હાલ માં દેશ માં કોરોના વાયરસ ને લઈ ને હાહાકાર મચી ગયો છે ત્યારે હાલ અમદાવાદ શહેર ની સ્થિતિ દિનપ્રતિદિન વધારે ખરાબ થતી જાય છે ત્યારે બીજા રાજ્યો માંથી જે લોકો અમદાવાદ શહેર માં રોજગાર માટે આવ્યા છે તે લોકો ને હાલ રોજગારી બંધ થઈ ગઈ છે અને છેલ્લા 3 દિવસ થી ભૂખ્યા બેઠા છે તે વાત આજે એલિસબ્રિજ વિધાનસભા ના ધારાસભ્ય રાકેશ ભાઈ શાહ દ્વારા 5000 થી વધુ પૂરી શાક ના ફૂડ પેકેટ તૈયાર કરી ને જ્યાં જ્યાં જે લોકો ને જરૂરિયાત પડી છે ત્યાં ધારાસભ્ય રાકેશ ભાઈ શાહ અને સ્થાનિક કોર્પોરેટર સુજય મહેતા અને તેમની ટીમ દ્વારા જાતે…
કવિ: Satya Day News
કોરોના વાઇરસ ના કેહેર માં લોકો ને અવ-નવા આઇડિયા સુજે છે અને તેનો અમલ કરવામાં પણ ગભરાતા નથી અને અત્યારે 21 દિવસ ના લોકડાઉનની સ્થિતીમાં અમદાવાદ માં ગંભીર બીમારીમાં સેનેટાઇઝર સર્વિસ Govt. Approved લખેલ એક્ટીવાની આડમાં દેશીદારૂની હેરફેરી કરતા બે ઈસમ જડપાયા છે. આ બે ઈસમ ને કાગડાપીઠ પોલીસે રંગેહાથે જડપી પડ્યા હતા.
કોરોના વાયરસ ના કારણે દેશભરમાં હાહાકાર મચ્યો છે, જેને લઇને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા lockdown જાહેર કરવામાં આવ્યું છે… lockdown નું અમલીકરણ કરાવવા હાલ પોલીસ દ્વારા અથાગ પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા પરંતુ તેમ છતાં લોકો બિનજરૂરી ઘરોની બહાર નીકળતા તેનું ચુસ્તપણે અમલ થઈ શક્યું નહોતું.જ્યાં આખરે રાજ્ય સરકાર ના નિર્ણય બાદ સુરત પોલીસને રેપીડ એક્શન ફોર્સ ની એક કંપની ફાળવવામાં આવી છે.સુરત આવી પોઝચેલી રેપીડ એક્શન ફોર્સ દ્વારા સલાબતપુરા વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું..સંવેદનશીલ ગણાતા આ વિસ્તારમાં ગધેવાન, રૂસ્તમપુરા ,મોંમનાવડ સહિતના સ્થળોએ ફ્લેગ માર્ચ કરાયું..આ ફ્લેગ માર્ચમાં રેપીડ એક્શન ફોર્સ ની મહિલાઓ જવાનો પણ શામેલ થઈ હતી.ફ્લેગ માર્ચ…
હિંદુ કેલેન્ડ પ્રમાણે સુદ પક્ષની ચોથને વિનાયક ચોથ કહેવામાં આવે છે. જે દર મહિનામાં સુદ પક્ષના ચોથા દિવસે આવે છે. આ વખતે તે 28 માર્ચ, શનિવાર એટલે આજે છે. વિનાયક ચોથના દિવસે શ્રદ્ધાળુઓ પોતાના ખરાબ સમય અને જીવનની મુશ્કેલીઓને દૂર કરવા માટે ભગવાન ગણેશજીની પૂજા કરે છે. તેમાં ચૈત્ર મહિનાની ચોથ તિથિ ખાસ માનવામાં આવે છે. આ તિથિને સૌથી શુભ માનવામાં આવે છે. આ દિવસે લોકો સૂર્યોદયથી લઇને ચંદ્રોદય સુધી વ્રત કરે છે. સાંજે ગણેશજીના વરદ વિનાયક રૂપની પૂજા કર્યા બાદ વ્રત ખોલે છે. વિનાયક ચોથને વરદ વિનાયક ચોથના નામથી પણ ઓળખવામાં આવે છે. ભગવાન પાસે પોતાની કોઇપણ મનોકામના પૂર્ણ…
