કવિ: Satya Day News

Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.

રીંગરોડની રાધા ક્રિષ્ણા ટેકસટાઇલ માર્કેટના વ્યાપારી પાસેથી રૂા. 43.40 લાખની મત્તાનું ફિનીશ ફેબ્રીક્સ કાપડનો જથ્થો ખરીદી પેમેન્ટ ચુકવ્યા વિના દુકાનને રાતોરાત બંધ કરીને ભાગી જનાર બે વ્યાપારી સહિત પાંચ વિરૂધ્ધ ઠગાઇની ફરિયાદ નોંધાય છે. પરવટ પાટિયાના અભિલાષા હાઇટ્સમાં રહેતા અનિલ રાધેશ્યામ રાઠી રીંગરોડ સ્થિત રાધા ક્રિષ્ણા ટેકસટાઇલ માર્કેટમાં કાઇઝન ક્રિએશન નામે ફિનિશ ફેબ્રીક્સ કાપડનો વ્યાપાર કરે છે. વર્ષ 2018ના એપ્રિલ મહિનામાં શ્રી શ્યામ ટેક્સટાઇલ નામે વ્યાપાર કરતા હેમંત શર્મા અને નરેન્દ્ર ચૌધરી નામના વ્યાપારી હસ્તક રાજેશ યાદવ અને અજય શર્મા અને અનિલ નામના વ્યાપારી સાથે પરિચય થયો હતો. શ્રી શ્યામ ટેકસટાઇલ્સ નામે વ્યાપાર કરતા રાજેશ, અજય અને અનિલે પોતાનો ધંધો…

Read More

ઓસ્ટ્રેલિયાના એક ધનવાન કુટુંબે સમગ્ર દેશમાં પોતાના ઘર જેવી સગવડો સાથે મરજી મુજબ ફરી શકાય તે માટે એક ખાસ હરતું ફરતું ઘર તૈયાર કરાવ્યું છે અને તે માટે ૨૦ લાખ ડોલર-14.21 કરોડ રૂપિયા જેટલો જંગી ખર્ચ કર્યો છે. બહારથી કોઇ મહાકાય ટ્રક જેવું દેખાતું આ વાહન ખરેખર તો તેની અંદર એક વૈભવશાળી મકાન ધરાવે છે. જેણે આ મકાન તૈયાર કરાવ્યું તે કુટુંબની વિગતો આપવામાં આવી નથી પણ આ કુટુંબે એસએલઆરવી એક્સપીડિશન વેહિકલ્સનો સંપર્ક સાધ્યો હતો અને પોતાના માટે એપાર્ટમેન્ટ ઓન વ્હીલ્સ તૈયાર કરી આપવા ઓર્ડર આપ્યો હતો. આ એપાર્ટમેન્ટમાં બે પુખ્ત વ્યક્તિઓ અને છ બાળકો વાળા આ કુટુંબ માટે બેડરૂમો…

Read More

પાકિસ્તાને કચ્છના સંવેદનશીલ વોટરશેડ પર 4 સબમરીન તૈનાત કરવાની કવાયત શરૂ કરી છે. આથી ભારતીય સુરક્ષા ટીમને એલર્ટ કરવામાં આવી છે. ભારતીય સુરક્ષા એજન્સીઓએ પાકિસ્તાનની આ કાર્યવાહીને અટકાવી દીધી છે. તુર્કી દ્વારા ટૂંકા ઉંચાઇની સબમરીન આપવામાં આવશે. ત્યારે કચ્છની સરહદ પર પાકિસ્તાન આ સબમરીન તૈનાત કરશે. પાકિસ્તાન નેવી જાન્યુઆરી 2020 માં આ સબમરીનનો સમાવેશ કરશે. આવી સ્થિતિમાં કચ્છની સંપ સબમરીન તૈનાતને હળવાશથી લઈ શકાય નહીં. આપણું પાણી સરક્રિક સહિતના ઘણા દેશોની સરહદને સ્પર્શે છે. ખુલ્લા સમુદ્રમાં ભારતની સુરક્ષા એજન્સીઓ દ્વારા હંમેશાં પેટ્રોલિંગની દેખરેખ રાખવામાં આવે છે. પાકિસ્તાન આ વિસ્તારોમાં પોતાનો પગ સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. સબમરીન જમાવટ એ…

