જામનગર જિલ્લાના ધ્રોલમાં જીનિયસ ઇન્ટરનેશનલ નામની પ્રિન્ટિંગ પેઢી ચલાવતા મિલનભાઈ જમનભાઈ ચનિયારા નામના વેપારીએ ધ્રોલ પોલીસ મથકમાં પોતાની સાથે રૂપિયા સાડા છ લાખની ઠગાઈ કરવા અંગે નવસારીના રવિભાઈ પટેલ અને મુંબઈના પ્રકાશભાઈ પરિહાર સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી એ થોડા સમય પહેલા ગૂગલમાં માં સર્ચ કરીને પ્રિન્ટીંગ પ્રેસ માટે જરૂરી કાગળ મેળવવા માટે પ્રયત્ન કર્યો હતો જેમાં કાગળો માટે નવસારીના રવિભાઈ પટેલનું નામ અને નંબર મળ્યા હતા જેનો સંપર્ક કરતા રવિભાઈ એ કાગળ આપવાના બહાને સૌપ્રથમ નવસારી બોલાવ્યા હતા ત્યાર પછી તેને મુંબઈમાં રહેતા પ્રકાશભાઈ પરિહાર સાથે મુલાકાત કરાવી હતી અને ગત ૨૬મી નવેમ્બરે મુંબઈ…
કવિ: Satya Day News
વાપી ચણોદ ખાતે આવેલ ઇ. એસ આઇ હોસ્પિટલમાં ડોકટરે હોસ્પિટલ ની નર્સ સાથે કથિત શારીરિક અડપલાં અને જબરદસ્તી કરતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ બનાવ ને પગલે મહિલા નર્સ અને તેના પરિવારજનો આવી જતા હોબાળો મચી ગયો હતો. નર્સ ના કહેવા મુજબ હોસ્પિલ માં એકલતા નો લાભ ઉઠાવી ડોકટરે નર્સ સાથે જબરદસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો ઘટના ને પગલે મોટી સંખ્યા માં લોકો દોડી આવ્યા હતા અને મામલો બીચકતા પોલીસ પણ સ્થળ પર ધસી ગઈ હતી અને સમગ્ર મામાલો વાપી જી આઈ ડી સી પોલીસ મથકે પોહચ્યો હતો. આ બનાવે આ વિસ્તાર માં ભારે ચકચાર જગાવી હતી
ગુજરાતના સમુદ્રી કિનારે પાકિસ્તાનની શંકાસ્પદ હલચલ હોવાનું સામે આવ્યું છે. પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓની જામનગરના સમુદ્રી વિસ્તારમાં શંકાસ્પદ હલચલ જોવા મળી છે. કચ્છમાં હરામીનાળા પાસેથી પાકિસ્તાની ઘુસણખોરીની આશંકા વર્તાઈ રહી છે. જેને લઈને સુરક્ષા એજન્સીઓ સતર્ક થઇ ગઈ છે. બી.એસ.એ, નેવી, કોસ્ટગાર્ડ સહીતની સુરક્ષા એજન્સીઓ સતર્ક જોવા મળી રહી છે અને સુરક્ષા એજન્સીઓ દ્વારા કોસ્ટલ એરીયામાં સઘન પેટ્રોલીંગ ગોઠવી દેવામાં આવ્યું છે. કચ્છ કલેકટર, એસ.પી. સહીતના તંત્રને એલર્ટ કરવામાં આવ્યા છે.
