દમણ થી ઈંગ્લીશ દારૂ નો જથ્થો લઈને ભરૂચ તરફ પોતાની બીએમડબલ્યુ કાર લઈને જઈ રહેલા ગુજરાત પ્રેસિડન્ટ પોલીસ ના હાથે ઝડપાઇ ગયા હતા. મળેલી ચોક્કસ બાતમી ના આધારે ડીસ્ટાફ ના જવાનો એ હાઇવે ઉપર ધરમપુર ઓવર બ્રિજ નજીક ઉત્તર છેડા ઉપર વોચ ગોઠવી હતી તે મુંબઈ થી અમદાવાદ તરફ જઇ રહેલ બાતમી મુજબ ની સફેદ કલર ની બીએમડબલ્યુ કાર નંબર Gj 6 FC 9760 આવી જતા તેને અટકાવતા તેણે પ્રથમ ભાગવાની કોશિશ કરી હતી બાદ માં પોલીસે પીછો કરતા તેણે સાઈડ માં ઉભી રાખી તપાસ કરતા તેમાંથી દમણ બનાવટ નો જુદીજુદી બ્રાન્ડ નો કુલ રૂપિયા 25,500 ની કિંમત નો દારૂ…
કવિ: Satya Day News
જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી કાતિલ ઠંડી પડી રહે છે. તેમાંય ખાસ કરીને પ્રતિ કલાકના 35થી 40 કિમીની ઝડપે ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હોવાથી જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. અને શહેરીજનો તેમજ પશુ-પક્ષીઓ ઠુંઠવાઇ રહયા છે. ઠંડીમાં હજુ વધારો થાય તેવી શક્યતાઓ દર્શાવાઈ છે. જામનગર જિલ્લા કલેકટર કચેરીના જણાવાયા અનુસાર જામનગર શહેરમાં આજે સવારે આઠ વાગ્યે પૂરા થતા 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન 11.2 ડિગ્રી સેન્ટિગ્રેડ જ્યારે મહત્તમ તાપમાન 24 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 83 ટકા રહ્યું હતું જેના કારણે વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયું હતું. ઉપરાંત પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના…
સુરત મહાનગર પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં દબાણ માટે કુખ્યાત એવા ચૌટા બજારમાં ગઇકાલના તોફાન બાદ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. મહાનગર પાલિકાના કર્મચારી પર હુમલા બાદ આજે પોલીસ અને પાલિકાની કામગીરીને કારણે દબાણમુક્ત રહ્યું છે. દબાણ કરનારા કેટલાક અસામાજીક તત્વો લોકોને ઉશ્કેરીને માહોલ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.સુરતના ચૌટા બજારમાં ગેરકાયદે દબાણોના મુદ્દે અસામાજિક તત્વોની દાદાગીરી સાથે રાજકારણ પણ શરૂ થયું છે. દબાણ કરનારાઓની રોજગારીનો પ્રશ્ન આગળ ધરીને રાજકારણ શરૂ થઈ ગયું છે. દબાણ દૂર કરવાની કામગીરીમાં ભાજપના કેટલાક નેતાઓ સામે ગંભીર આક્ષેપો થઈ રહ્યા હોવાથી હવે ગેરકાયદે દબાણોનો મુદ્દો રાજકીય બનવા તરફ જઈ રહ્યો છે.ગઈકાલે સાંજે ચૌટા બજારમાં ગેરકાયદે દબાણ…
