બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા અને હોલિવૂડમાં પણ પોતાના કામણ પાથરનાર પ્રિયંકા ચોપરાએ વોગ મેગેઝિન માટે હોટ ફોટોશૂટ કરાવ્યું છે. પ્રિયંકા ચોપરા 12 વર્ષ બાદ વોગ ઈન્ડિયાના કવર પેજ ઉપર ચમકશે. આ પહેલાં વર્ષ 2007માં પ્રિયંકા ચોપરા વૉગ ઇન્ડિયાનાં પહેલાં મેગેઝિનનાં કવર પેજ પર ચમકી હતી. વોગ મેગેઝિનના કવર પેજ માટે પ્રિયંકાએ સબ્યસાચીનાં ડિઝાઇનર આઉટફિટ પહેર્યા છે. જેમાં પ્રિયંકાનો બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ અંદાજ જોવા મળ્યો હતો. વૉગને આપેલાં ઇન્ટરવ્યૂંમાં પ્રિયંકા કહે છે કે, ‘હું આજે જે પણ કંઇ છું કે હું અમેરિકામાં જે કંઇ કરી રહી છું તે મે ભારતમાં શીખ્યું છે. જેની ઝલક આપને જોવા મળી રહી છે. મેં મારો…
કવિ: Satya Day News
હસ્ત ભાષા ચોરસ હાથ નિયમિતતા, વ્યવસ્થા, દુનિયારીના વ્યવહારમાં પારંગત, ધનપ્રાપ્તિમાં પ્રવીણ, દૃઢ નિૃયવાળો, મજબૂત મનોબળનું ચિહન આવા હાથવાળો મનુષ્ય દુનિયાદારીના વ્યવહારમાં પારંગત અને અર્થોપાર્જનમાં અત્યંત પ્રવીણ હોય છે. ધનપ્રાપ્તિ માટે તે ગમે તેવાં કષ્ટ વેઠવાં તૈયાર થાય છે. ધનપ્રાપ્તિ માટે તે પદ્ધતિપૂર્વક, એકાગ્ર ચિત્ત ને ખંતથી કામ કરે છે. સાબિતી વિના તે કોઈપણ વાત માનતો નથી. તે દૃઢ નિૃયવાળો અને જડસુ હોય છે. તે વેપારી તરીકે, વકીલ, બેરિસ્ટર તરીકે, દાક્તર કે વૈદ્ય તરીકે રાજ્યના અમલદાર તરીકે ઇતિહાસવેત્તા તરીકે વૈજ્ઞાનિક તરીકે કે ગણિતશાસ્ત્રી તરીકે પ્રવીણ નીવડે છે. સારી કે નરસી તમામ વસ્તુમાં તે નિયમ પ્રમાણે જ કામ કરે છે. તે પોતાના…
હાલ ગુજરાત અને ભારત સરકાર સૌને નર્મદા ડેમ જોવાનો આગ્રહ કરે છે, આડકતરી રીતે હવે બધાને પાણી મળી જશે એવી હવા ઉભી કરે છે ત્યારે, અત્યાર સુધી થયેલા કામની વાસ્તવિક સ્થિતિ જોવી જરૂરી છે નર્મદા ડેમની સપાટી વધવા છતાં ખેડૂતો માટે હજુ નર્મદાના પાણી મૃગજળ સમાન જ છે એવું ખેડૂત એકતા મંચ ના પ્રમુખ સાગર રબારીએ જણાવ્યું છે. સરદાર સરોવર ડેમનો મૂળ સિંચાઈ કમાન્ડ વિસ્તાર 18,45,000 હેકટર હતો. હાલ સરકાર ક્યારેક 18,45,000 તો ક્યારેક 17,92,000 હેક્ટરના આંકડા આપે છે. છેલ્લે ગઈકાલે અપડેટ થયેલી સરદાર સરોવરની વેબસાઈટ પ્રમાણે મખ્ય નહેર 458 કિલોમીટરની બનાવવાની હતી તે કામ પૂરું થયું છે. બ્રાન્ચ કેનાલો…
સુરેન્દ્રનગરના દૂધરેજ રોડ પર વિદ્યાર્થીઓએ એસટી બસ રોકીને ચક્કાજામ કર્યો હતો. પ્રાણગઢ-ખોડુ રૂટની બસ બંધ કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે. એસટી બસ બંધ કરી દેવાતી અભ્યાસ માટે અપડાઉન કરતા ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓને અન્ય વાહનોમાં મુસાફરી કરવાનો વારો આવ્યો છે. ચક્કાજામને પગલે હાઇવે પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી વિદ્યાર્થીઓને સમજાવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા.
