ઇંગ્લેન્ડના બ્રિસ્ટલ શહેરમાં આવેલી વેટ્સ વેટરનરી હોસ્પિટલમાં મોલી પ્રજાતિની ગોલ્ડ ફિશની સર્જરી કરવામાં આવી છે. આ માછલીના પેટમાં ટ્યૂમર હતું, જેને 40 મિનિટની સર્જરી પછી કાઢવામાં આવ્યું છે. 1 ગ્રામ વજનની ગોલ્ડ ફિશ ઇંગ્લેન્ડમાં સર્જરી કરાવનારી સૌથી નાની ઉંમરની દર્દી બની છે. ગોલ્ડ ફિશ પ્રત્યે તેના માલિકને ઘણો લગાવ હતો. તેમણે આ ફિશને 89 રૂપિયામાં ખરીદી હતી જ્યારે તેની સર્જરી પાછળ રૂપિયા 8912નો ખર્ચો કર્યો. આ હોસ્પિટલમાં આની પહેલાં પણ ગરોળી, દેડકો, સાપ અને મગરની સર્જરી કરવામાં આવી છે. હોસ્પિટલની કર્મચારી સોન્યા માઇલ્સે કહ્યું કે, આ ગોલ્ડફિશના માલિકના પાડોશીએ કેટલાક અઠવાડિયાં પહેલાં ભેટમાં આપી હતી. થોડા દિવસો પછી માછલીના પેટના…
કવિ: Satya Day News
કેન્દ્રીય તપાસ એજન્સી (CBI)એ શુક્રવારે રાતે આઈપીએસ અધિકારી રાજીવ કુમાર ની શોધમાં કોલકાતાથી લઈને 24 દક્ષિણ પરગણાના કેટલાક સંભવિત ઠેકાણાઓ પર સર્ચ કરી. તપાસ એજન્સીએ તેમના યુપી સ્થિત નિવાસ સ્થાન ઉપર પણ દરોડા માર્યાં. પરંતુ સફળતા મળી નહીં. સીબીઆઈના સૂત્રોનું માનીએ તો વરિષ્ઠ પોલીસ અધિકારી રાજીવ પોતાનો મોબાઈલ કોલ કટ કરે છે અને વારંવાર ઠેકાણા બદલ્યા કરે છે. વરિષ્ઠ પોલીસ અધિકારી રાજીવ કુમાર શારદા ચિટફંડ કૌભાંડની તપાસ મામલે સીબીઆઈ દ્વારા વોન્ટેડ જાહેર છે. કોલકાતા હાઈકોર્ટ દ્વારા તેમની ધરપકડ પર લગાવાયેલી વચગાળાની રોક હટાવી લેવાયા બાદ ગુરુવાર સાંજથી જ કુમાર જાહેરમાં જોવા મળ્યાં નથી. તપાસ એજન્સી દ્વારા અનેક નોટિસ મોકલાયા છતાં…
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શનિવારે કહ્યું કે, ભાજપ અને શિવસેના આગામી વિધાનસભા ચૂંટણી સાથે મળીને લડશે. સીટોની વહેંચણી વિશે હજી વાત ચાલી રહી છે. એક-બે દિવસમાં આ વિશે જાહેરાત કરી દેવામાં આવશે. ફડણવીસે એ પણ સ્પષ્ટ કહ્યું છે કે, તેમને શિવસેનાને ઉપમુખ્યમંત્રી પદ આપવામાં કોઈ વાંધો નથી. જોકે તેમણે મજાકિયા મૂડમાં કહ્યું હતું કે, રાજ્યના આગામી મુખ્યમંત્રીનું પદ તે કોઈને આપવાના નથી. સીએમ ફડણવીસે એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં કહ્યું છે કે, એનસીપી ચીફ શરદ પવારની રાજનીતિનો યુગ ખતમ થયો છે. તેમણે પાર્ટીઓ તોડી છે. કાળચક્રનો ખેલ જુઓ કે હવે તેમની સાથે એ જ થઈ રહ્યું છે. ફડણવીસે કહ્યું કે, દેશમાં…
