કહેવાય છે કે જે વ્યક્તિ નો કોઈ સ્વજન હોસ્પિટલમાં કે જેને દવા ની જરૂર હોય તેવા લોકો ની હાલત તો જેને વિતે તેજ જાણે અને કેટલાય એવા દાતાઓ છે કે દવા અને કેમ્પ ફ્રિ રાખીને સેવા પણ આપતા હોય છે અને અણી ના સમયે તો કઈ કેટલાય મેડિકલ સ્ટોર વાળા ગ્રાહકો ની સ્થિતિ સમજી કોઓપરેટ કરતા હોય છે પરંતુ વલસાડ માં વાયરલ થયેલા એક વીડિઓ માં એક મેડિકલ સ્ટોર વાળો દવા બદલી આપવામાં આનાકાની કરી રહયો છે અને મહિલા ગ્રાહક સાથે અભદ્ર વર્તન કરી દવા નહિ બદલી આપવાની જીદ ઉપર ઉતરી જઈ માનવતા નેવે મૂકી દે છે જેને આસપાસ ના…
કવિ: Satya Day News
સુરત ના વરાછા ઝોન માં લોકો મોરચો લઈને પોહચ્યા.જય સંતોષીનગર કો.ઓ.હાઉસિંગ સોસાના રહીશ આવેદનપત્ર આપવા પહોંચ્યા.રહેણાંક વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીઝ બંધ કરવાની કરી માંગ લોકો દ્વારા કરવામાં આવી છે. વરાછા ઝોનમાં લોકોયે આપ્યું આવેદનપત્ર. કેટલાક મકાનોને ગટર લાઇન નહિ આપવા રજુઆત પણ કરવામાં આવી છે.
રાજસ્થાનના અજમેર સ્થિત સુપ્રસિદ્ધ હજરત ગરીબ નવાજના 808 મા ઉર્સની જ્યારે અજમેર શહેરમાં ભવ્યાતિભવ્ય ઉજવણી થઈ રહી છે ત્યારે ભરૂચના નાનકડા એવા માંચ ગામમાં પણ હજરત ગરીબ નવાઝના ઉર્સની દર વર્ષે મુસ્લિમ સમાજ દ્વારા અનોખી રીતે ઉજવણી કરાય છે. છેલ્લા 73 વર્ષોથી ચાલી આવતી આ પરંપરા આજે પણ પરંપરાગત રીતે યથાવત રહેવા પામી છે. જે અંતર્ગત માંચ ગામ ખાતે હજરત ગરીબ નવાઝના ઉર્સની મુસ્લિમ સમાજ દ્વારા શાનદાર ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે ગામના પાદરમાં આવેલા હોલમાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સૂફી સંત મહેબૂબ અલી બાવા સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ તિલાવતે કુરાન શરીફથી કરાયો હતો. ત્યારબાદ આલીમ…
માણાવદર શહેરમાં દાયકાઑથી પાણીની હાડમારી સર્જાઇ રહી છે.પાણી માટે અહીં લાંબા સંધર્ષૉ ચાલ્યા છે મહિલાઓ એ માટલા ફૉડયા છે. છતાં પાણી પ્રશ્ર્ન હલ થયૉ નથી માણાવદર ને નર્મદાડેમનું પાણી આપવાને બદલે ખારાડેમનું પાણી અપાય છે. આ ડેમ બાંટવા ખાતે આવેલ છે. તેમાંથી માણાવદર ને જ લાઇન દ્વારા પાણી અપાય છે તે લાઇન નૉ વાલ્વ લીકેજ હૉવાથી હજારૉ લીટર પાણી રૉજ બરબાદ થઇ રહયું છે ધણા સમય થી પીવાનું પાણી વેડફાતું હૉવા છતા તંત્ર તરફથી તેની મરામત કરાતી નથી ગયા ઉનાળે માણાવદર પાણી પુરવઠા વિભાગે વધારાનું પમ્પીંગ કરીને દગડથી પાણી માણાવદર ને મળે તે માટે આ લાઇન નું જોડાણ કરેલ છે.…
