અમેરિકામાં 24 વર્ષના એન્ડરસને ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં મૂકેલી પોસ્ટ ભારે પડી ગઈ છે. તેણે વોલમાર્ટ સુપરમાર્કેટના ફ્રિજમાંથી આઈસ્ક્રીમ કાઢ્યો, ચાટ્યો અને તે પછી એઠો કરીને પાછો ફ્રિજમાં મૂકી દીધો. આ પરાક્રમ બદલ તેને 30 દિવસની જેલની સજા અને 73 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આરોપીને સ્ટોરમાંથી 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને 100 કલાક માટે મફત કામ કરવું પડશે. એટલું જ નહીં તેને આઈસ્ક્રીમની કંપનીને 15 હજાર રૂપિયા પણ આપવા પડશે. આરોપીએ માર્કેટમાં આઈસ્ક્રીમ ચાટીને ફ્રિજમાં મૂક્યાનો વીડિયો બનાવ્યો હતો. એન્ડરસનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાઇરલ થઈ ગયો હતો. ત્યારબાદ બ્લૂ બેલ ક્રિમર્સે સ્ટોરમાં બધા…
કવિ: Satya Day News
અમેરિકાના 40 વર્ષીય રહેવાસી નિક વોલેન્ડાએ બુધવારે નિકારાગુઆ દેશના સક્રિય જ્વાળામુખી મસાયા પર રોપ વોક કર્યું. આ રીતનું વોક કરનારા તેઓ દુનિયાના પ્રથમ વ્યક્તિ બની ગયા છે. નિકના સ્ટન્ટ માટે જ્વાળામુખી ક્રેટર માઉથ ઓફ હેલની મદદથી 1800 ફુટની ઊંચાઈએ દોરડું બાંધ્યું હતું. તેમણે આ જ્વાળામુખી 30 મિનિટ અને 23 સેકન્ડમાં પાર કર્યો. સામાન્ય રીતે જ્વાળામુખીની નજીક જવું પણ જોખમી હોય છે, તેમાંથી નીકળતો ઝેરી ગેસ જાનલેવા હોય છે. આ જાણતા હોવા છતાં નિકે જોખમ ઉઠાવ્યું અને રેકોર્ડ પોતાને નામ કર્યો. તેમણે મોઢા પર માસ્ક અને આંખ પર ચશ્મા પહેર્યા હતા. જ્વાળામુખીની અસહ્ય ગરમીથી બચવા સ્પેશિયલ બુટ પણ પહેર્યા હતા. તેમને…
ફાગણ મહિનાના સુદ પક્ષની એકાદશીને આમલકી એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે કાશીમાં બાબા વિશ્વનાથનો વિશેષ શ્રૃંગાર કરવામાં આવે છે. પૌરાણિક માન્યતા પ્રમાણે, બાબા વિશ્વનાથ ફાગણ વદ ચૌદશ એટલે મહાશિવરાત્રિના દિવસે માતા પાર્વતી સાથે લગ્ન કર્યા બાદ ફાગણ સુદ એકાદશીએ કાશી આવ્યાં હતાં. આ અવસરે શિવ પરિવારની ચલ પ્રતિમાઓ કાશી વિશ્વનાથ મંદિરમાં લાવવામાં આવે છે. બાબા શ્રીકાશી વિશ્વનાથ મંગળ વાધ્યયંત્રોની ધ્વનિ સાથે કાશી ક્ષેત્રમાં જનતા, ભક્ત અને શ્રદ્ધાળુઓને પોતાના આશીર્વાદ આપવા માટે સપરિવાર ભ્રમણ કરે છે. આ વર્ષે કાશીમાં આમલકી એકાદશી 5 માર્ચે ઉજવવામાં આવી હતી. આમલકી એકાદશીએ કાશીના મણિકર્ણિકા શ્મસાનમાં ચિતા (મડદાં બાળવા ગોઠવેલી લાકડાં, છાણાંની માંડણી) ની રાખથી…