ફિનલેન્ડ ફરવા ગયેલા એક કપલને જોયો અત્યંત અનોખો નઝારો. તેમને એક કિનારે હજારોની સંખ્યામાં ઈંડા આકારનાં દુર્લભ બરફનાં ગોળા દેખાયા હતા. ઉલ્લેખનીય છે કે આ દ્રીપનું નામ હેલુઓતો દ્રીપ છે અને આ ઈંડા સમુદ્રનાં કિનારે લગભગ 30 મિટર સુધી ફેલાયેલા હતા. વિદેશી સમાચાર અનુસાર રિસ્તો મતીલા નામની આ મહિલાએ ફોટોગ્રાફ ખેંચ્યા હતા. રિસ્તો મતીલાએ જણાવ્યું કે સૌથી મોટો ઈંડા આકારનો બરફનો ગોળો એક ફુટબોલ જેટલી સાઈઝ હતી. જૌની વેનિઓએ કહ્યું કે આ ઘટના સામાન્ય નથી પરંતુ અત્યંત ચિંતાજનક છે. પરંતુ તે યોગ્ય હવામાન પરિસ્થિતિઓમાં વર્ષમાં એકવાર થઈ શકે છે. જ્યારે હવામાં યોગ્ય તાપમાન હોય અને પાણીનું તાપમાન યોગ્ય હોય ત્યારે…
શું ક્યારેય એવું શક્ય છે કે કોઇ મહિલા ગર્ભવતી હોય અને તે વાતની જાણ તેને તે સમયે થાય જ્યારે બાળકનો જન્મ થાય? શું કોઈ મહિલા માતૃત્વ ધારણ કર્યા વિના જ બાળકને જન્મ આપી શકે છે? તમને સાંભળીને ચોકક્સ નવાઈ લાગશે, પરંતુ એક મહિલા સાથે કંઈક આવું જ બન્યું છે. ઓસ્ટ્રેલિયાની એક મૉડલ એરિન લેન્ગમેડને બાળકનો જન્મ આપ્યા બાદ જાણ થઇ કે, તે ખરેખર પ્રેગ્નેન્ટ હતી. લેન્ગમેન્ડે બાથરૂમમાં જ બાળકને જન્મ આપી દીધો. નવાઈની વાત એ છે કે, પ્રેગ્નેન્સીના 37માં અઠવાડિયામાં પણ આ મૉડેલના શરીરમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન નહતું આવ્યું. 23 વર્ષની આ મૉડલ ઈન્સ્ટાગ્રામ પર પોતાની સેલ્ફી શેર કરતી…
સબરીમાલા મંદિર લગભગ 800 વર્ષ જૂનું માનવામાં આવે છે. આ મંદિરમાં મહિલાઓના પ્રવેશને લઇને વિવાદ ચાલી રહ્યો છે. અહીં ભગવાન અયપ્પાને નિત્ય બ્રહ્મચારી માનવામાં આવે છે. જેના કારણે આ મંદિરમાં 10 થી 50 વર્ષ સુધી મહિલાઓનો પ્રવેશ વર્જિત છે. ભગવાન અયપ્પાના દર્શન માટે 41 દિવસ પહેલાંથી તૈયારી કરવાની હોય છે. આ પ્રક્રિયાને મંડલ વ્રતમ કહેવામાં આવે છે. આ વખતે આ વ્રત 17 નવેમ્બરથી શરૂ થઇ રહ્યું છે. ધનુ મહિના દરમિયાન મંડલા પૂજા થાય છેઃ- સબરીમાલા અયપ્પા મંદિરમાં ધનુ મહિના દરમિયાન જ્યારે સૂર્ય ધન રાશિમાં હોય છે. ત્યારે મંડલા પૂજા 11માં અથવા 12માં દિવસે કરવામાં આવે છે. મંડલા પૂજા ભગવાન અયપ્પાના…
કાશ્મીરમાંથી 370મી કલમ રદ્દ થયા બાદ રઘવાયેલા બનેલા પાકિસ્તાનના એરફોર્સે કચ્છની સામે પાર મોટા પાયે યુધ્ધાભ્યાસ કર્યો હતો એ વચ્ચે ગુરૂવારે કચ્છની તમામ સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દેવાઇ છે જો કે, તેના માટેનું કારણ જાણવા મળી શક્યું નથી પણ કોઇ નાપાક ઇરાદો બર ન આવે તે માટે આમ કરાયું હોવાનું મનાઇ રહ્યું છે. આધારભૂત સૂત્રોનું માનીએ તો ઉપલી કક્ષાએથી બીએસએફ, કોસ્ટગાર્ડ, નેવી અને પોલીસ સહિતની તમામ સુરક્ષા એજન્સીઓને સતર્ક રહેવાના આદેશ કરાયા હતા. એલર્ટના પગલે અરબ સાગરમાં બીએસએફ, કોસ્ટગાર્ડ અને નેવીની હિલચાલ વધી હતી તો જમીન માર્ગે પોલીસે વાહનોનું સતત ચેકિંગ કર્યું હતું. આદેશના પગલે સરહદી લખપતના તમામ પોલીસ મથકો…