અશ્લીલ ફોટોઝ કે વિડિયો ક્લીપ્સ માણનારા લોકોની યાદીમાં હવે ભારતીય પ્રજા ટોચના ક્રમાંકો સર કરવા માંડી હોવાનો દાવો એક વેબસાઇટે કર્યો હતો. એડલ્ટ એન્ટરટેઇનમેન્ટ નામની વેબસાઇટ ‘પોર્નહબે’ એવો દાવો કર્યો હતો કે છેલ્લાં બે વર્ષમાં પોર્ન માણનારા ભારતીયોની સંખ્યામાં ત્રણ ટકાનો વધારો થયો હતો. 2019માં 89 ટકા ભારતીયોએ પોર્ન સાહિત્ય કે વિડિયો ફિલ્મ્સ માણી હતી.આ વેબસાઇટનો દાવો સાચો હોય તો 2017માં 86 ટકા ભારતીયો મોબાઇલ પર પોર્ન માણતા હતા. એમાં સતત વધારો થતાં 2019માં 89 ટકા ભારતીયો મોબાઇલ ફોન પર પોર્ન માણતા થઇ ગયા હતા. અત્રે એ યાદ રહે કે ભારત સરકારે 300 જેટલી પોર્ન વેબસાઇટ્સ પર બૅન જાહેર કર્યો…
નવસારીના તત્કાલીન પોલીસ ઈન્સ્પેકટર અને હાલમાં જ બઢતી મેળવીને ડી.વાય.એસ.પી નો હોદ્દો શોભાવી રહેલા શ્રી ચંદ્રરાજસિંહ એમ.જાડેજા નું નેશનલ યુવા સંગઠન દ્વારા અભિવાદન કરાયું હતું. હમણાં જ ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટી 10 કરોડનો એ.સી.બી કેસ કરવામાં પ્રાથમિક ભૂમિકા અદા કરવામાં શ્રી સી.એમ.જાડેજા નો મુખ્ય ફાળો રહેલ છે. આ સિવાય એ.સી.બી અધિકારી તરીકે જાડેજા એ અનેક મોટા મોટા ભ્રષ્ટાચારના કેસ કરીને ભ્રષ્ટાચારીઓમાં ભૂકંપ લાવી દીધો હતો. એ.સી.બી શાખાના વરિષ્ઠ પોલીસ અધિકારી કેશવકુમાર ની સૂચના અને માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાત એ.સી.બી ઉત્કૃષ્ટ કામગીરી કરી રહેલ છે ત્યારે દેશને ભ્રષ્ટાચારના ત્રાસમાંથી મુક્ત કરાવવા દેશપ્રેમની ભાવનાથી કામ કરતા સી.એમ.જાડેજા (Dy.SP) એ સમગ્ર ગુજરાત પોલીસનું…
જવાબદારો સામે ફોજદારી નોંધાવવા માટે વિપક્ષ કરી રહ્યું છે માંગ. પાટનગર ના જવાબ ઉપર થશે આગળ ની કાર્યવાહી વલસાડ જિલ્લા પંચાયતના આઇસીડીએસ વિભાગમાં રૂ.2 કરોડના કબાટ કૌભાંડમાં પોલિસ ફરિયાદ નોંધાવવાનો ચાર માસ પહેલા ઠરાવ થયા બાદ કોઇ કાર્યવાહી નહી થતાં મામલો ગરમાયો છે. કબાટ કૌભાંડમાં ફરિયાદ નોંધાવવા મુદ્દે જિ.પં. દ્વારા કરાયેલો ઠરાવ પ્રતિષેધ થતાં મામલો ગાંધીનગર પહોંચ્યો છે પરિણામે હવે પછી ના નિર્ણય ઉપર મદાર રાખવામાં આવી રહ્યો હોવાનું સૂત્રો એ જણાવ્યું છે. જિલ્લા પંચાયતના પ્રમુખ મણિભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને ડીડીઓ અર્પિત સાગરની ઉપસ્થિતિમાં મળેલી સભામાં વિપક્ષ કોંગ્રેસે 1899 આંગણવાડીઓમાં રૂ.2 કરોડના કબાટ ફર્નિચર કૌભાંડમાં અધિકારીઓ સામે એફઆઇઆર કેમ નોંધાતી…
વંદાને જોતાં તમને બીક લાગતી હોય છે, પરંતુ ચીનના લોકો માટે વંદા કમાણીનું સાધન છે. તમારી જાણકારી માટે કહીએ કે વંદા ઔષધીય ગુણોના કારણે ચીની ઉદ્યોગોમાં વ્યવસાયિક અવસરની જેમ છે. ચીનની સાથે ઘણાં એશિયાઈ દેશોમાં વંદાને તેલમાં તળિને ખાવામાં આવે છે, પરંતુ હવે તેમને મોટી સંખ્યામાં ઉત્પન્ન કરવામાં આવે છે. ચીનના શીચાંગ શહેરમાં એક દવા કંપની દર વર્ષે 600 કરોડ વંદાનું પાલન કરે છે. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ અનુસાર એક બિલ્ડિંગમાં તેને પાળવામાં આવે છે.આ બિલ્ડિંગનું ક્ષેત્રફળ લગભગ બે રમતના મેદાન બરાબર છે. તેને છાજલીઓની પાતળી તિરાડોની અંદર તેને પાળવામાં આવે છે. તેમના માટે જમવાનું અને પાણીની વ્યવસ્થા થાય છે.…
