રાજ્યમાં મેઘરાજા ચાલું વર્ષે જવાનું નામ જ લેતા નથી. જેના કારણે ઋતુચક્રમાં તેની અસરો જોવા મળી રહી છે. આજે વહેલી સવારથી ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યા હતા. ઉત્તર ગુજરાતના ખાસ કરીને અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. મોડાસા, ભિલોડા સહિતનાં વિસ્તારોમાં કમોસમી ઝરમર વરસાદ શરૂ થયો છે. જેના કારણે જગતનાં તાત ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. આ વિસ્તારોમાં મુખયત્વે ઘઉં અને મકાઇનાં પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે.રાજ્યમાં ઋતુચક્રમાં ફેરફારને કારણે ખેતીનાં વિવિાધ પાકો પર સારી-નરસી અસરો જોવા મળી રહી છે. આવી પરિસ્થિતિને કારણે આ ફેરફારની સૌથી મોટી માઠી અસર ઘઉંના પાક પર પડી છે. સામાન્ય રીતે અત્યાર સુધીમાં મગફળી, તમાકું,…
કવિ: Satya Day News
૬પ કિલો સામગ્રીનો નાશ, નમૂના લેવાયા : કલર, આજીનો મોટો મળ્યો. નામ બડે દર્શન ખોટે સમાન બનાવમાં રાજકોટમાં ધ ગ્રાન્ડ ઠાકર, હોટલ પ્લેટીનમ, હોટલ ભાભા સહિત ૧ર હોટલો પર મહાપાલિકાએ દરોડો પાડી અખાદ્ય ચીજો મળી આવતાં નમૂના લઈ નોટિસ ફટકારી હતી. મનપાના ફૂડ ખાતાના ચેકિંગમાં જવાહર રોડ પર ધ ગ્રાન્ડ ઠાકરમાં પ્રીપેડ ફૂડમાં પ્રતિબંધિત કલર અને આજીનો મોટો (એમએસજી) નો ઉપયોગ કરાતો હોવાનું જણાયું હતુ. ફ્રિજ તેમજ કોલ્ડ રૂમની સફાઈ, પેરીશેબલ વાસી પડતર ખાદ્ય ચીજોનો સંગ્રહ, કિચનના ભોંતળીયાની સફાઈ તથા હાઈજીનીક કંડિશન અંગે નોટિસ ફટકારવામાં આવી હતી. અહીં પનીર ટીકા, પાસ્તા નુડલ્સ, કાપેલા બાફેલા શાકભાજી, કલાઈ કોફતા, સેમી ફડ પનીર,…
રાજ્યમાં અવાર નવાર સરકારી નોકરીઓ માટે લેવાતી પરીક્ષામાં મોટા છબરડા બહાર આવતા હોય છે. સરકારી નોકરીઓ હવે છબરડાનો પર્યાય બની ચૂકી છે. ત્યારે ફરી એકવખત રાજ્ય લજવાય તેવી એક ઘટના સામે આવી છે. આજે GPSCની PSIની પ્રેક્ટિકલ પરીક્ષાને લઈ વિવાદ સામે આવ્યો છે. PSIની પ્રેક્ટિકલ પરીક્ષામાં ઉમેદવારોની દોડ માપવા માટે એક ચીપ લગાવવામાં આવે છે, પરંતુ પ્રેક્ટિકલમાં ઉમેદવારોની ચીપ બંધ હોવાનું સામે આવતા મોટો હોબાળો થયો છે. આજે ગાંધીનગરમાં પ્રેક્ટિકલ પરીક્ષાનું આયોજન કરાયું હતું. આજે સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં PI માટે ભરતીની પરીક્ષા ચાલતી હતી. ત્યારે સવારે છ કલાકે ફિઝીકલ ટેસ્ટમાં વિદ્યાર્થીઓને બે રાઉન્ડ દોડાવ્યાં બાદ તેમને અટકાવવામાં આવ્યાં હતાં.…
