36 વર્ષથી અલગ થયેલા 80ની ઊંમર વટાવી ચૂકેલા પતિ પત્ની પોતાના ગૃહ રાજ્ય કેરળમાં એક વૃદ્ધાશ્રમમાં ફરીથી મળ્યા હતા, આંખો કમજોર થઈ ગઈ હોવા છતાં બંનેએ તરત જ એકબીજાને ઓળખી કાઢયા હતા.90 વર્ષીય સાઈદુ અને 82 વર્ષીય સુભદ્રાના લગ્ન 65 વર્ષ પહેલા થયા હતા. 1983માં સાઈદુ કામની શોધમાં જતા રહ્યા હતા ત્યારબાદ બંનેનો સંપર્ક તૂટી ગયો હતો. આ વર્ષે ઓગસ્ટ મહિનામાં સાઈદુ અને જુલાઈ મહિનામાં સુભદ્રા અમ્મા આ વૃદ્ધાશ્રમમાં આવ્યા હતા જે થ્રીશુર જિલ્લામાં આવેલું છે. જ્યારે સુભદ્રા અમ્માએ 36 વર્ષ બાદ સાઈદુનો અવાજ સાંભળ્યો હતો તેને લાગ્યું આ અવાજ તેની જાણીતી વ્યક્તિનો છે. ત્યારે તેઓ જોવા ગયા હતા કે…
કવિ: Satya Day News
ગંભીર બીમારીથી પીડાતા લોકો માટે અન્ય લોકો મદદ કરે તે તો ઘણીવાર સાંભળ્યું છે. પરંતુ એવી મદદ પહેલીવાર સાંભળી છે જેમાં કોઈ મહિલા પોતાનાં માથાનાં વાળ કુરબાન કરી નાંખે. સ્ત્રીનાં માથાનાં વાળ તેની સુંદરતામાં ચાર ચાંદ લગાડે છે. દરેક સ્ત્રીને તેનાં માથાનાં વાળ પ્રત્યે ઘણો લગાવ હોય છે, પણ આ વાત કેરળની 44 વર્ષીય મહિલા પોલીસ ઓફિસરને લાગુ પડતી નથી. કેરણનાં ત્રિસૂર જિલ્લાની મહિલા પોલીસ અધિકારી અપર્ણા લવકુમારે કેન્સર પીડિત બાળકોની હેર વિગ માટે પોતાના કમરથી પણ લાંબા હેર ડોનેટ કર્યા છે. અપર્ણાએ કહ્યું કે મેં કોઈ મોટું કામ નથી કર્યું. મારા વાળ તો થોડા વર્ષોમાં પાછા આવી જશે. મારા…
સુરત બાદ વડોદરા કોર્પોરેશનના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ પ્રજાના પૈસા લીલાલેર કરી રહ્યા છે. ચૂંટાયેલા પ્રતિનિધો પ્રજાના પૈસા મોઁઘા મોબાઈલ ખરીદી રહ્યા છે. મેયર જીગીશા શેઠે ચેરમેનના પદ પર હતા. ત્યારે મોબાઇલ 89 હજાર રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો અને જ્યારે ડેપ્યુટી મેયર જીવરાજ ચૌહાણે 1 લાખ એક હજાર 80 રૂપિયાનો મોબાઈલ લીધો હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે. જ્યારે વિરોધ પક્ષના નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે બે મહીના પેહલા 1 લાથ 24 હજાર 900 રૂરિયાનો ફોન લીધો હતો. આ અંગેનો ખુલાસો એક સામાજિક કાર્યકર દ્વારા કરવામાં આવ્યો હતો.
ફરીવાર દાણચોરો માટે સુરત એરપોર્ટ સ્વર્ગસમાન સાબિત થઈ રહ્યુ છે. કસ્ટમ વિભાગે ૧૧ લાખના સોના સાથે એક યુવકને એરપોર્ટ પરથી ઝડપી પાડ્યા. શારજાહથી ફલાઈટ મારફતે આ યુવક સુરત એરપોર્ટ પર ઉતર્યો હતો. કસ્ટમની પકડમાં આવેલો યુવક મુંબઈના થાણે ખાતે આવેલા ઉલ્લાસનગરમાં રહે છે. ત્યારે સુરત એરપોર્ટ પર શારજાહથી સંતાડી લાવવામાં આવતું દાણચોરીનું સોનુ ઝડપાવાની આ ત્રીજી ઘટના બની છે.
