કવિ: Satya Day News

Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.

નાગરિક સંશોધન કાયદાના તરફેણમાં સુરતમાં યોજાયેલી રેલીને કારણે અઠવાગેટ વિસ્તારમાં બે કલાક સુધી ટ્રાફિક જામ થયો હતો. વનિતા વિશ્રામથી જિલ્લા સેવા સદન સુધી યોજાયેલી આ રેલીમાં અનેક સંગઠનો અને સામાન્ય લોકો જોડાતા રેલી વિશાળ બની ગઈ હતી. એક તબક્કો એવો હતો કે જિલ્લા સેવા સદન સુધી રેલીનો પહેલો છેડો હતો ત્યારે બીજો છેડો વનિતા વિશ્રામ જોવા મળ્યો હતો. આટલા બધા લોકો ભેગા થતાં સવારે 10થી બાર વાગ્યા સુધી અઠવાગેટ વિસ્તારમાં ટ્રાફિક જામ જોવા મળ્યો હતો.આરટીઓથી સરદાર બ્રિજ જતો રસ્તો રીપેરીંગના કારણે બંધ છે. જેના કારણે રીંગરોડથી અડાજણ તરફ જતા વાહનોએ ફરજિયાત અઠવાગેટ બ્રિજના છેડે આવવું પડે છે. બ્રિજ બંધ અને…

Read More

વડોદરાના જુદા જુદા વિસ્તારોમાંથી ટુ વ્હીલરોની ઉઠાંતરી કરતા અઠંગ વાહનચોરને ગોત્રી પોલીસે ઝડપી પાડી એક સ્પોર્ટસ સાયકલ અને ત્રણ ટુ વ્હીલર કબજે કર્યા છે. વાસણા-ભાયલી રોડ ઉપર ગઇરાત્રે ગોત્રી પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાઈક લઈ પસાર થતો વાહનચોર કિરણ ઉર્ફે સની સુધીરભાઈ પવાર (રહે. સાઈનાથ વુડાના મકાનો. ભાયલી રોડ) ઝડપાઈ ગયો હતો. અગાઉ વાહન ચોરીઓમાં પકડાયેલા સનીની પોલીસે પૂછપરછ કરતાં તેની પાસે મળેલી મોટરસાયકલ તેણે ભાયલીની બ્રાઇટ સ્કૂલ પાસેથી ચોરી કર્યાની કબુલાત કરી હતી. પોલીસની તપાસમાં વાહન ચોર પાસે એક સ્પોર્ટસ સાઇકલ તેમજ અન્ય બે ટુ વ્હીલર મળી આવ્યા હતા.કિરણ ઉર્ફે સની રાત્રિના સમયે ડુપ્લિકેટ ચાવી વડે વાહનોની ઉઠાંતરી કરતો…

Read More

ઘોડદોડ રોડ પર ગઈકાલે સાંજે એપાર્ટમેન્ટના ત્રીજા માળે 95 વર્ષના વૃદ્ધા રૂમમાં પડી જતા ગભરાઈ જવાથી બૂમો પાડી હતી. ફાયરજવાનો ટાયરની સીડીનો ઉપયોગ કરી ત્રીજા માળની ગેલેરીની રૂમમાં જઈને વૃદ્ધાની મદદ કરી હતી. ફાયરબ્રિગેડના સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ ઘોડદોડ રોડ પર ઇન્ડોર સ્ટેડિયમ પાસે પાવન પેલેસમાં રહેતા 95 વર્ષીય વિરાદેવી ડાવર ગઈકાલે રાત્રે તેમના પરિવારના સભ્યો બહાર ગયા હોવાથી ઘરે એકલા હતા અને તેમણે દરવાજો અંદરથી લોક કર્યો હતો. તે સમયે તેઓ આગળના રૂમમાં અચાનક પડી ગયા હતા અને તેઓ ઊભા નહીં થઇ શકતા હોવાથી ગભરાઈ ગયા હતા જેથી તેમણે મદદ માટે બૂમો પાડી હતી ત્યારે સામેની બિલ્ડિંગમાં રહેતા…

