પ્રગતિના નામે આપણે આપણા પર્યાવરણને ઘણું નુકસાન પહોંચાડી રહ્યા છીએ, જેના કારણે આપણે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાયમેટ ચેન્જ જેવા ગંભીર સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. પર્યાવરણનું રક્ષણ એ માત્ર અધિકારીઓની જ નહીં, પણ સામાન્ય લોકોની પણ જવાબદારી છે. આ જવાબદારી સમજીને તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લાના પાસ્તાપુર ગામમાં રહેતાં 49 વર્ષીય ચિકપલ્લી અનાસુમ્માએ પોતાના જીવનમાં 20 લાખથી પણ વધુ વૃક્ષો ઉગાડ્યા છે અને ઉજ્જડ ભૂમિને લીલીછમ બનાવી દીધી છે. તેમના આ કાર્યને સંયુક્ત રાષ્ટ્રએ બિરદાવ્યું છે અને તેમને યુનેસ્કો અવોર્ડથી નવાજ્યા છે. અનાસુમ્મા ડેક્કન ડેવલપમેન્ટ સોસાયટી (DDS)ના સભ્ય છે. નકામી થઈ ગયેલી જમીનને લીલીછમ બનાવવા તેમણે પાસ્તાપુરમાં એક જૂથ બનાવ્યું અને…
કવિ: Satya Day News
સિદ્ધાર્થ શુક્લા બિગ બૉસ 13માં ઘરમાં સૌથી વધુ પોપ્યુલર છે. તેનો એગ્રેસિવ નેચર લોકોને પસંદ આવી રહ્યો છે. ઘની અંદર તે દરેક કન્ટેસ્ટન્ટના નિશાને છે. શૉમાં સૌથી વધુ રશ્મિ દેસાઇ સાથે તેના ઝગડા થાય છે. બંને એકબીજાની સામે જોવા પણ તૈયાર નથી. બંને વચ્ચેની આ ખટપટ ઘણાં વર્ષોથી છે. શૉ દિલ સે દિલ તકમાં સિદ્ધાર્થ અને રશ્મિએ સાથે કામ કર્યુ હતુ. આ દરમિયાન બંને વચ્ચે ઘણાં ઇશ્યુ થયાં હતા. હવે જાણવા મળી રહ્યું છે કે સિદ્ધાર્થ સેટ પર ડ્રગ્સ લેતો હતો. એક અહેવાલ અનુસાર, શૉ દિલ સે દિલ તકના સેટ પર સિદ્ધાર્થ શુક્લા ડ્રગ્સ લેતો હતો. આ જ કારણે તે…
સામાન્ય રીતે ઓફિસમાં કમ્પ્યુટર પર લાંબા કલાકો સુધી કામ કરતા લોકો ચશ્મા પહેરે છે. જો તે ના ઇચ્છતે તો પછી આંખોની સમસ્યા તેના માટે મજબૂરી બની જાય છે, પરંતુ વિશ્વનો એક એવો દેશ છે જ્યાં કંપનીઓએ કામના સ્થળે મહિલાઓના ચશ્મા પહેરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ પાછળનું કારણ પણ ખૂબ વિચિત્ર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મહિલા કર્મચારીઓને જાપાનમાં કાર્યસ્થળો પર ચશ્મા પહેરવાની મનાઈ છે, જ્યારે પુરુષ કર્મચારીઓને તેમાંથી મુક્તિ આપવામાં આવી છે. રેસ્ટોરેન્ટથી લઈને એરલાઇન્સના ક્ષેત્ર સુધી ઘણી એવી ખાનગી કંપનીઓ છે, જ્યાં મહિલાઓ ચશ્મા પહેરીને કામ કરી શકતી નથી. અહેવાલો અનુસાર, જાપાનની એક કંપનીએ મહિલા કર્મચારીઓને એટલે સુધી કહેવામાં…
