પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખાસ વિમાનથી કાનપુરના ચકેરી એરપોર્ટ પહોંચ્યા હતા, જ્યાં રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે તેમના મંત્રીમંડળના સહયોગીઓ તથા કેન્દ્રીય પ્રધાનોએ તેમનું સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય ગંગા પરિષદની પહેલી બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. આ બેઠકમાં કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ પટેલ ઉપરાંત અનેક અધિકારી, ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર રાવત, બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદી પણ ભાગ લઈ રહ્યા છે. પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી અને ઝારખંડના મુખ્યમંત્રી રઘુવર દાસને પણ બેઠકમાં આમંત્રણ આપવામાં આવ્યું છે, પરંતુ બન્ને મુખ્યમંત્રીએ બેઠકમાં ભાગ લેવા સૂચના મોકલી આપી નથી. મોદી કાનપુરમાં 4 કલાક રહેશે મોદીનું વિમાન સવારે ચકેરી હવાઈ મથક પર ઉતરશે. જ્યાંથી તેઓ…
કવિ: Satya Day News
દિલ્હી નજીક આવેલા નોઈડામાં શુક્રવારે આઠ કલાકની અંદર જ આખો પરિવાર ખતમ થઈ ગયો હતો. સવારે અંદાજે 11.30 વાગે એક યુવકે ટ્રેન સામે કુદીને આત્મહત્યા કરી લીધી હતી. તેના આઘાતમાં સાંજે 7.30 વાગે પત્નીએ બાળકીની હત્યા કરીને પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. પ્રાથમિક તપાસમાં પોલીસને આર્થિક તંગીનું કારણ લાગી રહ્યું છે. સપ્ટેમ્બરમાં કાઠમંડુથી દિલ્હી શિફ્ટ થયો હતો પરિવાર પોલીસના જણાવ્યા પ્રમાણે ચેન્નાઈમાં રહેતા 33 વર્ષના ભરત જે સુબ્રમણ્મય સપ્ટેમ્બરમાં જ કાઠમંડુથી નોઈડા શિફ્ટ થયા હતા. અહીં તેઓ સેક્ટર-128માં જેપી પવેલિયન કોર્ટમાં પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં તેમની સાથે તેમની 31 વર્ષની પત્ની શિવરંજની અને 5 વર્ષની દીકરી જયશ્રીતા અને…
ઉતરાણના તહેવારો દરમિયાન પક્ષીઓ અને મનુષ્યોના ગળા કપાવાના કારણે મોત થતા હોય છે. જેથી પ્લાસ્ટીક સિન્થેટીક મટીરિયલ્સથી ચાઇનીઝ દોરીથી પતંગ ઉડાડવા પર અમદાવાદ પોલીસ કમિશનરે પ્રતિબંધ ફરમાવ્યો છે. જેમાં ખાસ કરીને પક્ષીઓ સવારે 6થી 8 અને સાંજે 5થી 7 દરમિયાન માળામાં આવતા જતા હોવાથી આ સમયે પતંગ ઉડાડવાનું ટાળવા વિનંતી કરવામાં આવી છે. અમદાવાદમાં ઉતરાયણના તહેવારો દરમિયાન લોકો પ્લાસ્ટીક, સિન્થેટિક મટીરિયલ્સથી બનાવેલી ચાઇનીઝ દોરીથી પતંગ ચગાવીને આનંદન માળતા હોય છે. પરંતુ આવી ધારદાર દોરીથી પક્ષીઓ ઘાયલ થાય છે એટલું જ પક્ષીઓ અને બાળકો સહીત મનુષ્યો ગળા કપાવાથી મોતને ભેટતા હોય છે. જેથી જીવદયાને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર આશિષ ભાટીયાએ જાહેરનામું…