Read More

મોદી કેબિનેટે આજે 2021ની વસ્તી ગણતરી અને નેશનલ પોપ્યુલેશન રજિસ્ટરને અપડેટ કરવાની મંજૂરી આપી દીધી છે. 2021ની વસ્તી ગણતરી 1 એપ્રિલ 2020થી શરૂ થઇ શકે છે. જણાવી દઇએ કે 2010માં પહેલી વખત એનપીઆર તૈયાર કરવાનો નિર્ણય લેવાયો હતો. 2011ની વસ્તી ગણતરીની સાથે એનપીઆર લાગુ કરી દેવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર આ એનપીઆર માટે પ્રત્યેક વ્યક્તિ પાસે 15 માહિતી એકઠી કરવામાં આવશે. જેમાં વ્યક્તિનું નામ, માતા પિતા, લિંગ, જન્મ, શૈક્ષણિક સ્થિતિ, એડ્રેસ વગેરે સામેલ છે. ગત વખતની સરખામણીએ આ વખતે વધુ માહિતી માગવામાં આવી શકે છે. એનપીઆર વસ્તી ગણતરીનો જ એક ભાગ છે. તેને વસ્તી ગણતરી પહેલા અપડેટ કરવામાં આવે…

Read More

યુવકે લગ્ન પહેલાજ સેક્સની માંગણી કરતા યુવતીએ ફિયાન્સને કબ્રસ્તાન પહોંચાડ્યો. સેલવાસ માં એક એવી ઘટના સામે આવી છે કે ખુદ ફિયાન્સ ની હત્યા તેનીજ ફિયાન્સી એ કરી હતી આ સાથેજ થોડા દિવસ પૂર્વે સેલવાસના અથોલાની નહેરમાંથી મળી આવેલી યુવકની લાશનો ભેદ ઉકેલાઇ ગયો હતો. આરોપી ફિયાન્સી આખરે પોલીસની પકડમાં આવી જતાં આખી ઘટના સ્પષ્ટ થઇ ગઈ છે. ગત 18મીએ સવારે 9.30 વાગ્યાના સુમારે સંઘપ્રદેશના અથોલા ગામે સ્કૂલ ફળિયાની નહેરમાંથી એક યુવકની લાશ મળી આવી હતી. આ લાશ નજીક પડેલા બિનવારસી સ્કૂટરમાંથી કેટલાક દસ્તાવેજો પણ મળી આવ્યા હતા. જેના આધારે મૃતકની ઓળખ 35 વર્ષીય મહેન્દ્ર મંસુ વારલી તરીકે થઈ હતી. મહેન્દ્રના…

Read More

14 માં નાણાંપંચ ની ગ્રાન્ટ ની રકમ અન્ય હેતુ માટે વપરાયાનું સાબિત થશે તો નગર પાલિકા સુપરસીડ થવાના ભણકારા. વલસાડ નગર પાલિકા ફરી એકવાર વિવાદ માં આવ્યું છે અને વિકાસ ની ગ્રાન્ટ ની મોટી રકમ પગારમાં વાપરી નાખી હોવાની વાત બહાર આવતા ભારે ચર્ચા જાગી છે. ઉપર સુધી ફરિયાદ થતાં ગાંધીનગર થી છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન ના હિસાબો નું સુપર ઓડિટ કરી તેનો રિપોર્ટ આપવા આદેશ થતા સબંધીતો દોડતા થઈ ગયા છે.વાત જો સાબિત થશે તો નગરપાલિકા સુપરસીડ થવા સુધી ના પગલાં ભરવામાં આવનાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય નાણાંપંચ દ્વારા દર વર્ષે અહીં કરોડો…

Read More

ચાલુ વર્ષે કમોસમી વરસાદ ને પગલે ખેડૂતો ને ભારે નુકસાન થયું હતું. વલસાડ જિલ્લામાં નવેમ્બર માસ દરમિયાન કમોસમી વરસાદે ખરીફ પાક લેતા ખેડૂતોને ભારે નુકસાન થતાં સરકારે સરવે કરાવી ઓનલાઇન અરજી કરવા તાકીદ કરી હતી.આ ઓનલાઇન અરજીની છેલ્લી મુદ્દત 31 ડિસેમ્બર સુધી નક્કી કરવામાં આવી છે. ચાલૂ વર્ષે ચોમાસામાં વરસાદની સિઝન લંબાઇને 10 નવેમ્બર સુધી ચાલી હતી.ત્યારબાદ પણ કમોસમી વરસાદ થતાં ડાંગરના પાકને વ્યાપક અસર પહોંચી હતી.ડાંગરના પૂળાં ખુલ્લી જગ્યામાં તડકામાં મૂકી દેવામાં આવ્યા હતા.દરમિયાન હવામાનમાં ભારે ફેરફાર થતાં 15 નવેમ્બર પછી કમોસમી વરસાદે ખેડૂતોની ઉંઘ હરામ કરી દીધી હતી.ધરમપુર, કપરાડા,પારડી,વાપી,વલસાડ અને ઉમરગામ તાલુકામાં કમોસમી વરસાદે ડાંગરના ખેતરોમાં પાણી ભરાતા…

