કવિ: Satya Day News

Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.

અમેરિકાના વોશિંગ્ટન DC હોસ્પિટલના ડોકટર્સે એક આશ્ચર્યજનક 3D વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયો 59 વર્ષીય કોરોનાના ચેપગ્રસ્ત દર્દીના ફેફસાંનો છે. ડોકટરોએ આ વીડિયોથી એ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે, કોરોના વાઇરસ માનવ ફેફસાંને કેવી રીતે નુકસાન પહોંચાડે છે. આ જાણવા માટે સીટી ઇમેજિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી આ ટેક્નિકનો ઉપયોગ ફક્ત કેન્સરની તપાસ અથવા ઓપરેશન સમયે થતો હતો. આ પહેલીવાર છે જ્યારે આ ટેક્નિકથી કોરોનાથી ચેપગ્રસ્ત દર્દીનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. વોશિંગ્ટન DC હોસ્પિટલના ડોક્ટર કીથ મોર્ટમેનનું કહેવું છે કે, જે દર્દીનો આ વીડિયો જાહેર કરવામાં આવ્યો છે તે થોડા સમય પહેલા એકદમ ઠીક હતો. ચેપ…

Read More

ગુજરાતમાં કોરોનાના 47 દર્દીઓ સામે આવી ચૂક્યા છે અને જેમાંના 3 લોકોના મોત પણ થઈ ગયા છે. રાજ્યમાં કોરોનાનાના કહેરને ડામવા માટે ગુજરાતે હોસ્પિટલ ઉભી કરવા મામલે ચીનનો રેકોર્ડ તોડી નવો વિક્રમ બનાવ્યો છે. ચીને 10 દિવસમાં 1000 બેડની હોસ્પિટલ ઉભી કરી હતી. પરંતુ ગુજરાતે માત્ર 6 દિવસમાં જ 2200 બેડની કોવિડ હોસ્પિટલ ઉભી કરી છે. ગુજરાત સરકાર દ્વારા 21 માર્ચે રાજ્યના 4 શહેરોમાં 2200 બેડની સ્પેશ્યલ કોવિડ હોસ્પિટલ શરૂ કરવાની જાહેરાત કરી હતી અને માત્ર 6 દિવસમાં આ હોસ્પિટલો તૈયાર થઈ ગઈ છે. જેમાં અમદાવાદમાં સૌથી મોટી 1200 બેડની હોસ્પિટલ ઉપરાંત સુરતમાં 500, વડોદરામાં 250 અને રાજકોટમાં 250 બેડની…

Read More

ચૈત્ર નવરાત્રિ ના ચોથા નોરતે કુષ્મંડળ દેવીના રૂપની પૂજા કરવામાં આવે છે. આ દિવસે, સાધકનું મન ‘અનાહત’ ચક્રમાં સ્થિત છે. તેથી, આ દિવસે તેણીએ ખૂબ જ શુદ્ધ અને અસ્થિર મન સાથે કુષ્મંડ દેવીની પ્રકૃતિને ધ્યાનમાં રાખીને, પૂજાના કરવી જોઈએ. જ્યારે બ્રહ્માંડનું અસ્તિત્વ ન હતું, ત્યારે આ દેવીઓએ બ્રહ્માંડની રચના કરી. તેથી, આ બ્રહ્માંડના પ્રારંભિક સ્વરૂપો છે, આદિશક્તિ. તે સૂર્યની આંતરિક દુનિયામાં રહે છે અને માત્ર તેમની પાસે ત્યાં રહેવાની ક્ષમતા અને શક્તિ છે. તેના શરીરની તેજ અને તેજ સૂર્યની જેમ તેજસ્વી છે. તેમના પ્રકાશ અને પ્રકાશથી દસ દિશાઓ પ્રકાશિત થઈ રહી છે. તે બ્રહ્માંડના તમામ પદાર્થો અને જીવોનો પડછાયો છે.…

