કવિ: Satya Day News

Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.

મહારાષ્ટ્રમાં સરકાર રચવાને લઇને પેચ ફસાયો છે. ત્યારે શિવસેનાના નેતા અને પ્રવક્તા સંજય રાઉતે ફરી એક વખત મહારાષ્ટ્રમાં જલ્દી જ શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની સરકાર બનશે તેવો દાવો કર્યો છે. સંજય રાઉતે જણાવ્યું કે મહારાષ્ટ્રમાં જલ્દી જ લોકપ્રિય સરકાર બનશે. કોઇ પણ પક્ષ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન નથી ઇચ્છતું. મહારાષ્ટ્રમાં શરદ પવારે હજુ સુધી તેમના પત્તા ખોલ્યા નથી. શિવસેના નેતા સંજય રાઉતે ફરી એકવાર ભાજપ પર નિશાન સાધ્યુ છે. સંજય રાઉતે કહ્યું કે ભાજપે અમને દગો આપ્યો છે. તેમણે કહ્યું કે તે નિશ્વિત છે કે શિવસેના જ રાજ્યમાં સરકાર બનાવશે. શરદ પવારને લઇને તેમણે કહ્યું કે, શરદ પવારને સમજવા માટે અનેક…

Read More

તાજેતરમાં જ જાણવા મળ્યું હતું કે ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ મલ્ટિપલ ડિવાઇસ સપોર્ટ ફીચર પર કામ કરી રહ્યું છે. હવે ફેસબુકના માલિકીહક વાળી કંપનીએ આ દિશામા કામ કરતાં આઇફોન યુઝર્સ માટે રજીસ્ટ્રેશન નોટિફિકેશન ફીચર રોલઆઉટ કર્યુ છે. હાલના સમયમાં એક યુઝર એક સમયે એક જ ડિવાઇસમાં પોતાનું એકાઉન્ટ લૉગઇન કરી શકે છે. શું છે રજીસ્ટ્રેશન નોટિફિકેશન ફીચર નામ પરથી જ સમજી શકાય કે આ ફિચર દ્વારા યુઝર્સને એલર્ટ મળશે. આ એલર્ટ તે સ્થિતિમાં મળશે જો કોઇ તમારા એકાઉન્ટથી લોગઇન કરવાનો પ્રયાસ કરશ. આ પ્રાઇવસી ફીચર હાલ ફક્ત iOS યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવ્યું છે. જો કોઇ વ્યક્તિ તમારુ એકાઉન્ટ લૉગ…

Read More

દેશમાં બેરોજગારીની સમસ્યા વધતી જઈ રહી છે. એવામાં જરૂરી છેકે, કંપનીઓ આગળ આવીને રોજગાર પ્રોવાઈડ કરવાની દિશામાં કામ કરે. અમુક સંસ્થાઓ નવા-નવા જોબ ક્રિએશનનાં અવસર આપી રહી છે. આ દિશામાં હવે ફૂડ ડિલીવરી કરતી ઓનલાઈન પ્લેટફોર્મ સ્વિગીએ મોટું પગલું ભર્યુ છે. કંપનીએ હાલમાં જ જાહેરાત કરી છેકે, આગામી 18 મહિનામાં તે લગભગ 3 લાખ લોકોની ભરતી કરશે. જો સ્વિગી પોતાના કહ્યા મુજબ, 18 મહિનામાં ત્રણ લાખ લોકોની ભરતી કરશે, તો ખાનગી ક્ષેત્રમાં સૌથી મોટી એમ્પલોયર બની જશે. હાલમાં દેશમાં સૌથી મોટી ખાનગી એમ્પલોયર કંપની હોવાનો શ્રેય ટીસીએસનાં નામે છે. તેની પાસે લગભગ 4.5 લાખ કર્મચારીઓ છે. જે સ્વિગી 3 લાખ…