ગણેશ વિસર્જન સમયે ગુજરાતમાં શુક્રવારના રોજ એક જ દિવસમાં પાંચ લોકોનાં ડૂબી જવાને કારણે મોત નિપજ્યા હતા. તો શનિવારે પણ ગુજરાતની સરહદે આવેલ નંદુરબારમાં ગણેશ વિસર્જન સમયે 6 લોકોનાં મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે. ગણેશ વિસર્જન સમયે તળાવમાં ઉતરેલાં તમામ 6 યુવકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ પર આવેલાં નંદુરબાર જિલ્લામાં ગણપતિ વિસર્જન દરમિયાન છ લોકો ડૂબી ગયા હતા. તમામનાં મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. શુક્રવારે ગામના તળાવમાં પાંચ દિવસીય ગણપતિ વિસર્જન કરવામાં આવી રહ્યું હતું, ત્યારબાદ આ અકસ્માત સર્જાયો હતો. નંદુરબાર જિલ્લાના શાહદા તાલુકાના વડછીલ ગામે બનેલી આ કરુણ ઘટનાની જાણ થતાં…
ફિલ્મ ડિરેક્ટર તથા એક્ટ્રેસ પૂજા ભટ્ટે પિતા મહેશ ભટ્ટના નિધનની વાતનું ખંડન કર્યું છે. તેણે પુરાવા તરીકે મહેશ ભટ્ટની બે તસવીરો પણ શૅર કરી છે, જેમાં તેઓ ઘરે ક્વોલિટી ટાઈમ પસાર કરે છે. હાલમાં જ સોશિયલ મીડિયામાં મહેશ ભટ્ટના નિધનની અફવા ઊડી હતી. ખતરનાક રીતે જીવન જીવી રહ્યાં છેઃ પૂજા પૂજા ભટ્ટે ઈન્સ્ટાગ્રામમાં કહ્યું હતું, ‘અફવાઓ ફેલાવનારા તથા મારા પિતા મહેશ ભટ્ટનું હાર્ટ એટેકથી નિધન થયાની વાત સાંભળીને મુશ્કેલી અનુભવતા લોકો માટે પુરાવો છે કે તેઓ હંમેશાની જેમ ખતરનાક ખુશ-મિજાજ જીવન જીવી રહ્યાં છે અને તે પણ રેડ શૂઝમાં..’ કેવી રીતે અફવા ઉડી? શુક્રવારે (6 સપ્ટેમ્બર) સિન્ટાના (CINTAA) ટ્વિટર હેન્ડલર…
અમદાવાદઃ નિલકંઠ વર્ણી પર મોરારિબાપુના નિવેદન સામે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મોરારિબાપુએ “લાડુડીવાળા નીલકંઠ” બાબતે જે ટિપ્પણી કરી તે બદલ મિચ્છામી દુક્કડમ તો કર્યું પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયના લગભગ તમામ પંથે આનો અસ્વીકાર કરી દીધો છે. એટલું જ નહીં, તમામ સ્વામિનારાયણ પંથે એકસૂરે મોરારિબાપુ આ પ્રકરણમાં ભગવાન સ્વામિનારાયણની માફી માગે તેવી માગણી ઉઠી છે. જો કે, હવે જાણીતા લેખિકા અને વક્તા કાજલ ઓઝા વૈદ્યે પણ આ મામલે ઝંપલાવ્યું છે. તેમણે પોતાના ઓફિશિયલ ફેસબૂક એકાઉન્ટ પર એક પોસ્ટ લખી છે અને મોરારિબાપુનો બચાવ કર્યો છે. આટલેથી જ ન અટકતા કાજલ ઓઝાએ સ્વામિનારાયણ સંપ્રદાયમાં મહિલાનું મોઢું ન જોવાની પ્રથા સામે…
