સચિન જીઆઈડીસીમાં નર્સિંગ હોમ ચલાવતા તબીબ દંપતી સાથે દર્દીએ ડોલર વટાવી આપવાના નામે છેતરપિંડી કરી છે. નર્સિંગ હોમમાં સારવાર માટે આવતી મહિલાએ તબીબને ડોલર વટાવી આપવા આપ્યા બાદ વધુ ડોલર હોવાનું કહ્યું હતું. ડોક્ટર દંપતીએ ડોલર વટાવી આપ્યા બાદ આરોપીએ વિશ્વાસમાં લઈ બે લાખ રૂપિયાના ડોલર આપવા હોડી બંગ્લા ત્રણ રસ્તા પર બોલાવ્યા હતાં. જ્યાં ડોક્ટરને થેલીમાં છાપાની પસ્તી આપી દઈને બે લાખ રૂપિયા લઈ નાસી જઈ છેતરપિંડી કરી હતી. હાલ સમગ્ર મામલે લાલગેટ પોલીસ વધુ તપાસ કરી રહી છે. સચિન જીઆઈડીસી નાકા, આશિષ હોટલની પાછળ આવેલી બાપા સિતારામ સોસાયટીમાં રહેતા ડો. મનીકા કડાકીયા અને નિશિદ કડાકીયા નર્સિંગ હોમ ચલાવે…
કવિ: Satya Day News
મધ્યપ્રદેશની સૌથી મોટી સરકારી હોસ્પિટલ મહારાજ યશવંત રાવ હોસ્પિટલ (એમવાયએચ) માં માનવતાની શરમજનકતા દર્શાવતી તસ્વીર સામે આવી છે. અહીંયા મોર્ચરી રૂમમાં સ્ટ્રેચર પર રાખેલો એક મૃતદેહ અંતિમ સંસ્કારની રાહ જોવામાં જ કંકાલ બની ગયો. આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ હડકંપ મચી જતા જવાબદારોએ તાત્કાલિક મૃતદેહને ત્યાંથી દૂર કર્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે દુર્ગંધ ફેલાયા બાદ પણ કોઈએ આ બાબતે ધ્યાન આપ્યું નહીં. હોસ્પિટલ અધિક્ષકનું કહેવું છે કે, જે દોષી હશે, તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. એમવાયએચ બેજવાબદારીના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. અહીંયા મોર્ચરી રૂમમાં રાખવામાં આવેલો મૃતદેહ 10 દિવસ પહેલાનો હોવાનું કહેવામાં આવ્યું છે. પરંતુ, મૃતદેહ કોનો…
રાજસ્થાનનો બાંસવાડામાં આવેલો માહી બંધ અત્યારે 281.25 મીટર સુધી છલોછલ ભરાઈ ગયો છે. અહીં રાજસ્થાનનું સૌથી લાંબુ 40 કિ.મી.માં ફેલાયેલું બેકવૉટર ક્ષેત્ર છે. અહીં નાના-મોટા કુલ 100 આઈલેન્ડ પણ છે, જે અહીંની સુંદરતામાં ઘણો વધારો કરે છે. એટલે બાંસવાડાને 100 ટાપુનું શહેર કહે છે. આ બેકવૉટર ક્ષેત્રમાં 112 ગામ છે, જે દક્ષિણ ભારતના કુદરતી સૌંદર્યની યાદ અપાવે છે.ચોમાસામાં આ શહેર એક રહસ્યમય સ્વર્ગમાં ફેરવાઈ જાય છે. અહીં ચારેય તરફ પહાડો, ઝરણાં અને હરિયાળી જોવા મળે છે, જેને જોઈને લોકો ભૂલી જ જાય છે કે તેઓ એક રણપ્રદેશમાં છે.’ શિયાળામાં અહીં 265 પ્રજાતિના દેશીવિદેશી પક્ષીઓ આવે છે.
