વલસાડમાં મોરારજી દેસાઈ ને બનાવી દીધા જિલ્લા પ્રમુખ. વલસાડ સાંસદ ની જીભ લપસી ગઈ અને મોરારજી દેસાઈ જન્મ જયંતિ કાર્યક્રમ દરમિયાન મોરારજી ભાઈ નેજ પ્રમુખ બનાવી દેતા ઉપસ્થિતો માં હાસ્ય નું મોજું ફરી વળ્યું હતું. હાલમાં વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે મણિલાલ પટેલ સ્થાન શોભાવી રહ્યા છે પરંતુ તેઓ ના નામ ની જગ્યા એ મોરારજી ભાઈ આવી જતા ખુદ મણિલાલ પણ ચોંકી ગયા હતા. જોકે , આ વીડિયો વાયરલ થઈ જતા સાંસદ બરાબર ના ભેરવાયા હતા અને ટ્રોલ થયા હતા.
કવિ: Satya Day News
સુરત શહેરમાં ખાનગી સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓના એડમિશન ના નામે વાલીઓ પાસેથી વસુલવામાં આવેલ લાખો રૂપિયા ડોનેશનની રકમ પરત કરવામાં આવે તેવી માંગ સાથે વાલીઓએ સુરત જિલ્લા વાલી મંડળ ના નેજા હેઠળ શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવી રજુવાત કરી હતી. સુરતની અલગ અલગ ખાનગી શાળાઓ દ્વારા વાલીઓ પાસેથી વસુલવામાં આવેલ ડોનેશન ની ઉઘાડી લૂંટ સામે વાલીઓમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.અગાઉ ડોનેશન ના નામે કરવામાં આવેલી આ ઉઘાડી લૂંટ ને લઈ વાલી મંડળ દ્વારા DEO તથા FRC માં લેખિત ફરિયાદ કરવામાં આવી હતી …આ ફરિયાદમાં વાલીઓ પાસે થી FRC એ નિયમન કરેલી ફી કરતા વધુ ફી ની લૂંટ ચલાવવામાં આવી હોવાના…
વલસાડ માં મુખ્યમંત્રી રૂપાણી ના આગમન સમયે વલસાડ કોંગી આગેવાનો ની અટક કરાતા મામલો ગરમાયો હતો અને કોંગી અગ્રણી ગૌરવ પંડ્યા પોલીસ મથકે પોલીસ પાસે શામાટે અટક કરાય છે તે અંગે સવાલો ઉઠાવી ખુલાસો માંગતા વાતાવરણ માં ગરમા ગરમી આવી ગઈ હતી વલસાડ ના ભદેલી ખાતે મોરારજી ભાઈ દેસાઈ ની જન્મ જયંતિ નિમિતે તેમની પ્રતિમા અને ભવન ના ઉદઘાટન પ્રસંગે રાજ્ય ના મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી આવવાના હોય પોલીસ દ્વારા જયશ્રી બેન પટેલ પ્રદેશ મહિલા નેતા , રોનક શાહ યુથ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ અને રાહીલ શૈખ યુથ કાર્યકર્તા ની અટક કરવામાં આવી હતી પરિણામે કોંગીજનો રોષે ભરાયા હતા અને આ…
