકની અંતિમક્રિયા કરવાની કામગીરી છોડી છે. સંચાલકે કોરોનાગ્રસ્ત મૃતકોની અંતિમક્રિયા ન કરવાની જાહેરાત કરી છે. સ્મશાનના સંચાલક ધર્મેશ સોલંકીએ વીડિયો વાઈરલ કરી આ બાબતની ભરૂચવાસીઓને જાણ કરી છે. જેથી ગતરાત્રે કોવિડ સ્મશાનમાં કામ કરતા કર્મચારીઓ તેમને ફાળવાયેલ વાહનો નગરપાલિકા પરિસરમાં મૂકી રવાના થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે આ સાથે સમશાનના સંચાલક ધર્મેશ સોલંકીએ ભરૂચવાસીઓની માફી પણ માગી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, 17મી સપ્ટેમ્બરે કોવિડ સ્મશાનમાં કામગીરી માટે કરવામાં આવેલો પાલિકા સાથેનો કરાર પૂર્ણ થાય છે. તો બીજી તરફ સમશાનમાં અપૂરતી સુવિધાઓ અને વળતર અંગે ઘણા સમયથી તંત્રને રજૂઆતો કરવામાં આવી હતી તેમ…
વડોદરામાં કોરોના બેકાબૂ બન્યો છે અને આ બાબતને તંત્ર દ્વારા છુપાવવામાં આવી રહી છે. કોરોનાની વિકરાળતા છુપાવાના કારણે લોકોને કોરોનાનો ડર જતો રહ્યો છે અને એટલે જ સંક્રમણમાં અસામાન્ય વધારો નોંધાયો છે. વડોદરામાં છેલ્લા પાંચ દિવસમાં જ કોરોનાની સારવાર દરમિયાન ૧૧૨ દર્દીઓના મોત થયા છે અન તંત્ર આ આંકડા છુપાવી રહ્યું છે. આ ઉપરાંત વડોદરા શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમા મળીને ૫૫૦૦ કોવિડ બેડ છે જેમા વડોદરા શહેરના, જિલ્લાના ઉપરાંત અન્ય ૧૦ જિલ્લાના મળીને ૩૨૦૦ કોવિડ દર્દીઓ હાલમાં સારવાર હેઠળ છે. એક જ દિવસમાં 25 લોકોનો લીધો ભોગ, આટલા થયા સંક્રમિત વડોદરામાં કોરોનાનો વિકરાળ પંજો ફરી વળ્યો છે. શહેરના તમામ વિસ્તારો હવે…