ભાજપના ભૂતપૂર્વ સાંસદ અને રેપના આરોપી સ્વામી ચિન્મયાનંદના ટેકામાં સાધુસંતોની ટોચની સંસ્થા અખાડા પરિષદ આગળ આવી હતી અને તત્કાળ સ્વામી ચિન્મયાનંદને મુક્ત કરીને ફરિયાદી યુવતી સામે કડક પગલાં લેવાની માગણી કરી હતી. અખાડા પરિષદમાં દેશના તેર મતમતાંતરો ધરાવતા સંપ્રદાયોના સાધુસંતોની સંસ્થાઓ જોડાયેલી છે. હરિદ્વારમાં મળેલી બેઠકમાં પરિષદે આ માગણી કરી હતી. સ્વામી ચિન્મયાનંદને બ્લેકમેલ કરવાના આરોપસર રેપ પીડિતા અને બીજા બે યુવાનો પણ જેલમાં છે. સ્વામી ચિન્મયાનંદ પણ જેલમાં છે. પરિષદે એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે સ્વામી ચિન્મયાનંદને બદનામ કરવાનું આ કાવતરું છે. રસપ્રદ હકીકત એ છે કે અગાઉ અખાડા પરિષદેજ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે ચિન્મયાનંદને હરિદ્વારના…
કવિ: Satya Day News
કસૌટી જિંદગી કી 2 માં કોમોલિકાની જગ્યા માટે ટીવી એક્ટ્રેસ આમના શરીફની એન્ટ્રી થઈ ગઈ છે, હવે સેટ પરથી કોમોલિકાના ગેટઅપમાં આમનાનો ફર્સ્ટ લુક પણ આવી ગયો છે. ફોટોમાં આમના ઘણા અંશે હિના ખાન જેવી લાગી રહી છે, રૉયલ બ્લૂ ઓફ શોલ્ડર ટૉપ અને સ્કર્ટ, નોઝ રિંગ અને હેવી જ્વેલરીમાં આમનાનો લુક શાનદાર છે. સિરિયલમાં આ રોલ પહેલાં હિનાએ નિભાવ્યો હતો. શોમાં તેની એક્ટિંગને બહુ પોપ્યૂલારિટી પણ મળી. એક ઈન્ટરવ્યૂમાં એકતાએ આમના સાથે ફરીથી કામ કરવાની ખુશી વ્યક્ત કરી છે અને કહ્યું, હું બહુ ખુશ છું કે, મારી ફેવરેટ એક્ટ્રેસિસમાંની એક અમારી પાસે પાછી આવી ગઈ છે. તો આમનાએ જણાવ્યું…
રાજ્ય સરકારે પોતાના કર્મચારીઓને દિવાળી પહેલા ખુશખબરી આપી છે. દિવાળી પહેલા રાજ્ય સરકાર કર્મચારીઓને એડવાન્સ પગાર ચુકવશે. તેવી રાજ્ય સરકારે જાહેરાત કરી છે. એટલે કે ચાલુ મહિનોનો ઓક્ટોબર મહિનાનો પગાર સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને દિવાળી પહેલા જ મળી જશે.
મંગળસૂત્ર લગ્નનું પ્રતિક છે. લગ્ન પછી દરેક સુહાગણ સ્ત્રીના સુહાગની નિશાનીના રૂપે તેના ગળાની શોભા વધારે છે. પરંતુ મંગળસૂત્ર સાથે જોડાયેલા કેટલાંક રહસ્યો વિશે જાણો છો? સ્ત્રીને મંગળસૂત્ર લગ્ન વખતે પતિ દ્વારા પહેરાવવામાં આવે છે. અને આ ધાર્મિક વિધિ વગર લગ્નને અપૂર્ણ માનવામાં આવે છે. જ્યોતિષના અનુસાર પણ, મંગળસૂત્ર મંગળકારી હોય છે. તેમાં રહેલું સોનું કુંડળીમાં બૃહસ્પતિ ગ્રહને મજબૂત બનાવે છે. તેમજ બૃહસ્પતિ ગ્રહ સુખી દાંમપ્તય જીવનનો કારક ગ્રહ માનવામાં આવે છે. સુહાગન સ્ત્રીઓ માટે મંગળસૂત્ર સૌથી મહત્વપૂર્ણ જ્વેલરી હોય છે, મંગળસૂત્રને પોતાના સુહાગની નિશાની સમજે છે. જેને તે સ્ત્રી પતિના મૃત્યુ પછી જ ઊતારીને પતિને પાછું અર્પણ કરે છે.…
સામાન્ય ચંપલ જેવી વસ્તુને પણ જો ઈસા મસીહના આશીર્વાદ મળે તો તે મિનિટોમાં વેચાઈ શકે છે. નાઈકીના પવિત્ર પાણી ભરેલા લિમિટેડ એડિશન શૂઝ ગણતરીની મિનિટોમાં જ વેચાઈ ગયા હતા. તે શૂઝની કિંમત 3,000 અમેરિકી ડોલર એટલે કે 2,13,139 રૂપિયા રાખવામાં આવી હતી અને થોડી વારમાં જ તેનો સ્ટોક ખાલી થઈ ગયો હતો. નાઈકીના સફેદ રંગના એર મેક્સ 97 શૂઝ જેને ‘જિસસ શૂઝ’ નામ આપવામાં આવેલું તેને બુ્રકલિનના ક્રિએટીવ લેબલ એમએસસીએચએફ દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા. આ શૂઝના સોલમાં જોર્ડન નદીના પવિત્ર પાણીને ભરવામાં આવેલું છે. માત્ર નદીનું પાણી ભરેલું હોવાથી જ શૂઝની કિંમત વધારે નથી પરંતુ તેના પર બાઈબલની આયાત…
બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનનો 77 મો જન્મ દિવસ છે. ત્યારે સુરતમાં રહેતા ચાહકે પોતાની છાતી પર અમિતાભ બચ્ચનના ફેસનું ટેટુ પડાવ્યું છે. મહાનાયકના જન્મ દિવસ નિમિત્તે એક હૂબહૂ પેઇન્ટિંગ પણ તૈયાર કરાવી છે. જે પેઇન્ટિંગ તેઓ અમિતાભ બચ્ચનને મુંબઇ ખાતે રૂબરૂ જઈ ભેટ કરવાના છે. તેમણે જણાવ્યું છે કે છાતી પર પડાવેલુ અમિતાભનું ટેટુ તેઓ જીવનભર આ રીતે જ રાખશે. તેઓ રોજ પોતાના ઘરે અમિતાભ બચ્ચનના નામની આરતી કરે છે. એટલું જ નહીં ઘરનું નામ પણ બચ્ચનધામ રાખ્યું છે. અત્યાર સુધી ૨૦ વખત અમિતાભ બચ્ચનની મુલાકાત પણ કરી ચુક્યાં છે.
દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ગ્રાહકને કડવો અનુભવ થયો છે. વીજ કંપનીના આવેલા બિલની ભરપાઈ કરવામાં આવેલી રસીદમાં ગાળો લખવામાં આવી છે. વિપુલ રમેશભાઈ પટેલ નામના ગ્રાહકની રસીદમાં ગાળો લખવામાં આવી છે. ડીંડોલી ડિવિઝનમાં આવેલ દક્ષિણ ગુજરાત વીજ કંપની હેઠળની આકાર એજન્સીની રસીદમાં ગાળો લખેલી જોવા મળી રહી છે. અભદ્ર ભાષામાં ગ્રાહકને આપવામાં આવેલી રસીદ સુરતના સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે. વાયરલ રસીદ બાદ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ઉચ્ચ અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા છે.
અમદાવાદની હોનેસ્ટ રેસ્ટોરન્ટના ભોજનમાંથી વંદો નીકળ્યાની ઘટના હજુ શમી નથી ત્યાં સુરતની ઘટના સામે આવી છે. સુરતમાં આઈસક્રીમના કોનમાંથી જીવાત હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો સુરતા મોટા વરાછા વિસ્તારનો હોવાનું અનુમાન છે. અને તે સુરતમાં વાયરલ બન્યો છે. વીડિયોમાં રહેલો વ્યક્તિ આઈસક્રીમમાં જીવાત હોવાનું જણાવી રહ્યો છે. જેથી હવે બહાર મળતી પ્રોડક્ટ ખાવી કે ન ખાવી તે જનતા માટે મોટો પ્રશ્ન બન્યો છે કારણ કે કહેવાતી સારી ક્વોલિટીની દુકાનોમાંથી જો જીવાતો નીકળતી હોય તો પછી સામાન્ય દુકાનોનું શું ?
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં ત્રિપલ હત્યાકાંડ બાદ રાજ્યમાં વિવાદ વધી રહ્યો છે. આરએસએસે આ હત્યાકાંડના 36 કલાક બાદ દાવો કર્યો છે કે મૃત વ્યક્તિ બંધુપ્રકાશ પાલનો સંબંધ આરએસએસ સાથે હતો. એક દિવસ પહેલાં મુર્શિદાબાદમા એક જ પરિવારના ત્રણ લોકી હત્યા કરવામાં આવી હતી. મૃતકોમાં સ્કૂલના એક શિક્ષક, તેમની ગર્ભવતી પત્ની અને 8 વર્ષનો બાળક સામેલ છે. કાઝીગંજ વિસ્તારમાં થયેલી હત્યાના 36 કલાક બાદ આરએસએસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. આરએસએસનું કહેવું છે કે મૃતક બંધુપ્રકાશ પાલ સ્વયંસેવક હતો. ત્યારે આ ઘટનાના હત્યારાઓને પકડવામાં પોલીસ નિષ્ફળ રહી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. તો આ મુદ્દે ભાજપના નેતાઓએ પણ રાજ્ય સરકાર…
રાજકોટ આજી GIDCમાં કેમિકલની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. 8 ફાયર ફાઈટરોએ ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. ભીષણ આગના કારણે આસપાસનો વિસ્તાર ખાલી કરાવાયો હતો. ફાયરના જવાનો દ્વારા આગને કાબુમાં લેવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે.