ગુડ ગવર્નન્સનો રિપોર્ટ જાહેર થયા બાદ રાજ્યની રૂપાણી સરકાર કોંગ્રેસના નિશાને આવી છે. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યુ કે, ગુડ ગવર્નન્સનો રિપોર્ટ ચિંતાજનક છે. અને ગુજરાતમાં મોદી સરકારની નિષ્ફળતા સામે આવી છે. આ અહેવાલથી ગુજરાત મોડલનો પરપોટો ફૂટી ગયો છે. ગુજરાતમાં જન્મ લેતું બાળક 40 હજારના દેવા સાથે જન્મ લે છે. હમેશા નંબર વન રહેતુ ગુજરાત હવે ટોપ-5 માં પણ સામેલ નથી.મનીષ દોશીએ વધુમાં જણાવ્યુ કે, કુપોષિત બાળકો અને મહિલાઓના આંકડાઓ તંદુરસ્ત ગુજરાતમાં નબળા સામે આવ્યા છે. રાજ્યમાં મહિલા અત્યાચારમાં 31 ટકાનો વધારો થયો છે. અને ખેડૂતોના આપઘાતમાં 38 ટકાનો વધારો થયો છે. કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને…
કવિ: Satya Day News
સચીન જીઆઇડીસી વિસ્તારમાં કૈલાશ નગર ચોકડી પાસે વાહન ચેકિંગ દરમ્યાન મોટર વ્હીકલ એક્ટના ભંગ બદલ કબ્જે લીધેલી સ્પેલન્ડર મોટરસાઇકલ ચોરી કરવા ઉપરાંત ટ્રાફિક દંડ વસુલવા માટે આપવામાં આવેલી રસીદમાં ખોટુ નામ-સરનામું લખાવનાર વિરૂધ્ધ પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. શહેર પોલીસની ટ્રાફિક શાખામાં રીજીયન 3ના સર્કલ 9ના પો. ઇ એલ.જી ખરાડી ગત સાંજે 5.30 કલાકે સ્ટાફ સાથે સચીન જીઆઇડીસી વિસ્તારના કૈલાશ નગર ચોકડી પાસે ટ્રાફિક નિયમન ઉપરાંત વાહન ચેકિંગની કામગીરી કરી રહ્યા હતા. ત્યારે સ્પેલન્ડર નં. જીજે-5 એસઝેડ-1855 ને અટકાવી ચાલક પાસે ડ્રાઇવીંગ લાયસન્સ સહિતના ડોકયુમેન્ટ્સની માંગણી કરી હતી. સ્પેલન્ડર ચાલકે પોતાની પાસે એક પણ ડોકયુમેન્ટ્સ નહિ હોવાનું જણાવતા દંડ…
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ આજે સવારે ચાર ચાર વ્યક્તિના મૃત્યુના કારણે રક્તરંજિત બન્યો છે. જામજોધપુરથી એક યુવાનને સારવાર માટે લઈ જતી વખતે ઇકો કારના ચાલકને ઝોકુ આવી જતા સોયલ નજીક નદીની કેનાલમાં ઇકો કાર ખાબકી હતી. જે દુર્ઘટનામાં ચાર વ્યક્તિના મૃત્યુ નિપજ્યા છે. જ્યારે એક યુવાન ઇજાગ્રસ્ત બન્યો છે. જોધપુર તાલુકાના ઝીણાવારી ગામના એક યુવાનને વાલની બીમારી હોવાથી તેને વહેલી સવારે જામજોધપુરથી રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી રહ્યો હતો. જેને તેજ ગામના હરેશ અરજણભાઈ કરચીયા નામના ઇક્કો કારના ચાલકે જી જે 10 ટી વી 8517 નંબરની ઇકો કારમાં બેસાડી જામજોધપુરથી રાજકોટ જવા માટે નીકળ્યા હતા. તેમની સાથે રસિકભાઈ જીવણભાઈ કદાવલા,…
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં પશુપાલકોની ઊંઘ ઉડાવી દેનાર દીપડો ફોરેસ્ટના કેમેરામાં કેદ થયો છે. વાઘોડિયા તાલુકાના નરસિંહપુરા, વેસલ, સાંગાડોલ જેવા ગામોમાં છેલ્લા કેટલાક સમયથી એ પશુઓનું મારણ કરી ઉપદ્રવ મચાવ્યો છે. 15 દિવસમાં ત્રણ પશુઓનું મારણ કરનાર દીપડાએ તા.25મીએ રાત્રે સાંગાડોલ ગામે ફરીથી ત્રાટકી પાડીનું મારણ કર્યું હતું. દીપડાને પકડવા માટે આખી રાત વોચમાં રહેતી ફોરેસ્ટ વિભાગની ટીમોએ જુદા જુદા વિસ્તારમાં સીસીટીવી કેમેરા પણ ગોઠવ્યા છે. જે પૈકી સાંગાડોલ ગામે પાડીનું મારણ કરતો દીપડો કેમેરામાં કેદ થયો છે. ફોરેસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી દીપડાને પકડવા માટે જુદી-જુદી જગ્યાએ પાંજરા મૂકાયા છે.
ડુમસ રોડના ભીમપોર ગામ સ્થિત વુપ ટ્રમ્પોલાઇન પાર્કમાં ત્રણ મહિના અગાઉ પૂર્વે ફોટો શુટ માટે આવનાર દેશની જાણીતી આઇટી પ્રોફેશનલ અને ફીટનેસ ટ્રેનર શ્વેતા મહેતાને પીટ જમ્પ અને ટાવર જમ્પ દરમ્યાન ગરદનના ભાગે પાંચ ફ્રેકચર અને કમરના ભાગે ગંભીર ઇજા થઇ હોવાની ફરિયાદ ડુમસ પોલીસ મથકમાં નોંધાઈ છે. ગંભીર રીતે ઘવાયેલી ફીટનેસ ટ્રેનરે તેના હોમ ટાઉન હરિયાણાના ફતેહાબાદમાં નોંધાવેલી ફરિયાદ ડુમસ પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. હરિયાણાના ફતેહાબાદના કેનલ કોલોનીમાં રહેતી અને દેશની જાણીતી આઇટી પ્રોફેશનલ અને ફીટનેસ ટ્રેનર શ્વેતા જનકરાજ મહેતાએ શહેરના ડુમસ રોડ સ્થિત ભીમપોર ગામના વુમ ટ્રમ્પોલાઇન પાર્કના સંચાલક કપિલ નંદવાણી (રહે. કેથોલીન નજીક, ભીમપોર), રજત…
સુરતના કાપડબજારમાં છેતરપીંડીની 2 ઘટનામાં 15.77 લાખની ઠગાઈની ફરિયાદ સલાબતપુરા અને વરાછા પોલીસ મથકમાં નોંધાઈ છે. રાધાકૃષ્ણ માર્કેટ સ્થિત કાપડની પેઢીમાંથી 7.78 લાખનું કાપડ ખરીદી ચાર વેપારીએ પેમેન્ટ કર્યું ન હતું જ્યારે એમ્બ્રોઇડરી મટીરીયલનો 9.77 લાખનો માલ ખરીદી વરાછાનો વેપારી દુકાન બંધ કરી ફરાર થઇ ગયો હતો. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના રાંદેર રામનગર સુંદરી ભવનના બીજા માળે ફ્લેટ નં.3 માં રહેતા 30 વર્ષીય ઘનશ્યામભાઈ મુરલીધર શહેરી રીંગરોડ રાધાકૃષ્ણ ટેક્ષ્ટાઈલ માર્કેટમાં આવેલી કાપડની પેઢી કેવટ ક્રિએશન પ્રા.લિ. માં મેનેજર તરીકે નોકરી કરે છે. વર્ષ 2015માં દલાલ કિશોર એલ ઠક્કર મારફતે મધ્યપ્રદેશના જબલપુરના ક્મનીયા ગેટ સ્થિત અલ્કા હેન્ડલુમના…
દમણ જિલ્લા પ્રમુખ સુખા ભાઈને અજય માંજરા મર્ડર કેસમાં કોર્ટે ભાગેડુ જાહેર કર્યા છે અને આ કેસમાં દમણ પોલીસે જાહેરમાં લોકો વચ્ચે જઈને સુખા પટેલ ને હાજર થવા એનાઉન્સમેન્ટ કરી નોટિસ ચીપકાવતા જાહેર જનતામાં આ મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે 2018ની સાલમાં અજય માંજરાની હત્યા થઈ હતી. આ મર્ડર કેસમાં નાની દમણ પોલીસે સુખા પટેલ વિરુદ્ધ IPC કલમ 341,302, 120 B , 34 અને આર્મ એક્ટની કલમ 25 અને 37 મુજબ ગુનો નોંધાયો હતો. આ પ્રકરણમાં સુખા પટેલ ને વારંવાર મોકલવામાં આવેલ ધરપકડ વોરંટ પરત થતા સુખા પટેલ ને વોન્ટેડ જાહેર કરાયા છે અને ફ્રસ્ટ કલાસ…