Read More

હાલ દેશ ઉપર કોરોના ની આફત મંડરાઇ છે સેંકડો લોકો પ્રભાવિત થયા છે, જનજીવન ઠપ્પ થઈ ગયું છે ચારે તરફ બસ કોરોના ની ભયાનક ખબરો આવી રહી છે. રોજ નું કમાઈ રોજ ખાતા શ્રમિક પરિવારો મુસીબતમાં મુકાયા છે જેઓ ને જુદીજુદી એનજીઓ દ્વારા ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આવા કપરા સમયે સુરત ના અડાજણ ના  Gusty Guys ગ્રુપ દ્વારા આજ રોજ 4 અલગ ટીમ બનાવી ને અડાજણ ના અલગ અલગ વિસ્તારમાં રહેતા શ્રમજીવી લોકો ને જમવાનું પોચાડી ને માનવતા નો ધર્મ નિભવ્યો હતો.

Read More

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ આજે ​​કોવિડ-19 ફાટી નીકળતાં અને ત્યારબાદના લોકડાઉનને ધ્યાનમાં રાખીને તમામ નાણાકીય સંસ્થાઓને લોનની મુદ્દત માટે ત્રણ મહિનાની મંજૂરી આપી છે. બેંકોના તમામ ગ્રાહકોને 3 મહિનાના સમયગાળા માટે તેમના માસિક EMI ચૂકવવાની મંજૂરી આપી શકે છે, અને ચુકવણી નહીં કરવાથી તેમના ક્રેડિટ સ્કોરને નુકસાન નહીં થાય ત્યારે RBI દ્વારા કરવામાં આવેલી આ જાહેરાત બાદ લોકોને કેટલાક પ્રશ્નો થઇ રહ્યા છે, જેના અહીં યોગ્ય જવાબ આપવામાં આવ્યા છે. નીચે અમુક પ્રશ્નોના જવાબ આપ્યા છે: Q: મારી EMI બાકી છે તો શું મારા એકાઉન્ટમાંથી પૈસા કાપવામાં નહીં આવે? A. આરબીઆઈએ કહ્યું છે કે, તેણે બેંકોને મોકૂફી લંબાવાની મંજૂરી…

Read More

તમે હોમ કોરેન્ટાઈનમાં છો અને ઘરથી બહાર નીકળવા અંગે વિચારી રહ્યા છો તો સાવધાન થઈ જજો. કારણકે તમારી  તમામ ગતિવિધિ ઉપર સુરત મહાનગરપાલિકા નજર રાખી રહી છે. આ એપ થકી કોરેન્ટાઇનનો ભંગ કરનાર વ્યક્તિને દંડીત પણ કરવામાં આવી રહ્યો છે અને તેની સારવાર પણ કરાઈ રહી છે. બે વખત હોમ કોરેન્ટાઇન હેઠળ રાખવા માં આવેલ આ વ્યક્તિએ પોતાની તમામ જાણકારીઓ તંત્રને આપવી પડે છે, ટૂંક સમયમાં સુરત પાલિકા દ્વારા તૈયાર કરાયેલી  એપ ગુજરાતના અન્ય મહાનગરો અને દેશમાં પણ ઉપયોગમાં લેવાશે. સુરત મહાનગરપાલિકા દ્વારા કોરોના વાયરસની લડત સામે અનેક પગલાં ભરવામાં આવી રહ્યા છે અને હાલ ટેકનોલોજીના માધ્યમથી હોમ કોરેન્ટાઇન ઇસમ…

Read More

ભારતમાં હાલ કોરોના વાયરસના કેસોમાં દિનપ્રતિદિન વધારો થઇ રહ્યો છે ગુજરાત તથા મહારાષ્ટ્રમાં કોરોના દર્દીઓ વધી રહ્યા છે અને ઉપરથી આ માવઠા નો માહોલ જામતા કોરોના ની સ્થિતિ વકરી શકે છે ત્યારે વડોદરા શહેરમાં આઠ પોઝિટિવ કેસો તથા પચાસથી વધુ ક્વોરન્ટાઈન હેઠળ કેસો છે ત્યારે વડોદરા શહેરના છાણી જકાતનાકા ખાતે આવેલા ટી.પી.-૧૩માં આવેલા સ્થાપત્ય-૨માં દુબઇથી આવેલ એક સિનિયર સિટિઝન મહિલા તથા તેની સામે જ આવેલ અક્ષર રેસિડેન્સીમાં ચાર જેટલા વિદેશી લોકો નજીકમાં જ આવેલ વિહળદીપ સોસાયટી તથા સત્યનારાયણ ટાઉનશીપમાં એક એક થઇ એક જ નજીકના વિસ્તારમાં કુલસાત જેટલા વિદેશથી આવેલા અને સ્થાનિક શંકાસ્પદ કોરોના દર્દીઓને હાલ ક્વોરન્ટાઈ હેઠળ રાખવામાં આવ્યા…