અમદાવાદ કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ પાસે આવક ઓછી હોવાથી અને નવા બોર્ડની નિમણૂક કરવામાં સહકાર મંત્રી દ્વારા ઢીલી નીતિ અપનાવવામાં આવી રહી હોવાથી અમદાવાદ આગામી ફેબુ્રઆરીમાં ચૂકવવાનો થતો રૂા. 26 કરોડનો લોનનો હપ્તો ચૂકવી શકશે કે નહિ તેવો સવાલ ઊભો થઈ રહ્યો છે. નવું બજાર વિકસાવવા માટે હુડકો પાસેથી લેવામાં આવેલી લોન પર ત્રણ મહિને રૂા. 3.80 કરોડના વ્યાજ ખર્ચનો બોજ આવી રહ્યો છે. બીજી તરફ લાંભામાં નવું બજાર વિકસાવવા માટે લોન લીધી છે તે લોનના નાણાં પર વ્યાજ ખર્ચનો બોજ વધી રહ્યો છે, પરંતુ એપીએમસીના બોર્ડની રચના ન થતી હોવાથી નવું બજાર ડેવલપ કરવાના પ્રોજેક્ટને આગળ વધારી શકાતો નથી.…
ઇચ્છાપોર જીઆઇડીસીમાં આવેલી જાણીતી યુરો ઇન્ડિયા ફ્રેશ ફુડ લિમીટેડ નામની કંપનીના ભુતપૂર્વ કારીગર દ્વારા રિટર્ન માલના પેકિંગને ફરી થઈ રી-પ્રિન્ટ કરી વેચાણ કરતા હોવાનો વિડીયો ઉતારી વિડીયો હરીફ કંપની અને સોશીયલ મિડીયામાં વાઇરલ કરવાની ધમકી આપી ખંડણી પેટે રૃા. 25 લાખની માંગણી કરતા મામલો ઇચ્છાપોર પોલીસ મથકમાં પહોંચ્યો છે. ઇચ્છાપોર જીઆઇડીસીના પ્લોટ નંબર એ/22/1 માં આવેલી જાણીતી યુરો ઇન્ડિયા ફ્રેશ ફુડ લિમીટેડ કંપનીમાં નવેમ્બર 2018 થી માર્ચ 2019 સુધી પેકિંગ વિભાગમાં હેલ્પર તરીકે કામ કરનાર અમરસીંગ હરેસીંગ પાડવી (ઉ.વ. 25 રહે. ભંગળપાની, તા. અક્કલકુવા, જિ. નંદુરબાર) એ પોતાના મોબાઇલ નંબર 9404914263 પરથી કંપનીના ચેરમેન મનહર જીવણભાઇ સાસપરા (રહે. ગ્રીન એવન્યુ…
નિવૃત્ત થઈ રહેલા દેશના મુખ્ય ન્યાયાધિશ જસ્ટિસ રંજન ગોગોઈએ ન્યાયપાલિકા અને સહકર્મીઓના નામે એક સંદેશ આપ્યો હતો. ચીફ જસ્ટિસ 17 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યાં છે અને આજે કોર્ટમાં તેમનો છેલ્લો દિવસ હતો. જસ્ટિસ ગોગોઈએ ન્યાયપાલિકાની સ્વતંત્રતા અને જજોની આઝાદીને લઈને કહ્યું હતું કે, જજોએ મૌન રહીને પોતાની સ્વતંત્રતાનો પ્રયોગ કરવો જોઈએ. જજોની આઝાદી તેમના મૌનમાં જ જસ્ટિસ ગોગોઈ તરફથી આપવામાં આવેલી નોટમાં કહેવામાં આવ્યું હતું કે, વકીલોને બોલવાની સ્વતંત્રતા છે અને હોવી પણ જોઈએ. બેંચના જજોને સ્વતંત્રતાનો પ્રોગ્રામ મૌન રહીને કરવો જોઈએ. જજોને પોતાની આઝાદી ટકાવી રાખવા માટે મૌન રહેવુ જોઈએ. તેનો અર્થ એ નથી કે તેમણે ચુપ રહેવુ જોઈએ,…