વિશ્વ ખરેખર સતરંગીન છે. અહીં તમને રોજ કંઈક નવું સાંભળવાનું મળશે. આવી જ ખબર આ કબ્રસ્તાન વિશે છે. સમાચાર એ છે કે બે દાયકાથી વધુ જૂનું આ કબ્રસ્તાનમાંથી હાડપિંજર દૂર કરવામાં આવી રહ્યા છે. આ સ્મશાનગૃહમાંથી હાડપિંજર કાઢવાના પાછળનું કારણ જાણીને તમને આશ્ચર્ય થશે. યુકેના બર્મિંગહામમાં કબ્રસ્તાન ખોદીને એચએસટીઓ રેલ્વે સ્ટેશન બનાવવામાં આવશે. આ કબ્રસ્તાનમાં 6500 થી વધુ મૃતદેહો છે જેને દૂર કરવામાં આવી રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર બર્મિંગહામમાં રેલ્વે સ્ટેશન રેલ્વે પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવનાર છે. આથી આ કબ્રસ્તાનનું ખોદકામ કરવામાં આવ્યું છે. હવે આધુનિક મશિનો દ્વારા હાડપિંજરને નિકાળવાનું કામ ચાલુ છે. છેલ્લા 46 વર્ષથી આ 209 વર્ષ…
લાખો લોકોને પોતાના દીવાના બનાવનાર સપના ચૌધરી ઉત્તર ભારતનાં ઘર-ઘરમાં પોતાની ઓળખ બનાવી ચૂકી છે. ઘરની જવાબદારીઓ સંભાળવાની સાથે-સાથે આ પ્રોફેશનમાં આવનાર સપના આજે કરોડોની માલકિન છે. તેણે રિયાલિટી શો બિગ બોસની 11 મી સિઝનમાં ભાગ લીધો હતો. શો દરમિયાન સપનાએ બિંદાસ નેચરથી લોકોનાં દિલ જીત્યાં હતાં. અત્યારે સપનાની પોપ્યુલારિટી એક સ્ટાર કરતાં ઓછી નથી. વર્ષ 2008માં જ્યારે તેના પિતાનું નિધન થયું ત્યારે તેની ઉંમર માત્ર 12 વર્ષની હતી. ઘરવાળાની મદદ માટે સપના સિંગિંગ અને ડાન્સિગ કરવા લાગી. ઘરની જવાબદારીઓ નિભાવવા સપનાએ બાળપણથી જ પોતાના શોખ બાજુએ મૂકી કમાવાનું શરૂ કરી દીધું. તેનો ઘણી જગ્યાએ વિરોધ પણ થયો, છતાં અત્યારે…
લતા મંગેશકરના પોપ્યુલર સોંગ એક પ્યાર કા નગમા હૈએ રાનુ મંડલનું નસીબ બદલી નાંખ્યું હતું. તે અત્યારે ઇન્ટરનેટ સેન્સેશન બની ગઈ છે. પશ્ચિમ બંગાળના એક રેલવે સ્ટેશન પર ગાનારી રાનુની જિંદગી બદલાઈ ગઈ છે. હવે તેની જિંદગીથી ઇન્સ્પાયર થઈને ફિલ્મમેકર ઋષિકેશ મંડલ તેના જીવન પર આધારિત ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. રાનુની બાયોપિક ફિલ્મ માટે જાણીતી બંગાળી એક્ટ્રેસ સુદિપ્તા ચક્રવર્તીનો એપ્રોચ કરવામાં આવ્યો છે. આ વાતને કન્ફર્મ કરતા સુદિપ્તાએ કહ્યું હતું કે, ‘મને ફિલ્મ ઓફર થઈ છે. જોકે, મને હજી ફિલ્મની સ્ક્રિપ્ટ મળવાની બાકી છે. સ્ક્રિપ્ટ વાચ્યા બાદ જ ફિલ્મ કરવી કે નહીં એ હું નક્કી કરીશ.’