Read More

રામોલમાં પીએસઆઇ ઉપર હુમલો કરનાર 3 બુટલેગરોએ ગુજરાતી ગાયિકાને ચપ્પાની અણીએ તેનું અપહરણ તેની જ ગાડીમાં લઇ ગયા હતાં અને જાનથી મારી નાંખવાની ધમકી આપી રૂ.1 લાખની ખંડણી માંગી રૂ.10 હજાર પડાવી લીધા હતાં. જે પેટે ગાયિકાએ રૂ.10 હજાર આપતા તેને દસ્તાન સર્કલ પાસે છોડી દીધી હતી. આ ઘટના અંગે ગાયિકા ભૂમિ પંચાલે ત્રણેય આરોપી વિરુદ્ધ ફરિયાદ કરી છે. પર્સમાંથી 10 હજાર લઈને છોડી દીધી પરમેશ્વર પાર્કમાં રહેતી ભૂમિ પંચાલ અને કારમાં ફોટોગ્રાફર પાર્થ પટેલની સાથે સાઉન્ડવાળાને રૂપિયા આપવા ગઇ હતી ત્યારે અક્ષય પટેલ અને અજિત વાઘેલાએ ભૂમિને ફોન કરી કહેલું કે, તું નવરાત્રિમાં બહુ રૂપિયા કમાઇ છે મને રૂ.1…

Read More

ઉત્તર પ્રદેશના શામલી શહેરમાં કૈરાના વિસ્તારમાં એક માછલી પર ‘અલ્લાહ’લખેલું દેખાઈ રહ્યું છે. આ માછલીને જોવા માટે લોકોની ભીડ ઉમટી રહી છે. ફિશ પર ‘અલ્લાહ’ ઉપસેલું જોઈને લોકોએ 5 લાખ સુધી બોલી લગાવી દીધી છે. માછલીના માલિક શબાબ અહમદે જણાવ્યું કે, આ ફિશ મેં એક્વેરિયમમાં રાખી છે. હું તેને 8 મહિના પહેલાં લઈને આવ્યો હતો. માછલી જેમ-જેમ મોટી થઈ રહી છે, તેમ તેના પેટ પર પીળા રંગથી ‘અલ્લાહ’ લખેલું દેખવા લાગ્યું. શબાબે કહ્યું કે, આ માછલી જ્યારથી મારા ઘરે આવી છે, ત્યારથી મારા ઘરે પ્રગતિ થઈ થઈ રહી છે, આ માછલી અમારા ઘર માટે લકી છે. ઘણા લોકો આ માછલીને…

Read More

ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ હેઠળ આવતા વેપારીઓએ હવે મેન્યૂઅલ ઇન્વોઇસ બનાવાનું રહેશે નહીં તેમના માટે ઓનલાઇન ઇ-ઇન્વોઇસ મૂકવામાં આવ્યું છે. 1 જાન્યુઆરી 2020થી નવું ઇ-ઇન્વોઇસ લાગુ થશે. વેપારીઓ પોતાના સોફ્ટવેર સાથે આ ઇ-ઇન્વોઇસને સેટ કરી શકે તેમજ પ્રેક્ટિસ કરી શકે તે માટે ત્રણ મહિનાનો સમય અપાયો છે. સરકારનો મૂળ ઉદ્દેશ કરચોરી રોકવા માટે ઇ-ઇન્વોઇસ લાગુ કરવાનો છે. ગાઇડલાઇન ઓનલાઇન મૂકવામાં આવી સીબીઆઇસીએ 1 જાન્યુઆરી 2020થી જીએસટી કરદાતા માટે ઇ-ઇન્વોઇસિંગની પ્રોસેસિંગ શરૂ થશે. દરેક વેપારીઓએ ઇ-વે બિલની જેમ ટેકસ ઇન્વોઇસ પણ ઓનલાઇન બનાવાનું રહેશે. સીબીઆઇસીએ ઇ-ઇન્વોઇસનું ફોર્મેટ સોફ્ટવેરની ગાઇડ લાઇન બહાર પાડી છે. શરૂઆતમાં દરેક વેપારીએ મેન્યૂઅલ સાથે ઇ-ઇન્વોઇસ બનાવવું પડશે.…

