રાજ્યમાં દારૂબંધી વચ્ચે શહેરના ગોડાદરા વિસ્તારમાં દારૂ મંગાવવા બાબતે મિત્રો વચ્ચે થયેલા ઝઘડાની અદાવતમાં ચાર મિત્રોએ ચપ્પુ વડે હુમલો કરી બે મિત્રોને હાથ-પગ, માથા અને પીઠમાં ઉપરાછાપરી ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કરતા સ્થાનિક વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી. દારૂબંધી વચ્ચે પોલીસની રહેમનજર હેઠળ ચાલતા દારૂના અડ્ડા દારૂડીયાઓ માટે કયારેક જીવલેણ સાબિત થઇ રહ્યા છે. આવી જ એક ઘટના ગોડાદરા વિસ્તારમાં બનવા પામી છે. લીંબાયત-ગોડાદરાની પ્રિયંકા સોસાયટીમાં રહેતો અને હાલ બેકાર નવીન ઉર્ફે બંટી યોગેન્દ્રસીંગ ચૌબે (ઉ.વ. 26) અને તેના બે મિત્રો સન્ની અને રવિ સાથે ઘર પાસે બેઠા હતા ત્યારે દારૂ મંગાવવા બાબતે તેઓના જ મિત્ર રાહુલ ઉર્ફે જોન…
કવિ: Satya Day News
સુરત-હજીરા રોડ પર કવાસ પાટિયાથી મોરા ગામ વચ્ચે ભારત મંદિર નજીક સર્વિસ રોડ પર ક્રિભકો કંપનીના સિકયુરીટી સુપરવાઇઝર પર ચપ્પુ વડે હુમલો કરી મોટરસાઇકલ સવાર ત્રણ લુંટારૂઓ મોબાઇલ ફોન અને રોકડ મત્તા લુંટીને ભાગી ગયા હતા. હજીરા રોડની જાણીતી ક્રિભકો કંપનીમાં સૈનિક સિકયુરીટી એજન્સી વતી સુપરવાઇઝરની નોકરી કરતો મોહનકુમાર અકાલુ પ્રજાપતિ (ઉ.વ.26 રહે. સિકયુરીટી ફાર્મ હાઉસ, સાંઇ મંદિરની બાજુમાં, કવાસગામ) ગત રાત્રે ક્રિભકો કંપનીમાં જયાં-જયાં સિકયુરીટી પોઇન્ટ છે તે તમામ ચેક કરવા નીકળ્યો હતો. દરમ્યાનમાં કંપનીના મેઇન ગેટ પરની સિકયુરીટી પોઇન્ટના ગાર્ડને ચેક કરી સાઇકલ પર સુરત-હજીરા રોડ પર કવાસ પાટિયાથી મોરા ગામ તરફ જતા સર્વિસ રોડ પર ભારત મંદિર…
બેલ્જિયમની રાજધાની બ્રોસલ્સમાં ઇન્ટરનેશનલ બોડી આર્ટ કન્વેશનની શરૂઆ થઈ ગઈ છે. આ ઇવેન્ટમાં 26 દેશના 500થી પણ વધારે લોકોએ ભાગ લીધો છે. દુનિયાભરમાંથી આવતા લોકો આ ઇવેન્ટમાં ટેટૂ કરાવી રહ્યા છે. ટેટૂ ઉપરાંત ઘણા લોકો શરીર પર બધાઈ જગ્યાએ છૂંદણાં પણ કરાવી રહ્યા છે. ફેસ્ટિવલની ટિકિટ 2400 રૂપિયા રાખી છે. આની પહેલાં લંડનમાં સૌથી મોટો ટેટૂ ફેસ્ટિવલ થયો હતો. આ ઇવેન્ટમાં સૌથી વધારે ધ્યાન જર્મનીના રોલ્ફે ખેંચ્યું હતું, તેમણે પોતાના શરીર પર 480 છૂંદણાં કરાવ્યા છે.
