સોશિયલ મીડિયા કંપની Facebook 2021માં ખાસ ટેક્નિક વાળા Smart Glasses લોન્ચ કરશે. તેના માટે કંપનીએ Ray-Banના ગ્લાસ બનાવનાર કંપની EssilorLuxotticaની સાથે ભાગીદારી કરી છે. ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે એક ઓનલાઈન કોન્ફ્રેન્સ સમયે આ વાતની જાણકારી આપી છે. Facebook Reality Labs ના VP Hugo Barraએ પણ પાર્ટનરશિપને લઈને ટ્વીટ કર્યું છે. પહેલી વખત બન્ને કંપની કરી રહી છે સાથે કામ આ પહેલી વખત છે જ્યારે બન્ને બ્રાન્ડ સ્માર્ટ ગ્લાસ વિકસિત કરવા માટે એક સાથે કામ કરી રહી છે. કંપનીનું કહેવું છે કે સ્માર્ટ ગ્લાસ ARની તરફથી એક પહેલું પગલું છે જે હવે પ્રાયોગિક અનુસંધાન પ્રોટોટાઈપ Project Ariaમાં શામેલ થઈ ગયું છે.…
કવિ: Satya Day News
1 કરોડના ડ્રગ્સ સાથે દાણીલીમડાના આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેકટર ફિરોજખાન નાગોરી સહિત પાંચ ડ્રગ્સ માફિયાને સીટીએમ એક્સપ્રેસ હાઇવેથી પોલીસે ઝડપી પાડયા હતા, આ કેસના મુખ્ય સુત્રધ્ધાર એવા મુંબઇના ડ્રગ્સ માફિયા અફાક બાવાની ક્રાઇમબ્રાંચે મહારાષ્ટ્ર, ગોવા બોર્ડર ઉપરથી ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં મુંબઇ ડીઆરઆઇ દ્વારા નવ મહિના પહેલા ૫૦ કરોડનું ડ્રગ્સ પકડયું હતું તે કેસમાં આરોપી વોન્ટેડ હતો. મુંબઇ ડીઆરઆઇ દ્વારા નવ મહિના પહેલા ૫૦ કરોડનું ડ્રગ્સ પકડયું હતું તે કેસમાં આરોપી વોન્ટેડ હતો પાંચ દિવસ પહેલા સીટીએમ એક્સપ્રેસ હાઇવે ઉપરથી રૃા. એક કરોડનો ૯૯૫ ગ્રામ એમડી (મેફેડ્રાન ) ડ્રગ્સના જથ્થા સાથે જમાલપુર દરવાજા પાસે હજારીની પોળમાં રહેતા મહંમદ આરીફ…
અડાલજ વિસ્તારમાં હોટેલ ક્રિતીકા ખાતે 13 સપ્ટેમ્બરે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડીને જુગારનો અડ્ડો ઝડપી પાડ્યો હતો. જે તે સમયે હોટેલ માલિક કુલદીપરાજ ઉર્ફે રાજભા ભાનુપ્રતાપ ગઢવી પાસેથી બનાવટની રિવોલ્વર મળી આવી હતી. જેને પગલે તેના વિરૂદ્દમાં અડાલજ પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરાયો હતો. જે-તે સમયે આરોપીએ પોતાને સાત મહિના પહેલાં રાજસ્થાનના રણુજાથી રિવોલ્વર લાવ્યો હોવાનું કહ્યું હતું. ત્યારે આ કેસની તપાસ ગાંધીનગર એસઓજીને સોંપાઈ હતી. એઓસજીએ આરોપીની યુવક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતાં આરોપીએ હથિયાર અમદાવાદ રાણીપ ખાતે રહેતાં દાનબહાદુરસિંહ વિજયસિંહ બધેલે આપી હોવાની કબૂલાત કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે મહિલાઓનચ આત્મનિર્ભરતા માટે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત કીટ વિતરણ નો કાર્યક્રમ દહેગામની મામલતદાર કચેરી ખાતે યોજાયો જેમાં દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, એપીએમસી ચેરમેન સુમેરૂ અમીન, પાલિકા પ્રમુખ બિમલ અમીન ,મામલતદાર એચ.એલ.રાઠોડ, તાલુકા વિકાસ અધિકારી રૂબીસિંહ રાજપુત, ચીફ ઓફિસર રૂદ્રેશ હુદડ સહિતના અધિકારીઓ અને અગ્રણીઓ હાજર રહ્યા હતા.
