વિરમગામ તાલુકાના પસાર થતી ફતેવાડી કેનાલ થકી હાલમાં ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી આપવામાં આવી રહ્યું છે. ત્યારે સિંચાઈ વિભાગની બેદરકારીથી ગત મોડીરાત્રિના- કેનાલમાંથી પાણી ઓવરફ્લો થતા થુલેટા, સૂરજગઢ, સહિતના ગામોના ખેતરોમાં કેનાલના ધસમસતા પાણી ઘુસી જતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી હતી જેના પગલે અંદાજે ૨૦૦૦ વિઘામાં રવિપાકને વ્યાપક નુકસાન થતા ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે. અમદાવાદ જીલ્લાના વિરમગામ તાલુકાના અનેક ગામડાઓમાંથી નર્મદા મુખ્ય કેનાલ સહિત પેટા કેનાલો પસાર થઈ રહી છે ત્યારે વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમાં આવેલ જીલેટા સુરજગઢ ગામના ખેતરોમાં વિરોચરનગર ઘોડા ગામની પસાર થતી કાચી કેનાલમાં ફતેવાડી કેનાલમાં પાણી છોડતા કેનાલ ઓવરફ્લો થતા રવીપાકને માત્ર…
કવિ: Satya Day News
શહેરમાં પુનઃ સક્રિય થયેલા મોટરસાઇકલ સવાર ચેઇન સ્નેચરો ગત રોજ ઘોડદોડ રોડ જોગર્સ પાર્ક પર ત્રાટકયા હતા અને પુત્ર સાથે મોપેડ પર જઇ રહેલી વૃધ્ધાના ગળામાંથી રૂા.30 હજારની સોનાની ચેઇન આંચકીને ભાગી ગયા હતા. મંગળવારે શહેરના સીટીલાઇટ વિસ્તારમાં લોકભારતી સ્કુલના ગેટ સામેથી મોપેડ પર પસાર થઇ રહેલી ગૃહિણીને નિશાન બનાવી ગળામાંથી સોનાની ચેઇન આંચકી જનાર મોટરસાઇકલ સવાર ચેઇન સ્નેચરો ગત રોજ ઘોડદોડ રોડ જોગર્સ પાર્ક પર ત્રાટકયા હતા. વેસુ સ્થિત એસ.ડી. જૈન કોલેજની સામે સોમેશ્વરા રેસીડેન્સીમાં રહેતા જયાબેન રમેશભાઇ શાહ (ઉ.વ. 65) ગત રોજ બપોરના સાડા ત્રણ વાગ્યાના અરસામાં પુત્ર સાથે મોપેડ પર અઠવાલાઇન્સ સ્થિત લાલ બંગલા વિસ્તારમાં રહેતા સંબંધીને…
સોશિયલ મીડિયામાં થતી દોસ્તીમાં કેટલીય યુવતીઓ અને મહિલાઓ ની જિંદગી નર્ક થઈ જતી હોવાના કિસ્સા મીડિયામાં અવારનવાર ચમકતા હોવા છતાં હજુ પણ યુવતીઓ ની આંખ ખુલતી નથી અને હેવાનો ના વાસના નો શિકાર બનતી રહે છે. આવોજ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં મધ્યપ્રદેશ ના ભોપાલ સ્થિત ગૌતમનગરમાં પોતાના પતિ સાથે રહેતી યુવાન પરણીતા પબજી ગેમ રમવાના રવાડે ચડી ગઈ હતી અને તે ઓન લાઇન ગેમ રમતા રમતા વલસાડ ના પારનેરા ખાતે રહેતા 23 વર્ષીય શુભમ જાદવ ના સંપર્કમાં આવી હતી અને મિત્રતા થતા શુભમે ગરજવાન યુવતી ને મુંબઇમાં બ્યુટીશિયન ફિલ્ડમાં ઉંચા પગારે નોકરી આપવાની લાલચ આપી મુંબઇ બોલાવી હતી…