અત્યારે દેશમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચવાના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે. ત્યાં બિહારના જહાનાબાદ જિલાનું એક ગામ છે, જે ચિરી પંચાયત અંતર્ગત છે, જ્યાં આની કોઇ અસર જ દેખાતી નથી. જહાનાબાદ જિલ્લા મુખ્ય ઓફિસથી 30 કિમી દૂર ત્રિલોકી બિગહા ગામના લોકોને ડુંગળીના ભાવ સામે કોઇ જ સમસ્યા નથી, કારણકે આખા ગામમાં કોઇ ડુંગળી ખાતું જ નથી. ગામમાં 30-35 ઘર છે. જેમાં મોટાભાગના લોકો યાદવ જ છે. આ લોકોના ઘરમાં લસણ-ડુંગળી ખવાતી જ નથી. ગામના વડીલ રામવિલાસ જણાવે છે કે, એવું નથી કે લસણ-ડુંગળીના ઊંચા ભાવના કારણે સેવન નથી કરી શકતા, અહીંના લોકો વર્ષોથી લસણ-ડુંગળી ખાતા જ નથી. તેમણે જણાવ્યું…
રિલાયન્સ જિયો સહિત દેશની અન્ય મોટી ટેલિકોમ કંપનીઓ જેવી કે વોડાફોન-આઇડિયા અને એરટેલ પોતાના ટેરિફને મોંઘુ કરવા જઇ રહી છે. વોડાફોન-આઇડિયા અને એરટેલના વધેલા ભાવ 1 ડિસેમ્બરથી લાગુ થઇ જશે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ટેરિફમાં કંપનીઓ 15થી 20 ટકાનો વધારો કરી શકે છે. યુઝર્સને મોંઘા ટેરિફનો ઝાટકો ન લાગે તે માટે કંપનીઓ નવી-નવી રીતો અપનાવી રહી છે. તેમાંથી જ એક છે પ્રી-પેઇડ પ્લાન્સ ક્યૂ કરવા. તેનો અર્થ એ છે કે યુઝર્સ પોતાના વર્તમાન પ્લાનની વેલીડીટી પૂરી થતાં પહેલાં જ બીજા પ્લાનને ક્યૂમાં રાખી શકે છે જેથી પ્લાન એક્સપાયર થાય તો તે ઓટોમેટિકલી એક્ટિવિટે થઇ જાય. તેની ખાસ…
બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન તો દર્શકો અને પાપારાઝીમાં ફેવરિટ છે જ, સાથે-સાથે તેનો અને સૈફનો દીકરો તૈમૂર પણ એટલો જ ફેમસ છે. તૈમૂરને જોતાં જ પાપારાઝી ફોટો પાડવા અને વીડિયો ઉતારવા ઉમટી પડે છે. પરંતુ હવે તૈમૂર આ બધાથી કંટાળી ગયો છે. આ અંગેનો ખુલાસો કરીનાએ Ishq FM 104.8 પર પ્રસારિત થનાર રેડિયો શો What Women Want માં કર્યો હતો. સૈફ અને કરીનાનો દીકરો તૈમૂર ઈન્ટરનેટ સેન્સેશન છે. તેના ક્યૂટ અને નટખટ અંદાજના કારણે કરોડો લોકો તેના દિવાના બન્યા છે. 3 વર્ષનો તૈમૂર ભલે મીડિયાનો ફેવરિટ હોય, પરંતુ તેના કારણે તૈમૂર કંટાળ્યો છે. તાજેતરમાં જ આ અંગે શાહરૂખની પત્ની…
સુરતના ઉમરા પોલીસ મથકે ત્રીસ લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ ટેલેન્ટ એરા નામની ખાનગી કંપની સામે નોંધાઈ છે.કંપની દ્વારા કર્ણાટક ખાતે MBBSમાં એડમિશન અપાવવાની લાલચ આપી આ છેતરપિંડી આચરવામાં આવી છે.જ્યાં એડમીશન નહીં અપાવી રાતોરાત ઓફીસને તાળા મારી સંચાલકો રફુચક્કર થઈ ગયા છે. જે અંગે ભોગ બનનારની ફરીયાદ લઈ ઉમરા પોલીસે તપાશ શરૂ કરી છે.શહેરના ડુમસ મગદલ્લા રોડ પર આવેલા લક્ઝરીયા બિલ્ડીંગના છઠ્ઠા માળે 605 નંબરમાં ટેલેન્ટ એરા નામની ખાનગી કંપનીની ઓફીસ આવેલી છે. જ્યાં લોકોને વિવિધ સંસ્થાઓમાં એડમિશન અપાવાની જાહેરાત કરાતી હતી. વિવિધ સંસ્થાઓમાં એડમિશન અપાવાની જાહેરાત જોઈ રાજસ્થાન પરિવારે પોતાની દીકરીને MBBSમાં એડમિશન અપાવવા ટેલેન્ટ એરા નામની કંપનીનો ટેલિફોનિક…
