ભાલકાતીર્થના નૂતન મંદિર પર ઘ્વજારોહણની સાથે ટોચના શિખરને આહીર સમાજ દ્વારા સુવર્ણ મંડિત કરાવાયો છે. 11 ઓક્ટોબરે અહીં શિખર પર સુવર્ણકળશ ચઢાવાશે. શ્રી ગુજરાત આહીર સમાજ, શ્રી સોમનાથ ટ્રસ્ટ, અને ભાલકા પૂર્ણિમા સમિતીનાં સંયુક્ત ઉપક્રમે તા. 10 થી 13 અોક્ટોબર સુઘી ત્રિ-દિવસીય ભાલકેશ્વર મહોત્સવનુંં ભવ્ય આયોજન થયું છે. જેમાં ભગવાન શ્રીકૃષ્ણના નૂતન દેવાલય પર સુવર્ણ શિખરાર્પણ તથા તેમના પર પ્રથમ ઘ્વજારોહણ, ધર્મઘ્વજ રથયાત્રા, નારાયણ યાગ, સત્યનારાયણ પૂજન, ભજન-સંતવાણી સહિતના કાર્યક્રમો યોજાશે. દ્વારિકાથી ભવ્ય ધર્મધ્વજાયાત્રા યોજાશે શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારીકા થી મર્મભૂમિ ભાલકાતીર્થ સુઘીની ભવ્ય ધર્મધ્વજ રથયાત્રા યોજાશે. જે અંર્તગત તા. 10 ઓક્ટોબરને ગુરૂવારના સાંજે 5 વાગ્યે દ્વારકાધીશ મંદિરને ધ્વજારોહણ કરાશે. તા.…
કવિ: Satya Day News
ત્રણ મહિના પહેલાં અનુરાગ કશ્યપ, શ્યામ બેનેગલ, શુભા મુદ્દગલ તથા એક્ટ્રેસ અપર્ણા સેન સહિત 49 હસ્તીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને મોબ લિંચિંગ ઘટનાઓ પ્રત્યે ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારબાદ તેમની પર ત્રણ ઓક્ટોબરના રોજ બિહારના મુઝફ્ફરપુરમાં કેસ નોંધાયો છે. સ્થાનિક વકીલ સુધીર કુમાર ઓઝાએ બે મહિના પહેલાં દાખલ કરેલી અરજી પર મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ(CJM) સૂર્યકાંત તિવારીના આદેશ બાદ કેસ નોંધવામાં આવ્યો હતો. હવે, આ 49 હસ્તીઓને એક્ટર નસીરુદ્દીન શાહ તથા ઈતિહાસકાર રોમિલા થાપર સહિત 180થી વધુ અન્ય હસ્તીઓનું સમર્થન મળ્યું છે. તેમણે હાલમાં જ એક નવો પત્ર લખીને કહ્યું હતું કે તેમના અવાજને દબાવી શકાશે નહીં. 1. મોબ લિંચિંગ વિરુદ્ધ…
બાવળા તાલુકાનાં બગોદરા ગામમાં ખેતરમાં ધાસ કાપવા બાબતે 12 દિવસ પહેલા સવારે બોલાચાલી થવા પામી હતી.જેનું મનદુઃખ રાખીને બપોરે ગામમાં કોળી પટેલ અને ભરવાડનાં બે કુટુંબ વચ્ચે ઉગ્ર ઝઘડો અને મારામારી થતાં કોળી પટેલનાં યુવકનું મોત થવા પામ્યું હતું. બંને પક્ષનાં 9 વ્યકિતને ઇજાઓ થવા પામી હતી. ઘટનાની જાણ બગોદરા પોલીસને થતાં તરત જ ઘટના સ્થળે પહોંચી જઈને બંદોબસ્ત ગોઠવી દઈ પરીસ્થિતિ વધુનાં વણસે તે માટે જિલ્લાની પોલીસ બોલાવી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.આ જૂથ અથડામણમાં મૃતક યુવકના મોટા ભાઇનું પણ સારવાર દરમિયાન મોત થવા પામ્યું છે. જેથી આ જૂથ અથડામણમાં બે સગા ભાઇનાં મોત થવા…