ડિજીટલ ઇન્ડિયાની વાતો વચ્ચે વધી રહેલા ફ્રોડના કિસ્સા વચ્ચે શહેરના પીપલોદ વિસ્તારમાં રહેતી પરિણીતાને એટીએમ કાર્ડ અપડેટ કરવાના નામે બેંક ઓફ બરોડામાંથી બોલું છું એમ કહી ભેજાબાજે ઓટીપી નંબર મેળવ્યા બાદ એકાઉન્ટમાંથી રૂા. 24 હજારથી વધુની મત્તા ઉપાડી લીધાની ફરિયાદ ઉમરા પોલીસ મથકમાં નોંધાઈ છે. એક તરફ સરકાર દ્વારા ડિજીટલ ઇન્ડિયાની વાત કરી રહી છે અને બીજી તરફ ઓનલાઇન અને સાયબર ક્રાઇમના કિસ્સામાં વધારો થઇ રહ્યો છે. આવો જ વધુ એક કિસ્સો ઉમરા પોલીસ મથકમાં નોંધાયો છે. પીપલોદના સારસ્વત નગર નજીક ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા સ્વાતિબેન અમૃતલાલ પટેલ (મૂળ રહે. ગાંગપુર ગામ, તા. ડોલવણ, જિ. તાપી) પર ગત જુલાઇ મહિનામાં અજાણ્યા…
કેરળ વિધાનસભાએ CAAનો અમલ નહીં કરવાનો કરેલો ઠરાવ ગેરબંધારણીય છે એવી સ્પષ્ટ વાત કેરળના ગવર્નર આરિફ મોહમ્મદ ખાને કરી હતી. એક સમયે આરિફ મોહમ્મદ ખાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા રહી ચૂક્યા હતા. હાલ તેઓ કેરળના ગવર્નર છે. તેમણે કહ્યું કે નાગરિકતા સંપૂર્ણપણે કેન્દ્ર સરકારનો વિષય . કેન્દ્ર સરકારે ઘડેલા કાયદાનો વિરોધ કોઇ રાજ્ય કદી કરી શકે નહીં. એટલે કેરળ વિધાનસભાએ કરેલો CAA વિરોધી ઠરાવ ગેરકાયદે અને ગેરબંધારણીય છે.કેરળ સરકારે આ અઠવાડિયેજ વિધાનસભામાં CAA વિરોધી પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેને વિધાનસભાએ મંજૂર રાખ્યો હતો. કેરળ વિધાનસભામાં ભાજપનો એક માત્ર ધારાસભ્ય છે એણે આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો પરંતુ એમના વિરોધનું કશું ઊપજ્યું…
કંપનીના નિયમોની હુલ મારી રૂ.30 હજાર લેવા જતા જે તે સમયે અધિકારી ભેરવાયા હતા. દમણના યુરોપ્લાસ્ટ અને અરહિંત ઇન્ડ્રસ્ટ્રીઝ કંપની ધારા ધોરણો વિરુદ્ધ ચાલતી હોવાની હુલ મારી રૂ.30 હજારની લાંચ લેવા જતા સેન્ટ્રલ એક્સાઇઝ અને કસ્ટમના અધિકારી ભેરવાયા હતા જેઓને સીબીઆઇ જજ સી.કે.ચૌહાણે દોષિત ઠરાવી 5 વર્ષની સજા અને રૂ.5 હજાર દંડ ફટકારતા લાંચિયા અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. વિગતો મુજબ મુંબઇમાં રહેતા રાજીવ મોટા અને કેતન મોટાના દમણમાં યુરોપ્લાસ્ટ અને અરહિંત ઇન્ડ્રસ્ટ્રીઝ કંપની બે કંપની ધરાવે છે. દરમ્યાન દમણના સેન્ટ્રલ એક્સાઇઝ અને કસ્ટમના અધિકારી ફોઝાસીંઘ પાંડેર નામના અધિકારી 28 એપ્રિલ 2005ના રોજ કંપનીની મુલાકાતે ગયા હતાં. ત્યારે ત્યાં હાજર…
20 કરોડ ના ખર્ચે એક વર્ષ માં બની જશે નવો બ્રિજ આખરે ખખડધજ થઈ ગયેલા લીલાપોર બ્રિજ નું નવીનીકરણ હાથ ધરવા ની ગતિવિધિ તેજ થઈ છે અને નવા વર્ષ 2020માં વલસાડ શહેર અને તાલૂકાના 25 ગામના લોકો માટે રૂ.20 કરોડના ખર્ચે લીલાપોર ઔરંગાનદીનો નવો પુલ મળવાની આશા જાગી છે અને લોકોને ટૂંકામાર્ગે વલસાડ શહેરમાં આવવા જવા માટે આ નવો બ્રિજ ખુબજ ઉપયોગી થઈ પડશે હાલ માં બ્રિજ પર લોખંડ ની એંગલો મૂકી ભારે અને મોટા વાહનોને પસાર થવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. વલસાડના લીલાપોર ઔરંગાનદીનો આ બ્રિજ બન્યાના 100 વર્ષ થઇ જતાં પુલ જર્જરિત બની ગયો છે અને બ્રિજના…