ભારતના કેન્દ્રીય નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ 1300 કરોડ રૂપિયાના હેરોઇનને લગતા એક આંતરરાષ્ટ્રીય ડ્રગ કૌભાંડની વિગતો જાહેર કરી હતી જેમાં 100 કરોડનું હેરોઇન ભારતમાં અને 1200 કરોડનું ઓસ્ટ્રેલિયામાં પકડાયું હતું. આ પાર્સલ સંબંધે નવ ભારતીયોની ધરપકડ પણ થઇ હતી. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો અને અન્ય સિક્યોરિટી દળોના સહિયારા પ્રયાસોથી આ કૌભાંડ પકડાયું હતું. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોના એક પ્રવક્તાએ કહ્યુ હતું કે આ કૌભાંંડના તાર ભારતનાં નવી દિલ્હી, પંજાબ, મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડ ઉપરાંત કેનેડા, ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા, શ્રીલંકા અને કોલબિયા સુધી લંબાયેલા છે. હાલ એની વિગતવાર તપાસ ચાલી રહી હોવાથી વધુ માહિતી જાહેર કરી શકાય એમ નથી. ધરપકડ કરાયેલા નવ જણમાં પાંચ ભારતીય, એક…
મનુષ્યની જિંદગીમાં સૌથી દુઃખની ઘડી એટલે દુનિયાને અલવિદા કહી પોતાનો જીવ છોડવો. તેના પરિવારમાં આ બાબત સૌથી દુઃખની વાત હોય છે. પરંતુ જામનગરમાં દેવીપૂજક પરિવાર દ્વારા દુઃખની ઘડીએ પણ પોતાના સ્વર્ગસ્થ પિતાની ઇચ્છા પૂર્ણ કરવા માટે 109 વર્ષના વૃદ્ધની અંતિમ યાત્રા બેન્ડવાજા સાથે વાજતે ગાજતે શહેરના મુખ્ય માર્ગો પર અનોખી રીતે કાઢવામાં આવી હતી. જામનગરના ઓશવાળ સેન્ટર નજીકના વિસ્તારમાં રહેતા અને સદી વટાવી ચૂકેલા 109 વર્ષની વયના વયો વૃદ્ધનું અવસાન થતા તેઓની અંતિમ ઈચ્છા મુજબ પરિવારજનો દ્વારા આજે બેન્ડ વાજા સાથે તેઓની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી અને જામનગરના આદર્શ સ્મશાનમાં તેઓની અંતિમ વિધિ કરવામાં આવી હતી. બાઘાભાઈ અવસાન પામતા…
છેલ્લા ચાર દાયકાથી પક્ષીશાસ્ત્રીઓના નીરિક્ષણ અને સંશોધન પરથી સાબીત થયું છે કે વિવિધ પ્રકારની ચકલીઓનું કદ ઘટી રહયું છે. આ સંશોધન રિપોર્ટ મિશિગન યૂનિવર્સિટીના સ્કૂલ ઓફ એનવાર્યમેન્ટ એન્ડ સસ્ટેનેબિલિટીના જીવ વિજ્ઞાાની બ્રાયન વીકસએ તૈયાર કર્યો છે.ઉત્તરી અમેરિકાના શિકાગોમાં એક ઇમારતમાં ઘૂસીને ટકરાઇને મરી રહેલા નાના ચકલી આકારના પ્રવાસી પક્ષીઓ પર વૈજ્ઞાાનિકો ૧૯૭૮થી ધ્યાન રાખી રહયા હતા.ખાસ કરીને પાનખરની સિઝન શરુ થાય ત્યારે પ્રવાસી પક્ષીઓ એક જગ્યાએથી બીજા સ્થળે સ્થળાંતર કરે છે. આ દરમિયાન પક્ષીઓના અકુદરતી મોતની ઘટનાઓ ખૂબ બને છે. ૧૯૭૮ થી ૨૦૧૬ની વચ્ચે મુત્યુ પામેલા ૭૦૭૧૬ પક્ષીઓના સ્ટડી કર્યા પછી ધ્યાનમાં આવ્યું કે ઘણા પક્ષીઓનું કદ,વજન ઘટતું જાય છે…
