વરાછામાં હીરાના કારખાનામાં કામ કરતા 25 વર્ષીય રત્નકલાકારને સાથે કામ કરતો 29 વર્ષીય યુવાન ગત રવિવારે બપોરે બળજબરીથી કારખાનાના છઠ્ઠા માળે લઇ ગયો હતો અને ધાકધમકી આપી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. ભોગ બનનાર રત્નકલાકારને દુખાવો થતાં તેણે અન્ય રત્નકલાકારોને વાત કરતા ઘટના પ્રકાશમાં આવી હતી. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ સૌરાષ્ટ્રનો વતની અને વરાછા વિસ્તારમાં રહેતો 25 વર્ષીય યુવાન વરાછા ખાતે આવેલા હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે નોકરી કરે છે. રવિવારે બપોરે એક વાગ્યાના અરસામાં તેની સાથે રત્નકલાકાર તરીકે નોકરી કરતો મુકેશ સાવંતરામ ગુર્જર (ઉ.વ.29, રહે. હરીનંદન સોસાયટી,મિલેનિયમ ડાયમંડના બીજા માળે, હીરાબાગ સર્કલ પાસે, કાપોદ્રા, સુરત. મૂળ રહે. રાજસ્થાન) તેને બળજબરીથી…
કવિ: Satya Day News
સુરત પોલીસે ગરબા આયોજકો સામે લાલ આંખ કરી છે. પાણીની બોટલનું ગરબામાં બ્લેક માર્કેટિંગની ફરિયાદ બાદ પોલીસે પગલાં ભરતા પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં પોલીસે સખ્ત શબ્દોમાં ગરબા આયોજકોને કહી દીધું છે કે જો પાણીની બોટલના બમણા ભાવ વસુલવામાં આવશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગરબામાં ખેલૈયાઓ પાસેથી ઉઘાડી લૂંટ કરવામાં આવી રહી હતી. જી હા 20 રૂપિયાની પાણીની બોટલના ખેલૈયાઓ પાસેથી 50 રુપિયા વસુલવામાં આવતા હતા જેના લીધે લોકોએ ગરબા આયોજકો સામે ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને પોલીસ એક્શનમાં આવી ગઈ છે અને પરિપત્ર પાઠવી ગરબા આયોજકોને યોગ્ય નફા તરીકે પાણીની બોટલ નું વેચાણ કરવા…
બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફ અને ઋત્વિક રોશનની ફિલ્મ વોર 2 ઓક્ટોબરના રોજ રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મને પોઝિટિલ રિએક્શન મળ્યું હતું અને બોક્સઓફિસ પર તે સારો બિઝનેસ કરે તેવી આશા છે. ફિલ્મમાં એક્શન, સસ્પેંસ અને થ્રિલર જબરદસ્ત છે અને સિદ્ધાર્થ આનંદ દર્શકો પર પોતાનો જાદુ ચલાવવામાં કામયાબ રહી છે. ફિલ્મમાં એક્શન, સસ્પેંસ અને થ્રિલર જબરદસ્ત છે . ફિલ્મમાં ઋત્વિક અને ટાઈગર શ્રોફનું કામ સારું છે પરંતુ કોણ કોના પણ ભારે પડ્યું તે જુઓ. ડાન્સ પરર્ફોમન્સ વોરમાં કુલ 2 સોન્ગ છે. જેમાંથી એકમાં ટાઈગર શ્રોફ અને ઋત્વિક રોશન સાથે ડાન્સ કરતાં જોવા મળે છે. આમ તો બંને સ્ટાર્સ ડાન્સની બાબતમાં ધુરંધર…
માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર અને તેનો ડેશબોર્ડ મેનેજમેન્ટ પ્લેટ ફાર્મ ટ્વિટડેક ઠપ્પ થઇ ગયુ છે. તેના કારણે વિશ્વભરમાં યુઝરોમાં આનો ઉપયોગ કરી શકતા નથી. ટ્વિટર સપોર્ટે તેના વિશે ટ્વિટ કરી જાણકારી આપી છે. 2 ઓક્ટોબરના સવારથી શરૂ થયેલી આ મુશ્કેલી હજુ સુધી યથાવત છે. ટ્વિટર સપોર્ટે ટ્વિટ કરી કહ્યું છે કે, ‘તમને ટ્વિટ કરવામાં, નોટિફિકેશન મેળવવા અથવા ડાયરેક્ટ મેસેજ (ડીએમ) જોવામાં મુશ્કેલી થઇ શકે છે. અમે આ ખામીને સુધારવા પર કામ કરી રહ્યાં છીએ. અને જલ્દી જ તે સામાન્ય થઇ જશે. આ ઉપરાંત કંપનીએ વિશેષ કોઈ માહિતી આપી નથી. ઉલ્લેખનિય છે કે એક મોનિટરિંગ વેબસાઇટને ટ્વિટર બંધ થવાના 4 હજારથી વધુ…
સુરતના મહિધરપુરા હીરાબજારમાં ઓફિસ ધરાવતા કતારગામના વેપારી પાસેથી પંજાબના મોહાલીના પિતા-પુત્રોએ રૂ.10.71 લાખના લેબ્રોન હીરા ખરીદી પેમેન્ટ કર્યું ન હતું અને ઘર બંધ કરી ફરાર થઇ ગયા હતા. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગરના વતની અને સુરતમાં કતારગામ હરીદર્શનના ખાડાની સામે સર્જન રેસીડેન્સી સી/104 માં રહેતા 38 વર્ષીય નિલેશભાઈ નાગજીભાઈ જીવાણી હાલ મહિધરપુરા હીરા બજાર રાજરત્ન એપાર્ટમેન્ટમાં હીરાની ઓફિસ ધરાવે છે. ત્રણ વર્ષ અગાઉ તે મહિધરપુરા હીરાબજારમાં જ રાજપુષ્પ એપાર્ટમેન્ટમાં ઓફિસ ધરાવતા હતા. ત્રણ વર્ષ અગાઉ હીરાબજારમાં દલાલીનું કામ કરતો કૈલાશ ત્રણ વેપારીને તેમની જૂની ઓફિસે આવ્યો હતો. ત્રણેય વેપારીઓએ પોતાની ઓળખ પંજાબના મોહાલીના મુંડી ખરાર ખાતે…
ભેસ્તાન-ઉન નાકા સ્થિત નેશનલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ધમધમતા જરી ના ત્રણ કારખાનામાં શહેર શ્રમ આયુકત વિભાગે દરોડા પાડી 7 બાળ મજુરોને મુકત કરાવવાની સાથે માસુમ બાળકોને કાળી મજુરી કરાવનાર કારખાનેદાર વિરૂધ્ધ પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ફફડાટ વ્યાપી ગયો છે. નાનપુરા બહુમાળી બિલ્ડીંગ સ્થિત શ્રમ આયુકત કચેરીની ટાસ્ક ફોર્સ ટીમે બે દિવસ અગાઉ ભેસ્તાન-ઉન નાકા પર બસ સ્ટેન્ડ સામે આવેલા નેશનલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પ્લોટ નંબર 33 માં નૌશાદ ક્રિએશન નામના કારખાનામાં દરોડા પાડયા હતા. જયાંથી કારખાનેદાર અક્રમ આલમે પોતાના કારખાનામાં બે બાળ મજુર, પ્લોટ નંબર 39 માં એચ. એન્ડ એસ હેન્ડ વર્ક નામના કારખાનાના માલિક શુકલાએ ચાર બાળ મજુર અને પ્લોટ…
150મી ગાંધી જયંતિએ પૂજ્ય બાપુના પર્યાવરણવાદી વિચારોનું સંવર્ધન થાય અને રાજ્યની શાળાઓના બાળકો વિદ્યાર્થીઓ પર્યાવરણ વિષયે વધુ સજાગ જાગૃત થાય તેવા ઉદાત ભાવથી રાજ્યની પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓમાં પર્યાવરણ પ્રયોગ શાળા શરૂ કરવાની મહત્વપૂર્ણ જાહેરાત મુખ્મંત્રી વિજય રૂપાણીએ કરી છે. રૂપાણીએ પોરબંદરમાં 150મી ગાંધી જયંતિએ આયોજિત પ્રાર્થના સભા અને સ્વચ્છતા હી સેવા અંતર્ગત શ્રમદાન કાર્યક્રમમાં આ જાહેરાત કરતા કહ્યું કે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણના માધ્યમથી પર્યાવરણ શિક્ષણ ને વેગ આપવા અને બાળકોમાં પર્યાવરણ અંગે વિશેષ સમજ કેળવવા આ પ્રયોગ શાળાઓ એક નવતર પ્રકલ્પ બની રહેશે. તેમણે કહ્યું કે રાજ્યની શાળાઓમાં જેમ કોમ્પ્યુટર લેબ ગણિત વિજ્ઞાનના વિષયોની લેબ છે તે જ રીતે…
