રાજકોટમાં રહી રહીને જાગેલી કોંગ્રસે શહેરના ખરાબ રસ્તાને લઈને આજે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. જોકે પોલીસે વિરોધ કરનારાઓની અટકાયત કરી છે. બીજી તરફ કોંગ્રેસના વિરોધ પ્રદર્શનમા કાર્યકરોનો સ્થાનિકોનો સાથ મળ્યો છે. રાજકોટમાં રૂપિયા 51 કરોડના રસ્તાઓ વરસાદ બાદ મગરની પીઠ જેવા બની ગયા છે. સોસાયટીઓમાં રસ્તાની બિસ્માર હાલત જોવા મળી રહી છે. ત્યારે કોંગ્રેસે સત્તાધારી પક્ષને સદબુદ્ધી મળે તે માટે યજ્ઞ કરવાનું આયોજન કર્યુ હતુ. જોકે વોર્ડ નંબર 18માં હેલમેટ પહેરીને યજ્ઞ કરીને કોંગ્રેસે ચક્કાજામ કર્યો હતો. જેના કારણે પોલીસે ટીંગાટોળી કરી કોંગી કાર્યકરોની અટકાયત કરી.
કવિ: Satya Day News
નાગિન ફેમ એક્ટ્રેસ આશકા ગોરડિયા અવારનવાર પોતાની બોલ્ડ તસવીરોના કારણે ચર્ચામાં આવતી હોય છે. તાજેતરમાં જ તેણે પોતાનો ટૉપલેસ ફોટો શેર કરીને સોશિયલ મીડિયા પર સનસની મચાવી છે. લગ્ન પછી, જ્યાં આશકા છેલ્લા કેટલાક સમયથી તેના પોલ ડાન્સ માટે ચર્ચામાં હતી, આજકાલ તે તેના યોગ પોઝ માટે ચર્ચામાં છે. આશકાએ હાલમાં જ પોતાની એક ટોપલેસ તસવીર શેર કરી છે. પર્ફેક્ટ ફિગરની માલકણ છે આશકા આશકા પોતાના પર્ફેક્ટ ફિગરના કારણે લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિક કરવામાં હંમેશા સફળ રહે છે. સમુદ્ર કિનારે હૉટ પોઝ આશકાને દરિયા કિનારે સુંદર પોઝ આપવાની મજા આવે છે. દરિયા કિનારે, આશ્કા મોટાભાગે સમય ગાળતી જોવા મળે…
આર્જેન્ટિનાનાં એક ગામમાંથી ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક ખેડૂતની ગાયે માણસનાં ચહેરાવાશા વાછરડાને જન્મ આપ્યો છે. આખો મામલો આર્જેન્ટિનાના વિલાએના નામના ગામનો હોવાનું સામે આવ્યુ છે. જ્યાં એક ખેડૂત પોતાની ગાય દ્વારા જન્મેલાં વાછરડાને જોઈને સુન્ન રહી ગયો હતો. ગાયના પેટમાંથી જન્મેલાં વાછરડાને માણસની જેમ નાનું નાક હતુ જે પોતાનાં માથાને ઉપર ઉઠાવવા માટે ઘણું સંઘર્ષ કરી રહ્યુ હતુ. વિકૃત માથાવાળા વાછરડાએ જન્મનાં બે કલાક બાદ જ દમ તોડી નાંખ્યો હતો. એક સ્થાનિક જેનેટિક એક્સપર્ટ નિકોલસ મેગનેગોએ ત્યાંની લોકલ મીડિયાને જણાવ્યુ છેકેસ વાછરડાનો જન્મ દુર્લભ આનુવંશિક ઉત્પરિવર્તનને કારણે થઈ શકે છે. તેમણે કહ્યુકે, ઉત્પરિવર્તન, ડીએનએ અનુક્રમણમાં એક પરિવર્તન…
