વડોદરાની વિશ્વામિત્રી નદીનો આરંભ થાય છે તે સ્થળ પાવાગઢથી અંતિમ છેડા ઢાઢર નદી સુધીના વિસ્તારનો સર્વગ્રાહી વિકાસ કરવાના આયોજનને ઓપ આપવા માટે તાજેતરમાં મુખ્યમંત્રીએ સુચના આપી હતી. ગાંધીનગરમાં વિશ્વામિત્રી પ્રોજેકટ અંગે રજૂ થયેલા પ્રેઝન્ટેશનમાં મુખ્યમંત્રીએ વડોદરા કોર્પોરેશનને જલ્દી આ પ્રોજેક્ટ માટે વિગતવાર રિપોર્ટ તૈયાર કરીને કેન્દ્ર સરકારમાં સહાય માટે રિપોર્ટ રજૂ કરવા પણ કહ્યું હતું એ પછી વડોદરા કોર્પોરેશનમાં સંસદ સભ્ય અને ધારાસભ્યોની મળેલી સંકલન સમિતિમાં વિશ્વામિત્રી પ્રોજેકટ અંગે ચર્ચા થઈ હતી અને વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરીને સરકારની મંજુરી મેળવી વહેલી તકે આ પ્રોજેક્ટને લગતી કામગીરી શરૂ કરવા કહ્યું હતું. દરમિયાન વડોદરા કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનરે એક પરિપત્ર જારી કરીને…
કવિ: Satya Day News
વડોદરાની સીટી સિવિલ સેશન્સ કોર્ટમાં એક વ્યક્તીએ ઉપરના માળેથી ઝંપલાવી આપઘાત કર્યો છે. બનાવ વખતે મહિલા કોન્સ્ટેબલે બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ વ્યક્તિ બચી શક્યો નહી. બનાવની જાણ થતાં જ 108નો સ્ટાફ, પોલીસ પહોંચી ગઈ છે. ઘટના સ્થળે જજ, વકિલોના ટોળે ટોળા કોર્ટ પરિસરમાં ઉમટ્યા છે.બનાવની મળતી વિગતો અનુસાર શહેરના લાલદરવાદજા સીટી સિવિલ સેશન્સ કોર્ટના ઉપરના માળેથી પલક સોની નામનો વ્યક્તિ જે 2013ની બેચનો ક્લાર્ક હતો. તેણે આત્મહત્યા કરી છે. મૃતક શખ્સ જજ મિર્ઝા સાહેબનો સ્ટાફ હોવાનું જાણવા મળ્યું છે. હજુ સુધી આત્મહત્યાનું કારણ સામે આવ્યું નથી. પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે ત્યારે અ ઘટનાને પગલે ખળભળાટ…
વલસાડ શહેરમાં ટ્રાફિક સમસ્યા અંગે સત્યડે અખબારમાં અહેવાલો પસિદ્ધ થતા જ ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના મુખ્ય માર્ગો ઉપર આડેધડ વાહનો પાર્ક કરી ટ્રાફિક સર્જતાં વાહન ચાલકો સામે કડક પગલાં ભરવાનું શરૂ કરી અભિયાન હાથ ધર્યું છે અને પ્રાથમિક ધોરણે ત્રણેક જેટલા વાહન ચાલકો સામે ગુનો નોંધી એક્શન લેતા ટ્રાફિક સર્જતાં વાહન ચાલકો સતર્ક થઈ ગયા છે.નડતર રૂપ પાર્ક કરતા વાહન ચાલકોને લઈને ટ્રાફિક જામની સમસ્યા ઉભી થઇ રહી છે. તેવા વાહન ચાલકો સામે IPC-283 અને એમવી એક્ટ 122 મુજબ ગુનો નોંધી વલસાડ RTO કચેરીમાં વાહન ચાલકનું લાયસન્સ રદ્દ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું પોલીસે જણાવ્યું હતુ અત્રે ઉલ્લેખનીય છે…
