ફ્રાન્સ દ્વારા આજે ભારતને પહેલું રફાલ યુદ્ધ વિમાન સોંપવામાં આવી રહ્યું છે. ખાસ વાત એ છે કે વાયુસેના દિવસની સાથે સાથે આજે દશેરાનો મોટો તહેવાર પણ છે. ત્યારે દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ફ્રાન્સ પહોંચ્યા છે. રફાલની સોંપણી સમયે ફ્રાન્સના મેરિગ્નેક એરબેઝ પર રાજનાથ સિંહ પોતે હાજર રહેશે. રફાલમાં ભરશે ઉડાન અહીંયા તેઓ શસ્ત્ર પૂજનની સાથે સાથે રફાલ ટ્રેનર વિમાનમાં પણ ઉડાન ભરશે. તેઓ કોકપીટમાં રિયર પાયલટના સ્થાને બેસશે. પૌરાણીક સમયથી દેશમાં દશેરાના તહેવાર પર શસ્ત્ર પૂજનનો રિવાજ છે. રાજનાથ સિંહ પણ રફાલ ફાઇટર જેટની સાથે તે પરંપરાને આગળ ધપાવી રહ્યા છે. આ પહેલા તેઓ પેરિસમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન…
કવિ: Satya Day News
આમ તો યુવતીઓની ડિમાંડ્સ અગણિત હોય છે. પરંતુ તેઓ લગ્ન પહેલા પણ પોતાના પાટર્નર પાસેથી કેટલીક અપેક્ષાઓ રાખે છે. તેઓ પોતાના ભાવિ પતિ સાથે કેટલીક વસ્તુઓ માણવા ઈચ્છે છે. આ વસ્તુઓ એવી છે જે ક્યારેક તેઓ બોલી પણ ન શકે. પરંતુ તેમની ઈચ્છા તો હોય જ છે કે તે પોતાના પાર્ટનર સાથે આ કામ કરે. લગ્નના એક દિવસ પહેલા ડેટ દરેક યુવતી પોતાના લગ્નની એક રાત પહેલા ભાવિ પતિ સાથે થોડો સમય પસાર કરવા ઈચ્છતી હોય છે. આ ઈચ્છાને પૂરી કરવા ગ્રૂમએ ડેટ પ્લાન કરવું જોઈએ. એક સરખા આઉટફિટ પોતાના ભાવિ પતિ અને પોતાના આઉટફિટ દરેક ફંકશન માટે સરખા હોય…
નવરાત્રિ દરમિયાન રોમિયોને ઝડપી પાડવા માટે મહિલા પોલીસ સાદા ડ્રેસમાં ફરજ બજાવી રહી હતી ત્યારે કર્ણવતી ક્બલ પાસે પોલીસે છટકું ગોઠવ્યું હતુ જ્યાં સાદા ડ્રેસમાં મહિલા પોલીસની છેડતી કરવા જતાં બે રોમિયોને ઝડપી પાડયા હતા ઉપરાંત પાલડી એનઆઇડી તથા દધિચી અને આંબેડકર બ્રિજ નીચે મહિલા સાથે અશ્લિલ હરકતો કરતા ત્રણ આરોપીને પોલીસે પકડી પાડ્યા હતા અને તેઓ સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. સાદા ડ્રેસમાં કરી રહી હતી પેટ્રોલિંગ નવરાત્રિમાં મહિલાઓની સુરક્ષાને લઇને મહિલા પોલીસ સાદા ડ્રેસમાં શહેરના વિવિધ વિસ્તારમાં રાત્રે પેટ્રોલિંગ કરી રહી હતી જ્યાં એસ.જી. હાઇવે પર કર્ણાવતી ક્લબ પાસેથી પસાર થતી મહિલાઓનો બે શખ્સો પીછો…