અમેરિકા જઇને કામ કરવા ઇચ્છતા લોકોએ હવે એચ-1બી વિઝાની અરજી ફી તરીકે 10 ડોલર એટલે કે લગભગ 700 રૂપિયા વધારે ચુકવવા પડશે. વર્તમાન સમયે એચ-1બી વિઝાની અરજી માટે 32000 રૂપિયા લેવામાં આવે છે. અમેરિકાએ પોતાની પસંદગી પ્રક્રિયામાં નવું સંશોધન કરીને આ જાહેરાત કરી છે. ફ્રોડમાં થશે ઘટાડો અમેરિકી નાગરિકતા અને ઇમિગ્રેશન મંત્રાલયે જણાવ્યું કે આ ફી ઇલેક્ટ્રોનિક રજીસ્ટર સિસ્ટમ માટે ઉપયોગી સાબિત થશે. અમેરિકી નાગરિક અને ઇમિગ્રેશન મંત્રાલયના કાર્યકારી નિર્દેશક કેન કુસિનેલીએ કહ્યું કે આ પ્રયત્ન વડે વધારે પ્રભાવી એચ-1બી વિઝા પસંદગી પ્રક્રિયા લાગુ કરવામાં મદદ મળશે. વધુંમાં તેમણે જણાવ્યું કે ઇલેક્ટ્રોનિક રજીસ્ટર સિસ્ટમ ઇમિગ્રેશનને આધુનિક બનાવશે. જેનાથી પસંદગી પ્રક્રિયામાં…
રાત્રે સૂતા પહેલાં ઘણા લોકોને કશુંક ને કશુંક પીવાની ટેવ હોય છે. જો તમને પણ આવી ટેવ હોય તો થોડું ધ્યાન રાખવાની જરૂર છે. તેમાંય જો તમને રાત્રે સુતા પહેલા કોફી પીવાની ટેવ હોય તો તમારે તમારી આદત વિશે વિચારવું જ જોઈએ. આમ તો આ બાબત તે વાત પર આધાર રાખે છે કે એ વ્યક્તિ કેફીનને લઇને કેટલો સંવેદનશીલ છે. રાત્રે સરખી ઊંઘ આવે તે માટે માત્ર સુતા પહેલાની કોફી જ નહીં પરંતુ દિવસ દરમિયાન પીવાતી કોફીનું પ્રમાણ પણ ઘટાડવું જોઈએ. આ રિસર્ચ ક્લિનિક સ્લીપ જંગલમાં પ્રકાશિત થયો છે. આ રિસર્ચમાં કહેવાયું છે કે વ્યક્તિએ ઊંઘવાના છ કલાક પહેલાંથી કોફી…
નેશનલ હાઇવે પર કાંકરેજના રાણકપુર પાસે તેલ ભરેલું ટેન્કર અને ટ્રક વચ્ચે થયો અકસ્માત સર્જાયો હતો. જોકે, સદ્દનસીબે અકસ્માતમા જાન હાની ટળી હતી અને બન્ને ગાડીના ડ્રાયવર આબાદ બચાવ થયો હતો. બીજી તરફ લોકોએ લોકોએ માનવતાં નેવે મુકી અકસ્માતમાં ક્ષતિગ્રસ્ત ટેન્કરમાંથી લિકેજ થતું તેલ ભરવા માટે રીતસરની પડાપડી કરી હતી. ટેન્કરમાથી તેલ ભરવા લોકોના ટોળે ટોળા ઊમટી પડ્યા હતા. જે હાથમાં આવ્યુ તે લઇને લોકો આવ્યા તેલ ભરવા લાગ્યા હતા.
વડોદરા જિલ્લાના કરજણ નગરમાં છેલ્લા દોઢેક મહિનાથી ભારે ઉત્પાત મચાવનાર કપિરાજ આખરે પાંજરે પૂરાયા છે. કરજણના સિવિલ હોસ્પિટલ તેમજ પાણીની ટાંકી વિસ્તારમાં અડિંગો જમાવનાર વાંદરો જતા આવતા લોકો ઉપર હુમલા કરતો હતો અને તેમને પાડી દેતો હતો. જેના કારણે અનેક લોકોને નાની મોટી ઇજા થઇ હતી. છેલ્લા દસ દિવસમાં વાંદર ના હુમલાના કારણે ચારથી પાંચ લોકોને ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે. કપિરાજનો આતંક વધી જતા ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી. પોલીસની ટીમે સિવિલ હોસ્પિટલ વિસ્તારમાં પાંજરા મુકતા ગઈ કાલે હુમલાખોર વાંદરો તેમાં કેદ થઈ ગયો હતો.