ઓઢવ વિસ્તારમાં ભાડે મકાન રાખી લિવ ઇન રિલેશનશીપમાં રહેતા રાજસ્થાનના યુવક અને મહારાષ્ટ્રની યુવતીએ આપઘાત કરી લીધો છે. ઓઢવ પોલીસને ઘરમાંથી એક સ્યૂસાઇડનોટ મળી આવી છે. જેમાં મૃતક યુવકના કાકા અને તેમના કુટુંબીજનો આ રિલેશનશીપના કારણે તેને હેરાન પરેશાન કરતા હોવાથી બંનેએ આત્મહત્યા કરી હોવાનો સ્યૂસાઇડ નોટમાં ઉલ્લેખ છે. ઓઢવ પોલીસ સ્ટેશનના પીઆઈ આર.જી. જાડેજાએ જણાવ્યું હતું કે, મૃતક યુવકે ગળે ફાંસો ખાદ્યો છે જ્યારે યુવતીનું કયા કારણે મોત થયું છે તે એફએસએલ અને પોસ્ટમોર્ટના રિપોર્ટ બાદ કારણ બહાર આવશે.ઘરમાંથી સ્યૂસાઇડ નોટ મળી છે જેના આધારે મૃતક યુવતીના માતા-પિતાને જાણ કરી છે. તેઓની ફરીયાદ લઈ ગુનો નોંધવામાં આવશે. યુવક રાજસ્થાનનો…
દશેરાના તહેવારને ધ્યાને લઈ ફરસાણની દુકાનોમાં રાજ્યના ઘણાં શહેરોમાં દરોડાની કાર્યવાહી સાથે મહાનગર પાલિકાના આરોગ્ય ખાતા હસ્તકની ફૂડ વિભાગની ટીમે ચેકિંગ હાથ ધર્યું છે. શહેરના કતારગામ, ઉધના-મગદલ્લા રોડ, અડાજણ, પાલનપુર પાટીયા, પુણા સીમાડા, એ.કે.રોડ, નવસારી બજાર, બમરોલી વિસ્તારના ફરસાણવાળાને ત્યાંથી ફાફડા, જલેબી, પાપડીના 12 નમૂનાઓ લીધા છે અને રિંગરોડ આંબેડકર સેન્ટરની પબ્લિક ફૂડ લેબ ખાતે મોકલવામાં આવ્યાં છે. તેના રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે. ફરસાણની આ દુકાનોથી નમૂના લેવાયા: 1- ન્યુ ગાયત્રી ફરસાણ એન્ડ સ્વીટ માર્ટ, કતારગામ આશિર્વાદ કોમ્પલેક્ષ 2- ગાયત્રી ફરસાણ એન્ડ સ્વીટ, ઉધના-મગદલ્લા રોડ 3- શિવ ખમણ એન્ડ ફરસાણ હાઉસ, અડાજણ, પ્રગતિનગર 4- ગોપી ફરસાણ, પાલનપુર પાટીયા,…
વેસુ નંદની કોમ્પ્લેક્ષના ચોથા માળેથી નીચે પટકાતા આધેડનું મોત નીપજ્યું હતું. વહેલી સવારે બનેલા બનાવ અંગે સોસાયટી પ્રમુખનું ધ્યાન જતાં તેમણે પરિવારને જાણ કરી હતી. માનસિક બીમારના મોતને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સવારે પોણા પાંચ વાગ્યે જાણ થઈ: ભરાડીયા શિવ નારાયણ બાલ કિશન ઉ.વ. 49 રહે H-402, નંદની-3 વેસુમાં રહેતા હતાં. શિવ નારાયણ માનસિક બીમાર હોવાથી તેમની દવા ચાલતી હતી.નવરાત્રિના તમામ દિવસોમાં કોમ્પ્લેક્ષમાં રમાતા ગરબા જોવા પણ જતા હતા.ગઈકાલે ગરબા જોઈને આવ્યા બાદ રાત્રે 12 વાગ્યા બાદ ઘરમાં સુતાં હતાં.મધરાત્રે અચાનક ગેલેરી માંથી પડી ગયા હોવાની જાણ 4:45 વાગે વહેલી સવારે સોસાયટીના પ્રમુખે નાના ભાઈ સર્વેશ્વરને કરી…
દશેરાની પોલીસ શાખા દ્વારા પણ ઉજવણી કરવામાં આવી હતી. પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ કમિશનર આર. બી. બ્રહ્મભટ્ટ દ્વારા હથિયારોનું પુજન કરવામાં આવ્યું હતું.વિધિપૂર્વક હથિયારોની પૂજા અર્ચના કરીને પોલીસ કમિશનર બ્રહ્મભટ્ટે પોલીસ કર્મચારીઓને દશેરા પર્વની શુભકામના આપી હતી. સાથે જ પોલીસ કમિશનરે શહેરમાં શાંતિ જળવાઈ રહે તે માટે ભગવાનને પ્રાર્થના કરી હતી.
