ગોમતીપુરમાં રહેતા રિક્ષાચાલકે ટ્રાફિક પોલીસે રિક્ષા ડિટેઈન કરીને ૧૮ હજારનો દંઢ ફટકારતા ફિનાઈલ પી લીધું હતું. સારવાર અર્થે તેને એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરાયો છે.બનાવને પગલે ગોમતીપુર પોલીસ હોસ્પિટલ પહોંચી હતી. રિક્ષાચાલકે આવકનું એકમાત્ર સાધન પોલીસે કબજે કરી લેતા આર્થિક સંકડામણને કારણે આ પગલું ભર્યું હોવાનો આક્ષેપ કર્યો છે. રાજપુર ગોમતીપુરમાં અશોકનગર પાસે રહેતા રાજુભાઈ ડીસોલંકી(૪૮)એ ૨૬ સપ્ટેમ્બરના રોજ સવારે સાત વાગ્યે ફિનાઈલ પી લેતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ અંગે પોલીસને જાણ કરાતા ગોમતીપુર પોલીસ હોસ્પિટલ પહોંચી હતી. ગોમતીપુર પોલીસ સ્ટેશનના સીનીયીર પી.આઈ.સી.બી.ટંડેલના જણાવ્યા મુજબ પુછપરછમાં રાજુભાઈએ જણાવ્યું હતું કે દોઢેક મહિના અગાઉ નવરંગપુરામાં દાદા સાહેબના પગલા પાસે…
કવિ: Satya Day News
ભૂટાનમાં ભારતીય સેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું, જેમાં બે પાયલટ શહીદ થયા છે. શહીદ થનારા પાયલટમાં એક ભારતીય સેનાનો પાયલટ છે. આજે ભૂટાનમાં ભારતીય સેનાનું ચીતા હેલિકોપ્ટર ક્રેશ થયું જેમાં સવાર બંન્ને પાયલટ શહીદ થયા છે. દુર્ઘટનામાં શહીદ થનારા ભારતીય પાયલટ લેફ્ટિનેંટ કર્નલ રેંકના હતા જ્યારે બીજા ભૂટાનની સેનાના પાયલટ હતા અને તે ભારતીય સેના સાથે ટ્રેનિંગ પર હતા. ખેંટોગમની હિલ સ્થિત તાશીગંગા પહાડી પાસે યોનફુલામાં આ હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું. ભારતીય સેનાનું આ હેલિકોપ્ટર દુર્ઘટના વખતે યોનફુલા પાસે ઉતરવાની કોશિશ કરી રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના ઘટી. આ પહેલા ગત સોમવારે પણ ઉત્તરાખંડના કેદારનાથમાં એક હેલિકોપ્ટર દુર્ઘટનાનું શિકાર બન્યું…
બોલીવુડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરે ટેક્સાસના હ્યુસ્ટન ખાતે યોજાયેલા “હાઉડી મોદી” કાર્યક્રમને ઐતિહાસિક કહ્યો હતો. તેમણે કહ્યું હતું, વડાપ્રધાન મોદીએ એવો માહોલ બનાવ્યો છે કે માત્ર અમેરિકામાં જ નહિ પરંતુ સંપૂર્ણ દુનિયામાં તેમની લહેર ચાલી રહી છે. તેમણે અંગત સંબંધો પણ બનાવ્યા છે. તે પોતાના દેશનું માર્કેટિંગ કરી રહ્યા છે. ઘરથી બહાર જુઓતો દુનિયાને ખબર પડે કે શું ખાસિયત છે જેમકે ખાણીપીણી,ઉતાર ચઢાવ. વડાપ્રધાન મોદીએ જે સ્પીચ આપી છે તેમાં મેચ્યોર માણસની છબી નજરે આવે છે. લોકોએ જે મોદીને પ્રેમ આપ્યો છે તે દેશની 130 કરોડ જનતા માટે હતો. એકદમ રોકસ્ટાર જેવી ફાઈલિંગ હતી. આ પહેલીવાર એવું બન્યું હતું કે…