વિસનગરઃ વિસનગર તાલુકાના પુદગામની સીમમાંથી ગાયોનું કતલખાનુ પકડાતાં ગામલોકો સહિત જીવદયાપ્રેમીઓમાં આક્રોશ ભભૂકી ઊઠ્યો હતો. ગામલોકોએ જાણ કરતાં પહોંચેલી પોલીસે ઘટના સ્થળેથી 500 કિલો ગૌમાંસ તેમજ રિક્ષા, સેન્ટ્રોગાડી, મેટાડોર અને બાઇક સાથે પાંચ ગાયોનાં માથાં, ચામડી, શીંગડા અને હાડપિંજર જપ્ત કર્યાં હતાં. આ મામલે વિસનગર તાલુકા પોલીસે મુખ્ય સૂત્રધાર કનુ દેવીપૂજક સહિત ચાર ગાડીના વાહન ચાલકો સામે ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા. માંસનો જથ્થો જેસીબીથી ખાડો કરી નાશ કરાયો હતો. પુદગામની સીમમાં છાપરા પાછળ વાડામાં ગાયોની કતલ કરી માંસ ભરાતું હોવા અંગે ગ્રામજનોએ તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. જોકે, પોલીસને જોઇ છાપરામાં રહેતો કનુ…
જ્યોતિષ શાસ્ત્રનો ખગોળ વિજ્ઞાનથી ગાઢ સંબંધ છે. મિશન ચંદ્રયાન નિશ્ચિત સફળ અભિયાન છે. ચાંદની નજીક જ હતું અને તેનાથી સંપર્ક તૂટચી ગયો. સંભવ છે કે તે પુન:સ્થાપિત થઇ જાય. ઇસરો વૈજ્ઞાનિક તે પ્રયાસમાં લાગેલા છે. ખગોળ વિજ્ઞાનમાં ચંદ્રયાન-2 ઉડાણમાં સફળ માનવામાં આવી શકે છે. અંહી માત્ર જ્યોતિષ શાસ્ત્ર દ્વારા ગંડમૂલ નક્ષત્રોને ભારે નક્ષત્ર વાળી થિયરી પર વિચાર કરવામાં આવે તો સારુ રહે છે. ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરની સોફ્ટ લેન્ડિંગ સમયે પૃથ્વી માટે ચંદ્રમા જયેષ્ઠાથી મૂળ નક્ષત્રમાં પ્રવેશ કરવાનું હતું. જેને જ્યોતિષમાં સૌથી ભારે અને કષ્ટ દાયક નક્ષત્ર માનવામાં આવે છે. તેમા જન્મેલા નવજાતની ફરી 27 દિવસ બાદ નક્ષત્ર આવવા પર શાંતિ…
પ્રિયંકા ચોપડા જોનસની ગ્લોબલ લાઈફની ચર્ચાઓ જણાવવાની જરૂર નથી. દરેક લોકો તેમનું નામ જાણે જ છે. પરંતુ ગુગલ પર પ્રિયંકાનું નામ ખોટુ દેખાઈ રહ્યું છે. પ્રિયંકા ચોપડા હોય તો ચાલતુ, પ્રિયંકા જોનસમાં પણ કોઈ વાંધો નહોતો પરંતુ પ્રિયંકાનું એ નામ જણાવી રહ્યાં છે જે તેનું નામ છે જ નહીં. ગૂગલ પર પ્રિયંકા ચોપડાનું નામ સર્ચ કરવા પર તેમની પ્રોફાઈલ પ્રિયંકા સિંહના નામથી દેખાઈ રહી છે. ગૂગલ સર્ચના વિકિપિડિયા બોક્સમાં પ્રિયંકા ચોપડાના નામની જગ્યાએ પ્રિયંકા સિંહ જોઈ શકાય છે. આ બોક્સ પર ક્લિક કર્યા પછી સંબંધિત પેજ પર માત્ર પ્રિયંકા ચોપરાનું નામ બતાવવાનું શરૂ થાય છે. આ સિવાય ‘પીપલ સર્ચ ફોર’…