પોતાના નજીકનાં લોકો સાથે વાતચીતમાં સરયૂ રાય હંમેશા કહે છે કે, “મારા શરીરમાં રાણા પ્રતાપનું લોહી છે, હું કોઈની પણ સામે ઝુકી કે કરગરી ના શકું.” ઝારખંડ વિધાનસભા ચૂંટણીથી પહેલા જ્યારે ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવારોનાં નામ જાહેર થઇ રહ્યા હતા તો કોઈપણ લિસ્ટમાં સરયૂ રાયનું નામ જોવા મળ્યું નહીં. દરેક લિસ્ટ બાદ ચર્ચાઓ હતી કે શું બીજેપી પોતાના સૌથી દિગ્ગજ નેતાને ટિકિટ નહીં આપે? ચોથા લિસ્ટ સુધી બીજેપીએ 81માંથી 72 સીટો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી, પરંતુ સરયૂ રાયનું નામ ક્યાંય પણ આવ્યું નહીં. ટિકિટ માટે કરગરવાની ઘસીને પાડી દીધી હતી ના ત્યારે સરયૂ રાયે એક પ્રેસ કૉન્ફરન્સ કરીને…
કવિ: Satya Day News
દક્ષિણ કોરિયન કંપની એલજીએ તેનો ડ્યૂલ સ્ક્રીન ધરાવતો સ્માર્ટફોન G8X ThinQ ને ભારતમાં લોન્ચ કરી દિધો છે. આ સ્માર્ટફોન મેન ડિસ્પ્લેની સાથે જ એક ડિટેચેબલ સેકંડરી ડિસ્પ્લેની સાથે આવે છે. આ સ્માર્ટફોનને સપ્ટેમ્બરમાં ઓયોજિત એક કાર્યક્રમ આઈએફએ 2019 માં ગ્લોબલી લોન્ચ કરવામાં આવ્યો હતો. આ સ્માર્ટફોનની સાથે 2.1 ઇંચનો કવર ડિસ્પ્લે આપવામાં આવ્યો છે. આ ડિસ્પ્લેનો ઉપયોગની નોટિફિકેશન, તારીખ, સમય અને બેટરીની માહિતી માટે કરી શકાય છે. આ ડિટેચેબલ સ્ક્રીનને USB Type C દ્વારા મેન સ્ક્રીનથી કનેક્ટ કરી શકાય છે. તેની સાથે 360 ડિગ્રી ફ્રી સ્ટોપ હિંજ આપવામાં આવે છે. જેની મદદથી તમે સ્ક્રીનને રોલ કરી શકશો અને તમારા સ્માર્ટફોનને…
ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેમ થાય છે અને તેના કારણે પાડોશી રાજ્યનાં મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ વારંવાર ટોણો મારતા રહે છે. જોકે ગુજરાત સરકાર આ અંગે મોન સેવી લે છે અથવા બહાનાબાજી કરે છે કે, ગુજરાતમાં દારૂનું વેચાણ નથી થતું. અને આ અંગે ક્યારેક-ક્યારેક રાજનીતિમાં ગરમાવો પણ આવી જાય છે. હવે ગુજરાતનાં મુખ્યમંત્રી સ્વીકાર કરે કે ના કરે પણ તેમના પક્ષના સિનિયર સાંસદે ગુજરાતમાં દારૂ મળે છે નો સ્વીકાર કર્યો છે અને કહ્યું છે કે, જો હું ના કહું તો હું ખોટો પડું. ગુજરાતના સૌથી સિનિયર સાંસદ મનસુખ વસાવાએ ફરી એક વાર પોતાની જ સરકારની પોલ ખોલી નાંખી છે, રાજસ્થાનના મુખ્યમંત્રીએ…
ઝારખંડ વિધાનસભા ચૂંટણીનાં વલણોથી સ્પષ્ટ છે કે બીજેપી સૌથી મોટી પાર્ટી તો જરૂર બની રહી છે, પરંતુ સરકાર મહાગઠબંધનની બનતી જોવા મળી રહી છે. દેખીતુ છે કે આવા વલણોથી કૉંગ્રેસનાં નેતા પણ ખુશ છે અને તેઓ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને પણ આ જીતનો શ્રેય આપી રહ્યા છે. નીતિશ કુમારને એનડીએ છોડી મહાગઠબંધનમાં સામેલ થવાનું આમંત્રણ આ દરમિયાન રાજનીતિની ગલીઓમાં આ પણ ચર્ચા છે કે આની બિહારની રાજનીતિ પર શું અસર પડવા જઇ રહી છે? બિહાર કૉંગ્રેસનાં એક મોટા નેતાએ નિવેદન આપીને રાજ્યમાં પણ રાજકીય હલચલ વધારી દીધી છે. કૉંગ્રેસનાં વરિષ્ઠ નેતા સદાનંદ સિંહે ઈશારા-ઇશારામાં બિહારનાં મુખ્યમંત્રી નીતિશ કુમારને એનડીએ…
વિશ્વમાં ઘણી એવી જગ્યાઓ છે કે જે કેટલાક કારણોસર પ્રખ્યાત છે. જ્યારે આવી જ એક જગ્યા જાપાનમાં પણ છે, જેને ઓકિનોશિમા આઇલેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. મહિલાઓને આ ટાપુની મુલાકાત લેવાની મનાઈ છે. પુરુષો માટે આ ટાપુની મુલાકાત લેવા માટે પણ કડક નિયમો બનાવવામાં આવ્યા છે.ઓકિનોશિમા આઇલેન્ડને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરાઈ છે. 700 ચોરસ મીટરમાં ફેલાયેલો આ ટાપુ ચોથી નવમી સદીથી કોરિયન દ્વીપકલ્પ અને ચીન વચ્ચેના વેપારનું કેન્દ્ર હોવાનું કહેવાય છે.એવું કહેવામાં આવે છે કે આ ટાપુ પર જતા પહેલા પુરુષો નગ્ન સ્નાન કરે તે જરૂરી છે. અહીંના નિયમો એટલા કડક છે કે આખા ટાપુ પર વર્ષ દરમિયાન…
સુરતમાં ટ્રાફિકના નિયમનો જાહેરમાં ભંગ કરતા સ્ટંટબાજનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મોટર સાયકલ પર સવાર આ શખ્સનો વીડિયો સુરતના પીપલોદ વિસ્તારનો હોવાનું સામે આવ્યુ છે. છ જેટલી મોટર સાયકલના ગ્રુપ દ્વારા સ્ટંટ કરવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યુ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, એક યુવક મોટર સાયકલ પર ઊભો થઈને મોટર સાયકલ ચલાવી રહ્યો છે. ત્યારે લોકોના જીવ જોખમાય તે પ્રમાણેના સ્ટંટબાજ વિરૂદ્ધ કોઈપણ પ્રકારની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવતી નથી.
