નવા ટ્રાફિક નિયમના અમલના નામે ટ્રાફિક પોલીસ વાહનોના આરસીબુક, પીયુસી અને વીમા જેવા ડોક્યુમેન્ટ્સની માંગ કરે છે અને જો ડોક્યુમેન્ટ્સ સાથે નહીં હોય તો દંડ પણ કરે છે. જનહિતમાં શરૂ કરાયેલી પહેલને વ્યાપક જનસમર્થન મળી રહ્યું છે. ત્યારે કેન્દ્ર સરકારે પણ એક અડવાઈઝરી જારી કરી જ છે. પરંતુ તેને ટ્રાફિક પોલીસ દ્વારા ધ્યાને લેવામાં આવતી જ નથી. દ્વારા કેન્દ્ર સરકારના માર્ગ અને પરિવહન મંત્રાલય 23 સપ્ટેમ્બર એક એડવાઈઝરી જારી કરી હતી. જેમાં સ્પષ્ટપણે જણાવ્યું કે જો કોઈ વાહનચાલક મોબાઈલ ન હોવાથી દસ્તાવેજો ડીજીટલ સ્વરૂપે રજુ ન કરી શકે તો સ્થળ પરના અધિકારીએ જાતે ચેક કરી લેવા. પરંતુ લોકો હેરાન થવા…
કવિ: Satya Day News
તીસ હજારી અદાલતમાં દિલ્હી પોલીસ અને વકીલો વચ્ચે ગયા શનિવારે થયેલી અથડામણ પછી સાકેત જિલ્લા અદાલતોમાં વકીલો દ્વારા પોલીસને થયેલી મારપીટનો કિસ્સો વણસી રહેલો જણાય છે. મંગળવારે દિલ્હીમાં દસ હજાર પોલીસે દેખાવો કર્યા બાદ હવે દિલ્હી પોલીસને મધ્ય પ્રદેશ આઇપીએસ એસોસિયેશને ટેકો જાહેર કર્યો હતો. ખરું પૂછો તો દેશભરના પોલીસ તંત્રે દિલ્હી પોલીસને ટેકો જાહેર કર્યો છે. એક પછી એક રાજ્યનું પોલીસ દળ દિલ્હી પોલીસને ટેકો જાહેર કરવા માંડ્યું છે. મધ્ય પ્રદેશ આઇપીએસ એસોસિયેશને કહ્યું હતું કે પોલીસને પણ સ્વરક્ષણ અને સુરક્ષિતતાનો અધિકાર છે. મંગળવારે દિલ્હીમાં સવારથી શરૂ થયેલું પોલીસ આંદોલન છેક રાત્રે આઠ વાગ્યે વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ આપેલી ખાતરી…
સુરતના રાંદેર- સિંગણપોર વચ્ચે બનાવવામાં આવેલો વિયર કમ કોઝવે 27 જુલાઈએ બંધ થયાં બાદ આજે 102 દિવસ થયાં છતાં પણ ઓવર ફ્લો થયો હોવાના કારણે વાહન વ્યવહાર માટે બંધ છે. સુરતનો આ કોઝવે બન્યો ત્યારથી અત્યાર સુધીમાં સૌથી વધુ દિવસ આ વર્ષે બંદ રહ્યો હતો. બે વર્ષ પહેલાં ભારે વરસાદના કારણે 90 દિવસ સુધી કોઝવે ઓવર ફ્લો રહ્યો હતો. આ વર્ષે 102 દિવસ બંધ રહ્યાં બાદ હજી પણ કોઝવે બંધ રહેશે તે નક્કી છે. સુરતના લોકોને પીવાનું પાણી પુરૂ પાડવા માટે પાલિકાએ હજીરાના ઉદ્યોગોની મદદથી રાંદેર-સિંગણપોર વચ્ચે વિયર કમ કોઝવે બનાવ્યો હતો. 1995માં કોઝવે બનાવાયા બાદ મીઠા પાણીના સરોવર સાથે…
