ભીમ આર્મીએ બસપા પ્રમુખ અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન માયાવતી તરફ દોસ્તીનો હાથ લંબાવતાં કહ્યું હતું કે આવો આપણે સાથે મળીને ભાજપ સામે લડીએ. ભીમ આર્મીના વડા ચંદ્રશેખર આઝાદ તાજેતરમાં જેલમાંથી છૂટ્યા હતા. રવિદાસ મંદિર વિધ્વંસના વિરોધમાં હિંસક દેખાવો કરવા બદલ એમને જેલમાં મોકલવામાં આવ્યા હતા. ચંદ્રશેખરે માયાવતીને અગાઇ પણ પોતાની સાથે હાથ મિલાવવાની હાકલ કરી હતી. એમણે ફરી એકવાર માયાવતીને પત્ર લખીને એવી અપીલ કરી હતી કે આપણે સાથે મળીને હાલની સરકારની દલિત વિરોધી પ્રવૃત્તિ સામે લડીશું. તમે અમારી સાથે હાથ મિલાવો. ચંદ્રશેખરે પત્રમાં લખ્યું… ચંદ્રશેખરે પત્રમાં લખ્યું છે, ‘દેશની હાલની સમસ્યાઓનું નિરાકરણ માત્ર બહુજન સમાજ પાસે છે…
કવિ: Satya Day News
કંગના રનૌતની બહેન રંગોલી ચંદેલ અને વિવાદો વચ્ચે ઘણો જૂનો સંબંધ છે. રંગોલી ચંદેલ પોતાની જાતને કંગના રનૌતની મેનેજર તરીકે દુનિયા સામે રજૂ કરે છે. તેણે સોશિયલ મીડિયા પર અનેક સેલેબ્રિટીઝને આડેહાથ લીધી છે. આ વખતે રંગોલીના નિશાને એક્ટ્રેસ મલાઇકા અરોરા આવી છે. જો કે મલાઇકા પર કટાક્ષ કરવાના ચક્કરમાં રંગોલી પોતે જ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ ગઇ. હકીગકતમાં મલાઇકા અરોરાએ પોતાના ઇનસ્ટાગ્રામ પર એક ઇન્સ્ટા સ્ટોરી પોસ્ટ કરી હતી, જેમાં તે પોતાના દિકરા અરહાન સાથે જોવા મળી હતી. આ સ્ટોરીના કેપ્શનમાં મલાઇકાએ લખ્યું કે, “When the son is being all nice n taking care of his mommy”. રંગોલીને…
સદીઓથી વસ્ત્રોએ જે તે દેશ અને સમુદાયના કલ્ચરની આગવી ઓળખ છે પરંતુ બ્રિટનમાં સ્પીલપ્લાટ્ઝ નામના ગામમાં રહેતા પુરુષો અને મહિલાઓ ૮૫ વર્ષથી કપડા પહેર્યા વિના જ રહે છે. કુતુહલવશ આ સ્થળને ટુરિસ્ટોએ જોવા આવવું હોય તો તેમણે પણ નિવસ્ત્ર થઇને જ ગામમાં પગ મુકવો પડે છે. નિવસ્ત્ર રહેતા લોકોનું આ ગામ હર્ટફોર્ડશાયર અને બિકેટવુડની નજીક આવેલું છે. જો કે એવું પણ નથી કે આ ગામના લોકો ગરીબ હોવાથી કપડા ખરીદી શકતા નથી.આ ગામમાં પબ, હોટલ, મોટલ ,સ્વીમિંગ પૂલ એમ બધા જ પ્રકારની સુવિધાઓ છે.લોકો સુખ સગવડવાળી ફર્સ્ટકલાસ મોર્ડન લાઇફ જીવે છે. ઉનાળામાં ૨૪ જેટલા હાઉસ મુલાકાતીઓને ભાડે આપવા માટે તૈયાર…