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નવા વર્ષના પહેલે જ દિવસે ઈરાનને ધમકી આપી છે. ઈરાકની રાજધાની બગદાદ સ્થિત અમેરિકાની એમ્બેસીની બહાર ઈરાનના હજારો સમર્થકોએ પ્રદર્શન કર્યા હતા, તે દરમિયાન એમ્બેસી પર પથ્થરો પણ ફેંક્યા હતા તેમજ કેટલાંક લોકોએ દીવાલ પર ચડવાના પ્રયાસ કર્યા હતા. જેના જવાબમાં ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ધમકી આપી છે અને કહ્યું કે જો અમેરિકાની એમ્બેસીના એક પણ સભ્યને કંઈ થશે તો ઈરાનને તેની મોટી કિંમત ચુકવવી પડશે.ટ્રમ્પે ટ્વીટ કર્યું કે,ચેતાવણી નહીં ધમકી. ટ્રમ્પે ટ્વીટ કર્યુ છે કે ઈરાક સ્થિત અમેરિકાની એમ્બેસી હજુ સુરક્ષિત છે. અમારા જવાન ઉચ્ચ ટેકનોલોજી સાથે ત્યાં હાજર છે. તેઓ ઈરાકના રાષ્ટ્રપતિ, વડાપ્રધાનનો પણ આભાર…
ગુજરાત સરકારની દારૂબંધીના કડક કાયદાની પોકળ વાતો વચ્ચે ભાવનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયરે અશોક બારૈયાએ રજૂઆત પોલીસને કરી કે, અમારા વિસ્તારમાં ખુલ્લેઆમ વિદેશી-દેશી દારૂનું વેચાણ થઇ રહ્યું છે. હવે તેમની આ રજૂઆત તેમના માટે મુસીબત બની છે કારણ કે, હવે આ મુદ્દે કોંગ્રેસ મેદાને આવી છે. આજે શહેર કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરીએ ધરણાં અને આવેદન પત્ર આપવા પહોંચ્યાં હતા પરંતુ ધરણાંની મંજુરી નહી હોવાથી કોંગ્રેસના તળાજાના ધારાસભ્ય કનુભાઈ બારૈયા સહિતના 20 જેટલા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસનું કહેવું છે કે, જ્યારે અશોક ગેહલોતે ગુજરાતમાં દારૂ વેચાય છે તેમ કહ્યું ત્યારે સરકારે ગુજરાતને બદનામ કરવાનું કાવતરૂં કહ્યું હતું…
સુરતના ચકચારી દિશીત જરીવાળા હત્યા કેસમાં પત્ની સહિત પ્રેમી સુકેતુ મોદી અને ડ્રાઇવર ધીરેન્દ્ર સિંહને નિર્દોષ છોડી મુકાયા. નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કર્યો છે.ત્રણ વર્ષ પહેલા સુરતના ચકચારી દિશિત જરીવાલા હત્યા કેસમાં સંડોવાયેલી મૃતક આરોપી દિશીત જરીવાળાની પત્ની વેસ્સી, તેના પ્રેમી અને પિતરાઈ ભાઇ સની ઉર્ફે સુકેતુ હર્ષદભાઈ મોદી અને તેના ડ્રાઈવર ધીરેન્દ્રસિંહ જબરસિંહ ચૌહાણને આજે એડિશનલ સેશન્સ જજ ગોહિલે ફરિયાદ પક્ષ પુરાવો રજૂ કરવામાં નિષ્ફળ જતા શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કર્યો છે.આ કેસની વિગત મુજબ 27 જૂન 2016ના રોજ પાર્લેપોઈન્ટ પર સર્જન સોસાયટીમાં દિશિત જરીવાલાની હત્યા તેની પત્ની વેલ્સી જરીવાલાના ઈશારે તેના પ્રેમી સની…