ગુજરાતમાં હવાનું પ્રદુષણ ઓછુ થાય,પેટ્રોલ-ડિઝલના વધતા ભાવોને પગલે રાજ્ય સરકારે હવે ઇ-વાહનો પર ભાર મૂક્યો છે. રાજ્ય સરકારે આ દિશામાં અલાયદી પોલીસી ઘડવા પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે મુખ્યમંત્રી શહેરી બસ સેવા પણ પીપીપી ધોરણે કાર્યરત કરવા તૈયારી શરૂ કરવામાં આવી છે. સરકારે રૂા.૨૯૦ કરોડના ખર્ચે ૨૩૬૪ ઇ-બસો ખરીદવા નિર્ણય કર્યો છે. રાજ્યમાં હવામાં પ્રદુષણની માત્રા વધી રહી છે.આ ઉપરાંત પેટ્રોલ-ડિઝલના ભાવો વધતાં રાજ્ય પરિવહન સેવા માટે સરકારને પોષાય તેમ નથી. આ બધાય પાસાને જોતાં રાજ્ય સરકારે ઇ-વાહનોનુ ચલણ વધે તે દિશામાં પ્રયાસો શરૂ કર્યાં છે. સરકારે મનપા અને નગરપાલિકા વિસ્તારમાં મુખ્યમંત્રી શહેરી બસ સેવા અમલ મૂકી છે.…
સચીન નજીકના વાંઝ વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની 13 વર્ષની સગીરા અભ્યાસ કરી રહી હતી ત્યારે તેની એકલતાનો લાભ લઇ પરિચીત યુવાને ઘરમાં ઘુસી જઇ દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. સચીન નજીકના વાંઝ ગામ વિસ્તારમાં શ્રમજીવી પરિવાર રહે છે. આ પરિવારની 13 વર્ષની સગીરાના માતા-પિતા કામ અર્થે બહાર ગયા હતા અને ગત રોજ સવારના 10 વાગ્યાના અરસામાં માસુમ ઘરે એકલી હતી અને અભ્યાસ કરી રહી હતી. ત્યારે પરિચીત ધર્મેશ રમણ રાઠોડ (ઉ.વ. 24 રહે. આહિર એકલતાનો લાભ લઇ ઘરમાં ઘુસી ગયો હતો અને માસુમ સાથે અડપલા કર્યા હતા. પરિચીત યુવાન ધર્મેશ અચાનક ઘરમાં ઘુસી જઇ આચરેલા કૃત્યથી માસુમ ડરી ગઇ હતી…
સુરત મહાનગર પાલિકા કમિશનરે અમરોલીની એક સ્કૂલની આકસ્મિક મુલાકાત લીધી ત્યારે સમિતિના શિક્ષણના નબળા સ્તરનો અનુભવ થઈ ગયો હતો. ધોરણ 2ના વિદ્યાર્થીઓને સામાન્ય સરવાળા બાદબાકીના દાખલા પૂછ્યા હતા. એક પણ વિદ્યાર્થી સાચો જવાબ ન આપી શકતા પાલિકા કમિશનર અકળાયા હતા. કમિશનરે શિક્ષકોનો ઉધડો લઇ તમે શું ભણાવો છો ? તેવો પ્રશ્ન કર્યો હતો. સુરત મહાનગર પાલિકા કમિશનર બંછાનિધી પાની આજે કતારગામ ઝોનના વોર્ડની મુલાકાતે ગયા હતા. આ મુલાકાત દરમિયાન અમરોલી છાપરાભાઠાની એક સ્કૂલમાં પણ ગયા હતા. જ્યાં તેઓએ ધોરણ બેના વિદ્યાર્થીઓને કેટલાક સામાન્ય પ્રશ્નો પૂછ્યા હતા પરંતુ એક પણ વિદ્યાર્થી સાચો જવાબ આપી શક્યા ન હતા. કમિશનરે વિદ્યાર્થીને પૂછ્યું હતું,…