રાજકોટમાં રોગચાળો બેકાબુ બની રહ્યો છે.અને બાળકોના ટપોટપ મોત પર ભાજપના ધારાસભ્યનું બેજવાબદાર નિવેદન સામે આવ્યુ છે. રાજકોટ દક્ષિણ બેઠકથી ધારાસભ્ય ગોવિંદ પટેલે નિવેદન આપ્યુ છે કે, જીવન-મરણ તો ભગવાનના હાથમાં છે. બિમારી તો નિમિત બનતી હોય છે. રાજકોટમાં તાવના કારણે એક જ દિવસમાં બે–બે બાળકોના મોત થયા છે..ઘરના કુલદિપકના મોત પર પરિવારજનો આંસુ સારી રહ્યા છે. અને ભાજપના ધારાસભ્યની ઊંઘ ઉડી નથી.એટલુ પુરતુ નથી. પરંતુ તેઓ રાજ્યસરકારમાં પ્રધાન પદે પણ રહી ચુક્યા છે. અને તેમ છતાં જીવન મરણ ભગવાનના હાથમાં હોવાનું નિવેદન આપ્યું છે.
કવિ: Satya Day News
જે.પી.રોડ પોલીસ મથકનો ફોન આજે રણકતા સામેથી અવાજ આવે છે હેલ્લો હું જે.પી.રોડ પોલીસ ઇન્સપેકટર લકીકુમાર બોલુ છુ.આ શબ્દો બોલતાની સાથેજ દશ વર્ષના માસુમ બાળકની આંખોમાં અનેરી ચમક આવી જાય છે. અસાધ્ય બિમારીથી પીડાતા લકીકુમારને આજે એક દિવસ માટે જે.પી.રોડ પોલીસ મથકનો પોલીસ ઇન્સપેકટર બનાવવામાં આવ્યો હતો. અસાધ્ય બિમારીથી પીડાતા બાળકોની ઇચ્છાપુર્ણ કરવા કાર્ય કરતી મેક એ વીશ સંસ્થા દ્વારા શહેર પોલીસના સહકારથી આ કામગીરી કરવામાં આવી હતી. બાળક જયારથી સમજણો થાય છે .ત્યારથી તે પોતાના મનોમન ભવિષ્યમાં શું બનવા માંગે છે. તે નકકી કરી લે છે. પરિવારના સભ્યો અવારનવાર જયારે તેને પુછે છે ત્યારે તે કહે છે કે હું…
અમદાવાદમાં છેલ્લા એકાદ મહિનામાં જ એકતરફી પ્રેમીઓનાં હુમલાના ચકચારી કિસ્સા સામે આવ્યા છે. પહેલાં પ્રેમીએ યુવતીને ગળામાં છરી મારી, તો બીજી ઘટનામાં પરિણીતી પાગલ પ્રેમીના કારણે યુવતીએ પાંચમા માળેથી છલાંગ લગાવી હતી. ત્યારે હવે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વટવામાં એકતરફી પ્રેમમાં પાગલ શખ્સે ગર્ભવતી મહિલાના પેટ ઉપર બેસીને ગદડા પાટુનો માર મારતાં ગર્ભમાં જ બાળકનું મોત થયું હતું. આ અંગે પોલીસે અજય ચૌધરીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટમાં પ્રિન્સિપાલ જજ એમ.કે.દવેએ આરોપી અજય ચૌધરીને ગુનેગાર ઠરાવીને પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારી છેય સાથે સાથે કોર્ટે ભોગ બનેલી મહિલાને વળતર ચૂકવવા આદેશ કર્યો છે. કોર્ટે…