Read More

પાકિસ્તાનમાં ટમેટા ખેડૂતો તરફથી પાકની દેખરેખ માટે બંદૂક રક્ષકો તૈનાત કર્યાના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. લોકો આ અંગે અલગ અલગ ટિપ્પણી કરી રહ્યા છે. ભારત સાથેના બગડતા સંબંધો બાદ પાકિસ્તાનના કરાચી શહેરમાં ટમેટાંની કિંમત 320 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. ઉંચા ભાવ અને ચોરીની સંભાવનાને કારણે ખેડૂતોએ પાકને બચાવવા સશસ્ત્ર રક્ષકો તૈનાત કર્યા છે. તાજેતરમાં સિંધનાં બદિન ક્ષેત્રમાં ટામેટાનાં ટ્રકની લૂંટ ચલાવ્યા બાદ ખેડુતોઓએ ગનમેન ગાર્ડ તૈનાત કરવાની ફરજ પડી હતી. આર્થિક રીતે કંગાળ થવાના આરે પાકિસ્તાનની સ્થિતિ પર તંજ કસતા ત્યાની પત્રકાર નાયલા ઇનાયતે ટ્વીટ કર્યું – પાક નેતાઓને હવે ભેટો તરીકે ટામેટાંની…

Read More

બોલીવુડ એક્ટ્રેસ સની લિયોન હાલમાં જ પતિ ડેનિયલ વેબર અને બાળકો સાથે સ્પોટ થઈ હતી. આ દરમ્યાન તેની સાથે ત્રણ બાળકો પણ દેખાયા હતા. સની લિયોનની પુત્રી નિશાની સાથે પુત્ર અશર અને પુત્રી નોહને લેવા તેની પ્લે સ્કૂલ પહોંચ્યા હતા. જ્યાંના તેમના ફોટા વાયરલ થયા હતા. આ દરમ્યાન સની અને ડેનિયલની જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળી હતી. તમે જોઈ શકો છોકે, તેવો કેવાં હસતા દેખાઈ રહ્યા છે. સની અને ડેનિયલે વર્ષ 2011માં એકબીજા સાથે લગ્ન કર્યા હતા અને હવે તેમના ત્રણ બાળકો છે.સની ઘણીવાર પતિ ડેનિયલ સાથે બાળકોને પ્લે સ્કૂલમાં લેવા માટે જાય છે. ફોટામાં જોઈ શકાય છેકે,તે બાળકોને સ્કૂલમાંથી લઈને…

Read More

જામનગરમાં અંધાશ્રમ આવાસમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા વિરલવાળા નામના 22 વર્ષના યુવાને પોતાના ઉપર હુમલો કરવા અંગે તેમજ પોતાના મકાનની બહાર રાખેલા સામાનમાં આગ લગાવી દઇ કપડા વગેરે સળગાવી નાખવા અંગે તેમજ બહાર પડેલા મોટર સાયકલમાં ધોકા ફટકારી તોડફોડ કરી નાખવા અંગે જામનગરના અંડર બ્રિજ પાસે રહેતા યુગલ જીતુભાઈ હિંગોરીયા, સોકત અનવર ભાઈ મલેક, લાલો કિશોરભાઈ બારોટ અને તેના અન્ય સાગરિત સામે સીટી-સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર પોતાની પત્ની જ્યોતિબેન કે જેણે અગાઉ આરોપી યુગલ બારોટ સાથે મૈત્રી કરાર કર્યા હતા પરંતુ તે લગ્ન સંબંધ છૂટા થઈ ગયા હતા ત્યાર પછી જ્યોતિબેન…

Read More

તાંદલજા વિસ્તારના એક ફ્લેટમાં જુગારખાનું ચાલી રહ્યું હોવાની વિગતોને પગલે પોલીસે છાપો મારી છ જણાને ઝડપી પાડયા હતા. તાંદલજાના રમજાન ફ્લેટમા પપ્પુ ઉર્ફે પ્રેમીલ શ્રીવાસ્તવ અને મનોહર શાહ જુગાર રમાડી રહ્યા હોવાની વિગતોને પગલે જે.પી.રોડ પોલીસે ગઈ મોડી સાંજે છાપો માર્યો હતો. પોલીસે સંચાલક મનોહર શાહ સહિત છ જુગારીયા ને ઝડપી પાડયા હતા અને રૂ. 21 હજાર ઉપરાંતની રોકડ રકમ તેમજ 5 મોબાઈલ કબજે કર્યા હતા.પોલીસે ફરાર થઈ ગયેલા અન્ય સંચાલક પપ્પુ ઉર્ફે પ્રેમીલ શ્રીવાસ્તવની તપાસ હાથ ધરી છે.