સુરત શહેરના જોઈન્ટ પોલીસ કમિશ્નર ડી. એન.પટેલ સામે મુસ્લિમ સમાજ ના આગેવાનો દ્વારા ગંભીર આરોપો લગાડવામાં આવ્યા છે. આરોપ છે કે મુસ્લિમ સમાજના આગેવાનો અને દલિત સમાજના આગેવાનો જ્યારે CAA ના વિરોધમાં કાર્યક્રમ ની પરવાનગી લેવા ગયા હતા ત્યારે જોઈન્ટ પોલીસ કમિશ્નર પટેલે મુસ્લિમ સમાજના લોકો સાથે ગેરવર્તન કર્યું હતું. આ ગંભીર આરોપો ને લઈ આજે બન્ને સમાજ ના લોકો આજે પટેલને સસ્પેન્ડ ની માંગ સાથે સુરત જિલ્લા કલેકટર મારફતે સરકારને રજુવાત કરી હતી.. શાહીન બાગ ની જેમ CAA ના વિરોધ માટે સુરત ખાતે કાર્યક્રમ ની પરવાનગી માટે મુસ્લિમ સમાજ અને દલિત સમાજના આગેવાનો ઇન્ચાર્જ પોલીસ કમિશનર અને શહેરના જોઈન્ટ…
મેદસ્વી હોવું એ એક મહિલા માટે શ્રાપ સમાન છે. લંડનની જેન એટકિન્સનો મંગેતર તેની મેદસ્વિતાને લીધે છોડીને જતો રહ્યો હતો. 5 વર્ષ પછી જેન વજન ઓછું કરી ‘મિસ ગ્રેટ બ્રિટન’ બની તેના મંગેતરને લપડાક મારી છે. જેને 5 વર્ષમાં 57 કિલો વજન ઓછું કરી પોતાની જાતની ફિટ બનાવી છે. જેન અત્યારે પરિણીત છે. લગ્ન બાદ આવી કોઈ સ્પર્ધામાં ભાગ લેવાનું તેણે સ્વપ્ને પણ વિચાર્યું ન હતું. મિસ ગ્રેટ બ્રિટનમાં પરિણીત મહિલાઓને પણ સામેલ કરાતા જેને સ્પર્ધામાં ભાગ લીધો અને તે વિજેતા પણ બની. જેનના જણાવ્યા અનુસાર જીવનના આ મુકામે પહોંચીને આટલી મોટી સિદ્ધિ હાંસલ કરવાની ખુશી અપાર છે. જેનના વજનને…
દમણના માજી કાઉન્સિલર સલીમ મેમણ ને તેના જ શોરૂમ માં અજાણ્યા ઈસમો એ અંધાધુંધ ગોળીબાર કરી હત્યા કરી નાખી હતી અને ગૂના ને અંજામ આપી હુમલાખોરો ફરાર થઇ ગયા હતા. સતત વિવાદ માં રહેતા સલીમ મેમણ ને બે ગોળી માથા માં અને એક પેટમાં લાગી હોવાનું જાણવા મળ્યું હતું। ઘટના ની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ ને પગલે દમણ માં ભારે ચકચાર ફેલાઈ ગઈ હતી.દમણ ના માજી પાલિકા કોર્પોરેટર સલીમ મેમન ની તેના દમણ ના બાઇક શો રૂમ પર અજાણ્યા હુમલાખોરો એ ગોળી મારી હત્યા કરી દીધી હતી. સૂત્રો…
