ઘણી વખત જીવનમાં એવું વાવાઝોડુ આવી જાય છે કે એક જ ક્ષણમાં બધુ જ ખતમ થઈ ગયું હોવાનો અહેસાસ થાય છે. એવું જ કંઈક થયું મહારાષ્ટ્રમાં એક મજૂર સાથે, જેના હજારો રૂપિયા પૂરના પાણીમાં વહી ગયા. આ પૈસા તેમણે દિકરીના લગ્ન માટે જોડી રાખ્યા હતા જે એક જ ઝાટકામાં બરબાદ થઈ ગયા. વર્ષોથી પોતાની દિકરીના લગ્ન માટે પૈસા જોડી રહ્યા હતા મજૂરે પોતાનું દુખ જાહેર કરતા જણાવ્યું કે તે વર્ષોથી પોતાની દિકરીના લગ્ન માટે પૈસા જોડી રહ્યા છે. અચાનક આવેલા પૂરમાં તે બધુ ભીનું થઈ ગયું હવે તે તેને રસ્તા પર સુકવવા માટે મજબૂર છે. પૈસા ઉપરાંત લગ્ન માટે ભાગો…
કવિ: Satya Day News
જર્મનીમાં આવેલા બર્લિન ઝૂમાં પાંડાનાં જોડિયાં બાળકોએ પોતાનો ફર્સ્ટ બર્થડે સેલિબ્રેટ કર્યો. તેમના જન્મદિવસ માટે સ્પેશિયલ ફ્રોઝન કેક તૈયાર કરી. આ પ્રથમ પાંડા છે જેમનો જન્મ જર્મનીમાં જ થયો છે. બંને પાંડા બર્લિન ઝૂમાં સ્ટાર છે. જે પણ મુલાકાતીઓ આવે છે તેઓ આ જોડિયાં પાંડાને મળ્યા વગર જતા નથી.એક પાંડાનું નામ પિટ અને બીજાનું નામ પોલ છે. તેમના પેરેન્ટ્સ ચીનમાં છે. ઝૂના કર્મચારીએ જણાવ્યું કે, પાંડાની ફ્રોઝન કેક બીટનો રસ, સફરજન, શક્કરિયા અને બામ્બુમાંથી તૈયાર કરી હતી.બંનેએ તેમનો બર્થડે 31 ઓગસ્ટે ઉજવ્યો.
માત્ર 8 અઠવાડિયાંનાં બાળકે પિતાને ‘હેલ્લો’ કહીને દુનિયાને ચોંકાવી દીધી છે. આ બેબી બોય ચાર્લી દુનિયાનું સૌથી નાની ઉંમરમાં બોલતું બાળક બની ગયું છે. તે બ્રિટનમાં રહેતા નિક અને કેરોલિનનો દીકરો છે. ચાર્લીનો એક વીડિયો વાઈરલ થયો છે જેમાં તે પિતાના શબ્દોને ફરીથી બોલવાના પ્રયત્નો કરી રહ્યો છે. આ વીડિયો ચાર્લીની માતા કેરોલિને શૂટ કર્યો છે. કેરોલિને કહ્યું કે, અમે પણ આ જોઇને આશ્ચર્યચકિત થઇ ગયા છીએ અમે તેને હેલ્લો બોલવાનું કહી રહ્યા હતા અને તે આ શબ્દ સાંભળીને બોલી રહ્યો હતો.અમે તેનો વીડિયો વારંવાર જોઈએ છીએ અને અમને ખુશી અને ગર્વ થાય છે. આ ઉંમરમાં તે બોલવાની સાથે હસે…
