અરવલ્લીના ધનસુરાના ખડોલ ગામે ગણેશ વિસર્જન દરમ્યાન નદીમાં ડૂબેલા 7 યુવકોમાંથી 1 યુવકનું મોત નિપજ્યુ છે. જ્યારે એક યુવક જીવતો મળી આવ્યો હતો. જયારે પાંચ યુવકોની શોધખોળ શરૂ કરાઇ છે. બાયડના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને જાણ થતાં ત્વરિત ઘટના સ્થળે મદદ માટે પહોંચી ગયા હતા. યુવકો કેશરપુરા અને જશવંત પુરા ગામના યુવાનો હોવાનું ખુલ્યું છે. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને અન્ય યુવકોની શોધખોળ હાથ ધરી હતી.
કવિ: Satya Day News
ઢબુડીના નામે ધતીંગ કરતા ધનજી ઓડના આગોતરા જામીન અંગે શનિવારે ચુકાદો આવે તેવી શક્યાતાઓ છે. ગાંધીનગર સેસન્સ કોર્ટ ધનજી ઓડના આગોતરા જામીન અંગે ચુકાદો આપશે. ધનજી ઓડ વિરુદ્ધ પેથાપુર પોલીસ મથકે અરજી નોંધાઈ હતી. ઢડાના ભીખાભાઈએ કેન્સરગ્રસ્ત દીકરાનું મોત થયાની ફરિયાદ પેથાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. 11 માર્ચ, 2016ના રોજ કેન્સરથી તેમના દીકરાનું મોત થયું હતું. ઢબુડી માતાએ દાવો કર્યો હતો કે, દવા બંધ કરી દો, તેના આશીર્વાદથી કેન્સર મટી જશે.મૃત્યુના 3 વર્ષ બાદ ફરિયાદ નોંધાઇ છે. પેથાપુર પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાયા બાદ ધનજી ઓડ ભૂગર્ભમાં ઉતરી ગયો.પોલીસ ધતીંગ કરતા ધનજી ઓડની શોધખોળ કરી રહી છે.
જો તમે જમ્મૂ & કશ્મીરના હોય તો, દિલ્હીના કનૉટ પ્લેસમાં આવેલ એક રેસ્ટોરન્ટની સુપર સાઈઝ થાળી પર 370 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છે. આ મોટા આકારની થાળીમાં લગભગ બધાં જ રાજ્યોની વાનગીઓનો સ્વાદ માણવા મળે છે. અહીંની આડરેર 2.1 નામની રેસ્ટોરન્ટ, તેનાં સ્વાદિષ્ટ વ્યંજનો માટે બહુ ફેમસ છે, અત્યારે અહીં જમ્મૂ & કશ્મીરનો નાગરિકત્વ પુરાવો બતાવી ‘આર્ટિકલ 370 થાળી’ પર પૂરા 370 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. અહીંની શાકાહારી થાળીની કિંમત 2,370 રૂપિયા છે અને નોનવેજ થાળીની કિંમત 2669 રૂપિયા છે. જમ્મૂ & કશ્મીરના શાકાહારી મેનૂમાં કશ્મીરી પુલાવ, ખમીરી રોટી, નદરૂની શમી, દમ આલૂ અને કહવા છે. તો નોન વેજમાં…
પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બુદ્ધદેવ ભટ્ટાચાર્યને શુક્રવારે શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેઓ ICUમાં સારવાર હેઠળ હતા. આજે સવારે રાજ્યના વર્તમાન મુખ્ય પ્રધાન મમતા બેનરજી ભટ્ટાચાર્યની તબિયતના ખબર પૂછવા હૉસ્પિટલમાં જઇ આવ્યાં હતાં. ગવર્નર જગદીપ ધનખડે પણ ભટ્ટાચાર્યની મુલાકાત લીધી હતી અને તેમની સાથે પંદર મિનિટ વાત કરી હતી. ભટ્ટાચાર્યની તબિયત સ્થિર હોવાનું ડૉક્ટરોએ કહ્યું હતું. ગઇ કાલે રાત્રે તેમને એક યુનિટ બ્લડ અપાયું હતું, તેમના લોહીમાં હિમોગ્લોબિન ઓછું હોવાનું ડૉક્ટરોએ કહ્યું હતું. એના કારણે WBC કાઉન્ટ વધી ગયા હતા. જોકે, હવે તેમની તબિયત કાબુમાં આવી ગઇ છે અને શરીરમાં હવે ઓક્સિજનનું પ્રમાણ પણ સંતોષકારક…
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને તેમના વિદેશ મંત્રી, રક્ષા મંત્રી અને ઘણા સૈન્ય અધિકારીઓ સાથે LoCની મુલાકાત લીધી અને ત્યાં જઈને આસપાસનાં ગામલોકો સાથે વાતચીત કરી. આ પહેલાં પાકિસ્તાન આર્મી ચીફ જનરલ બાજવાએ ભારતને યુદ્ધની ધમકી આપી હતી અને કહ્યું હતું કે, પાકિસ્તાન છેલ્લી ગોળી સુધી લડશે. પાકિસ્તાની સેના પ્રમુખે કહ્યું કે, કશ્મીર આજે બળી રહ્યું છે અને અમે છેલ્લી ગોળી અને છેલ્લા શ્વાસ સુધી લડશું. પાકિસ્તાની સેના આ માટે કોઇપણ હદ સુધી જવા તૈયાર છે. તેમણે એમ પણ કહ્યું કે, યુદ્ધનાં વાદળ મંડરાઈ રહ્યાં છે, પરંતુ અમે અમને શાંતિની આશા છે. તેમણે કહ્યું, “કશ્મીરની જનતા ભારતની હિંદુવાદી સરકાર અને ત્યાંની…
ચંદ્ર સપાટીથી 2.1 કિમી દૂર લેંડર વિક્રમ સાથે સંપર્ક તૂટી ગયો ચંદ્રયાન -2 મિશનને સંપૂર્ણ નિષ્ફળતા કહી શકાય નહીં મધ્યરાત્રિ હતી અને આખું દેશ લેન્ડર વિક્રમની આતુરતાથી રાહ જોઈ રહ્યું હતું કે તે ચંદ્રની ભૂમિને ચુંબન કરે અને આનંદમાં દુર્ભાગ્યે તે બન્યું ન હતું, પરંતુ તે ભારત અને ઇસરોની નિષ્ફળતા નથી. ચંદ્રયાન -2 દ્વારા ભારતે અંતરિક્ષ વિજ્ઞાનમાં નવો ઇતિહાસ રચ્યો છે. ભલે ચંદ્ર પર ઉતરાણ કરનાર, વિક્રમનો સંપર્ક ખોવાઈ ગયો હતો, પરંતુ દોઢ અબજ ભારતીયોની અપેક્ષાઓ તૂટી નથી. રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સહિત ઘણા નેતાઓએ ઇસરોને કહ્યું છે કે દેશને તેમના…
સામાન્ય રીતે સિંહો માટે એવું કહેવાય છે કે સિંહોના ટોળા હોતા નથી, એ તો જંગલનો રાજા છે. એ તો એકલો જ વિહરવા નીકળે, પરંતુ ઘોર કળિયુગમાં બધું સંભવ છે. સિંહો ઘાસ ખાતા હોય તો સિંહોના ટોળા કેમ ના હોય. હાલ અમરેલીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જે વીડિયોને લઇને સોશિયલ મીડિયામાં ભારે ચર્ચાઓ થઇ રહી છે. સામાન્ય રીતે સિંહ સમુહમાં રહેતો નથી, તેને એકલવાયું જીવન પસંદ છે. જેથી અમરેલીનો વાયરલ થયેલો વીડિયો હાલ ભારે ટ્રેન્ડ કરી રહ્યો છે. તમને જણાવી દઇએ કે, અમરેલીમાં તાજેતરમાં સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થયો છે તે એ વાતની સાક્ષી પુરે છે…