જુનાગઢના માંગરોળમાં નાગરિકતા બિલના વિરોધમાં બંધનું એલાન આપવામાં આવ્યુ. જોકે, આ બંધને માંગરોળમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. આ ઉપરાંત બંધ દરમ્યાન માંગરોળમાં પોલીસની સઘન સુરક્ષા વધારવામાં આવી છે.જ્યારે પોલીસ વડાએ લોકોને અફવા ન ફેલાવાવની પણ અપીલ કરવામાં આવી છે.
ગાંધીનગર નજીક વાવોલ-પુંદ્રાસણ રોડ ઉપર આવેલા ખેતરોમાં મોરના મરવાના સમાચાર સાંભળીને વનવિભાગ દોડતું થયું હતું. અહીં તપાસ કરતાં દસ મરેલા મોર ઉપરાંત ત્રણ ટીંટોડી અને એક હોલો પણ મરેલો મળી આવ્યો હતો. એટલુ જ નહીં, તરફડીયા મારતા અન્ય 18થી વધુ મોર પણ ત્યાં હતા. જેથી વનવિભાગે તાત્કાલિક પશુચિકીત્સકને તેડાવ્યા હતા જેમને યુધ્ધના ધોરણે આ અસરગ્રસ્ત મોરને ઇંજેક્શન આપીને સ્ટેબલ કરી દીધા હતા. તો મરેલા મોરોનું ડોક્ટરો મારફતે પોસ્ટમોર્ટમ કરતા તેમાંથી ઉધઇની દવાવાળો ઘઉંનો દાણો મળી આવ્યો હતો. જેથી ખોરાકીઝેરની અસરને કારણે આ મોરના મોત થયું હોવાનું તારણ કાઢવામાં આવ્યું છે. ગાંધીનગર પાસે આવેલા વાવોલ-પુંદ્રાસણ રોડ પર એક ખેતરમાં આજે જ્યારે તેના…
ઈન્સ્ટિટયુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા દ્વારા ફરી બે દિવસની પરીક્ષાઓ મોકુફ કરાઈ છે.આવતીકાલની 23મી અને 23મીની એક્ઝિક્યુટિવ અને પ્રોફેશનલ પ્રોગ્રામની વિવિધ વિષયની પરીક્ષાઓ મોકુફ કરાઈ છે.ફરીથી બે દિવસની પરીક્ષાઓ મોકુફ થતા દેશભરમાં પરીક્ષા આપી રહેલા હજારો વિદ્યાર્થીઓ હેરાન થયા છે. સિટિઝન એમેન્ડ એક્ટ અને એનસીઆરના વિરોધ દેશના વિવિધ રાજ્યોમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનો તેમજ આગજની,પથ્થરમારાની રોજ રોજ બનતી ઘટનાઓને લઈને હાલ સ્થિતિ ગંભીર છે. જેને પગલે રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓને અસર થઈ રહી છે. ઈન્સ્ટિટયુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા દ્વારા હાલ પ્રોફેશનલ અને એક્ઝિક્યુટિવ પ્રોગ્રામની વિવિધ પરીક્ષાઓ ચાલી રહી છે. જેમાં અગાઉ 20મી અને 21મીના રોજ આ બંને પ્રોગ્રામની…
પાટનગર નવી દિલ્હીમાં બાઇક્સ અને સ્કૂટર્સ જેવા ટુ વ્હીલર્સ 24 ટકા પ્રદૂષણ કરે છે એવી જાહેરાત પૃથ્વી વિજ્ઞાન મંત્ર્યાલયે કરી હતી. એર ક્વોલિટી ઇન્ડેક્સ (એક્યૂઆઇ)ના આંકડા જાહેર કરતાં મંત્ર્યાલયે કહ્યું હતું કે 41 ટકા પ્રદૂષણ પ્રાઇવેટ કાર્સ અને ટેક્સી કરે છે જ્યારે ટ્રકો અને બસો અનુક્રમે 20-20 ટકા પ્રદૂષણ સર્જે છે.આજે સવારથી દિલ્હીમાં કડકડતી ઠંડીની સાથે વિઝિબિલિટી ઘટી જાય એવું ગાઢ પ્રદૂષણ છવાયેલું હતું. વાહન ચાલકોને સતત સાવધાન રહેવાની સૂચના અપાતી રહી હતી.સફરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ગુફરાન બેગે કહ્યું હતું કે ટુ વ્હીલર્સ માલિકો પોતાના વાહનની દેખરેખ બરાબર નહીં કરતા હોવાથી ટુ વ્હીલર્સ દ્વારા આટલું બધું પ્રદૂષણ થઇ રહ્યું હતું. નિયમિત…