કોટાના જેકે લોન હોસ્પિટલમાં બાળકોના મોતનો આંકડો 107 પહોંચી ગયો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ શનિવારે કોટાની હોસ્પિટલમાં પહોંચ્યા. કોટામાં બાળકોના મોત પર સચિન પાયલટ મુખ્યમંત્રી અશોક ગહેલોત પર નિશાન સાધતા કહ્યું કે, આપણે જવાબદારી નક્કી કરવી પડશે. પેહેલાં શું થયું તેના પર ચર્ચા થવી જોઈએ નહી. વસુંધરાને જનતાએ હરાવી દીધી પરંતુ હવે જવાબદારી આપણી છે. રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટે આજે કોટામાં ઘણાં મૃતક બાળકોના પરિવારજનોને મળ્યા. પાયલટ પ્રદેશના નાયબ મુખ્યમંત્રી હોવાની સાથે-સાથે પીસીસી અધ્યક્ષ પણ છે. પાયલટ દિલ્હીમાં હતા ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કોટામાં બાળકોના મોતને લઈને નારાજગી વ્યક્ત કરી. તે બાદ પાયલટ રાજસ્થાન આવીને અને…
ભારતીય રેલવેએ જાહેરાત કરી છે કે મુસાફરોની મુશ્કેલીઓ દૂર કરવા માટે હવે એક જ હેલ્પલાઇન નંબર 139 કામ કરશે. આથી હવે મુસાફરોએ અલગઅલગ નંબર યાદ રાખવા નહીં પડે. પહેલી જન્યુઆરીથી લાગુ કરાયેલી આ વ્યવસ્થા ઇન્ટરઍક્ટિવ વૉઇસ રિસ્પૉન્સ પર આધારિત છે. 139 નંબર પર કૉલ કરીને હવે પીએનઆરની સ્થિતિ, રેલવે સુરક્ષા, કેટરિંગ સંબંધિત ફરિયાદ, મેડિકલ ઇમર્જન્સી વગેરે માટે મદદની માંગણી કરાશે.
કેન્સર જેવી ગંભીર બીમારી કોઈ પણ ઉંમરે થાય તે જોખમકારક જ ગણાય છે. પરંતુ યુવાવસ્થામાં થતું પેટનું કેન્સર વધારે જોખમકારક સાબિત થાય છે. ‘જર્નલ સર્જરી’ નામની મેડિક્લ જર્નલમાં પ્રકાશિત થયેલાં એક રિસર્ચમાં આ વાત સામે આવી છે. પેટનું કેન્સર અન્ય કેન્સર કરતાં જિનેટિક રીતે અલગ તરી આવે છે. પેટનાં કેન્સર પર કીમોથેરપીની અસર જવા મળતી નથી. રિસર્ચમાં સામેલ કો ઓથર ડો. ટ્રેવિઝ અનુસાર પેટનાં કેન્સરની બીમારી એક ગંભીર સ્થિતિ છે. કારણકે તે ઝડપથી ફેલાઈને જીવન ટૂંકાવી દે છે. આ કેન્સરનાં લક્ષણોની ઓછી જાણકારીને લીધે તે છેલ્લાં સ્ટેજમાં જ ડિટેકટ કરી શકાય છે. યુવાનોમાં આ કેન્સર થાય ત્યારે કેન્સરની સ્થિતિ ગંભીર…
મંગળવારે મૂળ ભારતીય કેનેડાનો પર્વતારોહી ગુરબાઝ સિંહે અમેરિકાના ઓરેગન રાજ્યમાં આવેલ 11,240 ફુટ ઊંચા માઉન્ટ હૂડ પર ચઢાણ શરુ કર્યું હતું. પર્વત પર ચઢતી વખતે તે 500 ફુટની ઊંચાઈથી પડી ગયો, પણ નસીબજોગે તે બચી ગયો. બચાવદળને તેની પાસે પહોંચતા 4 કલાક લાગ્યા. ગુરબાઝ સાથે તેના પિતા પણ ચઢાણ કરી રહ્યા હતા, તેણે ગુરબાઝને નીચે પડતો બચાવવા પ્રયત્નો કર્યા પણ સફળ ન રહ્યા. ગુરબાઝે જણાવ્યું કે, હું જ્યારે મારા મિત્રો સાથે પર્વત ચઢતો હતો ત્યારે અચાનક માટે પગ લપસી ગયો. મારું બચવું મુશ્કેલ જ હતું. મારો પગ તૂટી ગયો છે. પર્વતનું ચઢાણ સીધું હોવાથી મારા સુધી પહોંચવામાં તેમને સમય લાગ્યો.…