છેલ્લાં એક સપ્તાહથી ગુમ વૃષ્ટીએ અંતે તેની માતાને ઈમેઈલ કર્યો છે. મેઈલમાં વૃષ્ટીએ જોબ મળી ગઈ હોવાનો ઉલ્લેખ કર્યો છે, સાથે જ માફી પણ માગી છે. વૃષ્ટીએ મેઈલમાં લખ્યું છે કે કંઈક એવી વાત હતી જેની સાથે જીવી શકું તેમ ન હતું, માતા-પિતા વિદેશ ગયા બાદ ખોટો અનુભવ થયો હતો જે જણાવ્યા છતાં ન્યાય ન મળી શક્યો હોત, જેથી આ રસ્તો અપનાવ્યો. વૃષ્ટીએ વધુમાં લખ્યું કે પપ્પા કાયમ મારી સાથે છે, એક દિવસ ખ્યાલ આવશે કે આવું પગલું કેમ ભર્યુ હતું. જો કે મેઈલમાં તેને શિવમ બાબતે કોઈ જ ઉલ્લેખ કર્યો નથી. ત્યારે પોલીસે આઈપી એડ્રેસ પરથી આ મેઈલ ક્યાંથી…
ઑલ્ટ બાલાજીની વેબ સીરીઝ ‘ગંદી બાત 2’ની રિલિઝ બાદ અભિનેત્રી અન્વેશી જૈનને બિલકુલ અંદાજ ન હતો કે તે તેની કરિયરમાં આટલો મોટો વળાંક આવશે. હકીકતમાં આ વેબ સીરીઝમાં અન્વેશી ખૂબ જ બોલ્ડ અવતારમાં નજરે આવી. તેની બોલ્ડનેસની એટલી ચર્ચા છે કે આ વર્ષે જાન્યુઆરીમાં તે સૌથી વધુ સર્ચ કરવામાં આવનાર હસ્તી હતી. ડેટા એનાલિટિક્સ એજન્સીના આંકડા અનુસાર અન્વેશી જાન્યુઆરી મહિનામાં સૌથી વધુ ગુગલ કરવામાં આવનાર વ્યક્તિ બની ગઇ છે. અન્વેશીએ જાન્યુઆરી મહિનામાં ડેસ્કટૉપ પર 20 મિલિયન સર્ચ ઇમ્પ્રેશનને હાંસેલ કર્યો જ્યારે મોબાઇલ ફોન પર તેને 10 મિલિયન વાર સર્ચ કરવામાં આવી હતી. એન્વેશી એક્ટિંગ ઉપરાંત સોશિયલ મીડિયા પર ખૂબ જ…
સચીન જીઆઇડીસીના એબીસી સિન્થેટીકસ પ્રા. લિમીટેડ નામના કારખાનામાં ત્રાટકી એકટીવા અને પરચુરણ સામાન ચોરી કરનાર ચોર સીસીટીવીમાં કેદ થઇ જતા પોલીસે ફુટેજ મેળવી તપાસ હાથ ધરી છે. સચીન જીઆઇડીસીના રોડ નંબર 62ના ખાતા નંબર 6226માં આવેલા એબીસી સિન્થેટીકસ પ્રા. લિમીટેડ નામના કારખાનામાં શનિવારે તસ્કરો ત્રાટકયા હતા. મુંબઇ રહેતા કારખાના માલિક અશ્વીન મોદી ગત રોજ સુરત આવવાના હોવાથી મેનેજર વિશાલ સુરેશ બુડગુજર (રહે. ગાંધીકુટીર સોસાયટી, ચીકુવાડી, ઉધના) કારખાનામાં ઇકો કાર લેવા ગયા ત્યારે કારખાનાનું મેઇન શટર થોડું ખુલ્લું હોવાથી ચોંકી ગયા હતા અને તુરંત જ અંદર જઇને જોતા કારખાનાની ઓફિસના ટેબલના ખાના ખુલ્લા હતા. પરંતુ તેમાં એક પણ કિંમતી વસ્તુ નહિ હોવાથી તસ્કરોને…
બાઇકમાંથી જો પેટ્રોલ અને મેઇન્ટેનન્સનો ખર્ચ નીકળી જાય તો..? અને આખો દિવસ બાઇક ચલાવો તો ખર્ચો ૧૫થી ૨૦ રૃપિયામાં પતિ જાય એવુ બને? હા, રાજસ્થાનના બે ભાઇઓએ મળીને એક એવી ઇલેક્ટ્રીક સ્કૂટી બનાવી છે. જેઓ રાજસ્થાનથી આ સ્કૂટી ચલાવીને સુરત આવ્યા છે અને તેનો ખર્ચ થયો છે, માત્ર રૃ.૧૩૦. રાજસ્થાનનાં રાજસમંદ શહેરના રાહુલ ખંડેલવાલ અને રાઘવ ખંડેલવાલે આજથી અઢી વર્ષ પહેલા સ્કૂટી બનાવવાની શરૃઆત કરી હતી. તેમના જણાવ્યા અનુસાર સ્કૂટીની પાવરફુલ બેટરીના કારણે અઢી કલાકની ચાર્જ બેટરીથી ૮૦ કિલોમીટર સ્કૂટી ચાલશે. ૬૫ કિમી પ્રતિકલાકની સ્પીડ છે. સ્પીડ, પીકઅપ આ બધાને કન્ટ્રોલ પણ કરી શકાય છે. પાંચ વર્ષમાં એક લાખ કિમી…