મોટાભાગે લોકો મંદિર જાય છે ત્યારે તેમને પૂજારી ભગવાનના ચઢેલાં ફૂલ પ્રસાદ સાથે આપે છે. તેને આશીર્વાદ સમજીને લોકો ઘરે પણ લઇ આવે છે પરંતુ જ્યારે આ ફૂલ કે હાર સૂકાઇ જાય છે ત્યારે સૌથી વધારે ચિંતા એ થાય છે કે, હવે તે ફૂલનું શું કરવું જોઇએ. કઇંક અશુભ થવાના ભયથી લોકો તેમને ફેંકતાં નથી. આપણાં શાસ્ત્રોમાં તેનું સમાધાન આપવામાં આવ્યું છે. ગ્રંથો પ્રમાણે ભગવાન ઉપર ચઢેલાં ફૂલને બે-ત્રણ રીતે રાખી શકાય છે. મંદિરમાંથી ભગવાન ઉપર ચઢેલાં ફૂલ કે હાર આપવામાં આવે તો તેને પહેલાં ઘરના તે કબાડમાં રાખો, જ્યાં ઘરેણાં અને પૈસા રાખવામાં આવે છે. જો પ્રસાદમાં ફૂલ રાખીને…
અમદાવાદ ના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં 20 દિવસમાં જ એક વાઘણ અને એક સિંહણના મોત નિપજ્યા છે. સોમવારે એક સિંહણ શ્રેયાનું મોત કાર્ડીયાક ફેલ્યોરને કારણે થયું હતું. 4 દિવસ પહેલા એક દિપડાનું પણ કાંકરિયા ઝૂમાં મોત થયું હતું. કાર્ડિયાક ફેલ્યોરથી સાડા છ વર્ષની સિંહણ મૃત્યુ પામી છે અને ઝૂમાં 4 દિવસ પહેલાં એક દીપડો પણ મૃત્યુ પામ્યો હતો. સામાન્ય રીતે વાઘનું આયુષ્યની મર્યાદા 15 વર્ષની ગણાય છે. હાલ કાંકરિયામાં એક જોડી એશિયાટીક સિંહ, એક વાઘ અને એક સફેદ વાઘણ છે. સાત દિપડા, એક જોડી હિપ્પોપોટેમસ, એક હાથણી, એક ઝરખ માદા અને એક જોડી રીંછ તથા 17 શિયાળ છે. સિંહણને પૂંછડીમાં ગેંગરીન…
લાંબા સમય સુધી સાથે રહેનાર યુગલ એક સમય બાદ સંબંધમાં પહેલા જેવો ઉત્સાહ મેહસુસ કરે છે. ખાસ કરીને સેક્સને લઈને પેશન ખૂબ જ ઓછુ થઈ જાય છે. હવે મનોવૈજ્ઞાનિકોને તેના પાછળનુ કારણ જાણવાની કોશિશ કરી છે. સેંકડો લોકો પર કરવામા આવેલી એક રિસર્ચમાં યુગલને પૂછવામાં આવ્યુ છે કે, તેમને કેમ મહેસુસ થાય છે કે, તેમના રોમાન્સમાં પહેલા જેવો જોશ રહ્યો નથી અને તેમની સેક્સ લાઈફ સારી ન હોવાને કારણે શું કારણ છે. સામે આવ્યા ઘણા કારણ આ સ્ટડી ઈવોલ્યૂશનરી સાઈકોલોજી પત્રિકામાં પ્રકાશિત થઈ છે આ સ્ટડીમાં વોલંટિયર્સથી ઘણા પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. જેમાંથી મનોવૈજ્ઞાનિકોને કુલ 78 એવા કારણ જાણવા…
અમેરિકા, યુરોપ, એશિયા અને ભારતથી રશિયા અને ચીન આગળ નિકળી ગયું છે. ચીનમાં તૈયાર કરવામાં આવતી કોરોના રસી નવેમ્બરમાં સામાન્ય લોકો માટે ઉપલબ્ધ હોઈ શકે છે. ચાઇનીઝ 4 કોરોના રસી ક્લિનિકલ ટ્રાયલ ના અંતિમ તબક્કામાં છે. આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા લોકો માટે ત્રણ કોરોના રસીના ઉપયોગની મંજૂરી આપી ચૂક્યું છે. ‘ઇમર્જન્સી યુઝ પ્રોગ્રામ’ હેઠળ આ પરવાનગી આપવામાં આવી છે. આ કાર્યક્રમ જુલાઈમાં શરૂ થયો હતો. રસીના તબક્કા -3 ટ્રાયલ સરળતાથી થઈ રહ્યા છે અને રસી નવેમ્બર અથવા ડિસેમ્બરમાં લોકોને મળી શકે છે. ગુઇઝેન વુએ એમ પણ કહ્યું હતું કે તેમણે એપ્રિલમાં જ રસી લીધી હતી. પરંતુ છેલ્લા મહિનામાં તેને કોઈ મુશ્કેલીનો…
