તમે વિચારી શકો છો કે 3 વર્ષના એક બાળકને મોબાઈલની લત લાગી હોય અને તેની કાઉન્સલીંગ થઈ રહી હોય. ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લાના મન કક્ષ કાઉન્સલીંગ સેન્ટરમાં એક મહિલા પોતાના 3 વર્ષના પુત્રને લઈને આવી હતી,તેણે ફરિયાદ કરી હતી કે તેનું બાળક પથારીમાં પેશાબ કરી દે છે. બાદમાં ખબર પડી કે બાળક થોડી મિનિટો માટે પણ મોબાઈલ ફોન છોડવા માગતો નથી આ કારણથી તે પેશાબ કરવા પણ જતો નથી. 3 વર્ષનો આ બાળક એકમાત્ર નથી જે રોજના આશરે 8 કલાક ‘ડોરીમોન’ અને ‘મોટુ પતલુ’ જૂવે છે. વાલીઓની આંખ ઉઘાડનાર કિસ્સામાં મન કક્ષ કેન્દ્રમાં છેલ્લા 2 મહિનામાં બાળકોને મોબાઈલ ફોનની લત…
કવિ: Satya Day News
આર્થિક મંદીથી પરેશાન વાયુસેનાના પૂર્વ કર્મચારીએ ફાંસી લગાવી પીએમ નરેન્દ્ર મોદી પાસે મદદની આશા ઉત્તરપ્રદેશના પ્રયાગરાજના એક હોટલમાં આત્મહત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. આર્થિક મંદીથી પરેશાન વાયુસેનાના પૂર્વ કર્મચારીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. મૃતકે આત્મહત્યાનું કારાણ દેશમાં મંદી અને ભ્રષ્ટાચારને ગણાવ્યું હતું. સાથે જ પૂર્વ મંત્રી પી ચિદમ્બરમને આ સ્થિતિ માટે જવાબદાર ગણાવ્યા હતા. મૃતક પાસે ચાર પેજની સ્યૂસાઇડ નોટ પણ મળી હતી. પોલીસે પરિવારને સૂરના આપી ને બોડી પોસ્ટમોર્ટમ માટે મોકલવી છે. મૃતકનું નામ બીજન દાસ છે. તેમની ઉંમર 55 વર્ષની હોવાનું જાણવા મળ્યું છે. સ્યૂસાઇડ નોટમાં પી ચિદમ્બરને મંદી અને ભ્રષ્ટાચાર માટે જવાબદાર ગણાવ્યા હતાં. તેમણે…
દેશના પાટનગર નવી દિલ્હીમાં 5,773 સરકારી અને ખાનગી સ્કૂલો છે. એમાંની 35 ટકા સ્કૂલો પાસે આગ લાગે તો બુઝાવવાની કોઇ વ્યવસ્થા નથી. એવી ચોંકાવનારી માહિતી મળી હતી. એનો અર્થ એ છે કે લાખો બાળકો જીવના જોખમે આ સ્કૂલોમાં ભણવા જાય છે. એક આરટીઆઇમાં અપાયેલી માહિતી મુજબ દિલ્હીમાં એવી સંખ્યાબંધ સ્કૂલો છે. જેમણે છેલ્લાં નવ દસ વરસથી ફાયર એનઓસી લીધી નથી. નિયમ મુજબ દર ત્રણ વર્ષે ફાયર એનઓસી રિન્યૂ કરાવવાની હોય છે. 5,773 સ્કૂલોમાં 2011 સ્કૂલો એવી છે. જેમની ફાયર એનઓસી ક્યારની એક્સપાયર્ડ છે. આરટીઆઇમાં અપાયેલી માહિતી મુજબ સાઉથ દિલ્હીમાં 32 ટકા. સાઉથ વેસ્ટ દિલ્હીમાં 31 ટકા ઇસ્ટ દિલ્હીમા 42 ટકા…