Read More

આજથી ચારેક વર્ષ પહેલા સલાબતપુરા વિસ્તારમાં રહેતી સગીર ભત્રીજી સાથે એકાદ વર્ષથી બળજબરીથી શરીર સંબંધ બાંધી ગર્ભવતી બનાવી દેનાર આરોપી ફુવા ગુલામ યુસુફ ગોરૂમિયા ગુલામ રસુલ શેખની સલાબતપુરા પોલીસે પોક્સો એક્ટ તથા સગીરા પર બળાત્કાર ગુજરી ધમકી આપવાના ગુનામાં જેલ ભેગો કર્યો હતો. ભોગ બનેલી સગીર બાળકીની માતાએ તારીખ 26. 11. 15 ના રોજ પોતાના મકાન ભાડેથી રહેતા નણદોઈ ગુલામ યુસુફ ઉર્ફે ગોરૂ મિયા સેક વિરૂદ્ધ સલાબતપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ ભોગ બનનાર સગીરા સાથે આરોપી ફુવા એ ઘરમાં સફાઈ કામના ઇરાદે બોલાવી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો ત્યારબાદ આરોપીએ કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી…

Read More

સુરત મ્યુનિસિપલ સંચાલિત હોસ્પિટલમાં મહિલાઓની શારીરિક છેડતીની ઘટના સામે આવી છે. હોસ્પિટલમાં મુકાદમ તરીકે ફરજ બજાવતા અશોક વાળંદ સામે ગંભીર આક્ષેપ કર્યા છે. આ ઘટનામાં કુલ બે મહિલાઓ સામે આવી છે. તો અન્ય મહિલાઓ સાથે પણ શારીરિક છેડતી કરવામાં આવી હોવાના આરોપ થયા છે. પીડિત મહિલાઓની પોલીસ ફરિયાદને પગલે મહિધરપુરા પોલીસે આરોપી અશોકની અટકાયત કરી છે. પીડિત મહિલાઓએ અશોક વાળંદને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માગ કરી રહી છે. પોલીસ તપાસ બાદ બીજી હકીકતો બહાર આવે તેવી શકયતા છે. હાલ પોલીસે આઈપીસીની કલમ 354 અને અન્ય મહિલાની ફરીયાદ પ્રમાણે એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધ્યો છે.

Read More

મજૂરીના દરના વધારાના મુદ્દે છેલ્લા પંદર દિવસથી ચાલી રહેલી કારીગરોની માથાકૂટનો અંત એક સોસાયટીને બાદ કરતા આવી ગયો છે. લસકાણા ડાયમંડ નગરમાં ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝમાં ચાલું થયેલા એકમો આજે બપોર પછી કારીગરો નહીં આવતા બંધ થઈ ગયાં છે. અત્યારે માંડ ૩૦ એકમો જ ચાલી રહ્યાં છે અને ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝમાં બે વિભાગ મળી અંદાજે ૩૦૦ એકમો છે. ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ સિવાય બાકીની પંદરેક સોસાયટીઓમાંના એકમો પાછાં ચાલું થઈ ગયાં છે, પરંતુ સમસ્યા માત્રને માત્ર ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝમાં જ છે. કારીગરોને શું વાંધો છે એ કારખાનેદારોને જાણવા મળતું નથી. સવારે એકમો ચાલુ થઈ ગયાં પછી પણ બપોર પછી કારીગરો પરત ફર્યા નહોતા, તેથી એકમો બંધ થઈ ગયાં…

Read More