કવિ: Satya Day News

Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.

નાનપુરા દયાળજી બાગ નજીક અને ઉમરા ગામ દમણ ફળિયાની પાછળ તાપી નદીના પટમાંથી હત્યા કરી ફેંકી દેવાયેલી બે લાશ મળવાની ઘટનામાં પોલીસે બંન્ને મૃતકોની ઓળખ માટે સુરત શહેર-જિલ્લામાંથી ગુમ થનારની માહિતી મેળવવાની તજવીજ હાથ ધરી છે. ઉપરાંત હત્યાનો ભોગ બનનાર બંન્ને મૃતકો એક જ પરિવારના હોવાની આશંકા સાથે ડીએનએ પરીક્ષણની પણ તજવીજ હાથ ધરી છે. ગત રોજ નાનપુરા દયાળજી બાગ અને નાવડી ઓવારાની વચ્ચે તાપી નદીના પટમાંથી અજાણ્યા યુવાનની લાશ રાંદેર પોલીસને મળી આવી હતી. આ લાશ મળ્યાના ગણતરીના ત્રણથી ચાર કલાકમાં જ વધુ એક લાશ ઉમરાગામ દમણ ફળિયાની પાછળ તાપી નદીના પટમાંથી ઉમરા પોલીસને મળી આવી હતી. રાંદેર અને…

Read More

દેશમાં વસતિવધારાના વિસ્ફોટને રોકવા ચીન જેવો વસતિનિયંત્રણનો કડક કાયદો અમલમાં મૂકવો જોઇએ એવી હાકલ વિવાદાસ્પદ વિધાનો કરવા માટે પંકાયેલા ભાજપના નેતા ગિરિરાજ સિંઘે કરી હતી. વસતિ વધારાનાં 21 માઠાં પરિણા્મો સૂચવતા 21 રથોની સાથે ભાજપી નેતાઓએ શુક્રવારે મેરઠથી દિલ્હીની પદયાત્રા શરૂ કરી હતી. સતત ઘટી રહેલું ભૂગર્ભ જળ, ઘટી રહેલી ખેતી, ગંભીર પ્રદૂષણ સહિત 21 સમસ્યાઓને ચિત્રરૂપે દર્શાવતાં આ રથો સાથે હજારો લોકો પદયાત્રામાં જોડાયા હતા આ પદયાત્રા આવતી કાલે રવિવારે દિલ્હી પહોંચશે અને જંતર મંતર પર કાયદા ખાતાના પ્રધાન રવિ શંકર પ્રસાદને એક નિવેદન સોંપશે. ત્યાં પદયાત્રાનું સમાપન થશે. પદયાત્રાના આરંભે ભાજપા નેતા ગિરિરાજ સિંઘે કહ્યું કે બેફામ વધી…

Read More

ગૂગલે (Google)આજનું ડૂડલ (Doodle)કામિની રાયની 155મી જયંતી પર બનાવ્યું છે. કામિની રાય ભારતના ઇતિહાસમાં ગ્રેજ્યુએટ થનારી પહેલી મહિલા હતી. જે દરેક મહિલાના અધિકારો માટે આગળ વધી. તે એક બંગાળી કવિ, શિક્ષાવિદ અને સામજિક કાર્યકર્તા (Social Worker) હતી. તેનો જન્મ 12 ઓક્ટોબર 1864એ બંગાળના બસંદા ગામમાં થયો હતો. જે હવે બાંગ્લાદેશના બારીસાલ જિલ્લામાં આવે છે. કામિની બ્રિટિશ શાસનકાળ દરમિયાન 186માં ઓનર્સની ડિગ્રી હાંસલ કરી. એટલે આઝાદીથી પણ પહેલા ગ્રેજ્યુએટ થાનારા કામીની રોય પહેલા મહિલા First Graduate Lady of India) હતા. કામિનીએ બેથુન કોલેજ (Bethune College) કોલેજમાંથી સંસ્કૃતમાં બીએ ઓનર્સ કર્યું અને તે કોલેજમાં શિક્ષિકા તરીકે કાર્ય કર્યું, ભારતમાં જે સમયે આઝાદી…

