દુર્ગાજીનું સાતમું સ્વરૂપ માતા કાળરાત્રિ છે. તેમનો રંગ કાળો હોવાને લીધે તેઓ કાળરાત્રિ તરીકે નામના પામ્યા છે અને અસુરોના રાજા રક્તબીજનો વધ કરવા માટે દેવી દુર્ગા પોતાના તેજથી માતા કાળરાત્રિને ઉત્પન્ન કર્યા હતા. તેમની પૂજા શુભ ફળદાયી હોવાને લીધે તેમને શુભંકારી પણ કરે છે. માન્યતા છે કે માતા કાળરાત્રિની પૂજા કરવાથી મનુષ્ય સમસ્ત સિદ્ધિઓ પ્રાપ્ત કરી લે છે, માતા કાળરાત્રિ પરાશક્તિઓ(કાળા જાદુ)ની સાધના કરતા જાતકોની વચ્ચે ખૂબ જ જાણીતા છે, માતાની ભક્તિથી દુષ્ટોનો નાશ થાય છે અને ગ્રહ બાધાઓ દૂર થઈ જાય છે. અસુરોનો વધ કરવા માટે માતા દુર્ગા કાળરાત્રિ બન્યા- દેવી કાળરાત્રિનું શરીર રાતના અંધારા જેવું કાળું હોય છે…
કવિ: Satya Day News
ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં શંકાસ્પદ કોંગો ફિવરથી મહિલાનું મોત નીપજ્યું છે. ભાવનગર જિલ્લાનાં વલ્લભીપુર તાલુકાના લોલીયાણા ગામની મહિલાને તાવ આવતાં સર ટી. હોસ્પિટલમાં કોંગો ફિવરનાં શંકાસ્પદ કેસ તરીકે સારવાર શરૂ કરાઇ હતી. આ મહિલાનો રિપોર્ટ આવે તે પહેલા જ તેનું મોત નીપજ્યુ હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે વલ્લભીપુર તાલુકાનાં દાત્રાટીપા ગામનાં 42 વર્ષનાં દર્દીનો એક કેસ કોંગો ફિવર પોઝિટીવ આવ્યો હતો અને આ દર્દી હાલ અમદાવાદ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. ભાવનગરમાં અત્યાર સુધીમાં કોંગો ફિવરથી 7ના મોત 32 વર્ષની મુસ્લિમ મહિલાને કોંગો ફિવરની શંકાને લઇને તા.28ના રોજ ભાવનગરની સર ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સારવાર ચાલુ…
નવરાત્રિમાં શક્તિની ઉપાસનાનું વિધાન છે. 3જી ઓક્ટોબરે નવરાત્રિનો પાંચમો દિવસ છે. ભગવતી દુર્ગાની પાંચમી શક્તિનું નામ સ્કંદમાતા છે. નવરાત્રિના પાંચમા દિવસે તેમની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ભક્તોનું મન વિશુદ્ધ ચક્ર ઉપર રહેતું હોય છે. સ્કંદ કુમાર (કાર્તિકેય) ની માતા હોવાને લીધે દુર્ગાજીના આ પાંચમા સ્વરૂપને સ્કંદમાતા નામ આપવામાં આવ્યું છે. તેમના ખોળામાં સ્કંદ બાળરૂપમાં વિરાજમાન છે. સ્કંદમાતા સૂર્યમંડળની અધિષ્ઠાત્રી દેવી છે. તેમની ઉપાસના કરવાથી સાધક અલૌકિક તેજ પ્રાપ્ત કરે છે. તે અલૌકિક પ્રભામંડળ પ્રતિક્ષણ તેમના યોગક્ષેમનું નિર્વહન કરે છે. એકાગ્રભાવથી મનને પવિત્ર કરીને માતાની સ્તુતિ કરવાથી દુઃખોથી મુક્તિ મેળવીને મોક્ષનો માર્ગ સુલભ થાય છે. સ્કંદમાતાની કથા- દુર્ગાપૂજાના પાંચમા…