અમદાવાદમાં જમીન વિવાદના ઝઘડામાં સગા કાકાએ વકીલ ભત્રીજાની ઓફિસમાં લમણે રિવોલ્વર મૂકીને તેને માર માર્યો હતો. એટલું જ નહીં, પણ ઘરેથી ચેક બૂક મંગાવી 50 લાખના સાત ચેક ઉપર સહીઓ કરાવી લીધી હતી. વકીલ ભત્રીજાની ઓફિસમાં સીસીટીવી કેમેરા હોવાથી આરોપીઓ સીસીટીવીની ડીવીઆર પણ સાથે લઈ ગયા હતા. વકીલ ભત્રીજાએ આ મામલે સગા કાકા સહિતનાં આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે. પાર્થ સારથી મ્હેડ(ઉંમર- 40) 16 વર્ષથી હાઈકોર્ટમાં એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરે છે. અને કલોલના નાંદોલી ગામ ખાતેના વાત્સલ્ય બંગલોઝમાં રહે છે. તેઓએ 3 વર્ષ પહેલાં પરિમલ ગાર્ડન શાંતિસદન સોસાયટીમાં આવેલી મિલકત વેચી હતી. જેની અડધી રકમ બાબતે તેમના કાકા અભિજાત પરાસર…
ડ્રામા ક્વીન રાકી સાવંતના લગ્નને લઇને ફેન્સ હજુ પણ દ્વિધામાં છે. તેનું કારણ રાખી સાવંતના પતિનું મીડિયાની સામે ન આવવું છે. લગ્નની ખબરો વચ્ચે રાખી સાવંતે હવે નવા ધતિંગા શરૂ કર્યા છે.રાખી સાવંતનું કહેવું ચે કે તે એકલી લંડન હનીમૂન પર જઇ રહી છે. રાખીએ ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને જણાવ્યું કે તે એકલી હનીમૂન પર જશે. વીડિયોમાં રાખી કહી રહી છે કે, હું ખૂબ જ ખુશ છું કે હું આગામી અઠવાડિયે લંડન, બર્મિંઘમ અને ખબર નહી ક્યાં-ક્યાં જઇ રહી છુ. હું હનીમૂન માટે જઇ રહી છું. પરંતુ આ વખતે હું એકલી જઇ રહી છું.રાખીએ જણાવ્યું કે, કારણ કે મે…
વરાછા વિસ્તારની ઘટના આવી સામે આવી રહી છે.એક બંધ હીરા ની કંપની માં પાંચ લોકો ફસાયા હતા જેઓને ફાયર વિભાગે રેસ્કયુ કરી બહાર કાઢ્યા હતા.ઘટનાની ફાયરને જાણ કરતાની સાથે ફાયરની ટિમ ઘટના સ્થળે પહોંચી હતી..ફાયરે પાંચેય લોકો ને રેસ્ક્યુ કરી હેમખેમ બહાર કાઢ્યા.અત્રે ઉલ્લેલ્ખનીય સુરતમાં લિફ્ટમાં ફસાવવાના બનવો સતત વધી રહ્યા છે.લાઈવ રેસ્ક્યુના વિસ્યુલ આવ્યા પણ સામે આવ્યા છે.ઘટનાનો વિડીયો પણ શોસ્યલ મીડિયા પર પણ વિડીયો ખુબ વાયરલ થયો હતો.