નવા મોટર વ્હીકલ એક્ટના અમલની સાથે પોલીસ સાથે ઘર્ષણના વધી રહેલા કિસ્સા વચ્ચે કાપોદ્રા ચાર રસ્તા ખાતે ટ્રાફિક નિયમની ફરજ બજાવી રહેલા ટ્રાફિક પોલીસકર્મીઓને દંડ ભરવાનો તો ઠીક દંડની રસીદ સ્વીકારવાનો પણ ઇન્કાર કરી જાહેરમાં અપશબ્દો ઉચ્ચારી ઝપાઝપી કર્યાની ફરિયાદ કાપોદ્રા પોલીસ મથકમાં નોંધાય છે. શહેર પોલીસની ટ્રાફિક શાખામાં રીજીયન 1 માં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ જીતેન્દ્ર રમેશ અને એએસઆઇ રાકેશ ફતેસીંગ સહિતના સ્ટાફ સાથે ફરજ બજાવી રહ્યા હતા. દરમ્યાનમાં હેલમેટ પહેર્યા વિના મોટરસાઇકલ નંબર જીજે-5 પીએસ-7411 પર પસાર થઇ રહેલા ચાલક જીગ્નેશ લવજી દિયોરા (ઉ.વ. 29 રહે. ખોડિયાર નગર, સુદામા ચોક, મોટા વરાછા) ને અટકાવ્યો હતો. જેથી તેના વિરૂધ્ધ…
મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના વચ્ચે ચાલી રહેલા સરકાર રચવાના વિવાદ વચ્ચે શિવસેના કિશોર તિવારીએ RSS પ્રમુખને પત્ર લખ્યો છે. તેમણે પોતાના પત્રમાં વાતચીત માટે નીતિન ગડકરીને મોકલવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે, મેં RSS પ્રમુખ મોહન ભાગવતને વાતચીત શરૂ કરવા માટે પત્ર લખ્યો છે. પત્રમાં મેં નીતિન ગડકરીને મોકલીન વાતચીત શરૂ કરવાની રજૂઆત કરી છે. નીતિન ગડકરી બે કલાકમાં મામલાનો ઉકેલ લાવી દેશે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે મુંબઈથી દિલ્હી સુધી દિગ્ગજ નેતાઓની મુલાકાતો છતાં મહારાષ્ટ્રમાં સરકાર રચવાનું ચિત્ર સ્પષ્ટ થયું નથી ત્યારે હવે આ મામલે શિવસેના નેતાએ સંઘ પ્રમુખને પત્ર લખી નીતિન ગડકરીને વાતચીત માટે મોકલવાનું જણાવ્યું છે.
ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ના નેતા અસદુદ્દીન ઓવૈસીએ ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહ સચિવ માધવ ગોડબોલેના વિધાનને ટેકો આપતાં કહ્યું હતું કે આ વાત સાચી છે. બાબરી મસ્જિદના દરવાજા કોંગ્રેસના તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધીએ ખોલાવ્યા હતા. બાબરી મસ્જિદ તૂટી એ માટે રાજીવ ગાંધી પણ સરખેસરખા જવાબદાર છે. અત્રે એ યાદ રહે કે બાબરી મસ્જિદ-રામ જન્મભૂમિ વિવાદ અંગે સુપ્રીમ કોર્ટનો ચુકાદો ગણતરીના દિવસોમાં આવવાનો છે. હૈદરાબાદના સાંસદ એવા ઓવૈસીએ મિડિયા સાથે વાત કરતાં કહ્યું કે અયોધ્યાથીજ રાજીવ ગા્ંધીએ પોતાના ચૂંટણી પ્રચારનો પણ આરંભ કર્યો હતો.‘ માધવ ગોડબોલે સાહબને બિલકુલ સહી કહા હૈ. બાબરી મસ્જિક કે દરવાજે તત્કાલીન પ્રધાન મંત્રી રાજીવ ગાંધીને…
ફિલ્મ સ્ટૂડન્ટ ઓફ ધ યર-2થી બોલિવૂડમાં ડેબ્યૂ કરનારી અભિનેત્રી તારા સુતારિયા આ દિવસોમાં ફિલ્મ કરતા વધારે અફેરને લઈ ચર્ચામાં છે. આ પહેલા તેનું નામ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોડાયું હતું અને ડેટ સુધીના ખબરો આવી રહી હતી. હવે તારાનું નામ સિદ્ધાર્થની જગ્યાએ કરીના કપૂરના ભાઈ સાથે જોડાયું છે. કરીના કપૂરના ફોઈના છોકરા આદર જૈન સાથે તારાની ડેટિંગની ખબરો આવી રહી થે. આ દિવસોમાં તારા અને આદર ઘણી જગ્યાએ સાથે જોવા મળી રહ્યા છે. જેના કારણે બોલિવૂડમાં એવી ચર્ચા છે કે બંન્ને વ્ચચે કંઈક ખિચડી રંધાઈ રહી છે. ખાસ વાત એ છે કે તારાએ જે વાતનો ખુલાસો કર્યો એમાં આદરનું નામ નથી…