હીરા ઉદ્યોગની મંદીમાં બાયરો આર્કષવા માટે મુંબઇના ભારત ડાયમંડ બુર્સ દ્વારા 14થી 16 ઓકટોબર દરમ્યાન યોજાનારા ડાયમંડ વીક દરમ્યાન 1 લાખ ડોલર સુધીના હીરા ખરીદનાર વિદેશી બાયરને 700 ડોલર સુધીની વિમાન ટિકીટ ફ્રી આપવાની જાહેરાત કરવામાં આવી છે. જો કે બીડીબીએ આ ઓફર ભારતમાં પ્રથમવાર આવીને પ્રર્દશનમાંથી હીરાની ખરીદી કરનાર પ્રથમવારના બાયર માટે જ આ યોજના જાહેર કરી છે. એટલે કે 1 લાખ ડોલરના હીરાની ખરીદી કરનારને 50000 સુધીની આવવા-જવા સુધીની ટિકીટ ફ્રી આપવામાં આવશે. નવા બાયરોને આર્કષવા માટે આ સ્કીમ બનાવવામાં આવી છે. ખાસ કરીને તેમાં મીડલ ઇસ્ટ, આશિયાન દેશો અને આફ્રિકાના દેશોના બાયરો આ યોજનાનો લાભ 50 હજારની…
ચીન સરકારની એક યોજનાનો લાભ લેવા માટે એક પરિવારના સભ્યોએ એવું કામ કર્યું છે કે જેના વિશે જાણી સૌ કોઈ આશ્ચર્યમાં પડી જાય છે. ચીનના એક જ પરિવારના 11 લોકોએ 2 સપ્તાહમાં એકબીજા સાથે 23 વખત લગ્ન કર્યા અને પછી છૂટાછેડા લીધા હોવાની ઘટના બની છે. આ અંગે જાણવા મળતી વિગતો અનુસાર આ કૌભાંડની શરૂઆત ત્યારે થઈ જ્યારે પૈન નામના વ્યક્તિને ઝેજિયાંગ પ્રાંત માટે લિશુઈ શહેરના એક નાના ગામમાં શહેરી નવીનીકરણ વળતર યોજના વિશે ખબર પડી. ચીન સરકારની એક યોજનાનો લાભ લેવા માટે એક પરિવારના સભ્યોએ એવું કામ કર્યું છે કે જેના વિશે જાણી સૌ કોઈ આશ્ચર્યમાં પડી જાય છે.…
સુરત ખાતે આવેલ સિવિલ હોસ્પિટલમાં બોમ્બ હોવાની ખબર ફેલાતા તંત્ર દોડતું થયું હતું. કાર પાર્કિંગમાં ઉભેલી એક કારમાં ઘડિયાળનો અવાજ આવતા લોકોને ગભરાટ થઈ હતી. ઘડિયાળનો અવાજ રાહદારીઓને આવ્યો તેથી તેમને તંત્રને જાણ કરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ સુરતના સિવિલ હોસ્પિટલમાં ત્યારે ભારે અફરાતફરી મચી જ્યારે એક કારમાં ઘડિયાળનો અવાજ ત્યાં હાજર લોકોને સંભળાયો. બંધ કારમાં ઘડિયાળ જોવો અવાજ આવતા લોકોને કારમાં બોમ્બ હોવાની શંકા થઈ હતી તેથી તેઓ ભયભીત થયા હતા. રાહદારીઓએ તરત જ ત્યાંના તંત્ર અને સિવિલ હોસ્પિટલ ચોકીના જમાદારને આ વિશે જાણ કરી. આ ખબર સાંભળીને તંત્ર દોડતું થયું હતું અને કાર પાર્કિંગમાં જઈ સાચી હકિકતની તપાસ…
ટાઈગર શ્રોફ આજે બોલિવૂડનો જાણીતો ચહેરો બની ગયો છે. જો કે જેકીની દીકરી કૃષ્ણા શ્રોફ ફિલ્મોમાં નથી આવી, પરંતુ કૃષ્ણા કોઈ એક્ટ્રેસથી ઓછી ગ્લેમરસ નથી. અત્યારે કૃષ્ણા પોતાની પર્સનલ લાઈફને લઈ સોશિયલ મીડિયા પર હંમેશાં ખુલીને વાતો કરતી હોય છે. તાજેતરમાં કૃષ્ણાના તેના બોયફ્રેન્ડ સાથેના બોલ્ડ ફોટા વાયરલ થઈ રહ્યા છે. આ તસવીરોમાં કૃષ્ણા શ્રોફ બ્લેક બિકીની પહેરેલી જોવા મળી હતી. તે બીચ પર તેના બોયફ્રેન્ડ એબન હાયમ્સનો હાથ પકડી ફરી રહી છે. આ બંનેની આ રોમાન્ટિક તસવીરોના દરેક લોકો વખાણ કરી રહ્યા છે. કૃષ્ણાએ પોતાના બોયફ્રેન્ડ સાથેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા તેવા વાયરલ થઈ રહ્યા છે. બોયફ્રેન્ડ…