ભાજપે હરિયાણામાં આદમપુર વિધાનસભા સીટ પર આ વખતે ટિક્ટોક સ્ટાર સોનાલી ફોગાટને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. ભાજપે મંગળવાર રાત્રે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી અને અંતિમ યાદી જાહેર કરી હતી. આ યાદીમાં સોનાલી ફોગાટનું નામ આવતાની સાથે જ તે સમાચારોમાં છવાઈ ગઈ છે. સોનાલી ફોગાટ ઘણી પોપ્યુલર છે. જે ટિક્ટોક પર પોતાના વિડીયો બનાવતી રહે છે. સોનાલી ફોગાટને ટિકિટોક પર લાખો લોકો ફોલો કરે છે. આ વખતે આદમપુર વિધાનસભા સીટ પર સોનાલી ફોગાટનો મુકાબલો કોંગ્રેસ પાર્ટીના કુલદીપ બિશ્નોઇ સાથે હશે. વર્ષ 2014માં કુલદીપ બિશ્નોઇ અલગ પાર્ટી બનાવીને ચૂંટણી લડ્યા હતા અને જીત હાંસલ કરી હતી. ભાજપની બીજી અને…
ઓરિસાના ગંજમ જિલ્લાના ગોપુરપુર ગામની છ મહિલાઓ બીમારીના કારણે મરણ પામી પરંતુ એમને કાલા જાદુથી મારી નાખવામાં આવી છે એવા શક પરથી ગામના છ વૃદ્ધોના દાંત તોડી નાખીને એમને મળ-મૂત્ર ખાવાની ફરજ પાડવામાં આવી હોવાનું પોલીસે બુધવારે કહ્યું હતું. છ મહિલા મરણ પામી અને બીજી સાત બીમાર હતી ત્યારે એવી અફવા ફેલાઇ હતી કે ગામના અમુક છ વૃદ્ધો કાલા જાદુ કરી રહ્યા હતા. ઉશ્કેરાયેલા લોકોએ આ મંગળવારે આ છ વડીલોને મારપીટ કરીને તેમના દાંત તોડી પાડ્યા હતા અને ત્યારબાદ તેમને મળ-મૂત્ર ખાવાની ફરજ પડાઇ હતી. છએ વડીલોને બળજબરીથી ઘરની બહાર ખેંચી કાઢવામાં આવ્યા હતા. આ લોકોએ બચાવો બચાવોની બૂમો પાડી…
સુરતનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં કેવી રીતે એક મહિલા ટ્રાફિકનો નિયમ ભંગ કરવા પર દંડ ભરવાની રકમથી બચવા માટે પોલીસ સાથે ઝપાઝપી કરી રહી હતી. કાળા કાચ વાળી કાર પોલીસે ઉભી રખાવીને દંડ ફટકારી રહી હતી ત્યારે મહિલાએ નીચે ઉતરીને પોલીને ગાળો આપવાની સાથે હુમલો કર્યો હતો. જેથી ઈજાગ્રસ્ત PSIને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયાં હતાં. પોલીસે મહિલા વિરૂદ્ધ ફરિયાદ નોંધી લીધી છે. ગાડીમાં મહિલા બેઠેલી હતી ત્યારે પોલીસે અટકાવતાં જવાનને મહિલાએ કહ્યું કે તારા સાહેબને બોલાવ. પછી ત્યાં જઈને પોલીસ સાથે બોલાચાલી કરી હતી. પોલીસે 500 રૂપિયાનો દંડ ભરો અથવા તમે કોર્ટમાં એન.સી લઈ…
દાંડીયાત્રા પછી હિંદના વાઇસરોય લોર્ડ ઇરવિને ગાંધીજીને જેલમાંથી મુક્ત કરીને દિલ્હીના વાઇસરોયના મહેલમાં સમગ્ર દેશના નેતા તરીકે વાટાઘાટ કરવા આમંત્ર્યા હતા. ૧૯૩૧ની સવારમાં હાથમાં વાંસનો ડંડો અને ખભા પર શાલ નાખીને જ્યારે ગાંધીજી દિલ્હીના વાઇસરોયના મહેલનાં પગથિયાં ચઢતા હતા ત્યારે ગાંધીજીની કાયા જેલવાસને કારણે કૃશ બની હતી, પરંતુ ગાંધીજી અંગ્રેજ સલ્તનતની જેલમાંથી સીધા બ્રિટિશરોના હિંદના સૌથી વડા અધિકારીના મહેલમાં ભારતના સર્વોચ્ચ નેતા તરીકે આવ્યા હતા. ગાંધીજીની વાઇસરોયના મહેલનાં પગથિયાં ચઢતી તસવીર જ્યારે બ્રિટિશ અખબારોમાં છપાઇ ત્યારે એક વખતના બ્રિટનના વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલે ભારે અણગમા સાથે કહ્યું હતું કે, ‘આ અર્ધનગ્ન ફકીરની શું હેસિયત છે કે વાઇસરોયના મહેલનાં પગથિયાં ચઢીને બ્રિટિશ…