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ખુદના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં જાજરૂ બાંધવાની યોજનામાં ગોલમાલ થઇ હોવાની ચોંકાવનારી માહિતી પ્રગટ થઇ હતી. વારાણસીના શહેરી તથા ગ્રામ વિસ્તારોના બે લાખ 76 હજાર ઘરોમાં જાજરૂ બાંધવા સરકારે આર્થિક મદદ કરી હતી જેથી ખુલ્લામાં ઝાડે ફરવા જવાની બિનઆરોગ્યપ્રદ પરંપરા નષ્ટ કરી શકાય. આ વિસ્તારમાં જાજરૂને ઇજ્જતઘર જેવું રૂપાળું નામ આપવામાં આવ્યું હતું. યોજનાના અમલ માટે 350 નોડલ અધિકારી નીમવામાં આવ્યા હતા જે આ યોજનાના અમલ પર નજર રાખે. તપાસ દરમિયાન એવી માહિતી મળી હતી કે મોટા ભાગના લોકોએ સરકારી પૈસા જાજરૂ બાંધવાને બદલે અન્ય કામોમાં વાપરી નાખ્યા હતા. હવે દોષિતો સામે એફઆઇઆર નોંધવાની શરૂઆત થઇ હતી.…
સુરતના ગોડાદરામાં થોડા દિવસ પહેલા કિન્નરોની દાદાગીરીની એક ઘટના સામે આવી હતી. સુરતમાં રહેતા એક રાજસ્થાની પરિવારમાં પુત્રનો જન્મ થયા બાદ દાપું ઉઘરાવવા માટે આવેલા કિન્નરોએ દાપું ઓછું આપતા ઉશ્કેરાઇને બે કિન્નરોએ નવજાતના પિતાને ઢોર માર મારી તેનું માથું દિવાલ સાથે અથડાવી દીધુ હતું. જેના કારણે પિતાને માથાની નસ ફાટી જવાના કારણે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હાલ આ ઘટનામાં દુ:ખદ સમાચાર મળી રહ્યા છે. હાલ મળતી માહિતી પ્રમાણે, સુરતની હોસ્પિટલમાં રવિવાર રાત્રે સારવાર દરમિયાન નવજાતના પિતાનું મોત થયું છે. કિન્નરો અને યુવક વચ્ચે થયેલા ધર્ષણમાં ગંભીર રીતે ઘાયલ યુવકનું સારવાર દરમિયાન રવિવારે રાત્રે મોત થતા પરિવારમાં ઘરો શોક…
કાશ્મીર પર ભારતે કરેલા નિર્ણયથી ભડકેલા પાકિસ્તાનીઓનાં એક ટોળાએ બ્રિટેનમાં પણ પોતાના ‘કુસંસ્કારો’નું પ્રદર્શન કર્યું હતુ. તેમણે ભારતીય હાઈ કમિશનની બિલ્ડિંગ પર ઇંડા ફેકીને ગંદકી ફેલાવી હતી. સોશિયલ મીડિયા પર ત્યાં સુધી કે બ્રિટિશોએ પણ પાકિસ્તાનનીઓની આને લઇને ટીકા કરી હતી. લોકોએ બિલ્ડિંગની ગંદી કરવાની તસવીર શેર કરતા કહ્યું હતુ કે, ‘આવુ કોઈ સભ્ય માણસ તો નહીં જ કરે.’ ભારતીયોએ લંડનમાં પાકિસ્તાનીઓને ભણાવ્યો જોરદાર પાઠ હવે ભારતીયોએ પાકિસ્તાનીઓને શરમ આવે તેવી પ્રતિક્રિયા આપી છે. ભારતીયોએ પાકિસ્તાનીઓ દ્વારા ગંદી કરવામાં આવેલી ઇન્ડિયન હાઈ કમિશનની બિલ્ડિંગની સફાઇ કરી છે. આ અભિયાન ભારતીય હાઈ કમિશ્નર રૂચિ ઘનશ્યામ, કર્મચારીઓ અને ત્યાં હાજર ઇન્ડિયન કૉમ્યૂનિટીનાં…
પાકિસ્તાનની અર્થવ્યવસ્થાની હાલત અત્યારે કોઇથી પણ છુપી નથી. મોંઘવારી ચરમ પર છે, રોકાણ બંધ છે, સરકારી તિજોરી ખાલી છે. આવામાં પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઇમરાન ખાન પૈસા માટે ક્યારેક ચીન, ક્યારેક ઈરાન, અમેરિકા, વર્લ્ડ બેંક અને IMF પાસે પહોંચી રહ્યા છે. આવામાં દમ તોડી રહેલી અર્થવ્યવસ્થામાં જીવ ફૂંકવા માટે