રાજસ્થાનમાં 4 નવેમ્બરથી પુષ્કર મેળાની શરૂઆત થઈ ગઈ છે. પુષ્કર આંતરરાષ્ટ્રીય પશુ મેળામાં અલગ-અલગ પ્રજાતિના 5 હજારથી વધારે પશુ પહોંચ્યાં છે. આ વખતે મેળામાં સૌ કોઈનું ધ્યાન ભીમ ભેંસે ખેંચ્યું છે. આ ભેંસને પ્રદર્શનમાં બીજી વખત લાવવામાં આવી છે. તેનું વજન 1300 કિલો છે. ભેંસના માલિક જવાહર લાલ જાંગિડ, દીકરા અરવિંદ જાંગિડ જોધપુરથી પુષ્કર આવ્યા છે. આ ભેંસની કિંમત 14 કરોડ રૂપિયા છે. ભેંસ પાછળ દર મહિને દોઢ લાખ રૂપિયા સ્વાહા આ ભેંસની દેખરેખમાં દર મહિને દોઢ લાખ રૂપિયાનો ખર્ચ આવે છે. માલિકનાં પુત્ર અરવિંદે જણાવ્યું કે, ભેંસને રોજ 1 કિલો ઘી, 500 ગ્રામ માખણ, 200 ગ્રામ મધ, 25 લીટર…
અમેરિકાની સેનાની કાર્યવાહીમાં ઠાર કરાયેલા આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ(IS)ના નેતા રહેલા અબુ બકર અલ-બગદાદીની મોટી બહેન સરમિયાની તુર્કીએ ધરપકડ કરી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ 65 વર્ષની સરમિયા અવાદની સોમવારે પરિવાર સહિત ધરપકડ કરવામાં આવી. તે પતિ અને અન્ય સબંધીઓ સાથે ઉતરી સિરિયાના અલેપ્પો પ્રાંતના અઝાઝ શહેરમાં રહેતી હતી. ન્યુયોર્ક ટાઈમ્સના જણાવ્યા મુજબ, રસમિયા પણ આતંકી સંગઠન આઈએસ સાથે જોડાઈ હતી. રસમિયા સંગઠનને ગુપ્ત જાણકારી આપતી હતી. તુર્કીના અધિકારીઓએ ગુપ્ત જાણકારીના આધાર પર તમામની ધરપકડ કરી લીધી છે. અલ-કુરૈશી ISના નવા નેતા ISના પ્રવક્તા અબુ હમજા અલ-કુરૈશીએ 31 ઓક્ટોબરે ઓડિયા મેસેજ બહાર પાડીને બગદાદીને ઠાર કરાયો હોવાની પુષ્ટિ કરી હતી. તેમણે…
સુરત મ્યુનિ.ને ઈ ગર્વનન્સના આંતરરાષ્ટ્રીય સંસ્થાનો એવોર્ડ મળ્યો પરંતુ ગુગલ પર સુરત મ્યુનિ.ના વરાછા ઝોનનો નંબર હેક કરીને કોઈ હેકર પોતાનો નંબર રાખીને સુરતની પ્રજા સાથે છેતરપીંડી કરી રહ્યો છે. ઈન્ફર્મેશન ટેકનોલોજીના કારણે પાલિકાને એવોર્ડ મળ્યો છે તેવા પાલિકાના આઈ.એસ.ડી. વિબાગ પોલીસ ફરિયાદ બાદ પણ જાગી ન હોવાથી હજી પણ ગુગલ પર વરાછા ઝોન ઓફિસના બદલે ચીટર ટોળકીનો નંબર જોવા મળી રહ્યો છે. સુરત મ્યુનિ.ના વરાછા ઝોનમાં નાના વરાછા સ્થિત શીવપાર્ક સોસાયટીમાં રહેતાં એક વ્યકત્તિએ પાલિકામાં મચ્છર ભગાડવાના ધુમાડા માટે ફોન કરવા માટે ગુગલ પરથી વરાછા ઝોન ઓફિસનો નંબર મળવ્યો હતો. પાલિકાની ગંભીર બેદકારીના કારણે ગુગલ પર વરાછા ઝોન ઓફિસના…