લંડનમાં એક અનોખુ મ્યુઝિયમ ખુલવા જઈ રહ્યું છે જેની સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચા થઈ રહી છે. દુનિયાના પહેલા આ મહિલા પ્રાઈવેટ પાર્ટ્સ મ્યુઝિયમનું નામ છે વજાઈના મ્યુઝિયમ. આ દુનિયાનું પહેલું એવું મ્યુઝિયમ હશે અને 16 નવેમ્બરે તેને ખોલવામાં આવશે. આ મ્યુઝિયમની ફાઉન્ડર ફ્લોરેન્સ શેક્ટર છે. જાણકારી અનુસાર, આ મ્યુઝિયમને બનાવવામાં લગભગ 44 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે. આ પૈસા ફ્લોરેન્સે ક્રાઉડફન્ડિંગ દ્વારા ભેગા કર્યા હતા. સોશિયલ મીડિયા પર તેનો ખૂબ પ્રચાર કરવામાં આવ્યો છે. તેનું પોતાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ અને વેબસાઈટ પણ છે. ફ્લોરેન્સે જણાવ્યું કે મ્યુઝિયમને લોકોની વચ્ચે પ્રાઈવેટ પાર્ટને લઈને ફેલાયેલી અફવાઓને દુર કરવા માટે ખોલવામાં આવી રહ્યું…
પિતાને ઘરમાંથી હાંકી કાઢવા બે દિકરાએ ઢોર માર માર્યો અમદાવાદ, બુધવાર બહેરામપુરામાં રહેતા આધેડને તેમના બે પુત્રોએ ઘરમાંથી હાંકી કાઢવા ગડાદાપાટુનો માર મારીને જીવતા સળગાવી દેવાની ધમકી આપી હતી.આ અંગે કાગડાપીઠ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આ બનાવની વિગત મુજબ બહેરામપુરામાં વિજ્યાલક્ષ્મી સોસાયટીમાં રહેતા મુલચંદ એમ.ક્રિશ્નાની (૫૬) તેમના પત્ની અને ત્રણ દિકરા સાથે રહે છે. તેમના બે દિકરા જયપ્રકાશ (૨૧) અને રાહુલ (૧૮) પિતાને સાથે રાખવા માંગતા ન હતા .તેમણે ે ઘરમાંથી ચાલ્યા જવાનું કહેતા પિતા મુલચંદભાઈએ આ મારૃ ઘર છે તમે મને કેમ કાઢી મુકવાની વાત કરો છો, એમ કહ્યું હતું. આ અંગે મુલચંદભાઈએ પોલીસમાં અરજી આપી…
રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમિયાન રાજ્યમાં સરેરાશ 140.98 ટકા વરસાદ થયો છે. જેના પરિણામે રાજ્યના 204 જળાશય-ડેમમાંથી 120 જળાશયો 100 ટકાથી વધુ ભરાયા છે એટલે કે છલકાયા છે. જ્યારે 55 જળાશયો 70 થી 100 ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર જળાશય તેની કુલ સંગ્રહશક્તિના 98.26 ટકા ભરાયો છે તેમ, રાજ્યના જળ સંપત્તિ વિભાગ, ગાંધીનગરના તા.3 ઓકટોબર-2019ના સવારે 8:00 કલાક સુધીના અહેવાલમાં જણાવાયું છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં હાલની સ્થિતિએ 74.21 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 98.45 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 99.42 ટકા, કચ્છના 20 જળાશયોમાં 76.63 ટકા તેમજ સૌરાષ્ટ્રના 139 જળાશયોમાં 91.96 ટકા આમ રાજયમાં કુલ-204 જળાશયોમાં 94.52…