કવિ: Satya Day News

Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.

ઉત્તરાખંડના પવિત્ર યાત્રાધામ હરિદ્વારમાં આપઘાત કરનારા એક પુરૂષનો મૃતદેહ લેવા માટે એની પત્ની હોવાનો દાવો કરતી સાત મહિલાઓ પહોંચી હતી. એને લઇને પોલીસ ટેન્શનમાં આવી ગઇ હતી.40 વર્ષના એક પુરુષે રવિવારે અહીં આપઘાત કર્યો હતો. ત્યારબાદ એક પછી એક પહેલાં પાંચ મહિલાઓ આી. દરેકે પોતે મરનારની પત્ની હોવાનો અને મરનારને અન્ય મહિલા સાથે કોઇ સંબંધ હોવાની માહિતી નહીં હોવાના દાવા કર્યા હતા. કલાકો સુધી ચાલી માથાકૂટ કલાકો સુધી આ લમણાફોડ ચાલી હતી. પોલીસ નક્કી કરી શકતી નહોતી કે આ પાંચ પાંચ મહિલાઓના દાવાનો નિકાલ કેવી રીતે કરવો. એટલામાં બીજી બે મહિલા આવી હતી અને તેમણે પણ પોતે મરનારની પત્ની હોવાનો…

Read More

ભારતમાં બૅન હોવા છતા સીક્રેટ તરીકે પોર્ન વેબસાઈટ્સ બેફામ ચાલી રહી છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યૂનિકેશન્સની કડકાઈ બાદ પણ દેશભરમાં કરોડો સ્માર્ટફોન્સ અને કંપ્યૂટર પર કોઈ પણ પ્રકારના ડર વગર પોર્ન બેફામ દેશમાં જોવાઈ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે દુનિયાની બે પ્રખ્યાત પોર્ન વેબસાઈટ RedTube અને PornHub ભારતમાં આસાનીથી ખૂલી રહી છે. એ સામે આવ્યું છે કે આ વેબસાઈટ્સને એક્સેસ કરવા માટે બેન બાઈપાસ કરવાની પણ જરૂરીયાત નથી પડી રહી. સ્માર્ટફોન્સ અને કંપ્યૂટર પર PornHub અત્યારે .orgની સાથે ખૂલી રહ્યું છે. તો રેડટ્યૂબને .netની સાથે એક્સેસ કરવામાં આવી શકે છે. ભારત સરકારે શરૂઆતમાં .com ડોમેઈનની સાથે ખુલનાર પોર્ન વેબસાઈટ્સને…

Read More

મુંબઈ આવી રહેલા પુણેના ઝવેરીની દુકાનમાંથી ૨૭ લાખ રૂપિયાની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરવામાં આવી હતી. આ ગુનામાં સંડોવાયેલો એક આરોપી સીસીટીવી કેમેરામાં ઝડપાય ગયો હતો. આ કેસ ઉકેલવા પોલીસની પાંચ ટીમ બનાવવામાં આવી છે. પોલીસની જુદી જુદી ટીમ રાજ્યમાં વિવિધ સ્થળે આરોપીની શોધખોળ કરી રહી છે. પુણે સ્થિત તળેગાવ દાભાડે પોલીસ સ્ટેશનના વિસ્તારમાં સંઘવી જ્વેલર્સ દુકાન છે. દુકાનની ઉપર જ ઝવેરી તેમના પરિવાર સાથે રહેતા હતા. તેઓ ગઈકાલે સવારે મુંબઈ આવવા ઘરની બહાર ગયા હતા. ત્યારે દુકાનનું શટર અંદરથી બંધ કરવાનું રહી ગયું હતું. ત્યારે અજાણ્યો ચોર દુકાનમાં ઘૂસી ગયો હતો. તે ૧૫ મિનિટમાં દુકાનમાંથી ૨૭ લાખ રૂપિયાની કિંમતના…

