સરકાર દિવાળી પહેલા ઈન્કમ ટેક્સના દર ઘટાડી શકે છે. એક મીડિયા રિપોર્ટના જણાવ્યા પ્રમાણે 5 લાખ રૂપિયાથી 10 લાખ સુધીની આવક પર ટેક્સ 20% કરવામાં આવી શકે છે. 10 લાખ રૂપિયાથી વધુ ઈન્કમ પર 30 ટકાથી ઘટાડીને 25 ટકા કરવામાં આવે તેવી શકયતા છે. સેસ અને સરચાર્જ ઘટાડવાના વિકલ્પ પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. સાથે જ ટેક્સમાં છૂટના કેટલાક વિકલ્પ ખત્મ પણ કરવામાં આવી શકે છે. 10 લાખ રૂપિયાની આવકવાળાને 45 હજારનો ફાયદો થશે 5 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી સ્ટાન્ડર્ડ ડિડક્શન 50 હજાર રૂપિયા બાકીના 4.5 લાખ પર હાલ 20% ટેક્સ 90 હજાર રૂપિયા ટેક્સ 20%થી ઘટાડીને…
કવિ: Satya Day News
ઇન્ડિયન આર્મીએ ગ્રેજ્યુએટ યુવાનો માટે ભરતી જાહેર કરી છે, જે મુજબ હવાલદાર સર્વેયર ઓટોમેટેડ કાર્ટોગ્રાફર (SAC)ની 20 જગ્યાઓ ભરવામાં આવશે. લેખિત, ફિઝિકલ ટેસ્ટથી પસંદગી કરાશે આર્મીમાં એસએસી જગ્યાઓ માટે ઉમેદવારો ઇન્ડિયન આર્મીને વેબસાઇટ www.joinindianarmy.nic.in પર જઈને અરજી કરી શકે છે. આ જગ્યાઓ પર અરજી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે અને તે 30 ઓક્ટોબર સુધી ચાલશે. આ જગ્યાઓ પર અરજી કરવા માટે ઉમેદવારે કોઈ પણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી બીએ, બીએસસી પાસ કરેલું હોવું જરૂરી છે. આ ઉપરાંત ધોરણ 12 સાયન્સ અને મેથ્સ સાથે પાસ કર્યું હોવું જરૂરી છે. ઉમેદવારોની વય લાયકાત 20થી 25 વર્ષ વચ્ચે હોવી જરૂરી છે. જ્યારે અનામત…
દેશના રાષ્ટ્રપિતા ગાંધીજીની જિંદગીના ઘણા રસપ્રદ કિસ્સા છે. આ કિસ્સામાં એક સોનાની થાળીમાં જમવાની શરત પણ સામેલ છે. વર્ષ 1935માં હિંદી સાહિત્ય સમ્મેલન માટે ગાંધીજી ઇન્દોર આવ્યા હતા, ત્યારે શેઠ હુકુમચંદે તેમને ઘરે ભોજન માટે આમંત્રણ આપ્યું હતું. શેઠ સાહિત્ય સમિતિ સાથે જોડાયેલા હતા. ગાંધીજીએ તેમનું આમંત્રણ સ્વીકાર્યું અને તેમના ઘરે પહોંચ્યા. તેમની સાથે અન્ય લોકોને પણ આમંત્રણ આપ્યું હતું. આ તમામને ચાંદીની થાળીમાં ભોજન પીરસવામાં આવ્યું, પણ ગાંધીજીને સોનાની થાળીમાં પીરસ્યું. ગાંધીજીએ સોનાની થાળીમાં જમવાની ના પાડી અને કહ્યું કે, મને પણ તે જ થાળીમાં આપો જેમાં અન્યને જમવાનું પીરસ્યું છે. શેઠ હુકમ ચંદે બાપુને સોનાની થાળીમાં જ જમવાનો…
