જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટ્યા બાદ લોખંડી સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આતંકવાદીઓ છુટા છવાયા હુમલા કરીને સ્થાનિક લોકોને નિશાન બનાવી રહ્યા છે. ગુરુવારે રાતે શ્રીનગરના સિમાડે એક દુકાનદારની આતંકવાદીઓએ ગોળીઓ વરસાવીને હત્યા કરી નાંખી હતી.મળતી વિગતો પ્રમાણે ગુરુવારે રાતે ગુલામ મહોમ્મદ નામનો વેપારી પોતાની દુકાન બંધ કરી રહ્યો હતો ત્યારે મોટરસાયકલ પર આવેલા અજાણ્યા શખ્સોએ તેના પર આંધાધૂધ ગોળીઓ વરસાવી હતી અને ફરાર થઈ ગયા હતા. એ પછી સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વધારીને આતંકવાદીઓની શોઘખોળ શરુ કરવામાં આવી છે. આ પહેલા ટોળાએ કાશ્મીરના જ એક ટ્રક ડ્રાઈવરની પથ્થરમારો કરીને હત્યા કરી હતી.
કવિ: Satya Day News
બૉલિવુડ ક્વીન કંગના રનૌત જબરદસ્ત એક્ટિંગની સાથે-સાથે ફેશનને લઇને પણ ઓળખવામા આવે છે. તે સિવાય તેના ડ્રેસિંગ સેંસથી ફેન્સનું દિલ જીતી લે છે, એક વખત ફરી કંગના તેની એક આઉટફિટને લઇને ચર્ચામાં છે. હાલમાં જ અભિનેત્રી મુંબઇના એક રેસ્ટોરન્ટની બહાર જોવા મળી છે. સામે આવેલી તસવીરોમાં કંગનાએ ગ્રે કલરની ઑફ શોલ્ડર ડ્રેસમાં ખૂબ હૉટ એન્ડ બોલ્ડ અવતારમાં નજરે પડી રહી છે. તેની સાથે તેને પિંક કલરના હીલ્સ તેના લુક્સને કમ્પલીટ કરી રહ્યા છે. આ સ્ટાઇલિશ આઉટફિટની સાથે કંગના મિનિમલ મેકઅપ, ન્યૂડ લિપસ્ટિક અને વ્હાઇટ પર્સ સાથે જોવા મળી રહી છે. પાપરાજીને જોતા જ અભિનેત્રીએ હંમેશાની જેમ મીડિયા કેમેરા સામે પોઝ…
પશ્ચિમ બંગાળમાં ભાજપના નેતાઓ પર મમતા બેનરજીની પાર્ટીના કાર્યકરો દ્વારા થતા હુમલાનો સિલસિલો અટકી રહ્યો નથી. પશ્ચિમ બંગાળના ભાજપના અધ્યક્ષ અને સાંસદ દિલીપ ઘોષ પર કોલકાતામાં ટોળાએ હુમલો કર્યો છે.ભાજપનો આરોપ છે કે, હુમલાખોરો મમતા બેનરજીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસ સાથે સંકળાયેલા છે. દિલીપ ઘોષ આજે સવારે મતદારો સાથે ચાય પે ચર્ચા કરવા માટે નિકળ્યા હતા અને તે વખતે અચાનક આવેલા ટોળાએ તેમના પર હુમલો કર્યો હતો.આ હુમલામાં દિલીપ ઘોષની સાથેના બે ભાજપ સમર્થકોને ઈજા થઈ છે.