WHO ના યુરોપના ડાયરેક્ટર હેન્સ ક્લૂગે કહ્યું છે કે, મને નથી લાગતું કે યુરોપમાં રાષ્ટ્રીય સ્તરે લૉકડાઉનની જરૂર પડશે. યુરોપ રસી વિના કોરોના સાથે રહી શકે છે અને મહામારીને હરાવી પણ શકે છે પણ તેણે સ્થાનિક સ્તરે લૉકડાઉન કરવા પડશે. આપણે મહામારી સાથે રહેતા શીખી લઇશું તો જ તેમ કરી શકીશું અને આવું આપણે કાલે જ કરી શકીએ છીએ. દરમિયાન, સંક્રમણ સામે ઝઝૂમી રહેલા સૌથી શક્તિશાળી દેશ અમેરિકાએ કહ્યું કે, તે કોરોનાની રસી શોધવા માટેની કોઇ પણ આં.રા. પહેલમાં નહીં જોડાય, કેમ કે તેમાં WHO પણ સામેલ છે. વ્હાઇટ હાઉસના પ્રવક્તા જડ ડીરેએ કહ્યું- અમેરિકા ડબ્લ્યુએચઓના નેતૃત્ત્વમાં 172 દેશની પહેલમાં…
આજે ‘વર્લ્ડ કોકોનટ ડે’ છે. વર્લ્ડ કોકોનટ ડેની ઉજવણીનો હેતુ નાળિયેરની ખેતી અને ઉત્પાદકતાને પ્રોત્સાહન આપવાનો છે. નાળિયેર ફક્ત સ્વાસ્થ્ય માટે જ ફાયદાકારક નથી, તે ત્વચા અને વાળ માટે વરદાનથી ઓછું નથી. નાળિયેર પાણી શરીરને હાઇડ્રેટ રાખવામાં ખૂબ મદદગાર છે. ઉપરાંત, આવા કેટલાક તત્વો નાળિયેર પાણીમાં જોવા મળે છે, જે શરીરમાં પાણીની કમીને પહોંચી વળવામાં મદદ કરે છે. હેલ્થલાઈનમાં પ્રકાશિત અહેવાલ મુજબ, આ કારણોસર નાળિયેર પાણી ફાયદાકારક છે. ત્વચા પર નાળિયેર તેલ લગાવવાથી ત્વચાને પોષણ મળે છે અને ત્વચા હાઇડ્રેટેડ રહે છે. ખરજવું (eczema) જેવી સમસ્યામાં ઓલિવ ઓઇલમાં નાળિયેર તેલનો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે. નાળિયેર તેલ ઘાને મટાડવામાં પણ…
દાહોદના કાળીગામ ખાતે સૂકી સિંચાઈના તળાવમાં ગાબડું પડયું છે. જેના કરાણે આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતા. જેના કારણે ખેતરોમાં રહેલા ઉભા પાકને 50 ટકા નુકશાન થયું છે.સ્થાનિકો જાત મહેનતથી ગાબડું બંધ કરવામાં જોતરાયા હતા. જો કે, ખેડૂતોએ પણ સરકાર પાસે વળતરની માંગ કરી હતી.લગભગ 300 હેકટરમાં પિયત થાય એટલું પાણી વહી ગયું હતું.