અયોધ્યા જેવા મોટા મુદ્દા વિશે નિર્ણય સંભળાવ્યા બાદ સુપ્રીમ કોર્ટ એકવાર ફરી મોટો ચુકાદો આપવાની છે. ગુરૂવારે સુપ્રીમ કોર્ટ સબરીમાલા વિવાદ અને રાફેલ વિમાન કરાર પર પોતાનો નિર્ણય સંભળાવશે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બેન્ચ કાલે સવારે 10:30 વાગે ચુકાદો સંભળાવશે. આ બે મોટા નિર્ણયો સિવાય સુપ્રીમ કોર્ટ ગુરૂવારે જ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર અવમાનના મામલે નિર્ણય સંભળાવશે. 17 નવેમ્બરે CJI નિવૃત થઈ રહ્યા છે. તે પહેલા તેઓ મોટા કેસ પર નિર્ણય સંભળાવી રહ્યા છે. સબરીમાલામાં કેસ શુ છે? કેરળના પ્રસિદ્ધ સબરીમાલા મંદિરમાં મહિલાઓની એન્ટ્રીનો વિવાદ ઘણા સમયથી ચાલી રહ્યો છે. ગયા વર્ષે સુપ્રીમ કોર્ટે આ કેસમાં નિર્ણય…
જામનગર તાલુકાના ધુતારપર ગામમાં રહેતા એક ખેડૂત બુઝુર્ગનો મગફળી ઉતારતી વખતે થ્રેસર પરથી પડી જતા ગંભીર ઈજા થવાના કારણે મૃત્યુ નિપજ્યુ છે. જામનગર તાલુકાના ધુતારપર ગામમાં રહેતા અને ખેતીકામ કરતા જેઠાભાઇ કરસનભાઈ મુંગરા નામના 60 વર્ષના ખેડૂત બુઝુર્ગ ગઈકાલે પોતાની વાડીએ મગફળી ઓરવતી વખતે થ્રેસર પર કામ કરતા અકસ્માતે થ્રેસર ઉપરથી જમીન પર પડી ગયા હતા અને કપાળના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી સારવાર માટે કાલાવડ ની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યો હતું. પંચકોશી એ ડીવીઝન પોલીસે ઘટના સ્થળે તેમજ કાલાવડની હોસ્પિટલે દોડી જઈ મૃતદેહનો કબ્જો સંભાળ્યો છે અને વધુ…
જામનગરમાં સુભાષ પરા વિસ્તારમાં ગઈકાલે રાત્રે એક નિવૃત આર્મીમેન દ્વારા પોતાની રિવોલ્વરમાંથી ફાયરિંગ કરાયાની ઘટના સામે આવતા ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. રસ્તે ચાલીને જઇ રહેલા એક પરપ્રાંતીય શ્રમિક યુવાન પર સામાન્ય બાબતમાં તકરાર કરી ફાયરિંગ કરી દેતા યુવાન ઈજાગ્રસ્ત બનીને પડી ગયો હતો. જેને સારવાર માટે જી જી હોસ્પિટલમાં ખસેડાયો છે. આ ચકચાર જનક બનાવની વિગત એવી છે કે જામનગરમાં રણજીતસાગર રોડ પર સુભાષ પરા વિસ્તારમાં રહેતો દિવાન ટેટિયાભાઈ માવી નામનો મૂળ મધ્ય પ્રદેશનો વતની અને હાલ જામનગરમાં રહી કડીયાકામની મજૂરી કરતો પરપ્રાંતીય યુવાન ગઇકાલે રણજીતસાગર રોડ પર એક પંજાબી ઢાબા પાસે થી પસાર થઇ રહ્યો હતો. જે દરમિયાન ઉપરોક્ત…