અમદાવાદ શહેર ના બાપુનગર વિસ્તાર માં ભીડભંજન મંદિર નજીક ના કાપડ માર્કેટ માં શુક્રવારે રાત્રે ભીષણ આગ લાગતા ભારે દોડધામ મચી ગઇ હતી. આ આગમાં 20 જેટલી દુકાનો બળી ને ખાખ થઇ જવા પામી હતી બનાવ ને પગલે ફાયર ફાયટર ની 9 જેટલી ગાડીઓ આગ પર કાબુ મેળવવા પહોચી ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ ના બાપુનગર વિસ્તારમાં આવેલા ભીડભંજન મંદિર પાસે મોટું કાપડ માર્કેટ ભરાય છે. આ બજારમાં મોદી રાત્રે અચાનક ભીષણ આગ લાગી હતી. આગ થોડી જ ક્ષણોમાં એવી ફેલાઈ ગઈ કે 20 જેટલી દુકાનો આગ ની લપેટમાં આવી ગઈ હતી. ફાયર ની 9 જેટલી ગાડીઓ ઘટના સ્થળ…
અમદાવાદથી જયપુર જતી ગોએરની ફ્લાઈટ જી8-702 શુક્રવારે સાંજે 4.30 વાગ્યે એપ્રન પર લાવવામાં આવી અને બધાજ પેસેન્જર વિમાનમાં બેસી ગયા અને ફ્લાઈટનો ગેટ પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. એ પછી ફ્લાઈટ સાંજે 4.50 વાગ્યે ટેક ઓફ માટે રન વે પર આવવાની તૈયારીમાં હતી ત્યાં જ એક પેસેન્જરે હેન્ડ બેગ મૂકવા માટે લગેજ શેલ્ફ ખોલી તો તેમાંથી બે કબૂતર નીકળ્યાં હતાં અને ફ્લાઇટ માં જ ઉડાઉડ કરી મુકતા પેસેન્જરો માં તંત્ર ની લાપરવાહી સામે રોષ ની લાગણી જોવા મળી હતી ફ્લાઈટમાં કબૂતરને જોઈ બધા પેસેન્જર આશ્ચર્યમાં મુકાઈ ગયા. કબૂતર આખી ફ્લાઈટમાં એક છેડેથી બીજા છેડે ઊડવા લાગ્યું અને પેસેન્જર તેને…
સુરતના વરાછા વિસ્તારની એક યુવતિએ સોશ્યલ મીડિયા ઉપર આત્મહત્યાનો લાઈવ પ્રયાસ કરતા ચકચાર મચી ગઇ છે આત્મહત્યા કરવા પાછળ તેણે ધારૂકા કોલેજના ટ્રસ્ટી કનુભાઈ માવાણી અને ધારૂકા કોલેજ જવાબદાર હોવા અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો. ગરીબ બાળકોને ભણાવવાનું કામ કરતી આ યુવતિ એડમિશનની રજૂઆત લઈને ગઈ હતી. જ્યાં તેણીને કનુ માવાણીએ અપશબ્દો કહ્યાં હતા એવુ વિડીયોમાં જણાવ્યું હતું. વિડીયોમાં એવું જણાવાયું હતું કે પોતાના મા-બાપ અને ઘરવાળાને ફોન કરીને ડરાવવામાં આવી રહ્યા છે. 15 દિવસ પહેલા આ યુવતિ ધારૂકા કોલેજમાં અભ્યાસ કરતી અન્ય યુવતિને પરીક્ષામાં બેસવા ન દેવાતા તેને લઈ કાપોદ્રા પોલીસ સ્ટેશન પહોંચી હતી. પોલીસ દ્વારા ધારૂકા…
દક્ષિણ ભારતના મોટાભાગના મંદિરો પ્રાચીન કાળમાં બનેલાં છે. તેમાંથી જ એક તમિલનાડુના તિરુચિરાપલ્લી જિલ્લાના તિરુવનૈકવલમાં આવેલું જંબૂકેશ્વર અખિલનંદેશ્વરી મંદિર પણ છે, જેનું નિર્માણ ચોલવંશના પ્રારંભિક શાસક રાજા કોચેન્ગાનન ચોલે કરાવ્યું હતું. આ શિવ મંદિરમાં ચાલતા ખોદકામ દરમિયાન સોનાના સિક્કાથી ભરેલો એક કળશ મળી આવ્યો છે. મંદિર પ્રશાસને આ સિક્કાઓને પોલીસના હવાલે કરી દીધા છે. તિરુવનૈકવલમાં નવમી શતાબ્દીમાં બનેલા જંબૂકેશ્વર મંદિરમાં મળેલાં કળશના સોનાના સિક્કા જ્યારે ગણવામાં આવ્યા ત્યારે તેનો આંકડો 505 જેટલો થયો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે કળશમાં મળેલા સોનાના સિક્કાનું વજન 1.716 કિલો છે. આ સિક્કા લગભગ 200 થી 400 વર્ષ જૂના હોઈ શકે છે, તેવું અનુમાન લગાવવામાં આવ્યું…