મહારાષ્ટ્રમાં સતારા જિલ્લામાં કોયના વિસ્તારમાંથી સાપની નવી પ્રજાતિ મળી આવી છે. આ પ્રજાતિનું નામ શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના નાના દીકરા તેજસ ઠાકરે પરથી રાખ્યું છે. પુણેમાં આવેલ જૈવ વિવિધતા સંરક્ષણ ફાઉન્ડેશનના વરદ ગિરિએ ગુરુવારે જણાવ્યું કે, સાપની આ પ્રજાતિ સામાન્ય રીતે ‘બિલાડી સાપ’ની શ્રેણીમાં આવે છે. તેજસ ઠાકરેએ આ પ્રજાતિને સૌપ્રથમ વર્ષ 2015માં જોઈ હતી અને તેના વ્યવહારનો અભ્યાસ કર્યો હતો. તેમણે આ સાપ જૈવ વિવિધતા સંરક્ષણ ફાઉન્ડેશનને સોંપ્યો અને તેની ઓળખાણ મેળવવામાં મદદ કરી. આ માટે તેનું નામ ‘ઠાકરેઝ કેટ સ્નેક’ રાખ્યું છે. તેજસના મોટા ભાઈ આદિત્ય ઠાકરેએ સાપનો ફોટો ટ્વિટર પર પોસ્ટ કર્યો છે. તેમણે લખ્યું છે કે,…
રામાયણ સૌથી પ્રસિદ્ધ પવિત્ર ગ્રંથોમાંથી એક છે. રામાયણમાં શ્રીરામ અને રાવણની કથાનું વર્ણન કરવામાં આવ્યું છે. જો કોઈ વ્યક્તિ રોજ રામાયણનો પાઠ કરતો હોય તો તેને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. રામાયણ ઘણો મોટો ગ્રંથ છે, તેનો પાઠ રોજ કરી શકવું ઘણું મુશ્કેલ છે. ઘણા લોકો સમય અનુકૂળતા પ્રમાણે રામાયણને થોડું-થોડું રોજ વાંચન કરે છે. રામાયણ સાથે જોડાયેલો એક મંત્ર પણ ઘણો પ્રસિદ્ધ છે. આ એક મંત્રમાં આખી રામાયણનો સાર છે અને જે લોકો તેનો પાઠ રોજ કરતાં હોય, તેમને રામાયણ વાંચ્યા બરાબર પુણ્ય પ્રાપ્ત થાય છે. તેને એક શ્લોકી રામાયણ કહેવામાં આવે છે. આ મંત્રને સવારે નહાયા પછી ભગવાનની…
સુત્રાપાડાનાં તાલુકામાં પ્રાંચલી ગામથી મોરડીયા સુધીમાં જાણે કે આભ ફાટ્યું હોય તેમ 3 કલાકમાં 9 ઇંચ જેવો વરસાદ ખાબકી ગયો હતો. જેને લઇ શહેરનાં માર્ગો નદીમાં પલટાઇ ગયા હતાં અને વાડી વિસ્તારમાં જળબંબાકાર થઇ ગયો હતો. અને જ્યાં જુઓ ત્યાં પાણી-પાણી થઇ જતાં લોકોએ પણ આવું દ્રશ્ય પ્રથમ વખત જોતાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.પ્રાચલીનાં રસ્તાઓ પર વરસાદનાં પગલે નદી વહેતી થઈ હોય તેવુ દ્રશ્ય સર્જાયું હતું. તેમજ ઉનામાં ગત રાત્રે 2થી 4 વાગ્યા સુધીમાં 3 ઇંચ વરસાદ પડ્યો હતો. ગીર પંથકમાં વહેલી સવારથી જ મેઘરાજા યથાવત છે. રાજકોટમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. તેમજ ગોંડલ પંથકમાં ભારે વરસાદને…