Read More

દર વર્ષની જેમ ચાલુ વર્ષે માદરે વતન જતા ડાયમંડ વેપારીઓ અને રત્ન કલાકારો પાસેથી વસૂલવામાં આવતા એસ.ટી.ના ભાડા અંગે મુખ્ય પરિવહન અધિકારી દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ વધારાના ભાડા સિવાય ફક્ત રૂટિન ભાડું વસુલવા એસ.ટી.નિયામક દ્વારા જાહેરાત કરવામાં આવી છે.જેને લઈ ડાયમંડ વેપારીઓ અને રત્ન – કલાકારોમાં ખુશી વ્યાપી ગઈ છે. સુરત ડાયમંડ એસોસસિયેશન ખાતે આ અંગે એક પત્રકાર પરિષદ નું આયોજન કરાયું હતું. જ્યાં ડાયમંડ એસોસિયેશન ના નવનિયુક્ત પ્રમુખ બાબુભાઇ કાઠીરીયાએ જણાવ્યું કે,ગત વર્ષે દિવાળી ના તહેવારો દરમ્યાન માદરે વતન જતા રત્ન – કલાકારો અને હીરા વેપારીઓ પાસેથી વધારાનું ભાડું વસુલવામાં આવ્યું હતું.જે અંગે રાજ્યના મુખ્ય…

Read More

યુપીના કુશીનગરમાં એક સરકારી અધિકારીએ અડધી રાતે મંદિર ખોલાવીને તાબડ તોબ લગ્ન કર્યા હોવાનો કિસ્સો ચર્ચાનો વિષય બની ગયો છે. યુપીના સરકારી અધિકારી દિનેશ કુમાર પહેલા ખડ્ડા નામના જિલ્લામાં એસડીએમ હતા.આ દરમિયાન તેઓ ચાર વર્ષથી એક યુવતી સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહેતા હતા.એક મહિના પહેલા દિનેશ કુમારની ખડ્ડાથી હાપુડમાં બદલી થઈ હતી.તેમની સાથે રહેનાર યુવતી રેણુ પણ પાછળ પાછળ તેમની નવી ઓફિસ સુધી પહોંચી હતી. સમજાવવાની કોશિશ કરાઈ પણ… એવુ કહેવાય છે કે, યુવતીએ દિનેશ કુમારના ઉપરી અધિકારી એટલે કે કલેક્ટરને પોતાના સબંધોની જાણકારી આપીને લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. યુવતીને સમજાવવાની કોશિશ કરાઈ હતી પણ તે નહી માનતા…

Read More

કાનપુરના નર્વલ સ્થિત નરૌરા ગામમાં ગુરૂવારે રાત્રે પત્નીને પ્રેમીની સાથે આપત્તિજનક હાલતમાં જોઈને પતિએ મોટા ચાકુથી બંનેના ગળા કાપી નખ્યાં. ત્યાર બાદ પોતે જ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી ઘટનાની જાણકારી આપી. પોલીસે પતિને ચાકુ સાથે એરેસ્ટ કરી લીધો. શુક્રવારે સવારે એસએસપી અનંત દેવ, એસપી ગ્રામીણ પ્રદ્ધુમ્ન સિંહ અને ફોરેન્સિક ટીમ ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું. નરોરા ગામ નિવાસી રાજેશ કુરિલ મજુરી કરે છે. પરિવારમાં પત્ની સુનીતા સિવાય બે બાળકો મુકેશ અને શનિ સાથે પુત્રી કંચન પણ છે. રાજેશે જણાવ્યું કે છેલ્લાં ચાર વર્ષોથી સુનીતાના ફતેહપૂર નિવાસી મનીષ સાથે અવૈધ સંબંઘો હતા. મનીષ સંબંધમાં તેનો ફુઆનો છોકરો લાગતો હતો. તે હંમેશા…

Read More

અભિનેત્રી શ્રૃતિ હસને બોલીવુડમાં ભલે ઓછી ફિલ્મો કરી હોય પરંતુ તે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સતત સક્રિય છે. ગત કેટલાંક સમયથી તે પોતાના અંગત જીવનને લઇને પણ ચર્ચામાં રહી છે. હવે શ્રૃતિએ પોતાના વિશે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. શ્રૃતિએ પહેલીવાર સ્વીકાર્યુ કે તેને દારૂની ખોટી લત લાગી ગઇ હતી. એક શૉમાં પહોચેલી શ્રૃતિએ કહ્યું કે તેને દારૂ પીવાની આદત હતી. દારૂની લતના કારણે તેના કરિયર પર અસર પડી. આ અસર એટલી વધુ હતી કે કેટલાંક સમય માટે તેણે અભિનયમાંથી બ્રેક લેવો પડ્યો હતો. શ્રુતિએ જણાવ્યું કે, હું છેલ્લા એક વર્ષથી નશાથી દૂર છુ અને તે પછી મે દારૂને હાથ પણ…

Read More