આપણામાંથી ઘણા એવા લોકો હોય છે જેની પોતાનાથી જ વાત કરવાની આદત હોય છે. ક્યારેક આપણે કોઇ વિષય અંગે વિચારીએ છીએ તો પોતાનાથી જ સવાલ-જવાબ કરવા લાગીએ છીએ. પરંતુ કેટલાક લોકોને પોતાનાથી વાત કરતા હોય છે. ક્યારેક તમે કેટલાક લોકોમાં નોટિસ કર્યું હશે કે તે પોતાની અંદર જ કંઇક બબડ્યા કરે છે. એવામાં જોવા મળતા આ એબનોર્મલિટી કે ગાડપણની નિશાની લાગી શકે છે. પરંતુ શુ તમે ખરેખર આ જાણવાની કોશિશ કરી છે કે પોતાનીથી વાત કરવી નોર્મલ કે એબનોર્મલ છે? શુ પોતાનાથી વાત કરવી માનસિક બીમારીની નિશાની છે? અમેરિકાના ડૉક્ટરનું માનવું છે કે આ બિલકુલ નોર્મલ છે. પોતાનાથી વાત કરવાની…
અમદાવાદમાં દુષ્કર્મના કિસ્સાઓમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં માનસિક અસ્વસ્થ દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી દેવાનો કિસ્સો સામે આવ્યો છે. તો સેટેલાઈટ વિસ્તારમાં આવેલી એક હોસ્પિટલમાં સફાઈકર્મી તરીકે કામ કરતી 16 વર્ષીય સગીરાને સ્ટોરરૂમમાં લઈ જઈ યુવકે દુષ્કર્મ આચર્યું હતું. અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં 20 વર્ષીય દિવ્યાંગ યુવતી પોતાના ભાઈના ઘરે રહેતી હતી. ત્યારે એક સમયે એકલતાનો લાભ લઈ એક યુવાને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ અવારનવાર યુવક દ્વારા યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવતાં તેને ચાર મહિનાનો ગર્ભ રહી ગયો હતો. આ મામલે દિવ્યાંગ યુવતીના ભાઈએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં આરોપી યુવક…
Xiaomiની પેટા બ્રાન્ડ Redmi એ 70 ઇંચ વાળા તેના પહેલા સ્માર્ટ ટીવીનું લોન્ચિંગ કર્યું છે. Redmi ના આ ટીવીમાં શાનદાર ફીચર્સ છે. પ્રાપ્ત માહિતી મુજબ ટીવીને વોલ માઉન્ટ પણ કરાઈ શકાય છે અને સ્ટેન્ડ પર પણ રાખી શકાય છે. કંપનીએ આ સ્માર્ટ ટીવીનું લોન્ચિંગ ચીનમાં કર્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ Redmi TV માં 4K HDR સ્પોર્ટ અને DTS HD સાથે Dolby Atoms ઓડિયો સપોર્ટ પણ આપવામાં આવશે. ઉપરાંત Redmi TVમાં ત્રણ HDMI પોર્ટ્સ, USB પોર્ટ્સ અને WiFi ડુઅલ બેન્ડ કનેક્ટિવિટી પણ આપવામાં આવી છે. આ ટીવીમાં 2GB રેમ અને 16GB સ્ટોરેજનો સપોર્ટ આપવામાં આવશે. આ સ્માર્ટ ટીવી IoT કંટ્રોલ પેજના…