દિલ્હી પોલીસના જવાનોના 11 કલાકના પ્રદર્શન બાદ બીજા દિવસે વકીલો દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. રોહિણી કોર્ટની બહાર વકીલ પ્રદર્શનો કરી રહ્યાં છે. કોર્ટમાં વકીલ લોકોને અંદર નથી આવવા દેતા. મંગળવારે આખો દિવસ પોલીસના જવાનોએ ભારે હોબાળો કર્યો હતો ત્યારે બુધવારે વકીલો હોબાળો કરી રહ્યાં છે. દિલ્હી પોલીસ વિરૂદ્ધ સૂત્રોચ્ચારો કરી રહેલાં વકીલોએ આક્ષેપ કર્યા મીડિયાને ભડકાવવામાં આવી રહ્યું છે અને તેઓ દ્વારા વકીલોને મારવાનો વીડિયો નથી દેખાડી રહ્યાં. રોહિણી કોર્ટની બહાર પ્રદર્શનકારી વકીલો ન્યાયની માગ સાથે વી વોન્ટ જસ્ટિસની નારેબાજી કરી રહ્યાં છે. દિલ્હીમાં તમામ જિલ્લા અદાલતના વકીલ હડતાળ પર છે. રાજધાનીની છ જિલ્લા કોર્ટ જેમાં તીસ હજારી,…
દિલ્હી સહિતના આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણના કારણે લોકો પરેશાન છે ત્યારે ભાજપના નેતાએ વિચિત્ર નિવેદન આપ્યુ છે. મેરઠના ભાજપના આગેવાન વિનિત શારદાનુ કહેવુ છે કે, દિલ્હી અને આસપાસમાં જે પણ ઝેરીલી હવા જોવા મળી રહી છે તેની પાછળ ચીન અને પાકિસ્તાનનુ કાવતરૂ પણ હોઈ શકે છે. પાકિસ્તાન અને ચીન ભારતથી ગભરાયેલા છે. શક્ય છે કે, આ ઝેરીલી હવા તેમણે જ ભારતમાં છોડી હોય. ભાજપના અ્ય એક નેતા અને ધારાસભ્યે પીએમ મોદીને પત્ર લખીને ઉટપટાંગ નિવેદન કરતા કહ્યુ હતુ કે, પ્રદુષણ ઓછુ કરવા માટે એરફોર્સના વિમાનોનો ઉપયોગ કરીને પાણીનો છંટકાવ કરવો જોઈએ. હવે ભાજપના આગેવાને પ્રદુષણ માટે બીજા દેશ પર દોષનો ટોપલો…
દેશની પ્રથમ ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસ લખનઉથી નવી દિલ્હી વચ્ચે શરૂ કરી દેવાઈ છે. જ્યારે બીજી ટ્રેન અમદાવાદથી મુંબઈ વચ્ચે શરૂ કરવાની હતી, જેના માટે રેક (કોચ) પણ દોઢ મહિના પહેલા અમદાવાદ યાર્ડમાં આવી પહોંચ્યા છે. પરંતુ ટ્રેન માટે જરૂરી સ્ટાફની ભરતી પ્રક્રિયા બાકી હોવાથી હજુ આ ટ્રેન શરૂ કરી શકાઈ નથી. અગાઉ આ ટ્રેન નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં શરૂ કરવાની જાહેરાત કરાઈ હતી. હવે આ ટ્રેન ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં શરૂ થાય તેવી શક્યતા છે. ટ્રેન શરૂ કરવા માટે કોચ દોઢ મહિના પહેલા અમદાવાદ આવી પહોંચ્યા હતાં. પરંતુ ટ્રેન શરૂ કરવાના સમયે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીઓને પગલે આચાર સંહિતા લાગુ થઈ જતા…
સેન્ટ્રલ મેક્સિકોના મેડેરિયાના ચોલુલ જિલ્લામાં સમુદ્રમાં 91 ફૂટ ઊંડી ગુફામાં 15 અવશેષ મળ્યા છે. આ અવશેષો આશરે 25 લાખ વર્ષ જૂનાં છે. શોધકર્તાએ દાવો કર્યો છે કે, આ અવશેષો 13 અલગ-અલગ પ્રજાતિની શાર્કના છે. આ શોધથી સમુદ્રની નીચે 25 લાખ વર્ષ પહેલાં પણ જીવન હતું, તે વાતની ખાતરી મળી ગઈ છે. ગુફાઓનો અભ્યાસ કરનાર વૌજ્ઞાનિક વિલિચીસ જપાટા અને ફોટોગ્રાફર એરિક સોસા રૉડ્રિગયૂઝે સાથે મળીને આ શોધ કરી છે. સ્થાનિક મીડિયા સાથે વાતચીત દરમિયાન જપાટાએ કહ્યું કે, અમે સમુદ્રની ગુફામાં દીવાલ જોઈ રહ્યા હતા, તે દરમિયાન મારું ધ્યાન દાંત પર પડ્યું. હું તેની નજીક ગયો, મેં જોયું કે આ દાંત શાર્કના…