દેશ એ ક્ષણની રાહ જોઇ રહ્યો છે જ્યારે ચંદ્રયાન-2 ચંદ્રનાં દક્ષિણ ધ્રુવ પર સૉફ્ટ લેન્ડિંગ કરશે. ભારતનાં અંતરિક્ષ કાર્યક્રમ માટે આજનો દિવસ ઐતિહાસિક છે. રાત્રે દોઢથી અઢી વાગ્યાની વચ્ચે દક્ષિણી ધ્રુવ પર ચંદ્રયાન-2 ઉતરશે. 7 સપ્ટેમ્બરની રાત્રે લગભગ 1.38 વાગ્યે ચંદ્રયાન-2 ચંદ્ર ઉપર 35 કિમીની ઊંચાઈથી સપાટી પર જવાનું શરૂ કરશે. લગભગ 10 મિનિટ પછી 7.4 કિમીની ઊંચાઈથી આના પર બ્રેક લગાવવામાં આવશે. આ બ્રેક તેના એન્જિનને અલગ દિશામાં સ્ટાર્ટ કરશે. લગભગ 2 મિનિટ પછી 1.50 વાગ્યે વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટીનું મેપિંગ શરૂ કરશે, ત્યારબાદ ઠીક બે મિનિટ પછી એટલે કે 1.52 વાગ્યે વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટીની સૌથી નજીકની તસવીર…
કાશ્મીરમાંથી કલમ 370 હટતા ગિન્નાયેલ પાકિસ્તાન દરરોજ બેફામ નિવેદનબાજી કરવામાંથી બાજ આવતું નથી. દરરોજ ભારત વિરૂદ્ધ ઝેર ઓકવાનું કામ કરે છે. પાકિસ્તાનના આર્મી ચીફ કમર જાવેદ બાજવાએ ફરી કાશ્મીરના રોદણા રોતા-રોતા બકવાસ કર્યો છે. શુક્રવારે બાજવાએ કહ્યું કે કાશ્મીર અમારી દુ:ખતી નસ છે. અમે કાશ્મીરી ભાઇ બહેનો માટે છેલ્લી ગોળી, છેલ્લા સિપાહી, છેલ્લા શ્વાસ સુધી દરેક ફરજ નિભાવા તૈયાર છીએ. એટલે સુધી કહીદીધું કે અમે દરેક પ્રકારની કુર્બાની આપવા માટે તૈયાર છીએ. આ વાત બાજવાએ રાવલપિંડીમાં આર્મી હેડક્વાર્ટરમાં એક કાર્યક્રમ દરમિયાન કહી હતી. બાજવા એ કહ્યું કે પાકિસ્તાને આતંકવાદના મુદ્દા પર તેની જવાબદારી વધુ સારી રીતે નિભાવી છે. હવે સમય…
એક પતિએ પોતાની પત્નીને તલાક આપવા માટે જે કારણ જણાવ્યું તે સૌને ચોંકાવનારૂં છે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં એક વ્યક્તિએ અરજી દાખલ કરીં છે. અરજીમા આરોપ લગાવવામા આવ્યો છે કે, પત્ની તેના માવતર સાથે ફોનમા વાતો કર્યા કરે છે અથવા તેના ઘરે જવાનું જ પસંદ છે. આરોપ છે કે તેની પત્ની તેના માટે જમવાનું પણ બનાવતી નથી. એવામા એને ભૂખ્યા પેટે સવારે કામ કરવા જવું પડે છે. હવે તેને પત્ની પાસેથી તલાક જોઈએ છે. મીડિયા રિપોર્ટ મુજબ, ચંદીગઢમા રહેનાર એક વ્યક્તિએ તલાક માટે જિલ્લા કોર્ટમા પણ અપીલ કરીં હતી. અપીલ ફગાવ્યા બાદ એમણે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમા અરજી આપી. કોર્ટમાં…