આસામમાં પૂરના કારણે 2017 અને 2020ના 2 વર્ષમાં 500 હાથી, ગેંડા અને હરણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. મોતને ભેટનાર કુલ, પ્રાણીઓની કુલ સંખ્યા 550 ની આસપાસ છે. જોકે, આ હાથી, ગેંડા અને હરણની સંખ્યા 500 ની આસપાસ છે. આ ઘટના આસામના કાઝીરંગા પાર્કની છે. ડૂબી જવાની સંખ્યામાં 2020 માં નોંધપાત્ર ઘટાડો થયો છે.પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તન મંત્રાલયે આ આંકડા જાહેર કર્યા છે. 2017 માં, 284 પ્રાણીઓ પૂરના પાણીથી ભરાઈ ગયા હતા. પરંતુ મંત્રાલયે 2018 ના આંકડા જાહેર કર્યા નથી. 2019 માં 223 પ્રાણીઓ ડૂબી ગયા હતા. આ વર્ષે, આ આંકડો 82 પ્રાણીઓ સુધી મર્યાદિત કરવામાં આવ્યો છે.2017 થી…
દુનિયાભરમાં કોરોના સંક્રમણે તબાહી મચાવી છે અને વેક્સીનના આવવા સુધી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સહિત બધી સંસ્થાઓએ માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટસિંગનુ પાલન કરવા માટે નિયમ બનાવ્યા છે. જોકે, લોકો લાખા મોત છતા કોરોના સંક્રમણને ગંભીરતાથી લઈ રહ્યા નથી. ઈંડોનેશિયામાં આવા જ લોકો માટે માસ્ક પહેરવા પર એક અલગ જ પ્રકારની સજાની જાહેરાત કરવામાં આવી છે. ઈંડોનેશિયાના ઈસ્ટ જાવા પ્રાંતના પ્રશાસને માસ્ક ન પહેરનાર લોકોને સજા તરીકે કોરોના વાયરસથી મરેલા લોકોની કબર ખોદવાનો આદેશ આપ્યો છે. ઈસ્ટ જાવાના ગેરસિક રીજેંસીના 8 લોકોને માસ્ક પહેરવાથી મનાઈ કર્યા બાદ પાસેના જ નોબબેટન ગામમાં એક સાર્વજનિક કબ્રિસ્તાનમાં કબ્ર ખોદવાની સજા આપવામાં આવી છે. જણાવી દઈએ…
અમદાવાદમાં મોટા પ્રમાણમાં MD ડ્રગ્સનું ચલણ વધી રહ્યું છે, જેને લેતા જ કિક વાગે તેવા ડ્રગ્સની યાદીમાં કોકેઇન બાદ હવે એમડી ડ્રગ્સે પણ સ્થાન મેળવ્યું છે. અમદાવાદમાં યુવકોની સાથે યુવતી માટે પણ પાર્ટીમાં ડ્રગ્સ સ્ટેટ્સ સિમ્બોલ ગણાવા લાગ્યું છે, જેને કારણે શ્રીમંત પરિવારનાં યુવક-યુવતીઓ એમડી ડ્રગ્સના રવાડે ચઢી રહ્યાં છે. એમડી ડ્રગ્સના આ કાળા કારોબારમાં ક્યાંક પોલીસના બાતમીદારો, તેના સ્વજનો અને ક્યાંક ખુદ પોલીસ પણ સંડોવાઈ હોવાનું સ્પષ્ટ થઈ ગયું છે. નશાનો આ કારોબાર એકદમ એક્યુરેસી અને કોડથી ચાલે છે, જેમાં કરોડો રૂપિયાના વ્યવહાર અને CCTVથી સજ્જ નેટવર્ક સામેલ છે. શહેરમાં ઝીપર, પેક અને દાણાના નામથી એમડી ડ્રગ્સ વેચાય છે…