સુરત ના ઉમરા વિસ્તારમાં રહેતી કલા બેનને(નામ બદલ્યું છે) સંતાનમાં 3 દિકરી અને 1 દિકરો છે. તેમની સગીર દિકરી પર કેટલાક સમયથી બનેવી પ્રકાશ વસાવા (ઉ.વ.26,ઉમરા)ની દાનત બગડી હતી. પ્રકાશ 2 સંતાનનો પિતા છે. બે વર્ષથી પંકજ સગીરાની હેરાન-ગતિ કરતો હતો અને તેણી સાથે અડપલા કરતો હતો. માસાની હરકતથી ત્રાસેલી સગીરાએ પિતરાઇ બહેનને આપવીતી જણાવી હતી. આ બાબતની જાણ સગીરાની માતા કલાબેનને થતા આખરે તેમણે ઉમરા પોલીસમાં પ્રકાશ વસાવા વિરૂદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી હતી.
ટિકટોક પર ફોલોઅર્સ વધારવા માટે પાકિસ્તાનમાં એક મહિલાએ ખોટું કામ કર્યું છે. તેણે પોતાના પતિના મોતના ખોટા સમાચાર વાઇરલ કર્યા છે. પતિ પહેલેથી જ ટિકટોક સ્ટાર છે. વાસ્તવિકતા સામે આવ્યા પછી લોકો મહિલા વિરુદ્ધ કેસ કરવાની માગ કરી રહ્યા છે. ટિકટોક સ્ટારનું નામ આદિલ રાજપૂત છે. આદિલના પત્નીના નામની પુષ્ટિ થઈ શકી નથી. પાકિસ્તાની મીડિયામાં તેમનું નામ ફરાહ રાજપૂત અને હિના સલીમ હોવાનું સામે આવી રહ્યું છે. આદિલના ટિકટોક પર 26 લાખ ફોલોઅર્સ છે. મંગળવાર સવારે આદિલના ફેન્સ માટે એક ખરાબ સમાચાર આવ્યા, તેમની પત્નીએ રડતાં રડતાં એક વિડિયો શેર કર્યો, જેમાં કહ્યું હતું કે આદિલનું કાર એક્સિડેન્ટમાં મોત થયું…
કોરોના મહામારી વચ્ચે રસીના ઉત્પાદન અને પોતાના નાગરિકોને કોરોનાની રસી સૌથી પહેલા આપવાની ગળાકાપ વૈશ્વિક હરીફાઇને કારણે વિશ્વની માત્ર 13 ટકા વસતિનું પ્રતિનિધિત્વ કરતા ધનિક દેશોએ 50 ટકાથી પણ વધુ કોરોના રસીનો સ્ટોક પહેલેથી ખરીદી લીધો છે. ઓક્સફેમ નામના સંગઠનના એક રિપોર્ટમાં આ દાવો કરાયો છે. ઓક્સફેમના રિપોર્ટ મુજબ, 5 અગ્રણી રસીઉત્પાદકો હાલ ટ્રાયલના અંતિમ તબક્કામાં છે. તેઓ લગભગ 5.9 અબજ ડોઝ સપ્લાય કરવા સક્ષમ છે, જે લગભગ 3 અબજ લોકો માટે પૂરતા છે. જોકે એમાંથી લગભગ 51 ટકા ડોઝ અમેરિકા, બ્રિટન, યુરોપીય સંઘ, ઓસ્ટ્રેલિયા, હોંગકોંગ, જાપાન, સ્વિટ્ઝર્લેન્ડ અને ઇઝરાયેલ જેવા ધનિક દેશોએ પહેલેથી બુક કરી રાખ્યા છે, બાકીના 2.6…