મધ્ય પ્રદેશમાં સાગર શહેરના રહેવાસી શ્યામલાલ યાદવના માથામાં 4 ઇંચના શિંગડાં જેવી ગાંઠ હતી. ડોક્ટરની ટીમે આ ખેડૂતનું ઓપરેશન કરીને સફળતાપૂર્વક ગાંઠ કાઢી દીધી છે. તેને સ્કિન ટ્યૂમર પણ કહેવામાં આવે છે. વર્ષ 2014માં શ્યામલાલને માથા પર ઇજા થઈ હતી, જે થોડા સમય પછી ગાંઠની જેમ વધવા લાગી. શ્યામલાલે મીડિયાને જણાવ્યું કે, શરૂઆતમાં મને ઘણી તકલીફ થતી હતી, માથા પર આવી ગાંઠ જોઈને મને અજીબ લાગતું હતું, પરંતુ પછી તે મારી આદત બની ગઈ. મેં ઘણી વખત હોસ્પિટલમાં તે માથા પરથી કઢાવી પણ તે ગાંઠ ફરી આવી જતી હતી. આવું 5 વર્ષ સુધી ચાલ્યું. પણ હાલ થયેલા ઓપરેશનમાં મને આ…
પંજાબમાં લુધિયાણા શહેરની ડોક્ટરની ટીમે એક 19 વર્ષની ટીનેજરના પેટમાંથી વાળનું ગૂંચળું કાઢ્યું છે. આ ગૂંચળું 22 સેમી લાંબું અને 8 સેમી પહોળું છે. ડોક્ટરે જણાવ્યું કે, આ દર્દીને એક અલગ પ્રકારની માનસિક બીમારી છે, જે પોતાના વાળ જાતે ખાય છે.આ એવો કેસ છે જે 90 ટકા છોકરીઓમાં જ જોવા મળે છે. મહાવીર સિવિલ હોસ્પિટલના સર્જન ડો. મિલન શર્માએ કહ્યું કે, આ ટીનેજરને પેટમાંથી વાળનું ગુંચળું, ચોક અને માટી પણ મળી છે. સર્જરી ઘણી કપરી હતી કારણ કે દર્દી અલ્સરથી પીડિત હતી. આ ઉપરાંત કુપોષિત હોવાને કારણે તેનું વજન પણ ઘણું ઓછું હતું. સર્જરી ટીમમાં સામેલ ડો. વરુણ સાગરે કહ્યું…
નાણાંમંત્રીની મુખ્ય જાહેરાતો 10-13 લોકોની ક્ષમતાવાળા પેટ્રોલના વાહનો પર કમ્પેનસેશન સેસમાં 3 ટકા ઘટાડો, અત્યારે આ રેટ 15 ટકા છે આઉટડોર કેટરિંગ પર GST 18 ટકાથી ઘટીને 5 ટકા ડિફેન્સના ઉપકરણોના આયાત પર GSTમાંથી 2024 સુધી છૂટ મળશે રેલવે વેગન અને કોચ પર GST 5 ટકાથી વધારીને 12 ટકા પોલીથીન બેગ પર 12 ટકા GST લાગશે ઓછી કિંમત વાળા સ્ટોનની પોલિશ અને કટિંગ પર GST ઘટાડવાનો નિર્ણય સ્લાઇડ ફાસ્ટનર્સ (પેન્ટ, બેગમાં વપરાતી ચેન/ઝીપ) પર GST 18 ટકાથી ઘટાડીને 12 ટકા દેશની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે સરકાર ધડાધડ એક પછી એક નિર્ણયો લઇ રહી છે. આજે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડા બાદ…
હાલ પિતૃઓ માટે વિશેષ પૂજા-પાઠ કરવાનો પર્વ પિતૃપક્ષ ચાલી રહ્યો છે. આ દિવસોમાં પિતૃઓ માટે શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન વગેરે શુભ કાર્યો કરવામાં આવે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં.મનીષ શર્મા પ્રમાણે પિતૃપક્ષમાં કરેલાં શુભ કાર્યોથી પિતૃઓને તૃપ્તિ મળે છે. જો કોઇ વ્યક્તિના મૃત્યુની તિથિ જાણતાં ના હોવ તો તેમનું શ્રાદ્ધ પિતૃપક્ષની અમાસ તિથિ પર કરી શકાય છે. આ વખતે અમાસ શનિવાર, 28 સપ્ટેમ્બરે છે. જાણો પિતૃપક્ષમાં કરવામાં આવતાં શુભ કાર્યો સાથે જોડાયેલી થોડી ખાસ વાતો…. પિતૃપક્ષમાં પરિવારના પિતૃઓ પૃથ્વી પર આવે છે તેવી માન્યતા છે. પરિવારના મૃત સભ્યોની મૃત્યુ તિથિ પર પિતૃપક્ષમાં તર્પણ વગેરે પુણ્ય કાર્યો કરવામાં આવે છે. પિંડદાન, અનાજ…
વડાપ્રધાન મોદીના પ્રશંસકોની તો લાંબી યાદી છે પણ તેમને મળેલી ગિફ્ટના પ્રેમી પણ અનેક છે. મોદીને મળેલી ભેટનું દિલ્હીની નેશનલ મોડર્ન આર્ટ ગેલરીમાં એક્ઝિબિશન ચાલી રહ્યું છે, જે 3 ઓક્ટોબર સુધી ચાલશે. અત્યાર સુધી 52 હજાર લોકો બોલીમાં જોડાયા છે. લોકોને રસ સસ્તી વસ્તુઓમાં છે પણ આ સસ્તી ભેટની બોલી મોંઘી ગિફ્ટની કિંમત કરતાં પણ વધારે પહોંચી ગઈ છે. જેમ કે 1 હજાર રૂપિયાવાળી તલવારની બોલી 2.81 લાખ રૂપિયાએ પહોંચી ગઈ છે જ્યારે સૌથી મોંઘી ગિફ્ટ એક્રેલિક પેઈન્ટિંગની કોઈએ બોલી લગાવી નથી. તેનો મૂળ ભાવ 2.5 લાખ છે. અત્યાર સુધી 2750 આઈટમમાંથી 1400થી વધુની બોલી લાગી ચૂકી છે. ગિફ્ટમાં પેઈન્ટિંગ્સ,…
ચૂંટણી પંચે આજે મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. ચીફ ઈલેક્શન કમીશનર સુનીલ અરોરાએ પ્રેસ કોન્ફરન્સ કરીને મહારાષ્ટ્ર-હરિયાણાની ચૂંટણી તારીખોની જાહેરાત કરી હતી. બંને રાજ્યોમાં 21 ઓક્ટોબરે મતદાન થશે અને 24 ઓક્ટોબરે પરિણામ. બંને રાજ્યોમાં એક જ તબક્કામાં મતદાન રાખવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં 288 સીટ છે અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં ભાજપ-શિવસેનાની ગઠબંધન સરકાર છે. વિધાનસભાનો કાર્યકાળ 9 નવેમ્બરે પૂરો થઈ રહ્યો છે. હરિયાણા વિધાનસભામાં 90 સીટો છે અને મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરના નેતૃત્વમાં ભાજપની સરકાર છે. વિધાનસભાનો કાર્યકાળ 2 નવેમ્બર સુધી છે. બંને રાજ્યોમાં ગઈ વખતે ચૂંટણીની જાહેરાત 20 સપ્ટેમ્બરે થઈ હતી. 15 ઓક્ટોબરે મતદાન થયું…
બોલીવુડ અભિનેત્રી પૂજા બેદીની પુત્રી અલિયા ફર્નિચરવાલા તેની અદભૂત ઇન્સ્ટાગ્રામ તસવીરોનાં કારણે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. સોશિયલ મીડિયા સ્ટાર આલિયા હવે પછી એક મોટી ફિલ્મમાં પણ જોવા મળવાની છે. એક રિપોર્ટ પ્રમાણે તે સૈફ અલી ખાનની ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવાની છે. સૈફ અલી ખાન કહે છે કે, તેની પાસે બધા ગુણો છે કે જે અમે એક યુવા લીડ રોલમાં શોધી રહ્યા હતા, ફિલ્મને તેની જરૂરિયાતનાં સ્તરે લઈ જવાની શક્તિ એ છોકરીમાં છે. અમારી સંપૂર્ણ કાસ્ટ મળી ગઈ એના માટે અમે ભાગ્યશાળી છીએ અને હું આલિયા સાથે કામ કરવાની રાહ જોઈ રહ્યો છું. આલિયા અગાઉ રિતેશ કાંત અને અભિષેક પાંડે…