સુરતમાં લોક ડાઉન નું ચુસ્ત રીતે અમલ કરાવવા શહેર પોલીસ દ્વારા ભાગળ અને રાજમાર્ગ વિસ્તારમાં રેપીડ એક્શન ફોર્સના જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે.હમણાં સુધી અથાગ પ્રયાસ કરવા છતાં લોકો ઘરોની બહાર બિનજરૂરી રીતે બહાર નીકળી રહ્યા હતા,જ્યાં શહેર પોલીસ દ્વારા આવા લોકો સામે કાર્યવાહી પણ કરવામાં આવી હતી.જો કે તેમ છતાં લોક ડાઉન નુ ચુસ્ત રીતે અમલિકરણ ના થતા રાજ્ય સરકારે તેની ગંભીર નોંધ લઈ સુરત ને રેપીડ એક્શન ફોર્સની એક કંપની ફાળવી હતી.જે અનુસંધાને સુરતમાં લોક ડાઉન નું કડક રીતે અમલીકરણ કરાવવા મોરચો રેપીડ એક્શન ફોર્સને સોંપવામાં આવ્યો છે.ભાગળ વિસ્તારમાં રેપીડ એક્શન ફોર્સની મહિલા જવાનો ને પનખડકી દેવામાં…
જર્મનીની જાણીતી કાર કંપની બોશે એક મહત્વની સિદ્ધી હાંસિલ કરી છે. કંપનીની હેલ્થ કેર યૂનિટે કોરોના વાઈરસની તપાસ માટે એક ડિવાઈસ બનાવ્યું છે, જેના દ્વારા લગભગ અઢી કલાકની અંદર રિપોર્ટ ખબર પડી જશે કે તમે કોરોનાથી સંક્રમિત છો કે નહીં. તેના માટે લેબમાં કોઈ સેમ્પલ પણ લઈ જવાની જરૂર નથી. આ ડિવાઈસથી 24 કલાકમાં 10 ટેસ્ટ સરળતાથી કરી શકાય છે. હાલ ડિવાઈનું જર્મનીની હોસ્પિટલ, લેબ અને મેડિકલ પ્રેક્ટિસમાં ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે. આ દ્વારા બેક્ટેરિયા અને વાઈરલ બિમારીઓની રેન્જની પણ ભાળ મેળવી શકાશે. બોશ કંપનીનું કહેવું છે કે આ ડિવાઈસ જર્મની અને દુનિયાની માર્કેટમાં એપ્રિલ મહીનાથી વેચાણ શરૂ…
ન્યૂયોર્ક ઈતિહાસની સૌથી જોખમી મહામારી સામે લડી રહ્યું છે, અત્યાર સુધી ન્યૂયોર્કમાં 40 હજાર લોકો પોઝિટિવ નોંધાયા છે. સ્થિતિ એટલી ખરાબ છે કે સ્થાનિક પ્રશાસને સેના બોલાવવી પડી છે. 100 થી વધારે અબજપતિઓ વાળા આ શહેરમાં દર્દીઓની સંખ્યા એટલી વધી ગઈ છે કે હોસ્પિટલમાં બેડ ઓછા પડવા લાગ્યા છે. પૂરતા વેન્ટિલેટર પણ નથી. અમુક હોસ્પિટલોમાં તો એક વેન્ટિલેટર પર બે લોકોને રાખવામાં આવે છે. એક ડોક્ટર માર્કો ગરોને ટ્વિટર પર આ પ્રમાણેના જ વેન્ટિલેટરની તસવીર શેર કરતા લખ્યું છે કે, હવે ડોક્ટર સામે એ સમસ્યા આવીને ઉભી થઈ છે કે વેન્ટિલેટરની સર્વિસ કોને આપવી અને કેવી રીતે. જ્યારે હકીકત એ…