બનાસકાંઠા જિલ્લામાં તીડ પ્રકોપના કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. જેમાં જિલ્લાના અસરગ્રસ્ત ૧૩ તાલુકાના ૨૬૬ ગામ તીડ પ્રકોપથી પ્રભાવિત થયા છે. જેમાં ૧૭૮૦૪ ખેડૂતોની ૧૭૩૨૨ હેક્ટર જમીનમાં નુકસાન થયું હોવાનું પ્રાથમિક સર્વેમાં અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. જેઓને સરકાર દ્વારા વળતર ચુકવવાની દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ૧૬ દિવસથી આફત બનીને ત્રાટકેલા તીડે સમગ્ર જિલ્લામાં કહેર વર્તાવ્યો હતો. જેને લઈ ખેતરોમાં ઉભેલો પાક નાશ પામતા ખેડૂતોને પારાવાર નુકસાન થતા માથે હાથ ધઈને રોવાનો વારો આવ્યો છે. ત્યારે તીડ પ્રકોપથી ખેડૂતોને નુકસાનનું વળતર ચુકવવા માટે સરકાર દ્વારા ગ્રામ્યકક્ષાએ સર્વે કરવાનો આદેશ ખરવામાં આવતા ખેતીવાડીની ટીમ સહિત તાલટીઓ…
સુરતના શ્રમ વિભાગને મળેલી બાતમીના આધારે મિલેનિયમ માર્કેટમાં છાપો મારી કરી હતી. જ્યાંથી આ પાંચ બાળ શ્રમિકો મળી આવ્યા હતા. મિલેનિયમ માર્કેટ ખાતે આવેલા ભીમનાથ અને મહાદેવ સહિત ત્રણ દુકાનોમાં છાપો મારીની કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યાંથી આ શ્રમિકો મળી આવ્યા. આ સમગ્ર કાર્યવાહીમાં સલાબતપુરા પોલીસ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. 4 બાળકો બિહાર ના વતના તો એક બાળક મહારાષ્ટ્ર નો વતની છે. શ્રમ વિભાગના અધિકારીઓએ જ્યારે આ બાળકોની પૂછપરછ હાથ ધરી ત્યારે બાળકો ને ત્યાં રાખવામાં આવતા હતાં તેની પણ જાણકારી આ બાળકોને નહોતી. જ્યાં આ બાળકો રહેતા હતા તેના સરનામાં બાળકો જાણતા પણ ન હતા. બાળકો છેલ્લા દોઢ…
સુરતના રીંગરોડ સ્થિત શ્યામ માર્કેટમાં દુકાન ધરાવતાં વેપારી પાસેથી રૂ.16.80 લાખનું બુરખાનું કાપડ ખરીદી હૈદરાબાદનો વેપારી પેમેન્ટ ચુકવ્યા વિના દુકાન અને ઘર બંધ કરી ફરાર થઇ ગયો હતો. આ અંગે ભોગ સુરતના વેપારીએ સલાબતપુરા પોલીસ મથકમાં છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે.સુરતના અડાજણ પાટીયા ઉસ્માની પાર્ક સોસાયટી ઘર નં. 28માં રહેતા 26 વર્ષીય ઝઇદભાઈ અલ્તાફ ભગાડ રીંગરોડ શ્યામ માર્કેટમાં ઝઇદ ઈન્ટરનેશનલના નામે કાપડનો વેપાર કરે છે.છ માસ અગાઉ હૈદરાબાદના શેરાન માર્કેટમાં અઝીઝ બુરખાના નામે વેપાર કરતા અઝીઝભાઇ તેમની દુકાને આવ્યા હતા અને મારૂં હૈદરાબાદ ખાતે બુરખાના કાપડનું ખુબ મોટાપાયે કામકાજ છે તેમ કહી જો તમે મને અહીંથી બુરખાનું કાપડ આપશો તો હું…