Harley-Davidsonએ ભારતમાં પોતાની પહેલી ઈલેક્ટ્રિક બાઈક LiveWireને લોન્ચ કરી છે. આ બાઈકના લોન્ચ થવામાં હજુ થોડો સમય છે. માનવામાં આવી રહ્યું છે કે આ બાઈકની કિંમત 40-50 લાખ રૂપિયાની આસપાસ હોઈ શકે છે. જોકે ઈન્ટરનેશનલ બજારમાં તેની કિંમત 29,799 ડોલર એટલે કે લગભગ 21 લાખ રૂપિયા છે. LiveWire બાઈકમાં ઈલેક્ટ્રિક મોટર આપવામાં આવી છે જે 105hp પાવર અને 116Nm ટોર્ક આપે છે. ફક્ત 3 સેકન્ડમાં આ બાઈક 0થી 100 કિલોમીટર પ્રતિ કલાકની રફતાર આપે છે. આ ઈલેક્ટ્રિક બાઈક રિજેનરેટિવ બેન્કિંગથી લેસ છે. તેના ફ્રંટમાં મોનોબ્લોક ફ્રંટ બ્રેક અને રિયરમાં ડ્યુઅલ પિસ્ટન બ્રેક આપવામાં આવી છે. બાઈકની લંબાઈ 84.1 ઈચ, ગ્રાઉન્ડ…
અભિનેત્રી જાહ્નવી કપૂરની અપકમિંગ ફિલ્મ ગુંજન ધ કારગિલ ગર્લનું પહેલુ લુક રિલીઝ થઇ ગયું છે. આ ફિલ્મમાં જાહ્વવી દેશની પ્રથમ મહિલા આઇએએફ પાયલટ ગુંજન સક્સેનાનું પાત્ર ભજવી રહી છે. ‘ધડક’ બાદ જાહ્નવી કપૂરની આ બીજી ફિલ્મ છે. ધર્મા પ્રોડક્શનના ટ્વિટર પર એક બે બાદ ફિલ્મથી જોડાયેલી ત્રણ તસવીર શેર કરી છે. બે પોસ્ટર્સમાં જાહ્નવી બે અલગ-અલગ લુકમાં જોવા મળી રહી છે. જ્યારે એક પોસ્ટરમાં પંકજ ત્રિપાઠીનો લુક નજરે પડી રહ્યો છે. પહેલી તસવીરમાં જાહ્નવી પ્લેન ઉડાવતી નજરે પડી રહી છે. તસવીરમાં તેની ખુશી જોઇ શકાય છે. બીજી તસવીરમાં જાહ્નવીની સાથે પંકજ ત્રિપાઠી પણ નજરે પડી રહ્યા છે.આ ફિલ્મમાં પંકજે જાહ્નવીના…
રક્ષા મંત્રી રાજનાથ સિંહ ગુરૂવારના રોજ લદ્દાખ પહોંચ્યા હતા. કિસાન-જવાન વિજ્ઞાન મેળાનું ઉદ્ઘાટન કર્યા બાદ રાજનાથ સિંહે પાકિસ્તાનને બરાબરનું આડા હાથે લીધું હતું. રાજનાથ સિંહે કહ્યું કે હું પાકિસ્તાનને પૂછવા માંગું છું, કાશ્મીર કયારે તેમનું હતું કે તેને લઇ રડી રહ્યા છો. પાકિસ્તાન બની ગયું તો અમે તમારા વજૂદનું સમ્માન કરીએ છીએ. કાશ્મીર પર પાકિસ્તાનનો કોઇ હક નથી. રાજનાથ સિંહે કહ્યું કે સચ્ચાઇ એ છે કે પીઓકે અને ગિલગિત-બલુચિસ્તાન પર પાકિસ્તાનનો ગેરકાયદે કબ્જો છે. પાકિસ્તાને પીઓકેમાં માનવાધિકારોના ઉલ્લંઘન અને અત્યાચાર પર ધ્યાન આપવું જોઇએ. આપણા દેશની સસંદે ફેબ્રુઆરી 1994ના રોજ એક સર્વસહમત પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેમાં ભારતની સ્થિતિ સંપૂર્ણપણે…
ઋતુ બદલાય અને સંવેદનશીલ પ્રકૃતિમાં માણસોનું બીમાર થવાનું ચાલુ થાય. રાત્રે ઠંડી પડે, હવામાન બદલાય, પવન ફુંકાય, આવા સમયમાં ભલભલાને શરદી, ખાંસી થાય. હૃદય અને ફેફસાં બાદ ત્રીજું અગત્યનું અવયવ એટલે તમારું ગળું. શરીરનો મુખ્ય દરવાજો-જેમાંથી સતત બેક્ટેરીયા, વાયરસ, ફુગ, એલર્જી કરે તેવા હવામાં રહેલ તત્ત્વો, ધૂળ, ધૂમાડો અને નકામો કચરો આ બધા જ શરીરમાં દાખલ થયા જ કરે છે. જેનો બચાવ ‘ટોન્સીલ્સ’ એટલે કે કાકડા નામનો અવયવ કરે છે. જે છીંક કે ઉધરસ મારફત શરીરની બહાર ફેંકે છે. જ્યારે બહારના દુશ્મનો શરીરના અવયવો પર વિજય મેળવે એટલે સાદી અને ગંભીર ગળાની તકલીફો ચાલુ થાય છે. જેમાં ગળામાં દુઃખાવો, કાનમાં…