જો તમારી પાસે SBIમાં રિટેલ લોન ચાલી રહી છે, તો હાલ તમારા માટે થોડી રાહતના સમાચાર આવ્યા છે. હકીકતમાં જોઈએ તો, હાલ જે રીતે દેશમાં કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં લૉકડાઉનની સ્થિતી બની છે, તેવામાં આવતા ત્રણ મહિના માટે લોનની ઇએમઆઈ ચૂકવવાની રહેશે નહીં. આ માહિતી એસબીઆઈના અધ્યક્ષ રજનીશ કુમારે આપી છે. એસબીઆઈના અધ્યક્ષ રજનીશ કુમારે જણાવ્યું હતું કે, લોન લેનારાઓના ઇએમઆઈના ત્રણ હપ્તા આપમેળે મોકૂફ રાખવામાં આવ્યા છે. આ માટે ગ્રાહકે બેંકમાં અરજી કરવાની જરૂર નથી. જો કે, એસબીઆઈના ક્રેડિટ કાર્ડ પેમેન્ટ પર હાલમાં કોઈ રાહત નથી આપી. એસબીઆઇના અધ્યક્ષે એ પણ સ્પષ્ટ કર્યું કે, 3 મહિના સુધી ઇએમઆઈની…
હાલમાં કોરોના (Corona) વાયરસને પગલે લોકડાઉન (Lockdown) થયા પછી લોકો ઘરે બેઠા કંઈક ને કંઈક પ્રવૃત્તિ વધારી રહ્યા છે. Social Media નો ઉપયોગ પણ વધી રહ્યો છે ત્યારે હાલમાં ઘણાં બધા સોશ્યલ મીડિયામાં અને વોટસએપ યુઝર્સ એવો દાવો કરી રહ્યા છે કે ગૃહમંત્રી અમિત શાહ ને હાલ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. આ દાવા સાથે યુઝર્સ એક ટીવી ન્યૂઝ ચેનલની બ્રેકિંગ પ્લેટનો ફોટો પણ શેર કરી રહ્યા છે. આ બ્રેકિંગ પ્લેટ પર લખ્યું છે કે “ગૃહમંત્રી અમિત શાહ કોરોનાના સકંજામાં. ગત અઠવાડિયે ઈટાલીથી પરત આવ્યા હતા. પાછા આવ્યા પછી કોઈ તપાસ ના કરાવવાને કારણે સંક્રમણ વધારે ફેલાયું છે.” ગૃહમંત્રી અમિતશાહ Covid-19…
ચામાચીડિયાનું નામ સાંભળીને આજકલ લોકો ડરી જાય છે. કારણકે સમગ્ર દુનિયા કોરોના વાયરસથી ચિંતિત છે, ઉલ્લેખનીય છે કે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વાયરસ ચામાચીડિયાથી ફેલાયો છે. અને તે બીજા જાનવરમાં પ્રસર્યો ત્યાંથી મનુષ્યમાં ફેલાયો હતો, ત્યારે એક ચામાચિડીયાનો વીડિયો વાયરલ થયો છે, તે જોઈને તમે હેરાન થઈ જશો. તમને જણાવી દઈએ કે ચામાચિડીયા સારા તરી શકે છે. તે પોતાની એક પાંખનો ઉપયોગ કરીને સારી રીતે તરી શકે છે. 14 સેકન્ડનો આ વીડિયો ટ્વિટર પર બહોળા પ્રમાણમાં વાયરલ થયો અને લોકો તેને શેર પણ કરી રહ્યા છે. આ વીડિયો નંદાએ 27 માર્ચની સવારે શેર કર્યો છે. આ વીડિયોને…