અધિકમાસને હિંદુ ધર્મમાં ખૂબ જ ખાસ માનવામાં આવે છે. ભારતમાં ખગોળીય ગણતરી પ્રમાણે દર ત્રણ વર્ષે એક અધિકમાસ હોય છે. તેને અધિમાસ, મળમાસ અથવા પુરુષોત્તમમાસ પણ કહેવામાં આવે છે. હિંદુ કેલેન્ડરમાં દર મહિનાના સ્વામી દેવતા જણાવવામાં આવ્યાં છે. પરંતુ આ તેરમા મહિનાના સ્વામી કોઇ નથી. એટલે આ મહિનામાં દરેક પ્રકારના માંગલિક કામ કરવાની મનાઇ છે. દેવી ભાગવત પુરાણ પ્રમાણે આ મહિનામાં તીર્થ સ્નાન ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે. સાથે જ, મળમાસમાં કરેલાં બધા શુભ કામનું બેગણું ફળ મળે છે. આ મહિનામાં ભાગવત કથા સાંભળવાનું ખૂબ જ મહત્ત્વ છે. આ મહિનામાં સૂર્યોદય પહેલાં જાગવું જોઇએ. યોગ અને ધ્યાન કરવું જોઇએ. સ્નાન-દાન,…
આફ્રિકી દેશ યુગાંડાની જેલમાંથી કેદીઓ નાસી છૂટ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. યુગાંડામાં 200 કેદીઓ નગ્ન થઈને જેલમાંથી ફરાર થઈ ગયા છે. કહેવાય છે કે, આ કેદીઓએ પહેલા જેલના સુરક્ષાકર્મીઓ પર કાબૂ મેળવ્યો અને બાદમાં પોતાના કપડા ઉતારીને નાસી છૂટ્યા હતા. હકકીતમાં કેદીઓને પીળા રંગના કપડા આપવામાં આવે છે અને તેમને આ જ વાતનો ડર હોય છે કે, સેના તેમને ફરી વાર પણ પકડી પાડશે.એટલા માટે તમામ કેદીઓએ પોતાના કપડા ઉતારીને ફેંકી દીધા હતા. જેલ તોડવાની આ ઘટના દેશના પૂર્વોત્તર વિસ્તારમાં ઘટી છે. સુરક્ષા દળ આ કેદીઓની શોધ કરી રહી છે. કહેવાય છે કે, આ કેદી દેશના જંગલી વિસ્તારમાં નાસી…
ઇઝરાયલી સંશોધનકારો મત અનુસાર સામાન્ય રીતે પુરુષો tension પરિસ્થિતિઓમાં દારૂ અને અશ્લીલતા તરફ વળે છે, જ્યારે મહિલાઓ ચોકલેટ ખાઈને પોતાના તણાવને દૂર કરવાનો પ્રયાસ કરે છે. આ માત્ર સ્ટીરિયોટાઇપિંગ નથી, પરંતુ તે એક વૈજ્ઞાનિક તથ્ય છે, પરંતુ કોરોના વાયરસના કારણે લોકોમા તણાવ વધતા હવે ચોકલેટમાં તરફ વળ્યા છે.બેનગે-ગુરિયન યુનિવર્સિટી ઓફ દ નેગેવ (Ben-Gurion University of the Negev) અને યશિવા યુનિવર્સિટી (Yeshiva University Researchers) ના સંશોધનકારો દ્વારા પ્રકાશિત કરવા માટે રજૂ કરાયેલા એક પત્ર પ્રમાણે, તણાવમાં મીઠાઈ ખાતી મહિલાઓ હવે દારૂ અને પોર્નોગ્રાફી તરફ વળી રહી છે. સંશોધનકારોએ 45 પુરુષ અને 69 મહિલાઓ સહિત તેમની પોસ્ટ અને કોરોના વાયપસ આદત પર…