પાંડેસરામાં એક વિસ્તારમાં ગઈકાલે સાંજે અજાણ્યા વાહને યુવાનને ટક્કર મારતા મોતને ભેટ્યા હતા જ્યારે બીજા વિસ્તારમાં પથ્થરના લીધે બેલેન્સ નહીં રહેતા બુલેટ સ્લીપ થવાથી ગંભીર ઇજા પામેલા યુવાનનું મોત નીપજયું હતું. નવી સીવીલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ પાંડેસરા આવેલા ચામુંડા હોટલ પાસે રહેતા 40 વર્ષીય તારાભાઈ સીબાભાઈ પુરોહિત ગઈકાલે સાંજે પાંડેસરાના બાટલીબોય સર્કલ પાસે કામનાથ મહાદેવ મંદિર નજીક પગપાળા જતા હતા ત્યારે પૂરપાટ હંકારતા અજાણ્યા વાહનચાલકે તેમને ટક્કર મારી હતી જેમાં તેમને ગંભીર ઈજા થતા ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. નોંધનીય છે કે તારાભાઈ મૂળ રાજસ્થાનના જાલોરના વતની હતા. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તે પાનનો…
કવિ: Satya Day News
વડોદરા-હાલોલ રોડ ઉપર કેનાલની બહાર નીકળી આવેલા 12 ફૂટના મહાકાય મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. વડોદરામાં વિશ્વામિત્રી નદીની સાથે-સાથે નર્મદા કેનાલ તેમજ અન્ય નદીઓમાં પણ મગરો મોટા પ્રમાણમાં વસવાટ કરી રહ્યા હોવાની વિગતોને પગલે સ્થાનિક રહીશોમાં ભારે ગભરાટ ફેલાયો છે. શિયાળાની શરૂઆત થતાં રાત્રિના સમયે મગરો ગરમી લેવા માટે હાઇવે તરફ આવતા હોવાના વારંવાર બનાવો બની રહ્યા છે. આવા જ એક બનાવમાં ગઇરાત્રે વડોદરા- હાલોલ રોડ ઉપર નર્મદા કેનાલ પાસે સાડા અગિયારથી બાર ફૂટનો મહાકાય મગર આવી જતા વાહન ચાલકો અને ગ્રામજનોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. જીવ દયા પ્રેમી સંસ્થાની મદદ લેવાતા કાર્યકરોએ મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી મગરને ફોરેસ્ટ વિભાગને…
દાહોદમાં એક જ પરિવારના 6 સભ્યોની સામુહિક હત્યાથી સમગ્ર પંથકમાં ભારે અરેરાટી મચી જવા પામી છે. આ બનાવમાં પતિ-પત્નિ સહિત 4 બાળકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. આ બનાવને લઈ સંજેલી પોલીસ સહિતનો ઉચ્ચ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર દાહોદના તરકડા મહુડી ગામે થયેલ હત્યાકાંડ પ્રથમ દ્રષ્ટિએ સામૂહિક હત્યાનો બનાવ બન્યો છે. જેમાં પતિ-પત્નિ અને 4 બાળકોની પણ કરપીણ હત્યા કરી દેવામાં આવી છે. ઘટનાની જાણ થતાં સંજેલી પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો છે. બનાવના સ્થળે પહોંચી પોલીસે તમામ પુરાવા…