અમેરિકાના જ્યોર્જિયા રાજ્યમાં હૃદયને સ્પર્શી જાય તેવો મદદનો કેસ સામે આવ્યો છે. 43 વર્ષીય મહિલા લતોન્યા યંગે નાની ઉંમરમાં જવાબદારી વધી જતા પૈસા ન હોવાને કારણે ભણવાનું અધૂરું મૂકી દીધું હતું, તેને મોટા થઈને વકીલ બનવ્યા હતું. લતોન્યાને ક્યારેય સપનામાં પણ ખબર નહોતી કે તેની મદદ અજાણ્યા પેસેન્જર કરશે. આ પેસેન્જરે તેની કોલેજ ફી ભરી અને તેને ડિસેમ્બર મહિનામાં ક્રિમિનલ જસ્ટિસની ડિગ્રી મેળવી. લતોન્યા બપોરે હેર સ્ટાઈલિસ્ટની નોકરી કરે છે અને રાત્રે ઉબર ડ્રાઈવરની નોકરી કરે છે. લતોન્યા સિંગલ મધર છે. 16 વર્ષની ઉંમરે તેના બાળકોનું ધ્યાન રાખવા માટે તેણે હાઈસ્કૂલને છોડી દીધી હતી. એક દિવસ અજાણ્યા પેસેન્જરને તેના એડ્રેસ…
બિહારમાં નવાદા જિલ્લાના અકબરપુર ગામમાં ચાર વહુઓએ સમાજની જૂની રૂઢિઓ તોડીને સસરાના પાર્થિવ દેહને કાંધ આપી હતી. આ 4 વહુમાંથી એક વહુ ગામની સરપંચ છે. સામાન્ય રીતે અર્થીને કાંધ પુરુષો જ આપે છે, લોકોની આ માનસિકતાને બદલવા માટે આ કદમ ઉઠાવ્યો હતો. આ પહેલના ગામલોકોએ વખાણ કર્યા. ગામની સરપંચ શારદા દેવીએ કહ્યું કે, અર્થીને કાંધ આપીને અમારે સમાજને સંદેશ આપવો છે કે, કોઈ પણ કામ પર માત્ર પુરુષોનો જ હક નથી. ચારેય વહુઓએ ગામવાસીઓની સાથે નદી-કિનારે પહોંચીને વિધિ અનુસાર સસરાને અંતિમ વિદાય આપી હતી. મૃતક નકુલ પંડિત સામાજિક કામ સાથે જોડાયેલા વ્યક્તિ હતા. બુધવારે અચાનક ઠંડીને કારણે તેમની તબિયત બગડી…
દેશમાં દરેક રાજ્ય હાલ ઠંડીની ઝપેટમાં આવી ગયા છે. માણસો તો ગરમ કપડાં કે હીટરની ગમે ત્યાંથી વ્યવસ્થા કરી શકે છે, પણ મૂંગા જીવનું શું ! આ વિચાર કરીને ગુવાહાટીમાં ઝૂની અંદર પશુઓને ગરમાવો મળી રહે તે માટે હીટર મૂક્યાં છે. આસામ રાજ્યનું ઝૂ ‘કુમ બોટેનિકલ ગાર્ડન’માં ઠંડીને કારણે પશુઓની હાલત કફોડી થઈ ગઈ હતી, હાલ હીટરમાંથી ગરમ હવા મળતા ઝૂમાં હાજર પ્રાણીઓને ઠંડીથી રાહત મળશે.ઝૂનાં પ્રાણીઓનું ધ્યાન રાખતા પ્રવીણે કહ્યું કે, સિંહ અને વાધના પાંજરામાં હીટર ટેબલ પર મૂકવામાં આવ્યા છે, જેથી તેમને ઠંડીમાં હૂંફ મળે. હીટર હરણના સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી આથી ટેમ્પરેચર કન્ટ્રોલમાં રહે તે માટે તેની…