સ્વિટ્ઝર્લેન્ડના લોટરબ્રુનન વેલી સ્થિત 2300 ફૂટ ઉંચા શીખર પરથી કૂતરો અને તેનો માલિક સાથે છલાંગ લગાવતો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 6 વર્ષના કોલી કાજુજા જાતિના કુતરાના 38 વર્ષના માલિક બ્રુનો વેલેન્ટની સાથે આ 41મી છલાંગ હતી. બંનેએ પેરાશૂટની મદદથી સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું હતુ. આ વીડિયોને શૂટ કરી રહેલા વેલેન્ટના મિત્ર અને નોર્વેના એથલીટ જોક સોમરે ડોગને વિશ્વનું સૌથી નસીબદાર પેટ ગણાવ્યું હતું. તેમણે જાણકારી આપતા જણાવ્યું કે, ડોગ સતત જમ્પિંગમાં ભાગ લઈ રહ્યો છે. તેથી તે ઉંચાઈથી ડરવાની જગ્યાએ તે એન્જોય કરે છે.એક મીડિયા ન્યૂઝ વેબસાઈટ અનુસાર, ‘લોટરબ્રુનન ક્લિફમાં 4 ઓજેક્ટ બિલ્ડિંગ, એન્ટીના, સ્પેન અને અર્થ તૈયાર કરવામાં…
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં રામનગર હમણાં રહેવાસી સુનિલ કર્મકર પોતાનું વોટર આઈડી કાર્ડ જોઈને મૂંઝવણમાં પડી ગયા હતા. ભારતીય ચૂંટણી પંચે તેમના આઈડી કાર્ડ પર તેમના ફોટાની જગ્યાએ શ્વાનનો ફોટો છાપી દીધો છે. સુનિલે આ મજાક બદલ ચૂંટણી પંચ વિરુદ્ધ કેસ કરવાનો નિર્ણય લીધો છે. 64 વર્ષીય સુનિલે કહ્યું કે, થોડા દિવસ પહેલાં મારું વોટર આઈ ડી કાર્ડ બનીને આવ્યું હતું. તેમાં અમુક ભૂલો હોવાથી મેં સુધારવા માટે અરજી કરી હતી. મંગળવારે જ્યારે નવું કાર્ડ બનીને આવ્યું ત્યારે તેમાં મારા ફોટાની જગ્યાએ કૂતરાનો ફોટો હતો. મને અપમાનિત કરી શકે એટલે આ ભૂલ કોઈકે હાથે કરીને કરી છે. લોકોએ મારી મજાક…
ભણવાને વ્યક્તિની ઉંમર સાથે કોઈ લેવા-દેવા નથી- આ વાક્યનું શ્રેષ્ઠ ઉદાહરણ ભાગીરથી અમ્મા છે. કેરળના 105 વર્ષીય ભાગીરથી અમ્મા ‘ગ્રેન્ડ નાની’ તરીકે ઓળખીતા છે. તેમણે ગયા વર્ષે નવેમ્બર મહિનામાં ચોથા ધોરણની પરીક્ષા 74.5 % સાથે પાસ કરી હતી. હાલમાં મળેલા સમાચાર પ્રમાણે અમ્માની પસંદગી નારી શક્તિ પુરષ્કાર અવોર્ડ માટે થઈ છે. કેરળ રાજ્યના સાક્ષરતા મિશન હેઠળ તેઓ દેશના સૌથી ઉંમરલાયક શિક્ષિત મહિલા બન્યા હતાં, જેમણે આ વયે પરીક્ષા પણ આપી અને તેને પાસ પણ કર હતી. પીએમ નરેન્દ્ર મોદીએ પણ ભાગીરથી અમ્માનો ઉલ્લેખ 23 ફેબ્રુઆરી,2020ના તેમના શો મન કી બાતમાં કર્યો હતો. તેઓ કેરળના કોલ્લમમાં રહે છે. દિલ્હીમાં 8 માર્ચ…
આજકાલ નાના બાળકો સાથે જાતીય સતામણી ના કેસો વધી ગયા છે અને રોજબરોજ અખબારો ના પાને આવી ખબરો આવતી રહે છે ત્યારે વલસાડ શહેર માં પણ આવો કિસ્સો પ્રકાશ માં આવ્યો છે અને પાલિહિલ માં રહેતા એક 12 વર્ષ ના બાળકે આજ વિસ્તારમાં રહેતા દેવાંશું પટેલ ઉપર ચોંકાવનારો આક્ષેપ લગાવ્યો છે કે આ અંકલ તેમની BMW કાર માં સ્કૂલ પર લેવા આવ્યા હતા અને કાર માં પોતાના ખોળા માં બેસાડી પ્રાઇવેટ પાર્ટ્સ સહિત ના ગુપ્ત ભાગો એ હાથ ફેરવતા હતા ત્યારબાદ આજ વિસ્તાર માં રહેતા જતીન ચૌહાણ પણ બાળક સાથે ગંદી હરકતો કરતો હતો , દરમ્યાન બાળક ને આઈસ્ક્રીમ અને…