અંબાજી-દાંતા માર્ગ પરના અત્યંત ગંભીર એવા ત્રિશૂળિયા ઘાટ પરના માર્ગ અકસ્માતમાં ચરોતર પંથકના 22 યાત્રિકોના મોત તેમજ 55થી વધુને ઇજા પહોંચી છે. દાંતાથી 8 કિલોમીટર દૂર અંબાજી જવાના માર્ગ પર ત્રિશૂળિયા ઘાટ પાસે અવાર નવાર અકસ્માતો બનતાં અહીં હનુમાન મંદિરની સ્થાપના કરાઈ હતી. ત્રણ મહિનામાં જ ચોથો મોટો અકસ્માત ફરી આજ સ્થળે સર્જાતાં હાહાકાર મચી ગયો હતો. અંબાજી ત્રિશૂળિયા ઘાટની ભયજનક વળાંકવાળી જગ્યાએ છેલ્લા 4 મહિનામાં 3 અકસ્માતોમાં 30 લોકોએ જીવ ગુમાવ્યા અને 93 લોકો ગંભીર રીતે ઘવાયા હતા. 19 એપ્રિલે અંબાજીથી ભાભર જતી એસટી બસની બ્રેક ફેઇલ થઈ હતી. જોકે, ડ્રાઇવરે સમય સૂચકતા વાપરી બસને ભેખડ સાથે અથડાવતાં મોટી…
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ માટે ચૂંટણી ટાણે ખરાબ સમાચાર છે, સર્વોચ્ચ અદાલતે મંગળવારે તેમની વિરૂદ્ધ દાખલ કરાયેલી ગુનાહિત ફરિયાદને ફરીથી સુનાવણી માટે લીધી હતી જેમાં તેમની વિરૂદ્ધ આરોપ લગાવાયા હતા કે 2014ની ચૂંટણી માટે જમા કરાવેલા સોગંદનામામાં તેમની વિરૂદ્ધ બે ગુનાહિત પડતર કેસની વિગત આપી ન હતી. સુપ્રીમે સુનાવણી કરી રહેલી અદાલતને તે ફરિયાદ પર નવેસરથી વિચાર કરવા કહ્યું હતું. જો કે ટોચની અદાલતનો ચુકાદો ફડણવીસ માટે મહારાષ્ટ્રમાં આવી રહેલી વિધનાસભા ચૂંટણી લડવામાં કોઈ વિઘ્ન ઉભું કરશે નહીં. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બેન્ચે બોમ્બે ઉચ્ચ અદાલતના 3 મે, 2018ના આદેશને રદ્દ કર્યો હતો જેમાં ફડણવીસને ક્લીન ચીટ આપવામાં આવી…
વલસાડ સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલ બેસ્ટ સ્કુલનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. દિલ્હી સ્થિત એજ્યુકેશન વર્લ્ડ સંસ્થાને નોંધણીમાં જિલ્લામાં પ્રથમ ક્રમે આવી છે. વલસાડ નજીક અબ્રામા ખાતે આવેલ CBSE બોર્ડ માન્ય સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલ દિલ્હી સ્થિત એજ્યુકેશન સંસ્થા દ્વારા કરવામાં આવેલ મોજણીમાં વર્ષ 2018-2019 માટે વલસાડ જિલ્લાની તમામ શાળાઓમાં કુમાર તેમજ કન્યાઓને તો શિક્ષણ આપતી શાળાઓમાં પ્રથમ ક્રમ એનાયત કરવામાં આવ્યો છે. દિલ્હી ખાતે એજ્યુકેશન વર્લ્ડ નામની સંસ્થા દ્વારા યોજવામાં આવેલા કાર્યક્રમમાં સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી પરેશભાઈ પટેલ તેમજ શાળાના પ્રમુખશ્રી ગીરીશભાઈ પંડ્યાએ ગૌરવપૂર્ણ એવોર્ડ સ્વીકાર્યો હતો. એજ્યુકેશન સંસ્થા તરફથી અગાઉ વર્ષ 2016-2017 માં પણ સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલ ને બેસ્ટ…