અત્યારે યંગસ્ટર્સમાં ટેટૂનો ક્રેઝ વધારે જોવા મળી રહ્યો છે. પરંતુ ફ્રાંસના ગ્રેનોબલનાં યુરોપિયન સિંક્રોટ્રોન રેડિએશન ફેસિલિટીના વેજ્ઞાનિકોને ટેટુ બનાવ્યું હોય તે લોકોમાં લિમ્ફ નોડમાં ક્રોમિયમ મેટલ્સ મળ્યું હતું. રિસર્ચમાં એ પણ સામે આવ્યું હતું કે, ધાતુઓ શરીરમાં ઘણી રીતે સમસ્યાઓ ઉભી કરે છે. તાજેતરમાં એક રિસર્ચ સામે આવ્યું જેમાં વેજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે, કલર ટેટુ તમારા લિમ્ફ નોડ્સમાં ભારે કેમિકલ્સને લિક કરી શકે છે અને શરીરમાં એલર્જી પેદા કરી શકે છે. આ રિસર્ચ બાદ એ સાબિત થયું કે, ટેટુ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતી સોયથી નાના-નાના મેટલના કણ તમારી સ્કિનમાં પ્રવેશ કરે છે અને લિમ્ફ નોડ્સમાં વહે છે તેનાથી તમને…
આદિશક્તિ દુર્ગાનું ચોથું સ્વરૂપ એટલે શ્રી કૂષ્માંડા. પોતના ઉદરમાંથી બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમને કુષ્માંડા દેવીના નામથી ઓળખવામાં આવે છે. કુષ્માંડા દેવીના પૂજનથી અનાહત ચક્ર જાગૃતિની સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે. શ્રી કુષ્માંડાની ઉપાસના આદિશક્તિ દુર્ગાનું ચોથું સ્વરૂપ એટલે શ્રી કૂષ્માંડા. પોતના ઉદરમાંથી બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમને કુષ્માંડા દેવીના નામથી ઓળખવામાં આવે છે. કુષ્માંડા દેવીના પૂજનથી અનાહત ચક્ર જાગૃતિની સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે. શ્રી કુષ્માંડાની ઉપાસના કરવાથી બધા જ રોગો અને કષ્ટો નાશ પામે છે. આમની ભક્તિથી આયુષ્ય, બળ અને આરોગ્યની વૃધ્ધી થાય છે.
નવરાત્રીમાં મા દુર્ગાનાં 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. હિંદુ ધર્મ અનુસાર મા દુર્ગાનાં બધાં જ સ્વરૂપોની પૂજા કરવાથી મનગમતું વરદાન પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જ્યાં-જ્યાં સતીના અંગોના ટુકડા, તેમનાં વસ્ત્ર કે આભૂષણા પડ્યાં, ત્યાં-ત્યાં શક્તિપીઠોનો ઉદય થયો. દુનિયા ભરમાં કુલ 51 જગ્યાઓએ માતાનાં શક્તિપીઠોનું નિર્માણ થયાં છે. બીજા જન્મમાં સતીએ રાજા હિમાલયના ઘરે પાર્વતીના રૂપે જન્મ લીધો અને ઘોર તપસ્યા કરી શૈવને પતિ રૂપે ફરીથી પ્રાપ્ત કર્યા. પવિત્ર શક્તિપીઠો ભારતમાં અલગ-અલગ જગ્યાઓએ સ્થાપિત છે. દેવી પુરાણમાં 51 શક્તિપીઠોનું વર્ણન છે તો દેવી ભાગવતમાં 108 અને દેવી ગીતામાં 72 શક્તિપીઠોનું વર્ણન છે. તંત્ર ચૂડામણિમાં 52 શક્તિપીઠ વિશે જણાવવામાં…