ક્રિપ્ટોકરન્સી શું છે ? ક્રિપ્ટોકરન્સી (અથવા ક્રિપ્ટો ચલણ) એ એક ડિજિટલ સંપત્તિ છે જે વિનિમયના માધ્યમ તરીકે કામ કરવા માટે બનાવવામાં આવી છે જે નાણાકીય વ્યવહારોને સુરક્ષિત કરવા, વધારાના એકમોના નિર્માણને નિયંત્રિત કરવા અને સંપત્તિના સ્થાનાંતરણને ચકાસવા માટે મજબૂત ક્રિપ્ટોગ્રાફીનો ઉપયોગ કરે છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે ક્રિપ્ટોકરન્સી ટ્રેડિંગ પરના રોકાણો ગેરકાયદેસર છે.સુપ્રીમ કોર્ટે બુધવારે ભારતમાં ક્રિપ્ટોકરન્સીના વેપાર ઉપરના નિયંત્રણને ઘટાડ્યું હતું.અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે “ક્રિપ્ટો ચલણના વેપારને ગેરકાયદેસર રીતે નિયંત્રિત કરવા માટે એસસીના નિયમો છે”. વિશ્વનો સૌથી મૂલ્યવાન ક્રિપ્ટોકરન્સી, બિટકોઇન 0.39 ટકા તૂટીને 8,815 પર હતો. ચલણનું માર્કેટ કેપ 1161 અબજ હતું. “આ એક ખૂબ જ…
ઈટાલીથી ભારત ફરવા આવેલા 16 લોકોનો વાઈરસનો શિકાર બન્યા હોવાના અહેવાલો બહાર આવ્યા છે પહેલા જયપુર અને દિલ્હી માં વાયરસે દેખા દેતા લોકો ને જાગૃતિ કેળવવા માટે જાહેર અપીલ કરવામાં આવી છે. આ અંગે દેશ ના સ્વાસ્થ મંત્રી અને પીએમ દ્વારા પણ સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. દેશમાં કોરોનાવાઈરસથી સંક્રમણના અત્યાર સુધી 13 કેસની પુષ્ટી થઈ ચુકી છે. સતર્કતાના ભાગ રૂપે મંગળવારે નોઈડાની બે શાળા બંધ કરી દેવાઈ હતી. આ સાથે જ દિલ્હી-NCRની પાંચ શાળાઓને બંધ કરી દેવાઈ છે. દિલ્હી સરકાર 3.5 લાખ L 95 માસ્કની વ્યવસ્થા કરી રહી છે. મળતી માહિતી પ્રમાણે, આગરામાં 6, તેલંગાણા અને દિલ્હીમાં 1-1, જયપુરમાં…
દિલ્હી , જયપુર માં કોરોના એ દેખા દેતા દેશ ના આરોગ્ય વિભાગ ને એલર્ટ કરી દેવા માં આવ્યું છે તેમાં ગુજરાત ના આરોગ્ય વિભાગ ને પણ એલર્ટ કરાયું છે , આ માટે દેશભર માં દરેક રાજ્ય ના આરોગ્ય સચિવો સાથે વીડિયો કોંફરન્સ રાખવામાં આવી હતી અને જરૂરી સૂચનાઓ આપી દેવાઈ છે અત્રે નોંધનીય છે કે દેશ ના આરોગ્ય મંત્રી ડો .હર્ષ વર્ધન તેમજ દેશ ના પ્રધાનમંત્રી એ પણ સત્તાવાર જાહેરાત કરી છે અને આ બાબતે ગુજરાત ના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ ગુજરાત માં કોરોના અંગે આરોગ્ય વિભાગ ને એલર્ટ કરાયો હોવાની વાત ને સમર્થન આપ્યુ હતું.