અકસ્માત કે ઈમરજન્સીમાં આવતા દર્દીઓનો જીવ બચાવવા માટે એક એક સેકન્ડ મહત્વપૂર્ણ હોય છે તેવા સમયે મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ઈમરજન્સી વિભાગની બહાર 100 ફૂટ દૂર બેરીકેડ મૂકી રસ્તો બંધ કરી દેતા દર્દી અને તેના સંબંધીઓ હાલાકી વેઠી રહ્યા છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં છેલ્લા કેટલાક સમયથી સ્મીમેરના ઈમરજન્સી વિભાગની બહાર અંદાજિત 100 ફૂટ દૂર બેરિકેડ મૂકીને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. જોકે એમ્બ્યુલન્સ આવે એટલે બેરીકેડને સિક્યુરિટીગાર્ડ રસ્તો ખુલ્લો કરે છે. બાદમાં એમ્બ્યુલન્સ ઈમરજન્સી વિભાગના ગેટ પાસે પહોંચે છે. આ ઉપરાંત રિક્ષામાં કે પ્રાઈવેટ વાહનમાં સારવાર માટે દર્દીને સ્મીમેરના ઈમરજન્સી વિભાગમાં લવાતા હોય છે. આ દર્દીઓને બેરીકેડથી…
મોરબીમાં માનવતાને શરમાવે તેવી ધૃણાસ્પદ ઘટના સામે આવી છે. નીચી માંડલ નજીક આવેલી એક સીરામીક ફેકટરીમાં માસુમ બાળકી ઉપર હેવાનીયતભર્યું દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બહાર આવતા સમગ્ર મોરબીવાસીઓનું માથુ શર્મથી નીચું થઇ ગયું છે. આ બનાવની મળતી વિગતો અનુસાર મોરબી નજીક નીચી માંડલ પાસે આવેલી એક સિરામિક ફેકટરીમાં સાતવર્ષી બાળકી પર વાસનાંધ મજૂરે બપોરના દોઢ વાગ્યાની આસપાસ માસુમ બાળા ફેકટરીમાં રમતી હતી ત્યારે દારૂના નશામાં આ બાળા પર નજર બગાડીને કુકર્મ આચર્યું હતું. બનાવની જાણ થતા સ્થાનિક લોકોએ નરાધમ મજુરને રૂમમાં પુરી દીધો હતો. અને પોલીસ આવતા નરાધમને પોલીસ હવાલે કર્યો હતો. ભોગ બનનાર બાળકીને 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવી…
“મારી છોરી કોઈ છોરો સે કમ હે કે…” સુરતના શાહ પરિવાર માટે આ કહેવત એકદમ સાચી પડી છે, કારણ કે તેમની દીકરી રોમા ભારતની પ્રથમ એવી મહિલા ખેલાડી બની છે કે જેણે દેશ માટે રશિયાના મોસ્કોમાં યોજાયેલી ‘વર્લ્ડ રો પાવર લીફટિંગ’ ચેમ્પિયનશીપમાં 2 ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવ્યા છે. રોમાએ માઇનસ 10 ડિગ્રીમાં ત્રણ કેટેગરીમાં 330 કિલો વજન ઉચકી વિશ્વના 2000 ખેલાડીઓને આશ્ચર્યમાં મુકી દીધા હતા. કમજોર છે, તારા થી નહી થાય, તારી કાયા કોમળ અને નાજુક છે, આવી વાતો કરનાર લોકો સુરતની રોમા શાહની ઉપલબ્ધિ ને ચોક્કસથી જાણે અને ઓળખે. સુરતની 21 વર્ષીય રોમા બિરેન શાહે પોતાના દેશ માટે…