દિલ્હી બાદ હવે અમદાવાદમાં હવા પ્રદુષણનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. દિવાળી બાદ એર ક્વોલિટી ઇન્ડેક્સનું સ્તર ઊચું થયું છે. સતત બે દિવસથી શહેરમાં હવા પ્રદુષણનો આંક પણ વધી ગયો છે. દિવાળી સમયે હવા પ્રદુષણ ગુડ કેટેગરીમાં હતી તે હવે આજે મૉડરેટ કેટેગરીમાં આવી ગયું છે. શહેરના પીરાણા, સેટેલાઇટ, બોપલ, રખિયાલ, રાયખડ, એરપોર્ટ, નવરંગપુરામાં પ્રદૂષણ વધ્યું છે. આ તમામ વિસ્તારોમાં AQI 110થી 250 વચ્ચે છે. પીરાણામાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 250 સફર ઇન્ડિયા એર ક્વોલિટી મુજબ આજે સવારે 11.30 વાગ્યે અમદાવાદના પીરાણામાં AQI સૌથી વધુ 250 નોંધાયું છે. ઉપરાંત ચાંદખેડામાં 213, એરપોર્ટમાં 211, બોપલમાં 198 અને નવરંગપુરામાં 171 નોંધાયું…
શિખ ધર્મના સંસ્થાપક ગુરુનાનક દેવની જયંતી અને કારતક મહિનાની પૂનમ પણ છે. આ દિવસે શિખ અને હિન્દુ ધર્મ માટે ખૂબ જ ખાસ છે. આ વર્ષે ગુરુનાનકની 550 મી જયંતી છે. શિખ શ્રદ્ધાળુઓ આ દિવસે બધા ગુરુદ્વારાઓમાં મોટી સંખ્યામાં પહોંચે છે. પંજાબના અમૃતસરમાં આવેલ સુવર્ણ મંદિર દુનિયાભરના મુખ્ય ગુરુદ્વારાઓમાંથી એક છે. અહીં દેશ-વિદેશથી દરેક ધર્મના લોકો આવે છે અને પૂરી શ્રાદ્ધાની સાથે માથુ ટેકવે છે. તેને હરમંદિર સાહેબ પણ કહેવામાં આવે છે. અનેક વખત હરમંદિર સાહેબને તોડવામાં આવ્યું છે- અહીં પ્રચલિત માન્યતાઓ પ્રમાણે જૂના સમયમાં સુવર્ણ મંદિરને અનેકવાર નષ્ટ કરી દેવામાં આવ્યું હતું. દર વખતે ભક્તોએ તેને ફરીથી બનાવ્યું હતું. મંદિરને…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી છઠ્ઠી વાર બ્રિક્સમાં સામેલ થવા આજે બ્રાઝિલ રવાના થશે. તેઓ અહીં 13 અને 14 નવેમ્બરે આયોજિત સંમેલનમાં ભાગ લેશે. આ વખતે સમીટની થીમ ‘ઉન્નત ભવિષ્ય માટે આર્થિક વૃદ્ધી’ની છે. વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું કે, વડાપ્રધાન મોદી પહેલીવાર બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા 2014માં બ્રાઝિલ શહેરના ફોર્ટલેઝા ગયા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વડાપ્રધાન મોદી મંગળવારે બપોરે બ્રાઝિલના પાટનગર બ્રાઝિલિયા માટે રવાના થશે. આ યાત્રા દરમિયાન તેમની સાથે એક બિઝનેસ ડેલિગેશન પણ સામેલ થશે. આ ડેલિગેશન ખાસ કરીને બ્રિક્સ બિઝનેસ ફોરમમાં ભાગ લેશે. મોદી, પુતિન અને શી જિનપિંગ સાથે અલગ અલગ દ્વીપક્ષીય મુલાકાત કરશે સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વડાપ્રધાન મોદી આ દરમિયાન…