સુરત પોલીસે એક એવા ઠગ દંપત્તીની ધરપકડ કરી છે કે જેમણે સરકારી નોકરીની લાલચ આપીને 8 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી આરોપી શૈલેષે ભોગ બનનારને પોતે નાયાબ કલેકટર છે તેવી ઓળખ આપી. અને તેની પત્ની સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સેન્ટરમાં નોકરી કરે છે તેવી ઓળખ આપી હતી. બંને જણાએ ભોગ બનનાર પરશોત્તમ ભાઈને એવી લાલચ આપી કે અમે તમારા પુત્રને સરકારી નોકરી અપાવીશું..સરકારી નોકરીની લાલચ આપીને આ બંટી બબલીએ પરસોત્તમ ભાઈ પાસેથી ટુકડે ટુકડે 8 લાખ રૂપિયા લીધા.પરંતુ તેમ છતા તેમના પુત્રને નોકરી ન મળી. જ્યારે આ ઠગ દંપત્તીને નોકરીની વાત કરતા તો તેઓ ગલ્લા તલ્લા કરતા હતા. જેથી પરસોત્તમભાઈને છેતરાયાનો અહેસાસ…
હોલીવુડ એક્ટ્રેસ એમિલિયા ક્લાર્કને જાણીતી વેબસીરીઝ ‘ગેમ ઑફ થ્રોન્સ’માં ડેનેરિયસ ટાર્ગેનિયનનું પાત્ર ભજવીને ઓળખ મળી છે. સીરીઝમાં તેના અભિનયને ખૂબ પસંદ કરવામાં આવ્યો પરંતુ સીરીઝમાં તેના ન્યૂડ સીનને લઇને વધુ ચર્ચા થઇ. તેવામાં એક્ટ્રેસે ગેમ ઑફ થ્રોન્સમાં પોતાના પાત્ર અને સીનને લઇને મોટો ખુલાસો કર્યો છે. એમિલિયા ક્લાર્કે એક મેગેઝીનને આપેલા ઇન્ટરવ્યુમાં ઘણી વાત કરી. ગેમ ઑફ થ્રોન્સની લેખિકા એમ્મા થોમ્પસને પણ કામ કર્યુ છે. એક્ટ્રેસે જણાવ્યું કે, અમે સાથે ખૂબ મસ્તી કરી. અમે ચિક્કાર દારૂ પીધો અને ફક્ત ક્રિસમસ માર્કેટ સીનમાં જ નહી પરંતુ અનેક જગ્યાએ અમે આવું કર્યુ. એમિલિયા ક્લાર્કે હંમેશા જ ગેમ ઑફ થ્રોન્સમાં આપેલા ન્યૂડ સીન…
કંપનીઓના ટેરિફ વધારવાના નિર્ણય સાથે, DOT અને ટ્રાઇ આ મુદ્દે સહમત થયા નહીં.ખાનગી ટેલિકોમ કંપનીઓ – ભારતી એરટેલ, વોડાફોન આઈડિયા અને રિલાયન્સ જિઓ – સરકારી કંપની ભારત કોમ્યુનિકેશન્સ કોર્પોરેશન લિમિટેડ (બીએસએનએલ) ની સાથે આગામી મહિનાથી ટેરિફ વધારવાના નિર્ણયથી હવે મોબાઇલ ફોન ટેરિફ માટેની લઘુતમ મર્યાદા નક્કી કરવી શક્ય નથી. ટેલિકોમ ડિપાર્ટમેન્ટ (ડીઓટી) ના વરિષ્ઠ અધિકારીએ કહ્યું, “ટેરિફ મર્યાદા પર હવે કોઈ ચર્ચા થઈ નથી. ટેલિકોમ કંપનીઓએ ટેરિફ વધારવાનો નિર્ણય લીધો છે. અમે તેમાં દખલ નહીં કરીએ.” એવું લાગે છે કે ટેલિકોમ ઉદ્યોગને પણ ટેરિફ મર્યાદા નક્કી કરવાની જરૂર નથી લાગતી. સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (COAI) ના ડાયરેક્ટર જનરલ રાજન…
માણસના મૃત્યુ પછી સમયનું કોઈ મૂલ્ય હોતુ નથી. પરંતુ સુરતની વાત કરીએ તો મૃત્યુ પછી પણ એક કબર લોકોને સમય બતાવે છે. જીહા વિશ્વની એકમાત્ર એવી કબર કે જ્યાં એક એવી ઘડિયાળ ક્રોસના રૂપમાં જોવા મળે છે. આ ઘડિયાળ લોકોને કલાક, મિનિટ અને સેકન્ડના રૂપમાં સમય બતાવી રહ્યુ છે. દોઢસો વર્ષથી લોકોને સમય બતાવતી આ ઘડિયાળ સૂર્યના પ્રકાશને આધારે લોકોને સમયથી અવગત કરાવી રહી છે. સુરતના કતાર ગામમાં ડચ સિમેટ્રીમાં કબર પર લગાવાયેલી 150 વર્ષ જૂની સોલાર ઘડિયાળ છે. ડબલ આર્મ્ડ સોલાર ક્લોક દુનિયામાં ભાગ્યે જ જોવા મળે છે. આ ઘડિયાળની સૌથી અનોખી વિશેષતા એ છે કે, ડબલ આર્મ્ડ સોલાર…