કોરોના વાયરસે આખી દુનિયામાં તહેલકો મચાવ્યો છે. દરરોજે લાખો લોકો તેની ઝપેટમાં આવે છે. આવામાં ઈમ્યુનિટીનું ધ્યાન રાખવું ખુબ જરૂરી થઈ ગયું છે. લોકો દવાઓ અને મઘી ડાયટ પર ભરોસો રાખી રહ્યા છે. જ્યારે તેના વધવાના રસ્તા અને નેચરલ ઉપાય પણ છે. હેલ્થ એક્સપર્ટ દાવો કરે છે કે ગિલોયના પત્તાઓને પાણીમાં ઉકાળીને પીવાથી ઈમ્યુનિટી વધારી શકાય છે. અમુક લોકો તો તેના પત્તાઓને બીજા ફળોની સાથે જ્યુસમાં મિક્ષ કરીને પીવે છે. ગિલોયના પત્તાની ખાસિયત ગિલોયના પત્તા પાનના પત્તાની જેવા જ દેખાય છે. તેના પત્તામાં કેલ્શિયમ, પ્રોટીન, ફોસ્ફોરસ પર્યાપ્ત માત્રામાં મળવવામાં આવે છે. આ ઉપરાંત તેની ડાળખીઓમાં સ્ટાર્ચ પણ મેળવવામાં આવે છે.…
રાજસ્થાનમાં શેખાવતી ક્ષેત્રમાં શર્મસાર કરતી અને ડરાવનારી દુર્ઘટના સામે આવી છે. અહીં ખાપ પંચાયતે (ખપ પંચાયત) એ તમામ હદોને ઓળંગીને એક મહિલા પર કુટુંબના એક યુવક સાથે અવૈધ સંબંધો બાંધવાના આરોપમાં એવી સજા આપી છે કે એ સાંભળીને તમારી રૂહ કાંપી ઉઠશે. ખાપ પંચાયતે આ મહિલાને નગ્ન કરીને તમામ લોકો સામે નવડાવવાનો આદેશ કર્યો હતો. ગત 21 ઓગસ્ટના રોજ આ ઘટના બની હતી. મંગળવારના રોજ સાંસી સમાજે પોલીસ અધિક્ષકને એક રજૂઆત કરી કાર્યવાહી કરવાની માગ કરી છે. અખિલ રાજસ્થાન સાંસી સમાજ સુધારણા અને વિકાસશક્તિના પ્રદેશ પ્રમુખ સવાઈ સિંહ માલાવતે મંગળવારે સમાજના લોકો સાથેના પોલીસ અધિક્ષકને આ બાબતે રજૂઆત કરી છે.…
પિતૃ પક્ષમાં પિતૃઓ શ્રાદ્ધ, પિતૃ તર્પણ કરીને તમનો આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવે છે. શું તમે જાણો છો કે પિતૃઓને સપનામાં જોવાનો અર્થ શું થાય છે? સ્વપ્ન શાસ્ત્ર અનુસાર દરેક સપનાનો પોતાનો એક અર્થ થાય છે. સ્વપ્ન શાસ્ત્ર કહે છે કે સપનામાં પિતૃઓ દેખાવા તમારા જીવન સાથે સંબંધિત અનેક પ્રકારના સંકેત આપે છે. અમે તમને જણાવી રહ્યાં છીએ કે સપનામાં પિતૃઓ દેખાવાનો અર્થ શું થાય છે. સપનામાં જો કોઇ વ્યક્તિ પોતાના પિતૃઓને હસતા-ખુશહાલ અવસ્થામાં જુએ, તો તેનો અર્થ એ થાય છે કે તમારા પિતૃઓ તમારાથી પ્રસન્ન છે.સપનામાં જો પિતૃ ખુશી મનાવતા મિઠાઇ ખાતા કે વહેંચતા દેખાય તો તેનો અર્થ છે કે ટૂંક સમયમાં…
કોરોના કાળમાં મહામારીથી બચવા માટે યોગ્ય સાવચેતીઓ રાખવાની સલાહ આપવામાં આવી રહી છે પરંતુ ઘણીવાર આપણી નજરોમાં એવા ઘણાં લોકો પણ આવે છે, જેને આપણે માસ્ક વિના રસ્તા પર ફરતા જોઇએ છીએ અને ઘણા એવા પણ લોકો જોવા મળે છે જે દરેક સમયે માસ્ક પહેરી રાખે છે. તેના પર થયેલા એક રિસર્ચનું પરિણામ હવે સામે આવ્યું છે. ભારતીય-અમેરિકન રિસર્ચર્સ દ્વારા કરવામાં આવેલા એક રિસર્ચમાં ચેતવણી આપવામાં આવી છે કે એક્સહેલેશન વાલ્વ વાળા માસ્ક સાથે ફેસ શીલ્ડ પહેર્યા બાદ પણ કોરોનાની ઝપેટમાં સરળતાથી આવી શકાય છે. જો કોરોનાથી સંક્રમિત કોઇ વ્યક્તિ ખાંસે તો તેના ટીપામાંથી નીકળતો કોરોના વાયરસ ફેસ શીલ્ડની દિવાલોમાં…