કેટલીકવાર આપણે સમુદ્રની ઉંડાણોમાં એવી વસ્તુઓ શોધી શકીએ છીએ, જે ખૂબ જ આશ્ચર્યજનક છે. આવું જ કંઈક સ્પેનના બેલેરિક આઇલેન્ડના મેજોર્કા કાંઠે મળી આવ્યું છે. 1700 વર્ષ પહેલાં સમુદ્રમાં ડૂબેલું એક જહાજ અહીં મળી આવ્યું છે. આ સાથે, વહાણ પર 100 થી વધુ રોમન-યુગની બરણીઓ મળી આવ્યા છે, જે હજી સલામત છે. આ જહાજની શોધ ફેલિક્સ અલાર્કન અને તેની પત્નીએ જુલાઈ મહિનામાં કરી હતી, જે 33 ફુટ લાંબી અને 16 ફુટ પહોળી છે. એવું માનવામાં આવે છે કે વહાણમાં મળેલા બરણીઓનો ઉપયોગ ઓલિવ તેલ, માછલીની ચટણી અને વાઇન રાખવા માટે કરવામાં આવતો હતો. હજારો વર્ષોથી દરિયામાં પડેલા દરિયાને કારણે બરણી…
જ્યારથી નવો મોટર વ્હીકલ એક્ટ 2019 આવ્યો છે,લોકો થોડા પરેશાન છે,કારણકે તેમા થોડા થોડા દિવસે ફેરફારો આવતા પહે છે,અને ખાસ તો લોકો નિયમોના દંડ બાબત વધુ પરેશાન છે. હવે તેમા લોકોની રાહત મળે તેવો નિયમ આવ્યો,નવો મોટર વ્હીકલ એક્ટ 2019 (Motor Vehicle Act 2019) લાગૂ થયા બાદ આજથી એટલે કે 1 ઓક્ટોબરથી ડ્રાઇવિંગ લાઇસન્સ (DL) બનાવવાના નિયમ અને ગાડીનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC) પણ બદલાઇ ગયા છે. તમને જણાવી દઇએ કે 1 ઓક્ટોબરથી ડીએલ અને આરસીના ફોર્મેટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવા ફેરફાર હેઠળ આખા દેશમાં બધા વાહન ચાલકોના ડીએલ ગાડીની આરસીનું ફોર્મેટ એક જ હશે. એટલે કે ડીએલ અને આરસીનો…
ચીનને વિશ્વનું સૌથી પાતળું ડ્રોન બનાવવામાં અનેરી સફળતા પ્રાપ્ત કરી છે. આ ટ્રોનનુ વજન ફક્ત 75 ગ્રામ છે અને શર્ટના ખિસ્સામાં સમાવી શકાય છે. આ ડ્રોન ઓકટોબર 2016થી બજારમાં આવવાની શક્યતા છે. આ દુબળાપાતળા ડ્રોનનું નામ લાંગલોગ નેનો રખાયું છે. આ ડ્રોન ઉડ્ડયન સમયે આઈફોન-6 પ્લસ આકારનો દેખાય છે. આઈફોન-6 પ્લસનો આકાર 6.23 ઈંચ ગુણ્યા 3.07 ઈંચ છે. ગુઆંગડોન રાજ્યની ડોગગુનની ટેકનિકલ કંપનીએ આ ડ્રોનનો વિકાસ કર્યો છે. કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) ઝિંલાંગે જણાવ્યું હતું કે આ ડ્રોનનું સંચાલન સ્માર્ટ ફોનથી કરી શકાશે. એક સાથે તે 12 મિનિટ સુધી ઉડ્ડયન કરી શકે છે. તેના વીડિયો મારફતે 720 પિકસલ એચડી…
એક્ટ્રેસ કલ્કી કેકલાંએ હાલમાં જ પાંચ મહિનાની પ્રેગ્નન્સી હોવાનો ખુલાસો કર્યો હતો. હવે, એક્ટ્રેસે સોશિયલ મીડિયામાં બેબી બમ્પ ફ્લોન્ટ કરતી તસવીર શૅર કરી છે. તસવીરમાં કલ્કી કાઉચ પર બેઠી છે.કલ્કીએ તસવીર શૅર કરીને કહ્યું હતું કે જુલાઈથી સપ્ટેમ્બર સુધી તેના માટે બેબી બમ્પ છુપાવવો સરળ હતો. તેના ડિઝાઈનર્સે ઈનોવેટિવ રીતે બેબી બમ્પ છુપાવવામાં મદદ કરી હતી. જોકે, હવે તે બેબી બમ્પ સહજતાથી છુપાવી શકે તેમ નથી. હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યૂમાં કલ્કીએ પોતાના બાળકના નામ પર પણ વાત કરી હતી. તેણે કહ્યું હતું કે તે પોતાના બાળકનું એવું નામ રાખશે, જે જેન્ડર ડિફાઈન કરશે નહીં. તેને પૂરી આઝાદી મળશે. પ્રેગ્નન્સીને…