Read More

શહેરમાં ખાણીપીણીની વસ્તુઓમાં જીવાત, મકોડા, વંદા નીકળવાનો સિલસિલો હજી યથાવત રહ્યો છે. રાજ્યમાં આટલી ઘટનાઓ બન્યા પછી પણ કોઇ સુધારવાનું નામ લઇ રહ્યું નથી. આરોગ્ય વિભાગને પણ જાણે શહેરીજનોની કંઇ પડી નથી, તેવું લાગી રહ્યું છે. ત્યારે અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા ઘાટલોડિયા વિસ્તારમાં આવેલ એક ડોમિનોઝ પિત્ઝામાંથી મકોડો નીકળવાની ધટના સામે આવી છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે, શહેરના ઘાટલોડિયા વિસ્તારના કલાસાગર મોલના ડોમિનોઝ પિત્ઝા આઉટલેટ ઉપરથી યુવાનોએ શુક્રવારે પિત્ઝા ઓર્ડર કર્યો હતો, પણ પિત્ઝાનું બોક્સ ખોલીને જોયું તો પિત્ઝામાં મકોડો હતો. જેથી વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો. પછી આ વીડિયો વાઇરલ થઇ જતા મ્યુનિ.એ ડોમિનોઝ પિત્ઝાના આઉટલેટને…

Read More

અમદાવાદની વૃષ્ટિ કોઠારી કેસમાં અભિનેત્રી સોહાઅલી ખાને ટ્વીટ કરીને પોલીસ મદદ માંગતા મામલો ગરમાયો હતો. વૃષ્ટી અને શિવમ કુલ્લુના કસોલ પાસેથી હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે મળી આવ્યા બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તેમને કસોલથી સીધા અમદાવાદ એરપોર્ટ પર લઇને આવી હતી. આજે વૃષ્ટી અને શિવમને લઈ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ ઍરપૉર્ટ પર પહોંચી ત્યારે શિવમના માતાપિતાએ તેમને બૂકે આપી સ્વાગત કર્યુ હતું. ઍરપૉર્ટ ખાતે મીડિયા સાથે વાત કરતા શિવમ પટેલે કહ્યું હતું કે અમે શાંતિની શોધમાં ગયા હતા. જોકે, બન્ને જણા હાલ સીધા ક્રાઇમ બ્રાન્ચ જવા માટે જ રવાના થયા છે. જો કે, વૃષ્ટિને લેવા માટે તેના માતાપિતા અમદાવાદ એરપોર્ટ પર આવ્યા…

Read More

રાજ્ય સરકારના વર્ગ-4 ના કર્મચારીઓને દિવાળીની ભેટ મળી છે. નાયબ મુખ્‍યમંત્રી અને નાણામંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્‍યુ છે કે, આગામી સમયમાં આવી રહેલા દિવાળીના તહેવારોને ધ્‍યાને લઇને વર્ગ-4 ના કર્મચારીઓ ઉત્‍સાહપૂર્વક દિવાળી ઉજવી શકે તે માટે તેઓને બોનસ આપવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેર કર્યું છે કે, આ વખતે દિવાળી પર્વ વર્તમાન ઓક્ટોબર મહિનામાં આવતું હોઇ રાજ્ય સરકારે તેના અધિકારીઓ- કર્મચારીઓ- પેન્શનરોને પગાર-પેન્શન દિવાળી પહેલાં ચૂકવવાનો નિર્ણય કર્યો છે, એટલે ઓક્ટોબર મહિનામો પગાર તથા પેન્શન તા. 21-22-23 ઓક્ટોબર દરમિયાન જ ચૂકવાઇ જશે. રાજ્ય સરકારના અધિકારીઓ- કર્મચારીઓની સંખ્યા 5.11 જેટલી તથા પેન્શનરનોની સંખ્યા 4.54 લાખ જેટલી છે,…

Read More

લેકાવાડા સ્થિત સીઆરપીએફ કેમ્પમાં આસિ.કમાન્ડન્ટ તરીકે ફરજ બજાવતા જવાને ચંપલ ખોવાઈ જતાં પત્નીને લાફા મારી, ગળું દબાવ્યું હતું. આ અંગે પરિણીતીએ પતિ વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસ ગુજારતો હોવાની ફરિયાદ કરી છે. તું મારી બાયડી છે તારે જ બધુ કરવાનું ચિલોડા પોલીસમાં શીતલબેન રાણા (ઉં.વ.40)ની ફરિયાદ મુજબ, સવારે 9.30 વાગ્યે પતિ ભરત રાણા મેદાનથી ઘરે આવ્યા બાદ ચંપલ માગતા હતા. પત્નીએ ખબર નથી સેવાદાર શોધી આપશે તેવો જવાબ આપતા રોષે ભરાયેલા પતિએ ‘તું મારી બાયડી છે તારે જ બધુ કરવાનું’ કહીંને ત્રણ લાફા માર્યા હતા અને ગળું દબાવી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત પતિ ‘પિયરમાંથી દહેજ પેટે 50…