નવરાત્રીના દિવસે લોકો દેવીપૂજામાં લીન થાય છે. આ તહેવાર પર એક તરફ પૂજા કરવામાં આવે છે અને બીજી બાજુ તાંત્રિક જાદુ, સિધ્ધિ મેળવવા માટે પણ દેવીની પૂજા-અર્ચના કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે નવરાત્રી પર ઝારખંડમાં ભૂતનો મેળો પણ છે. હા, આજ સુધી આપણે ઘણા મેળાઓના નામ સાંભળ્યા છે, જેમાં સાપ મેળો, બળદનો મેળો વગેરે શામેલ છે, પરંતુ ઝારખંડમાં કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં ભૂત મેળો પણ યોજાય છે. વહીવટી તંત્ર પણ આ મામલે મૌન રહે છે. તે સ્થાન ઝારખંડના પલામુ જિલ્લાના હૈદરનગરમાં આવેલું છે. દર વર્ષે નવરાત્રી નિમિત્તે, સેંકડો લોકો ભૂત-પ્રેતથી મુક્તિ મેળવવા માટે આ સ્થળોએ…
કથિત રીતે ચહેરા પર 50 પ્લાસ્ટિક સર્જરી કરાવીને હોલિવુડ સ્ટાર એન્જલિના જોલી જેવો ચહેરો બનાવવાથી ચર્ચામાં આવેલી ઈરાનની ઇન્સ્ટાગ્રામ સ્ટાર સહર તબારની ધરપકડ કરવામાં આવી છે. ઈરાનની ન્યૂઝ એજન્સીના રિપોર્ટ પ્રમાણે તેના પર ઇશનિંદા અને હિંસા ભડકાવવાનો આરોપ છે. સહરની ચર્ચા ત્યારે થઇ હતી જ્યારે તેનો એક ફોટો આંતરરાષ્ટ્રીય સ્તરે વાયરલ થઇ ગયો હતો. કોણ છે ફોટોશોપની કમાલથી વાયરલ બનેલી સહર ? સહર વિશે એવું કહેવાય છે કે એન્જલિના જોલી જેવી દેખાવા માટે તેણે 50 પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. જોકે મોટાભાગના તેના ઇન્સ્ટાગ્રામના ફોટા પર ફોટોશોપ એડિટીંગ કરવામાં આવેલું છે. 22 વર્ષની સહર એન્જલિના જોલીના એક ઝોમ્બી જેવા દેખાતા ફોટોથી…
દિવાળી અને છઠ પર લોકો તેમના ઘરે જાય છે. આ દિવસોમાં ટ્રેનની ટિકિટ લેવા લોકોની પડાપડી હોય છે, જેના કારણે ઘણી વખત મુસાફરોને કન્ફર્મ ટિકિટ મળતાં જનરલ ટિકિટ લેવી પડે છે. જનરલ ટિકિટ લેનારા લોકોની સંખ્યા ખૂબ વધારે હોય છે, આ કારણે લોકોને લાંબી લાઇનમાં લાગવું પડે છે. પરંતુ હવે જનરલ બોગીની ટિકિટ મેળવવા માટે ટિકિટ કાઉન્ટરની બહાર લાંબી લાઇનોમાં ઊભા નહીં રહેવું પડે. હવે તમે તમારા મોબાઇલથી ખૂબ જ સરળતાથી ટિકિટ ડાઉનલોડ કરી શકશો. તાજેતરમાં ભારતીય રેલવેએ એક નવી એપ્લિકેશન શરૂ કરી છે. આ એપ્લિકેશનમાં ટિકિટ બુક કરવાની અને રદ કરવાની સુવિધા છે. રેલવે મંત્રાલયે આ સંદર્ભમાં એક નિવેદન…