સુરતના વરાછા વિસ્તારમાં સરકારી કોલેજ ની ફાળવણી અને કબ્જા રસીદ વાળી મિલકતોને કાયદેસર માલિકીનો હક્ક આપવાની માંગ સાથે લખવામાં આવેલ પાંચ હજાર જેટલા પોસ્ટ-કાર્ડ રાજ્યના મુખ્યમંત્રી પોસ્ટ કરવામાં આવ્યા હતા.સુરતના પુણા ગામ ખાતે આવેલી વિવિધ સોસાયટીના રહીશોએ કોર્પોરેટર દિનેશભાઈ સાવલિયા અને શિક્ષણ સમિતિના સભ્ય સુરેશભાઈ સુહાગિયાની આગેવાનીમાં પોસ્ટ ઓફિસ ખાતે મુખ્યમંત્રીને 25 હજાર જેટલા પોસ્ટ કાર્ડ લખવામાં આવી રહ્યા છે..જેમાં સુરતના વરાછા વિસ્તારમાં સરકારી કોલેજ આપવા તેમજ કબ્જા રસીદ વાળી મિલકતોને કાયદેસર માલિકીનો હક્ક આપવાની માંગ કરવામાં આવી રહી છે. આ પોસ્ટ કાર્ડ અભિયાનમાં સુરતની પુણાગામની સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં જોડાયા છે.અંદાજે 5 હજારથી વધુ પોસ્ટ કાર્ડ હાલ લખી દેવામાં…
ભાટિયા ટોલનાકા પરથી પસાર સુરત અને બારડોલી પારસિંગ ના વાહનચાલકોને ટોલટેક્સમાંથી મુક્તિ આપવાની માંગ સાથે આજ રોજ ટોલટેક્સ બચાવ સંઘર્ષ સમિતિ દ્વારા જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવી રજુવાત કરવામાં આવી હતી. હાથમાં પ્લે-કાર્ડ અને ઢોલ લઈ અનોખી રીતે ટોલટેક્સ ઉઘરાણા સામે ઉગ્ર વિરોધ અને સુત્રોચાર કરવામાં આવ્યા હતા. કામરેજ ટોલનાકા બાદ હવે ભાટિયા ટોલનાકા પર સુરત અને બારડોલી પારસિંગ ના વાહન ચાલકોને ટોલટેક્સમાંથી મુક્તિ આપવાની માંગ પ્રબળ બનાવવામાં આવી રહી છે.જેને લઈ આજ રોજ ટોલટેક્સ બચાવ સંઘર્ષ સમિતિ,પરિવર્તન ટ્રસ્ટ,સહિત માજી કોર્પોરેટરો ઉપરાંત કોંગી કોર્પોરેટરો અને સુરત જિલ્લાના સ્થાનિક ગામડાના આગેવાનોએ મોટી સંખ્યામાં હાજર રહી જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવ્યુ હતું.ટોલટેક્સ…
જો તમે સ્વાસ્થ્ય અંગે ચિંતિત છો અને ફિટનેસ માટે ખાણી-પીણીમાં ફેરફાર કરો છો તો તેનાથી ફાયદો નહીં પણ નુકસાન થઇ શકે છે. સ્વાસ્થ્ય સુધરવાના બદલે બગડી શકે છે, ત્યાં સુધી કે આયુષ્ય પણ ઘટી શકે છે. બ્રિટનની શેફિલ્ડ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓના તાજેતરના રિસર્ચમાં આ ખુલાસો થયો છે. રિસર્ચના તારણો મુજબ, જો તમે કોઇ રોક-ટોક વિના દરેક પ્રકારનું ભોજન લેતા હોવ અને સ્વાસ્થ્ય સુધારવાના નામે અચાનક હેલ્ધી ફૂડ અપનાવી લો તો તે નુકસાન કરે છે. સંશોધકોએ તે માટે ફ્રૂટ ફ્લાઇઝ કે ડ્રોસોફિલિયા મેલાનોગાસ્ટર પ્રકારની માખીઓ પર પ્રયોગ કર્યો. આ માખીઓને પહેલા એવું ખાવાનું અપાયું કે જે તેમના રોજના આહારથી અલગ હતું પછી…