Read More

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે 150 મી જન્મ જયંતી છે અને રાષ્ટ્રપિતાની 150 મી જન્મ જયંતી નિમિત્તે દેશભરમાં અનેક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા પણ મહાત્મા ગાંધીની જયંતી નિમિત્તે પદયાત્રા કાઢવામાં આવી હતી. પદયાત્રા દિલ્હી કોંગ્રેસ કાર્યાલયથી રાજઘાટ સુધી નિકળી હતી. કોંગ્રેસ દ્વારા સમગ્ર દેશમાં રઘુપતિ રાઘવ રાજા રામની ધુન પર પદયાત્રા કાઢવામાં આવી હતી. દરમ્યાન પદયાત્રા બાદ કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીએ ભાજપ પર કટાક્ષ કર્યો હતો. તેમણે કાર્યકર્તાઓને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં જે પણ થયું છે તેનાથી ગાંધીજીની આત્મા દુ:ખી હશે. દેશની હાલત ખરાબ છે. દેશમાં ન તો મહિલાઓ સુરક્ષિત છે અને ન…

Read More

સરકાર દિવાળી પહેલા ઈન્કમ ટેક્સના દર ઘટાડી શકે છે. એક મીડિયા રિપોર્ટના જણાવ્યા પ્રમાણે 5 લાખ રૂપિયાથી 10 લાખ સુધીની આવક પર ટેક્સ 20% કરવામાં આવી શકે છે. 10 લાખ રૂપિયાથી વધુ ઈન્કમ પર 30 ટકાથી ઘટાડીને 25 ટકા કરવામાં આવે તેવી શકયતા છે. સેસ અને સરચાર્જ ઘટાડવાના વિકલ્પ પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. સાથે જ ટેક્સમાં છૂટના કેટલાક વિકલ્પ ખત્મ પણ કરવામાં આવી શકે છે. 10 લાખ રૂપિયાની આવકવાળાને 45 હજારનો ફાયદો થશે 5 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી સ્ટાન્ડર્ડ ડિડક્શન 50 હજાર રૂપિયા બાકીના 4.5 લાખ પર હાલ 20% ટેક્સ 90 હજાર રૂપિયા ટેક્સ 20%થી ઘટાડીને…

Read More

ઇન્ડિયન આર્મીએ ગ્રેજ્યુએટ યુવાનો માટે ભરતી જાહેર કરી છે, જે મુજબ હવાલદાર સર્વેયર ઓટોમેટેડ કાર્ટોગ્રાફર (SAC)ની 20 જગ્યાઓ ભરવામાં આવશે. લેખિત, ફિઝિકલ ટેસ્ટથી પસંદગી કરાશે આર્મીમાં એસએસી જગ્યાઓ માટે ઉમેદવારો ઇન્ડિયન આર્મીને વેબસાઇટ www.joinindianarmy.nic.in પર જઈને અરજી કરી શકે છે. આ જગ્યાઓ પર અરજી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે અને તે 30 ઓક્ટોબર સુધી ચાલશે. આ જગ્યાઓ પર અરજી કરવા માટે ઉમેદવારે કોઈ પણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી બીએ, બીએસસી પાસ કરેલું હોવું જરૂરી છે. આ ઉપરાંત ધોરણ 12 સાયન્સ અને મેથ્સ સાથે પાસ કર્યું હોવું જરૂરી છે. ઉમેદવારોની વય લાયકાત 20થી 25 વર્ષ વચ્ચે હોવી જરૂરી છે. જ્યારે અનામત…

Read More

દેશના રાષ્ટ્રપિતા ગાંધીજીની જિંદગીના ઘણા રસપ્રદ કિસ્સા છે. આ કિસ્સામાં એક સોનાની થાળીમાં જમવાની શરત પણ સામેલ છે. વર્ષ 1935માં હિંદી સાહિત્ય સમ્મેલન માટે ગાંધીજી ઇન્દોર આવ્યા હતા, ત્યારે શેઠ હુકુમચંદે તેમને ઘરે ભોજન માટે આમંત્રણ આપ્યું હતું. શેઠ સાહિત્ય સમિતિ સાથે જોડાયેલા હતા. ગાંધીજીએ તેમનું આમંત્રણ સ્વીકાર્યું અને તેમના ઘરે પહોંચ્યા. તેમની સાથે અન્ય લોકોને પણ આમંત્રણ આપ્યું હતું. આ તમામને ચાંદીની થાળીમાં ભોજન પીરસવામાં આવ્યું, પણ ગાંધીજીને સોનાની થાળીમાં પીરસ્યું. ગાંધીજીએ સોનાની થાળીમાં જમવાની ના પાડી અને કહ્યું કે, મને પણ તે જ થાળીમાં આપો જેમાં અન્યને જમવાનું પીરસ્યું છે. શેઠ હુકમ ચંદે બાપુને સોનાની થાળીમાં જ જમવાનો…