અક્ષય કુમારની દર વર્ષે ત્રણથી ચાર ફિલ્મો રિલીઝ થતી હોય છે. 2020માં તેની કઈ-કઈ ફિલ્મો આવવાની છે તે અંગે અત્યારથી જ જાહેરાત થઈ ગઈ છે. 2020માં દિવાળીના અવસર પર તેની ફિલ્મ ‘પૃથ્વીરાજ’ રિલીઝ થવાની છે. હજી તો આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ નથી થયું અને એ પહેલા તો ફિલ્મ સામે મુશ્કેલીનો પહાડ ઉભો થઈ ગયો છે. ચંબલના ડાકૂ મલખાન સિંહે અક્ષય કુમારની ફિલ્મ ‘પૃથ્વીરાજ’માં ઐતિહાસિક તથ્યો સાથે છેડછાડ નહીં કરાવની ધમકી આપી છે. અક્ષય કુમાર રાજા પૃથ્વીરાજ ચૌહાણ પર ફિલ્મ બનાવવા જઈ રહ્યો છે. મલખાન સિંહના જણાવ્યા અનુસાર તેમના પૂર્વજ ખેત સિંહ પૃથ્વીરાજ ચૌહાણના દરબારના મુખ્ય લોકોમાંથી એક છે. ફિલ્મમાં…
રાજકોટ પાસે આવેલા ઔદ્યોગિક વિસ્તાર શાપર-વેરાવળમાં ગૌમાંસનો કારોબાર પોલીસે પકડી પાડ્યો છે. બાતમીના આધારે ગૌરક્ષકો અને પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે ૧૫૦ કિલો ગૌવંશના માંસ સાથે રાજકોટના ચાર શખ્સોને પકડી લીધા હતા. મળતી વિગત મુજબ, શાપર-વેરાવળમાં શીતળા માતાના મંદિર નજીક બાબા સાહેબ આંબેડકરના પુતળા પાસે ગૌમાંસનું વેચાણ થતું હોવાની બાતમી ગૌરક્ષકના પ્રમુખ કાનજીભાઇ ચૌહાણને મળી હતી. આથી તેમણે શાપર-વેરાવળ પોલીસ મથકમાં જાણ કરતા પી.એસ.આઈ. એ.એ. ખોખર સહિતના સ્ટાફ સાથે શાપરમાં દરોડો પાડ્યો. જ્યાં ”વસીલા મટન” નામે ઓરડીની બહાર ઓટા ઉપર ગેરકાયદે ગૌવંશનું માસનું વેચાણ થતું હતું. પોલીસે રાજકોટ રૈયા રોડ, હનુમાન મઢી પાસે રંગ ઉપવન સોસાયટીમા રહેતા બસીર હુશેનભાઇ શેખ,…
દિયોદર તાલુકા પંચાયતના ક્લાર્કે આવકના દાખલામાં સહી કરવા માટે 30 રૂપિયાની લાંચ લીધી હોવાનો મામલો સામે આવ્યો છે. ક્લાર્કે લાંચ લીધી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. વીડિયોમાં અરજદાર સહી કરવા માટે ક્લાર્કને આજીજી કરતો સંભળાય છે. ક્લાર્ક સહી કરવા માટે પૈસાની માંગણી કરે છે. ગ્રામીણ વિસ્તારો કે શહેરી વિસ્તારોમાં ગરીબ વર્ગને શાળાની શિષ્યવૃતિ કે અન્ય સરકારી સહાય મેળવવા માટે આવકનો દાખલો ફરજીયાત હોય છે. ત્યારે દિયોદર તાલુકા પંચાયતના ક્લાર્ક જોરાભાઈએ અરજદાર પાસે 30 રૂપિયાની માંગણી કરતો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. અરજદાર પાસે પૈસા ન હોવાથી તેણે સહી કરવા આજીજી કરી હતી. છતાં એકનો બે ન થતાં ક્લાર્ક…