ઇન્વેસ્ટમેન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું. આ સમિટનું આયોજન પાકિસ્તાનનાં સરહદ ચેમ્બર ઑફ કૉમર્સ તરફથી કરવામાં આવ્યું. પેશાવરમાં આવેલા SCCI તરફથી 4 સપ્ટેમ્બરથી 8 સપ્ટેમ્બરની વચ્ચે અજરબૈજનની રાજધાની બાકૂમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ઇન્વેસ્ટર્સને આકર્ષવા માટે આ કાર્યક્રમમાં બેલી ડાંસનું પણ આયોજન કરવામાં આવ્યું. ઇમરાન ખાન અત્યારે પાકિસ્તાનનાં સહયોગી દેશોને સતત મદદની અપીલ…
એક સમયે બોલિવૂડની ટોપની અભિનેત્રી પૂજા બત્રાએ ગુપચુપ લગ્ન કરી લીધા એ વાત કોઈથી છાની નહોતી રહી. તેણે 42ની ઉંમરે લગ્ન કર્યા. આમ તો ઘણાં સમયથી તેનાં અફેરની ચર્ચાઓ ચાલી રહી હતી. પણ કોઇને તે અંદાજ ન હતો કે તે આ રીતે અચાનક જ ગુપચુપ લગ્ન કરી લેશે. પૂજાએ જે વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે તે બોલિવૂડનો જોણીતો એક્ટર અને વિલન છે. ઘણી ફિલ્મોમાં તે મહત્વનાં રોલમાં નજર આવ્યો છે. તે એટલે નવાબ શાહની. પરંતુ જ્યારથી તેના લગ્ન થયા છે એ અવાર નવાર પોતાના હોટ અને ગ્લેમરસ ફોટો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. આ બંને સોશિયલ મીડિયા પર તેમની…
મોટર વ્હીકલ એક્ટના કારણે દંડની રકમ ઘણી વધી ગઈ છે. નિયમ તોડનારમા ડર બેસી ગયો છે. આગ્રામા એક વ્યક્તિએ દંડના ડરથી પોતાના સગીર પુત્રને રૂમમા બંધ કરી દીધો. કેસની જાણ ત્યારે થઈ જ્યારે પોલીસે બાળકને મુક્ત કરાવ્યો. 16 વર્ષીય પુત્રને અપાવી બાઈક એતમાદ્દોલા વિસ્તારમાં શાહદરામાં રહેતા ધર્મસિંહ મજુરી કામ કરીને પોતાના પરિવારનું ભરણ પોષણ કરે છે. ધર્મસિંહનો મોટો દીકરો 16 વર્ષનો છે. તે ઘણા સમયથી બાઇક અપાવવા માટે જીદ કરતો હતો. ધર્મસિંહે તેમના પુત્રની વાત માનીને 12 ઓગસ્ટના રોજ ફાઇનાન્સ કરાવી મોટરસાયકલ અપાવી દીધી. પુત્ર પણ ખુશ થઈ ગયો અને ઘરનાં ઘણાં કામકાજ પણ સરળ થવા લાગ્યા. દંડના ડરથી બાઇકની…
સોશ્યલ મિડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે વ્યક્તિને 6 કલાક ફ્લાઇટમાં ઉભા રહીને મુસાફરી કરવી પડી હતી જેથી તેની કથિત પત્ની ત્રણ બેઠકો પર સૂઈ શકે. ડેઇલી મેઇલના જણાવ્યા અનુસાર અમેરિકાના ઇન્ડિયાના રહેવા વાળા કોચ કોર્ટની લી જોહ્ન્સનને આ તસવીર શેર કરી છે. તેણે દાવો કર્યો કે પતિ લગભગ 6 કલાક ઉભો રહ્યો. જોકે, ફોટાની વાસ્તવિકતા પર સવાલો ઉભા થયા છે. હજુ આ ફોટોગ્રાફની પુષ્ટિ થઈ નથી. તેમજ તે પણ જાણી શકાયું નથી કે કયા સંજોગોને લીધે મહિલા બેઠક પર સૂતી હતી. પરંતુ આ તસવીરે સોશ્યલ મિડીયા પર ચર્ચાએ જોર પકડ્યું…