પ્રેમી અને પ્રેમિકા પોતાનાં પ્રેમને જાહેર કરવા માટે કંઈકને કંઈક કાર્ય કરતા રહે છે. ત્યારે ઈટલી શહેરનું એક પ્રેમી યુગ અનોખી રીતે પોતાનાં પ્રેમને જતાવવા માટે કરે છે કંઈક એવું કે તે જાણીને તમે રહી જશો દંગ. અન્ય દંપતી પણ તેના વિશે વિચાર કરી શકતા નથી. આ ઇટાલિયન દંપતી વિશે સાંભળીને દરેક આશ્ચર્યચકિત થાય છે. 30 વર્ષીય મેગો ડેનિસ અને 20 વર્ષીય ઇલરીયા એક બીજાના લોહી પીને પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. આ યુગલે ફેસબુક પર લોહી પીવાના ઘણા વીડિયો શેર કર્યા છે. બંને યુગલો એક સર્કસમાં મળ્યા હતા. આ પછી, તેઓએ એકબીજા પ્રત્યે પ્રેમ વ્યક્ત કર્યો. જર્મનીમાં તેમણે વેમ્પાયર…
નાગરિકતા સંશોધન કાયદા વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં આજે ત્રણ અરજીઓ દાખલ થઈ. રિહાઈ મંચ, પીસ પાર્ટી, જન અધિકાર મંચના મહાસચિવ મોહમ્મદ ફઝીલુદ્દીન અને વકીલ એમએલ શર્માએ અરજી દાખલ કરી નાગરિકતા સંશોધન કાયદાને ગેરબંધારણિય જાહેર કરવાની માગ કરી છે. પીસ પાર્ટીએ પોતાની અરજીમાં કહ્યું કે ધર્મના આધારે ભેદભાવની બંધારણમાં મંજૂરી નથી. આ બિલ બંધારણના અનુચ્છેદ 14નું પણ ઉલ્લંઘન કરે છે. વકીલ એમએલ શર્માએ પોતાની અરજીમાં કહ્યું કે ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં નાગરિકતા સંશોધન બિલનો ઉલ્લેખ કર્યો હતો ત્યારે આ બિલ મંજૂર થતા ભાજપના જ તમામ સાંસદોને અયોગ્ય ગણાવવા જોઈએ. નોંધનિય છે કે મુસ્લિમ યુનિયન લીગે ગુરૂવારે નાગરિકતા સંશોધન બિલ વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમા…
રાજકોટમાં 150 ફૂટ રોડ આવેલી ડૉ બાબાસાહેબ આંબેડકર પ્રતિમાને તોડવાનો પ્રયત્ન કરનારા એક આરોપીની પોલીસે અટકાયત કરી છે. પોલીસે આરોપીનું ઘટના સ્થળે લઇ જઇ સરઘસ કાઢ્યુ હતુ. આરોપી પાસે પોલીસે લોકોની માફી મંગાવી હતી. આરોપીઓને ઘટના સ્થળે લેવાતા સ્થાનિક લોકોના ટોળા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર કેટલાક અસામાજિક તત્વોએ વીતી રાતે આંબેડકરની પ્રતિમાને તોડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ત્યાં લોકો ઉમટી પડયા અને માલવિયા નગર પોલીસ પણ દોડી આવી હતી.
સુરતના લિંબાયત વિસ્તારમાં ગુનાગારોને પોલીસને જાણે પકકાર ફેંકી રહ્યા છે. અસામાજિક તત્વોએ ચાની કીટલીએ ખુલ્લી તલવાર સાથે ધસી આવ્યા અને હોટલ માલિકને ઢોર માર માર્યો છે. પોલીસ મથકથી થોડા જ અંતર પર ચાની હોટલ પર અસામાજિક તત્વોના તલવાર સાથેના જોવા મળેલા આતંકથી લોકોમાં ફફડાટ છે. અસામાજિક તત્વોની દહેશતના દ્રશ્યો સીસીટીવીમાં પણ કેદ થયા છે. પોલીસ ગુનાઓ ડામવામાં નિષ્ફળ ગયાનો પણ સ્થાનિકોનો આક્ષેપ છે.