હોળીકા દહનની પહેલાં હોળાષ્ટક શરૂ થઈ જશે. મંગળવાર 3 માર્ચે અષ્ટમી તિથિ રહેશે. હોળીકા દહનના 8 દિવસ પહેલાં હોળાષ્ટકની શરૂઆત થાય છે. ધાર્મિક માન્યતા પ્રમાણે સૂર્ય ઉદયની સાથે જ તિથિની શરૂઆત થાય છે, એટલા માટે 3 માર્ચની પહેલાં હોળાષ્ટક શરૂ થશે, જે 9 માર્ચે હોળીકા દહનની સાથે સમાપ્ત થઈ જશે. આખા સપ્તાહ દરમિયાન હોળાષ્ટક દોષ રહેશે, જેનાથી બધા શુભ કામ કરવા વર્જિત રહેશે. આ વર્ષે હોળાષ્ટક 8 દિવસને બદલે 7 દિવસ રહેશે. જ્યોતિષની દ્રષ્ટિએ હોળાષ્ટકને દોષ માનવામાં આવે છે, જેમાં લગ્ન, ગૃહ પ્રવેશ, નિર્માણ કાર્ય વગેરે શુભ કામ થઈ શકશે નહીં. કોઈપણ કામ જો શુભ મુહૂર્તમાં કરવામાં આવે તો તેનાથી…
સ્ટેચ્યૂ ઓફ યુનિટીને પગપાળા ભૂમિ માર્ગે, હેલીકોપ્ટરથી હવાઇ માર્ગે જોયા બાદ હવે ક્રૂઝમાં જળ માર્ગે જોવાનો રોમાંચ મળશે. અહીં 200 પ્રવાસીઓ બેસી શકે તેવી ક્ષમતાવાળી ક્રૂઝને આખરી ઓપ અપાઇ રહ્યો છે. પ્રવાસીઓ ગોવાની જેમ ક્રૂઝમાં ડીજે-ડાન્સની પણ મજા માણી શકશે. ક્રૂઝની સવારીનું ભાડું વ્યક્તિ દીઠ રૂ. 300 નક્કી કરાયું છે. ગુજરાત સ્થાપના દિન 1 લી મેથી તેનો વિધીવત આરંભ થાય તેવા અધિકારીઓએ સંકેત આપ્યા છે. દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની એક વર્ષમાં 40 લાખ પ્રવાસીઓ મુલાકાત લઇ ચૂક્યા છે. અત્યાર સુધી સ્ટેચ્યૂને જોવા માટે પ્રવાસીઓ બસમાં બેસી ગેટથી પગપાળા જતાં હતાં. હેલીકોપ્ટરથી હવાઇ માર્ગે પણ સ્ટેચ્યૂનો નજારો જોઇ…
ઈંગ્લેન્ડના પૂર્વ નાવિક ડેવિડ રેનોલ્ડ્સે 61 વર્ષની ઉંમરે 70 હજાર દીવાસળી વડે 400 વર્ષ જૂના ‘મેફ્લાવર’ જહાજની રેપ્લિકા બનાવી છે. છેલ્લ્લા 2 વર્ષથી તેઓ આ કામમાં વ્યસ્ત હતા. પ્રતિકૃતિ 4 ફૂટ ઊંચી અને 5 ફૂટ લાંબી છે, તેને બનાવતા 900 કલાકનો સમય લાગ્યો છે. દીવાસળીને એકસાથે ચોટાડવા માટે દોરા અને ગ્લૂનો ઉપયોગ કર્યો છે. જહાજનું વજન આશરે 7.2 કિલોગ્રામ છે. ઐતિહાસિક જહાજની રેપ્લિકા બનાવવા માટે ડેવિડે નાનામાં નાની વાતનું ધ્યાન રાખ્યું છે. મેફ્લાવર જહાજ 6 સપ્ટેમ્બર,1620ના રોજ 102 લોકોને અમેરિકા જવા માટે રવાના થયું હતું. બે મહિના બાદ તે અમેરિકાના મેસાચુએટ્સ રાજ્યના કિનારે પહોંચ્યું હતું. આ જહાજમાં એક મીની બોટ…