Read More

અંબાજી-દાંતા માર્ગ પરના અત્યંત ગંભીર એવા ત્રિશૂળિયા ઘાટ પરના માર્ગ અકસ્માતમાં ચરોતર પંથકના 22 યાત્રિકોના મોત તેમજ 55થી વધુને ઇજા પહોંચી છે. દાંતાથી 8 કિલોમીટર દૂર અંબાજી જવાના માર્ગ પર ત્રિશૂળિયા ઘાટ પાસે અવાર નવાર અકસ્માતો બનતાં અહીં હનુમાન મંદિરની સ્થાપના કરાઈ હતી. ત્રણ મહિનામાં જ ચોથો મોટો અકસ્માત ફરી આજ સ્થળે સર્જાતાં હાહાકાર મચી ગયો હતો. અંબાજી ત્રિશૂળિયા ઘાટની ભયજનક વળાંકવાળી જગ્યાએ છેલ્લા 4 મહિનામાં 3 અકસ્માતોમાં 30 લોકોએ જીવ ગુમાવ્યા અને 93 લોકો ગંભીર રીતે ઘવાયા હતા. 19 એપ્રિલે અંબાજીથી ભાભર જતી એસટી બસની બ્રેક ફેઇલ થઈ હતી. જોકે, ડ્રાઇવરે સમય સૂચકતા વાપરી બસને ભેખડ સાથે અથડાવતાં મોટી…

Read More

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ માટે ચૂંટણી ટાણે ખરાબ સમાચાર છે, સર્વોચ્ચ અદાલતે મંગળવારે તેમની વિરૂદ્ધ દાખલ કરાયેલી ગુનાહિત ફરિયાદને ફરીથી સુનાવણી માટે લીધી હતી જેમાં તેમની વિરૂદ્ધ આરોપ લગાવાયા હતા કે 2014ની ચૂંટણી માટે જમા કરાવેલા સોગંદનામામાં તેમની વિરૂદ્ધ બે ગુનાહિત પડતર કેસની વિગત આપી ન હતી. સુપ્રીમે સુનાવણી કરી રહેલી અદાલતને તે ફરિયાદ પર નવેસરથી વિચાર કરવા કહ્યું હતું. જો કે ટોચની અદાલતનો ચુકાદો ફડણવીસ માટે મહારાષ્ટ્રમાં આવી રહેલી વિધનાસભા ચૂંટણી લડવામાં કોઈ વિઘ્ન ઉભું કરશે નહીં. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બેન્ચે બોમ્બે ઉચ્ચ અદાલતના 3 મે, 2018ના આદેશને રદ્દ કર્યો હતો જેમાં ફડણવીસને ક્લીન ચીટ આપવામાં આવી…

Read More

વલસાડ સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલ બેસ્ટ સ્કુલનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. દિલ્હી સ્થિત એજ્યુકેશન વર્લ્ડ સંસ્થાને નોંધણીમાં જિલ્લામાં પ્રથમ ક્રમે આવી છે. વલસાડ નજીક અબ્રામા ખાતે આવેલ CBSE બોર્ડ માન્ય સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલ દિલ્હી સ્થિત એજ્યુકેશન સંસ્થા દ્વારા કરવામાં આવેલ મોજણીમાં વર્ષ 2018-2019 માટે વલસાડ જિલ્લાની તમામ શાળાઓમાં કુમાર તેમજ કન્યાઓને તો શિક્ષણ આપતી શાળાઓમાં પ્રથમ ક્રમ એનાયત કરવામાં આવ્યો છે. દિલ્હી ખાતે એજ્યુકેશન વર્લ્ડ નામની સંસ્થા દ્વારા યોજવામાં આવેલા કાર્યક્રમમાં સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી પરેશભાઈ પટેલ તેમજ શાળાના પ્રમુખશ્રી ગીરીશભાઈ પંડ્યાએ ગૌરવપૂર્ણ એવોર્ડ સ્વીકાર્યો હતો. એજ્યુકેશન સંસ્થા તરફથી અગાઉ વર્ષ 2016-2017 માં પણ સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલ ને બેસ્ટ…

Read More