Read More

આ દેશની 10માંથી 8 છોકરીઓ આજે પણ માસિક ધર્મ એટલે કે પીરિયડ્સ દરમિયાન ઘરની બહાર મૂકવામાં આવે છે. તે ગંદી ઝુંપડીમાં રહેવા મજબૂર થઈ જાય છે. આ બધું ત્યાંની સુપ્રીમ કોર્ટના પ્રતિબંધ લગાવ્યો હોવા છતાં પણ થઈ રહ્યું છે. ઘરની બહાર નીકળવાની પ્રથાને કહે છે ‘છૌપદી’. આ દેશમાં માનવામાં આવે છે કે માસિક ધર્મ દરમિયાન છોકરીઓ અને મહિલાઓ ગંદી હોય છે. એટલા માટે તેને ઘરની બહાર કાઢી મૂકવામાં આવે છે. જ્યારે પીરિયડ્સ પૂરા થઈ જાય ત્યારે તેને પાછી ઘરમાં બોલાવવામાં આવે છે. તે પ્રથાને છૌપદી કહે છે.પીરિયડ્સ દરમિયાન છોકરીઓ એને મહિલાઓને ઘરનું કામ કરવા પર પણ પાબંદી લગાવાય છે. પૂજા-પાઠ,…

Read More

અમરેલીના ધારીમાં સિંહ પાંજરે પૂરાયો છે. ખેતમજૂર પર હુમલો કરનાર સિંહ પાંજરે પૂરાયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ધારી ગીરનાં ડાભાળી જીરા વિસ્તારમાં આ સિંહે ખેત મજૂરને ફાડી ખાધાનાં સમાચાર મળાની સાથે આખા પંથકમાં ફફડાટ વ્યાપી ગયો હતો. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આજે સવારે મજૂર કુદરતી હાજતે ગયો ત્યારે સિંહે હુમલો કર્યો હતો. અને તે દરમિયાન આ માનવભક્ષિ સિંહે તેના પર હુમલો કર્યો હતો. ખેતરમાંથી ખેત મજૂરનાં કપડા અને જમીન પર લોહીનાં નિશાન મળી આવતા સમગ્ર ગામમાં ચકચાર મચી ગઇ છે. ત્યાં જ ખેતરમાં થોડે દૂર મજૂરનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. અમરેલીના ધારી પંથકમાં સિંહ…

Read More

ઝારખંડ વિધાનસભાની 81 સીટો પર થયેલી ચૂંટણીની મતગણતરી ચાલુ છે. વલણોમાં કૉંગ્રેસ-ઝારખંડ મુક્તિ મોરચો બહુમતથી આગળ ચાલી રહ્યો છે. આવામાં હેમંત સોરેન રાજ્યનાં મુખ્યમંત્રી બને તે નક્કી છે. ઉલ્લેખનીય છે કે તેઓ ઝારખંડનાં પાંચમાં મુખ્યમંત્રી પદ પર રહી ચુક્યા છે. હેમંત સોરેનનો જન્મ 10 ઑગષ્ટ 1975નાં બિહારનાં રામગઢ જિલ્લામાં થયો હતો. વર્તમાનમાં તેમની ઉંમર 44 વર્ષ છે. ઉલ્લેખનીય છે કે એક્ઝિટ પોલનાં અનુમાન અનુસાર હેમંત સીએમ બને તે લગભગ નક્કી છે. 15 જુલાઈ 2013નાં પહેલીવાર ઝારખંડનાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં હેમંત સોરેને આશા વ્યક્ત કરતા કહ્યું હતુ કે આ વખતે પરિણામ તેમના પક્ષમાં રહેશે.…

Read More