મહારાષ્ટ્ર સહિત દેશના ઘણા રાજ્યોમાં પોલા તહેવાર ઉજવવામાં આવે છે. જેમાં બળદોને સજાવીને તેમને ગલીઓમાં ફેરવવામાં આવે છે. અને તેમની પૂજા કરવામાં આવે છે. આ તહેવારની પુજામાં જ એક અજીબોગરીબ ઘટના સામે બની છે. જેમાં એક બળદ દોઢ લાખ રૂપિયાનું મંગળસૂત્ર ગળી ગયો હતો. નવ દિવસ બાદ તેના પેટમાંથી કાઢવા માટે તેનું ઓપરેશન પણ કરવામાં આવ્યુ હતુ. વાસ્તવમાં મહારાષ્ટ્રનાં અહમદનગરના એક ગામમાં એક ખેડૂત પોલાના દિવસે પોતાના બળદને આખા ગામમા ફેરવ્યો હતો અને તેની પુજા કરી હતી. પૂજાના સમયે થાળીમાં ખેડૂતની પત્નીનું મંગળસૂત્ર રાખેલું હતુ. બસ એજ દરમ્યાન વીજળી જતી રહી. વીજળી જતાં જેવી ખેડૂતની પત્ની મીણબત્તી લેવા માટે ગઈ…
પાકિસ્તાનની આમ તો ચોતરફ મજાક જ બની છે પણ હવે તો એની ગણતરી અકલ મઠ્ઠામાં થવા લાગી છે. એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે અને શેર થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને બધા પાકિસ્તાનની ઠેકડી જ ઉડાડી રહ્યા છે. વીડિયોની શરૂઆતમાં તમને બે કુતરા ઝઘડતા દેખાશે. અમુક શખ્સો તેને અલગ કરવા માટે જુદા જુદા નુસ્ખા અપનાવે છે પરંતુ કે અલગ પડતા નથી. પરંતુ એ ઘટના સિવાય બીજી એક ઘટનાં એવી બની ગઈ કે જેની એ લોકોને આશા પણ નહીં હોય. આ વીડિયો પાકિસ્તાનના કોઈ વિસ્તારનો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે અચાનક તેમાંથી એક શખ્સ દૂર જાય…
દુબઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કામ કરનાર એક ભારતીય વ્યક્તિને એક પેસેન્જર્સના સામાનમાંથી બે કેરી ચોરવા માટે કોર્ટમાં કેસનો સામનો કરવો પડ્યો. 27 વર્ષના એક ભારતીય કર્મચારી પર 2017મા કેરી ચોર્યાનો આરોપ મૂકાયો હતો. વ્યક્તિએ પોતાના ગુનાને કબૂલી લીધો છે. તેને 6 દિરહામની કિંમતની કેરી ચોરી હતી. આરોપીએ કહ્યું કે તેમણે તેને ભારત જનારા માલના જથ્થામાંથી ચોરી હતી. ખલીજા ટાઇમ્સના રિપોર્ટ અનુસાર વ્યક્તિએ કહ્યું કે તેને ખૂબ જ તરસ લાગી હતી અને પાણીની શોધ કરી રહ્યો હતો. જ્યારે તેમણે ફળોનું બોકસ ખોલ્યું અને બે કેરી જોઇ તો તેને ખાઇ લીધી. પોલીસે આ કેસમાં વ્યક્તિને એપ્રિલ 2018મા પૂછપરચ્છ માટે બોલાવ્યો હતો. ત્યારબાદ…
સુરત રિંગરોડ વિસ્તારમાં આવેલી ચાર ટેક્સ્ટાઇલ માર્કેટો ને સુરત ફાયર વિભાગ દ્વારા સીલ કરી દેવામાં આવી છે ….માર્કેટમાં આવેલી આશરે 600 થી 700 દુકાનોને સીલ કરી દેવાતા વેપારીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો… વેપારીઓના આક્ષેપ છે કે કોઈપણ જાણ કર્યા વિના ફાયર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે .જો કે ફાયર વિભાગનું કહેવું છે કે અનેકો વખત માર્કેટ અને નોટિસ ફટકારવા છતાં ફાયર સેફટીની સુવિધા ઊભી કરવામાં આવી ન હતી.. જેથી આજરોજ કાર્યવાહી કરવામાં આવી છે… તક્ષશિલા અગ્નિ કાંડ ની ઘટના બાદ સુરત ફાયર વિભાગ સક્રિય બન્યું છે ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટીની સુવિધા ન ઊભી કરનારી સંસ્થાઓ સામે કડક હાથે કામગીરી…