અંકલેશ્વરમાં વિદ્યાર્થીને માર મારતો વિડીયો વાયરલ થયાની ઘટનાને ભારે ચકચાર જગાવી છે. અંકલેશ્વર આઈ.ટી.આઈના નામે થયેલ વાયરલ આઈ.ટી.આઈ દ્વારા તપાસ આરંભી છે. વિડીયો વિદ્યાર્થીને માર મારવા ઉપરાંત બીભત્સ ગાળોનું પણ ઉચ્ચારણ જોવા મળી રહ્યું છે. ઘટના અંગે આઈ.ટી.આઈ દ્વારા હજી સુધી કોઈજ ફરિયાદ કરાય નથી. આજરોજ શોશ્યલ મીડીયામાં અંકલેશ્વર આઈ.ટી.આઈના નામે આજરોજ વિદ્યાર્થીઓને મારતા શિક્ષકનો વિડીયો સાથી વિદ્યાર્થીઓએ ઉતારી વાયરલ કર્યો હોવાની ઘટના સામે આવી રહી છે. ઘટનામાં વિદ્યાર્થી વાળ પકડી ઢોલ ધપાટ કરતો શિક્ષક બીભત્સ ગાળોનું પણ ઉચ્ચારણ કરતો નજરે પડે છે. એટલુંજ નહિ માર મારતા ઘડિયાળ પણ નિકરી જતા તેને સરખી કરી ફરી વિદ્યાર્થીને માર મારી રહ્યો છે.…
મોટા ભંડારિયા ગામે રહેતી અને ધો.10માં અભ્યાસ કરતી સગીરાએ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ લીધો હતો. તેણીને બેભાન અવસ્થામાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી. પરંતુ તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી મળતી માહિતી અનુસાર અમરેલીનાં મોટા ભંડારિયા ગામે રહેતી અને ધો.10માં અભ્યાસ કરતી બીનલબેન સુરેશભાઈ સાથળી નામની 16 વર્ષની સગીરાએ કોઈ કારણસર પોતાના ઘરે જ ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. તેણીને બેશુધ્ધ હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ તેણીએ ચાલુ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. યુવતીનાં મૃત્યુથી પરિવારમાં શોકની છવાઈ ગયો…
અટલ ટિન્કરિંગ લેબ’નું ઉદ્ઘાટન BAPS સ્વામિનારાયણ વિદ્યામંદિર, રાયસણ ખાતે સોમવારે BAPS સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંતવર્ય પૂજ્ય બ્રહ્મવિહારીદાસજી સ્વામી, આઈપીએસ અધિકારી અજય તોમર, ગુજરાત ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ (GHSEB)ના ચેરમેન એ.જે.શાહની ઉપસ્થિતિમાં થયું હતું. આ પ્રસંગે બ્રહ્મવિહારીદાસજી સ્વામીએ જણાવ્યું કે વિશ્વમાં એવા અનેક આવિષ્કારો બાળવિજ્ઞાનીઓએ કર્યા છે અને જેઓ બીજા માટે પ્રેરણાદાયી બની રહ્યાં છે. ગ્રેહાલ બેલે માત્ર ૧૨ વર્ષની વયે ‘Dehusking Machine’ની શોધ કરી હતી. જાણીતા વિજ્ઞાની આઇન્સ્ટાઇને માત્ર ૧૩ વર્ષની કિશોર વયે ‘How light travels through space?’ એ અંગે સંશોધનપત્ર લખ્યું હતું. માત્ર ૧૨ વર્ષની વયે જ લૂઇસ બ્રેઇલીએ ‘બ્રેઇલ લિપિ’ની શોધ કરી હતી. જ્યારે ભારતના ૧૨ વર્ષના શુભમ્…