Read More

કોરોના ના રોગચાળા ને પ્રસરતો રોકવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ સમગ્ર દેશ માં લોકડાઉન ની જાહેરાત કરી છે ત્યારે વલસાડ ના ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકો મોદીજી ના આહવાન ને આવકારી રહ્યા છે અને ગામડા માં લોકો પણ કોરોના ના જંગ માં લડવા જાણે એક થયા છે. વલસાડ માં સરપંચ દ્વારા ગામ માં લોકો ને વધુ સંખ્યા માં ભીડ નહિ કરવા સમજાવવા માં આવી રહ્યા છે અને એક થી બીજી જગ્યા એ આવનજાવન નહિ કરવા પણ સૂચના આપવામાં આવી છે કેટલાક ગામો માં તો રસ્તાઓ ઉપર આડશો નાખી રસ્તા બંધ કરવામાં આવ્યા છે સત્યડે સાથે ની વાતચીત માં સરપંચ…

Read More

વડોદરા શહેરમાં કોરોના વાયરસ સામે દરેક વિસ્તારોને સેનેટાઇઝેશન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજરોજ વડોદરા મહાનગરપાલિકાની ફાયરબ્રિગેડની ટીમે શહેરના રાવપુરા વિસ્તારમાં સેનેટાઇઝેશન ની કામગીરી હાથ ધરી હતી ,વડોદરા શહેરમાંસેનિટાઈઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં પહેલા દિવસે શહેરના 12વહીવટી વોર્ડની 200 જેટલી સોસાયટીઓમાં સેનિટાઈઝની કામગીરી કરવામાં આવી હતી. જેમાં 70 હજાર લિટર પાણી અને 12 હજાર લિટર કેમિકલ નાખીને સેનિટાઈઝની કામગીરી કરાઇ રહી છે. વડોદરા ફાયર બ્રિગેડ અને વડોદરા મહાનગરપાલિકાની ટીમો દ્વારા સેનિટાઈઝની કામગીરી કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં શહેરની તમામ સોસાયટીઓમાં સેનિટાઈઝની કામગીરી કરવામાં આવશે. વડોદરા માં હાલ સ્વચ્છતા ને પ્રધાન્ય આપવામાં આવી રહ્યું છે અને લોકો…

Read More

કોરોના વાયરસ ના પગલે ભારતભરમાં લાગુ કરવામાં આવેલ લોક ડાઉન નો આજે ત્રીજો દિવસ છે.લોક ડાઉન હોવા છતાં કેટલાક લોકો કોઈક ને કોઈક બહાના હેઠળ ઘરોની બહાર નીકળી જાહેરનામા નો ભંગ કરી રહ્યા છે.જ્યાં આવા લોકો સામે સુરત પોલીસે શિક્ષાત્મક પગલાં ભરવાનું શરૂ કર્યું છે. કોરોના વાયરસ ના કહેર બાદ સાવચેતી અને તકેદારી ના ભાગરૂપે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશભરમાં લોક ડાઉન જાહેર કર્યુ છે.લોક ડાઉન નું ચુસ્ત રિતે અમલ કરાવવાની જવાબદારી પોલીસને જિલ્લા વહીવટી તંત્ર ને સોંપવામાં આવી છે.જેના પગલે સુરતમાં લોક ડાઉન નો ભંગ કરનારા લોકો સામે સુરત પોલીસે કડક હાથે કામ લેવાનું શરૂ કર્યું છે.આજે લોક…

Read More