જૂનાગઢઃ ગિરનાર જંગલમાં વનવિભાગના વોચ ટાવર ઉપર એક સિંહણ અને સિંહબાળ ચડી ગયું હતું અને જાણે પોતે જંગલ ઉપર વોચ કરી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યાનું કેમેરામાં કેદ થયું છે. છેલ્લા કેટલાક દિવસોથી ગિરનારના જંગલમાં ભારે વરસાદથી સિંહો બહાર નીકળી રહ્યા છે, અને જાણે કુદરતી વાતાવરણને આનદ માણવા રસ્તાઓ પર કે શહેરી વિસ્તારમાં આવી ચડયા હતા, તેવા સમયે અહીના ગિરનાર ખાતેના જંગલમાં વન વિભાગના વોચ ટાવર ઉપર કોલરઆઈડીવાળી એક સિંહણ અને તેની સાથે એક સિંહબાળ વોચ ટાવર ઉપર ચડીને જંગલ ઉપર વોચ કરતું નજરે ચડયું હતું. આ તસ્વીર આવતા ગીરનાર વાઈલ્ડ લાઈફ્ સેન્ચ્યુરીના ડીસીએફ્ સુનીલ બેરવાલે આ ફોટો ટવીટર ઉપર શેર…
રાજ્યમાં દિનપ્રતિદિન લંપટ શિક્ષકોની સંખ્યા વધતી જાય છે. દરરોજ અનેક ઘટનાઓમાં છોકરીઓનું યૌન શોષણના સમાચાર સામે આવતા હોય છે. ત્યારે રંગીલા રાજકોટના જેતપુરમાં એક ટ્યૂશન ક્લાસમાં વિદ્યાર્થીનીની છેડતી થઇ હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં સરકારી નોકરી કરતા લંપટ શિક્ષકે વિદ્યાર્થીની ધોરણ-12માં પાસ કરાવી આપવાની લાલચ આપીને બિભત્સ માંગણી કરી હોવાની ઘટનાએ વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. રાજકોટના જેતપુરમાં મ્યુનિસિપલ કુંભાણી ગર્લ્સ સ્કૂલની સરકારી શાળાના એક સરકારી નોકરી કરતા શિક્ષક પ્રવીણ નંદાણીયા વિરુદ્ધ ધોરણ-12ની વિદ્યાર્થીનીએ છોડતી અને અભદ્ર માંગણી કરી હોવાનો આરોપ મૂક્યો હતો. આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, જેતપુરની મ્યુનિસિપલ કુંભાણી ગર્લ્સ સ્કૂલ સરકારી શાળામાં ફરજ બજાવતા પ્રવિણ…
મિશન મંગલ સુપરહિટ સાબિત થઈ અને એમાં અભિનેત્રી તરીકે તાપસીએ પણ રોલ નિભાવ્યો હતો. એ બાદ તેની સ્ટાઈલિશ તસવીરો આ પહેલા પણ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થતી રહેતી હોય છે. ક્યારેક બિકીનીમાં તો ક્યારેક રેમ્પ વોક પર. પરંતુ આ વખતે એક નવો જ અંદાજ જોવા મળ્યો કે જે જોઈને લોકો તાપસીનાં દિવાનાં થઈ રહ્યા છે. હવે તાપસીએ નોયડામાં થયેલી એક લોન્ચિંગ ઈવેન્ટમાં પોતાનો જલવો બતાવ્યો. કંઈક અલગ જ અંદાજમાં તે જોવા મળી કે જે જોઈને લોકોનાં હોશ ઉડી ગયા. ચોતરફ તેના વખાણ થઈ રહ્યાં છે. આ તસવીરો જોઈને તમે પણ વિચારવા લાગશો કે તાપસી કેટલી ટેલેન્ટેડ છે. તો જુઓ તાપસી…