એક મહિલાને સેક્સના કારણે એવી એલર્જી થઈ ગઈ છે કે, તે મૃત્યુના મોંમાં પહોંચી ગઈ છે. અમેરિકાના મેરીલેન્ડમાં રહેતી મહિલાનો કેસ રિપોર્ટ અમેરિકન જર્નલ ઓફ મેડિસીનમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. વાસ્તવમાં મહિલાનો ઓઅતિ કોઇક દવાઓ લઈ રહ્યો હતો, જેના કારણે મહિલાને એલર્જી થઈ ગઈ. ‘પ્રેમથી લગભગ મૃત્યુ – ચેતવણી આપતી કૉઈટલ વાર્તા’ ટાઇટલથી મહિલાનો કેસ રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો છે. પતિને આપવામાં આવી રહેલ દવાઓના કારણે મહિલાને ઘણા પ્રકારની સમસ્યાઓ થવા લાગી શરૂઆતમાં ડૉક્ટરોને લાગ્યું કે, મહિલાને બ્લડ પ્રેશરની સમસ્યા છે, પરંતુ પછી તેમણે જણાવ્યું કે આ anaphylactic shockની સમસ્યા છે, મહિલાના પતિને બેક્ટેરિયલ ઈન્ફેક્શનના કારણે પેનિસિલિન આપવામાં આવતી હતી.…
આજના સમયમાં ભલે લોકતંત્રએ ભલે રાજાઓ પાસેથી તેમની તાકાત તથા શાસન છીનવી લીધુ હોય પરંતુ આજે પણ આપણા દેશમાં એક એવો રાજકુમાર છે જેનો શાહી ઠાઠ તથા રાજાશાહી જોવા મળે છે. પદ્મનાભસિંહ ફક્ત 21 વર્ષનાં એવા રાજા છે જેઓ 20 હજાર કરોડની સંપત્તિનાં માલીક છે. આ સાંભળવામાં થોડું અજીબ જરૂર લાગશે પરંતુ આ વાત બિલકુલ હકીકત છે. ફક્ત એટલું જ નહી, આ યુવક પોતાને ભગવાન રામના વંશજ પણ ગણાવે છે. પદ્મનાભ સિંહ જયપુરના રાજવી પરિવારના છે. તે જયપુરના રાજવી પરિવારના 303 મા વંશજ છે. તે એક મોડેલ, પોલો પ્લેયર અને પ્રવાસી પણ છે. તેમને ફરવાનો પણ ખૂબ શોખ છે. મોટાભાગનો…
વૉટ્સઅપના સહ-સૃથાપક બ્રાયન એક્ટને આજે વધુ એક વખત કહ્યું હતુ કે જેમને પ્રાઈવસીની ચિંતા હોય એમણે ફેસબૂક ડિલિટ કરી દેવું જોઈએ. એક્ટને જાન કુઆમ સાથે મળીને દાયકા પહેલા વૉટ્સઅપની સૃથાપના કરી હતી. એ પછી 2014માં વૉટ્સઅપ ફેસબૂકે ખરીદી લીધું હતું. ફેસબૂકના સીઈઓ માર્ક ઝકરબર્ગની ઈચ્છા વૉટ્સઅપમાંથી નાણા કમાવવાની છે. આ મુદ્દે મતભેદ થતા બ્રાયને 2017માં કરોડો ડૉલરની નોકરી મુકી દીધી હતી. અગાઉ ફેસબૂકમાં યુઝર્સની માહિતી સલામત ન હોવાનો વિવાદ બહાર આવ્યો ત્યારે પણ બ્રાયને ફેસબૂક ડિલિટ કરવાનો સમય આવી ગયો હોવાનું કહ્યું હતું. ફેસબુક યુઝર્સની અંગત માહિતીનો આ રીતે કરી રહ્યું છે ઉપયોગ સાન ફ્રાન્સિસ્કો ખાતે ટેકનોલોજી ક્ષેત્રના જાણીતા મેગેઝિન…
તાજેતરમાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ હેલ્લારોમાં જાતિવિષયક શબ્દનો ઉપયોગ કરાયો હોવાના આરોપ સાથે મહિલા મ્યુનિસિપલ કાઉન્સીલરે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં ફિલ્મના એડિટર, દિગ્દર્શક અને ડાયલોગ લખનારા સહિત સાત જણાનો સમાવેશ થાય છે. જાતીને લઈને વિવાદ ગુજરાતી ફિલ્મ હેલ્લારો ફિલ્મના એક દ્રશ્યમાં એક ઢોલી ગામમાં આશરો લેવા માટે ગામના મુખીને મળીને જોરજોરથી ઢોલ વગાડતો નજરે ચડે છે. મુખી તેના માણસો દ્વારા આ ઢોલીને ઘી આપી રવાના કરો તેવું કહે છે. પરંતું ઢોલી ઘી લેવા નહી પણ મને આશરો આપો, એવું જણાવે છે. તે સમયે મુખીએ ઢોલીનું નામ પુછતા ઢોલી બે હાથ જોડી પોતાનું નામ મુળજી હોવાનું કહે છે.મુખી તેને મુળજી…