પોપ્યુલર વિડીયો શેરિંગ વેબસાઈટ YouTube પોતાનું મેસેજ ફીચર બંધ કરી રહી છે. 18 સપ્ટેમ્બરના રોજ યુઝર્સ મેસેજનું ફીચર ઉપયોગ કરી શકશે નહિ. 2017માં YouTube પર પ્રાઇવેટ મેસેજનું ફીચર આવ્યું હતું જે અંતર્ગત યુઝર્સ એકબીજાને પ્રાઇવેટ મેસેજ કરી શકતા હતા પરંતુ હવે ગૂગલે આ ફીચરને હટાવવાનો નિર્ણય લીધો છે. ગૂગલે YouTube ના સપોર્ટ પેજ પર કહ્યું છે, બે વર્ષ પહેલા અમે YouTube પર ડાયરેક્ટ મેસેજ દ્વારા વિડીયો શેર કરવાનું ફીચર લાવ્યા હતા. ત્યારે અમે પબ્લિક કન્વર્ઝેશન પર પણ ધ્યાન કેન્દ્રીત કર્યું હતું અને આ કોમેન્ટ,પોસ્ટ અને સ્ટોરીઝ સાથે અપડેટ કર્યું છે. ગૂગલે કહ્યું છે, કંપની સતત પોતાની પ્રાથમિકતાઓ પર પુનમૂલ્યાંકન કરી રહી છે અને આવી રીતે…
નેચરલ ગેસની કિંમતમાં ઘટાડાનાં કારણે દેશના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના લગભગ 29,000 કરોડ રૂપિયાના રોકાણ પર ખતરાનાં વાદળો મંડાઇ રહ્યા છે. તમને જણાવી દઇએ કે મુકેશ અંબાણીના નેતૃત્વવાળી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝએ વર્ષ 2012માં જાહેરાત કરી હતી કે, કંપની રિફાનરીથી બચેલા ઉત્પાદો, પેટ્રોલિયમ કોક અને પેટકોકને ગેસમાં તબ્દીલ કરશે. આ માટે કંપનીએ 29,000 કરોડ રૂપિયાના રોકાણ કરી ગેસીફાયર મશીન લગાવવાનો નિર્ણય લીધો હતો. કંપનીની યોજના હતી કે, સસ્તા પેટ્રોલિયમ કોક અને પેટકોક ઉત્પાદોથી ગેસ બનાવી કંપની પોતાની જામનગર રિફાઇનરીને ફાયદામાં લાવી શકશે. જોકે, હવે કંપનીની આ યોજના ખોટવાઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, દુનિયાભરમાં LNGના ભાવમાં ભારે ઘટાડો…
એક યુવતીએ ટ્રેનમાં કંઈક એવું કર્યું હતું કે, જેની ચારેકોર ભાર ચર્ચા થઈ રહી છે. સાથોસાથ લોકો તેના વખાણ પણ કરી રહ્યાં છે. આ યુવતીએ ટ્રેનની અંદર જ ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું હ્તું. પરફેક્ટ ફોટોશૂટ માટે તેણે એવા એવા તો પોઝ આપ્યા હતાં કે ટ્રેનમાં હાજર સૌ કોઈ હેરાન રહી ગયા હતાં. આ યુવતીનું નામ છે જેસિકા જ્યોર્જ. મહત્વની વાત એ છે કે, તેણે આ ફોટોશૂટ જાતે જ કર્યું છે. જેસિકાએ પોતાના ફોનમાં સેલ્ફ ટાઈમર સેટ કરીને ફોટોશૂટ કર્યું હતું. સાથે જ તેનો વીડિયો પણ શેર કર્યો હતો. 57 સેકન્ડનો આ વીડિયો છે. જેને અત્યાર સુધીમાં 8 મિલિયન લોકો જોઈ ચુક્યા…
આસામના સિલિગુડી પાસે પશુ તસ્કરી રોકવાના પ્રયાસમાં ફરજ દરમિયાન શહીદ થયેલા બીએસએફ જવાન સંજય સાધુને દોઢ વર્ષના પુત્ર ઓમ સાધુએ મુખાગ્નિ આપી છે. શહીદ બીએસએફ જવાનોના ગાર્ડ ઓફ ઓનર સાથે પંચમહાભૂતમાં વિલિન થયા છે. જ્યારે પત્નીએ સોળ શણગાર સજી પતિને ધ્રુસકે ધ્રુસકે રડીને વિદાય આપી હતી. અને અંતિમવિધિ સમયે શહીદ જવાનનો પુત્ર ઓમ પણ રડી રહ્યો હતો. આ સમયે હજારો આંખો ભીની થઈ હતી. શહીદની સિલિગુડીથી વડોદરા એરપોર્ટ, ઘર અને સ્મશાન સુધીની અંતિમ સફરસંજય સાધુનો પાર્થિવ દેહ મોડીરાત્રે વડોદરા એરપોર્ટ પર લવાયો હતો. એરપોર્ટ પર શહીદને શ્રદ્ધાંજલિ અર્પવા મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. આજે સવારે શહીદ જવાનનો પાર્થિવ દેહ…