વિદ્યુત જામવાલાની ફિલ્મ ‘કમાન્ડો 3’ શુક્રવારે રિલીઝ થઇ છે. આ પહેલાં પ્રોડક્શન કંપની રિલાયન્સ એન્ટરટેઇન્મેન્ટે પ્રમોશનના હેતુથી હીરોના એન્ટ્રી સીનના વીડિયોને યુટ્યુબ પર શેર કર્યો હતો. તેને લઈને વિવાદ ચાલુ થઇ ગયો છે. આ 5 મિનિટના વીડિયોમાં એક પહેલવાન સ્કૂલમાં ભણતી બાળકીનું સ્કર્ટ ઊંચું કરતો દેખાડવામાં આવ્યો છે. બાળકનું યૌન શોષણ દેખાડવા બદલ લોકો નારાજ આ સીન જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સે તેમની નારાજગી વ્યક્ત કરી છે. એક તરફ લોકો બાળકના સેક્યુઅલ હેરેસમેન્ટને દેખાડવા બદલ નારાજ છે તો બીજી તરફ પહેલવાનોની ખોટી ઇમેજ દેખાડવા બદલ વિરોધ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે ઓછામાં ઓછું બાળકો સાથે તો આવા…
કેન્યાના બિનસરકારી સંગઠન ગિવ પાવરે દુનિયાનું પ્રથમ સોલર વોટર પ્લાન્ટ સ્થાપિત કર્યુ છે જે સમુદ્રના ખારા પાણીને પીવા લાયક બનાવશે. તેને પાપુઆ ન્યૂ ગિનીના કિઉંગા શહેરમાં સ્થાપિત કરાયું છે. દાવો છે કે અહીંથી દરરોજ 35 હજાર લોકોને પીવા લાયક પાણી મળશે. સોમાલિયાન સરહદ નજીક ભારતીય મહાસાગરના કિનારે માછલી પકડનારા સમુદાયનું એક ગામ છે જ્યાં આશરે 3500 લોકો રહે છે. અહીં વીજળીની સાથે સાથે પીવાના પાણીની પણ ગંભીર સમસ્યા છે. તેનો સામનો કરવા માટે સંસ્થાએ પ્લાન્ટ લગાવ્યો છે. ડબ્લ્યૂએચઓ અનુસાર દુનિયામાં 84.40 કરોડ લોકોને પીવાનું પાણી મળી શકતું નથી. તેમાંથી ત્રણ લાખથી વધુ બાળકો એવા છે જે દર વર્ષે પીવાના પાણીથી…
અયોધ્યા જમીન વિવાદમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય અંગે ખોટો પ્રચાર કરવા અંગે ભારતે સંયુક્ત રાષ્ટ્ર માનવઅધિકાર પરિષદ (UNGA)માં પાકિસ્તાનની ઝાટકણી કાઢી હતી. ગુરુવારે લઘુમતીઓના મુદ્દે ફોરમના 12માં સત્રમાં ભારતીય રાજદ્વારી વિમર્શ આર્યને કહ્યું કે, પાકિસ્તાનમાં ર્ઈશનિંદાના નામે ધાર્મિક-ભાષાની લઘુમતીવાળા લોકોને હેરાન કરવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે 9 નવેમ્બરે 134 વર્ષ જૂના અયોધ્યા મામલામાં નિર્ણય આપ્યો હતો. જેમાં 2.77 એકર વિવાદીત જમીન પર રામ મંદિર બનાવવા અને મસ્જિદ નિર્માણ માટે અયોધ્યામાં 5 એકર જમીન આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો. રાઈટ યૂ રિપ્લાઈનો ઉપયોગ કરતા આર્યને કહ્યું કે,‘ભારત એક મજબૂત લોકતાંત્રિક દેશ છે, જ્યાં સ્વતંત્ર અને પ્રભાવી બંધારણીય પ્રક્રિયા છે. અહીં ધાર્મિક અને…