મહા વાવાઝોડાની અસરના કારણે શાકભાજીના ભાવમાં વધારો થયો છે. એપીએમસી સાથે સંકળાયેલા અગ્રણીઓના જણાવ્યાનુસાર, પાછલા અઠવાડિયા દરમિયાન શુક્ર અને શનિવાર દરમિયાન વરસેલા વધુ પડતાં વરસાદથી શાકભાજીના જથ્થાને મોટું નુકશાન થયું છે. જેમાંયે ખાસ કરીને મહારાષ્ટ્ર અને અમદાવાદ એપીએમસીમાંથી આવતા શાકભાજીના જથ્થાને અસર થતાં સ્થાનિક એપીએમસીમાં આવેલા માલમાં શોર્ટિગ કરવામાં પણ અગવડતા પડી છે. જેના કારણે હોલસેલની સાથે રિટેઈલમાં પણ વેચાતા શાકભાજીની ક્વોલિટી પ્રમાણે કિંમત વધી છે. જોકે, લીંબુ, શક્કરીયા, રતાળું, કોબીજ, ફ્લાવર સહિતના કેટલાક શાકભાજીની કિંમત ઘટી પણ ગઈ છે. જે સામાન્ય રીતે વપરાશમાં આવતા એવા બટાકા, કાંદા, ભીંડા, રીંગણ સહિતના ભાવમાં કિલો દીઠ 10 થી 15 રૂ. સુધીનો વધારો…
તક્ષશિલા અગ્નિકાંડમાં આગથી બચવા માટે જીવના જોખમે એક પછી એક 15 માસૂમ બાળકોએ મોતની છલાંગ લગાવી હતી અને તે વખતે ભયભીત થયેલાં બાળકોને સિફતપૂર્વક ઝીલીને તેમનાં જીવન બચાવી શકે તેવા ફાયર વિભાગ પાસે જમ્પિંગ કુશન ન હતા. જેને લઇ કૂદેલા 15માંથી 6 બાળકોએ જીવ ગુમાવવા પડ્યા હતા. જેથી તક્ષશિલાની ઘટનામાંથી બોધપાઠ લઇ મનપાએ આવી દુર્ઘટના વેળાએ 80 ફૂટ (25 મીટર) સુધીની ઉંચાઇએથી કૂદી જનારા લોકોના જીવ બચાવી શકાય તેવા સાત જમ્પિંગ કુશન ખરીદવાનું આયોજન કર્યું છે. એક જમ્પીંગ કુશનની કિંમત 13 લાખ છે. આવતીકાલે મળનારી ટેન્ડર સ્કુટીની કિમિટીમાં નિર્ણય લેવાશે. સલામતી માટે નવા સાધનોની ખરીદી સાત જમ્પીંગ કુશન દરેક ઝોનમાં…
સુરતમાં ત્રીજી નવેમ્બરે રાત્રે જાણે થ્રી ઇડિયટ્સનું દૃશ્ય છતું થયું, ફિલ્મમાં હીરો પોતાના મિત્રના પિતાનો જીવ બચાવવા તેને પીઠ પર બાંધીને મોપેડ પર સવાર થઈ હોસ્પિટલ લઇ જાય છે. રવિવારે રાત્રે રિક્ષા ચાલક રમેશ યાદવ પણ ઘરે જઇ રહ્યો હતો ત્યારે વીઆઇપી રોડ પર રિક્ષા ડિવાઇડર સાથે ભટકાતાં ગંભીર રીતે ઘવાયો હતો. આ ઘટના અનેક લોકોએ જોઇ પરંતુ ઘાયલને હોસ્પિટલ લઇ જવાની માત્ર હિંમત કેફેમાં કામ કરતા રાજપાલ રાઠોડે દાખવી. તેણે ઘાયલ રિક્ષાચાલકને ટી-શર્ટ વડે પોતાની પીઠ પર બાંધીને એક્ટિવા નજીકની હોસ્પિટલ તરફ હંકારી હતી. આ ઘટનાનો એક હીરો બીજો પણ હતો જે મુંબઇના ડોકટર છે અને તે રાત્રે ત્યાંથી…