Read More

ભરૂચ જિલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમાના પત્ની વંદનાબા ચુડાસમાએ શૂટિંગ ક્ષેત્રે હાથ અજમાવી વિવિધ સ્પર્ધાઓમાં માત્ર 2 વર્ષમાં જ 24 જેટલાં મેડલ પ્રાપ્ત કર્યા છે. તેમણે એરપિસ્ટલ તથા સ્પોર્ટસ પિસ્ટલ શુટિંગની વિવિધ ઈવેન્ટસમાં ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ અને નેશનલ કક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. વંદનાબા ચુડાસમાએ છેલ્લા 2 વર્ષથી શૂટિંગ ક્ષેત્રે શરૂઆત કરી હતી. કોઈ કોચની તાલિમ લીધા વિના સ્વબળે ચાલુ વર્ષે ગુજરાત રાજ્યની સ્ટેટ લેવલની શૂટિંગ સ્પર્ધામાં એરપિસ્ટલ, સ્પોર્ટસ પિસ્ટલ તથા સિંગલ ટ્રેપ શુટીંગની ત્રણેય સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. સપ્ટેમ્બર મહિનામાં જયપુર ખાતે યોજાયેલી 29 મી ઓલ ઈન્ડિયા જી.વી માવલંકર શુટીંગ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ તથા અન્ય સ્પર્ધાઓમાં…

Read More

અજય દેવગને 90ના દાયકા,આ ‘ફૂલ ઔર કાંટે’ હિન્દી ફિલ્મથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શ્રીગણેશ કર્યા હતા. 28 વર્ષ કરિયરમાં અજયે ઘણી ઉતાર-ચઢાવ જોયા છે. એક સફળ એક્ટરની સાથે તે ફિલ્મ મેકર, ડિરેક્ટર અને પતિ-પિતા પણ છે. સાંભળવામાં આવ્યું છે કે, ટૂંક સમયમાં તેની બાયોગ્રાફી લખી શકાય છે. સૂત્રો પ્રમાણે, અજયની લાઈફ સ્ટોરી ઘણી પ્રેરણાદાયક છે, કારણ કે ઇન્ડસ્ટ્રીમાં જોડાયેલા હોવા છતાં તેણે ઘણો સંઘર્ષ કરીને સફળતા હાંસલ કરી છે. તે એક્શન ડિરેક્ટર વીરુ દેવગનનો દીકરો છે. પોતાની પ્રથમ ફિલ્મ હિટ થઇ હોવા છતાં કરિયરમાં ઘણી વાર નિષ્ફ્ળતા પણ જોઈ છે. તેના અને કાજોલની લવ સ્ટોરી, ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથેના સંબંધ આ દરેક સબ્જેક્ટ…

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમિલનાડુના મહાબલીપુરમમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત માટે પહોંચ્યા છે. શનિવારે સવારે મહાબલીપુરમના દરિયાઈ કિનારે તેમણે 30 મિનિટનું જોગિંગ કર્યું હતું. આ દરમિયાન તેમણે દરિયા કિનારાની સફાઈ માટે કચરો પણ ઉપાડ્યો હતો. વડાપ્રધાને લોકોને જાહેર જગ્યાઓને સાફ રાખવાની અપીલ કરી હતી. જોગિંગ કરતાં કરતાં કચરો ઉપાડવાને પ્લોગિંગ કહેવામાં આવે છે. મોદીએ આ અભિયાનનો ઉલ્લેખ 29 સપ્ટેમ્બરે મન કી બાતના કાર્યક્રમમાં પણ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં જણાવ્યું હતું કે, દેશમાં એક નવયુવક રિપુદમન બેલ્વી એક અનોખો પ્રયત્ન કરી રહ્યા છે. તેઓ પ્લોગિંગ (જોગિંગ કરતાં કચરો ઉપાડવો) કરે છે. પહેલીવાર જ્યારે તેમણે પ્લોગિંગ શબ્દ સાંભળ્યો…

Read More