કહેવાય છે પ્રેમ આંધળો હોય છે, પ્રેમમાં ઉંમરનું કોઇ બાંધછોડ હોતી નથી. માણસને કોઇ પણ ઉંમરે કોઇ પણ ઉંમરની વ્યક્તિ સાથે પ્રેમ થાય છે. આવી એક ઘટના ઘોર કળિયુગમાં અમદાવાદમાં નોંધાઇ છે. અમદાવાદની 13 વર્ષના પુત્રની માતાને એક 19 વર્ષના કિશોર સાથે પ્રેમ પાંગર્યો છે, અને આ 34 વર્ષીય મહિલા 19 વર્ષીય યુવાનને લગ્ન માટે દબાણ કરી રહી છે. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે 34 વર્ષીય મહિલાએ સગીર યુવાનને ધમકી આપી છે કે જો તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું તને ઉઠાવી જઇશ અને તારી હત્યા કરી નાખીશ. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, 34…
કવિ: Satya Day News
આપણે ત્યાં સદીઓથી નાગદેવતાની પૂજા અર્ચના કરવામાં આવે છે. નાગદેવતાને દૂધ ચડાવવામાં આવે છે. આમ પણ નાગદેવતાને ભગવાન ભોલેનાથે ખાસ સ્થાન આપ્યુ છે ભોલેનાથના અલંકારના રૂપમાં નાગદેવતા તેમના શરીર પર વિંટળાયેલા રહે છે. આથી આપણે નાગ દેવતાની વિશેષ પૂજા અર્ચના કરીએ છીએ. હિન્દુ શાસ્ત્રથી લઈને આપણી કુંડળીમાં પણ જો કાળ સર્પ દોષ હોય તો જાતકને પારાવાર મુશ્કેલીઓ વેઠવાનો સમય આવે છે. નાગપંચમીને લઈને શું છે માન્યતા ? આપણે ત્યાં માનવામાં આવે છે કે શ્રાવણ મહીનામાં નાગની પૂજા કરવાથી નાગ પંચમીના દિવસે દૂધ પીવડાવવાથી નાગ દેવતા પ્રસન્ન થાય છે. નાગની પૂજાથી નાગદંશનો ડર નહી રહે છે. સાથે સાથે એવો વિશ્વાસ છે…
ભૂતપૂર્વ સાંસદો દ્વારા નિર્ધારિત સમય સુધી સરકારી રહેઠાણ ખાલી ન કરવા બદલ હવે લોકસભાની એક સમિતિએ આકરું વલણ અપનાવ્યું છે. લોકસભાની આ સમિતિએ આદેશ આપ્યો છે કે જો પૂર્વ સાંસદ નિર્ધારિત સમય સુધી સરકારી રહેઠાણ ખાલી ન કરે તો વીજળી, પાણી અને ગેસના કનેક્શન કાપવામાં આવશે. સમિતિએ ભૂતપૂર્વ સાંસદોને ઘર ખાલી કરવા માટે 7 દિવસનો સમય આપ્યો છે. આપને જણાવી દઈએ કે લોકસભાના એવા 200થી વધુ ભૂતપૂર્વ સાંસદ છે જેમને અત્યાર સુધી સરકારી બંગલા ખાલી કર્યા નથી. સોમવારની બેઠક બાદ સમિતિના અધ્યક્ષ સી.આર.પાટિલે કહ્યું કે ત્રણ દિવસની અંદર ભૂતપૂર્વ સાંસદોના સરકારી રહેઠાણના વીજળી, પાણી અને ગેસ કનેક્શન કાપી લેવામાં આવશે.…
જુનાગઢના વિસાવદર નજીક આવેલા સતાધારની જગ્યાના પૂર્વ મહંત પૂ. જીવરાજ બાપુ ૯૩ વર્ષની વયે સોમવારે રાત્રે દસ વાગ્યે દેવલોક પામતા અનુયાયી, સેવકો અને સાધુ સંતોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે. સત્તાધારની જગ્યામાં ભજન, ગૌસેવા સહિતમાં જીવન ન્યોછાવર કરનાર પૂર્વ મહંત જીવરાજ બાપુ છેલ્લા કેટલાય સમયથી બીમાર હતા. છેલ્લા બે દિવસથી સ્થિતિ વધુ ગંભીર બની હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રવિવારે રૂબરૂ મુલાકાત લઈને તેઓના ખબર અંતર પુછયા હતા. ત્યારે સોમવારે રાત્રે દેવલોક પામતા અનુયાયી વર્ગમાં ઘેરો શોક પ્રસર્યો છે. મંગળવારે બપોરે ત્રણ વાગ્યે સંતો-મહંતો અને અનુયાયોની હાજરીમાં સમાધી આપવામાં આવશે.
જમ્મુ-કાશ્મીરમાં વર્તમાન પરિસ્થિતિઓ અંકુશમાં ન હોવાની અફવાઓ વચ્ચે ગૃહમંત્રી અમિત શાહ, NSA અજીત ડોભાલ, ગૃહ સચિવ રાજીવ ગાબા અને વરિષ્ઠ અધિકારીએ વચ્ચે મહત્વની બેઠક યોજવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે પ્રતિબંધોમાં છૂટ આપતા કાશ્મીરમાં સોમવારે શાળાઓ ખોલવામાં આવી હતી, પરંતુ વિદ્યાર્થીઓની ઓછી સંખ્યાએ પ્રજામાં ભય હોવાનું પૂરવાર કર્યું હતું. અધિકારીઓ મુજબ સરકારે શ્રીનગરમાં 190 પ્રાથમિક શાળાઓ ખોલવા માટે જરુરી સુરક્ષા વ્યવસ્થા કરી હતી. રાજ્યમાં લગભગ તમામ ખાનગી શાળાઓ સતત 15 દિવસથી બંધ છે અને વિતેલા બે દિવસથી થયેલા કેટલાક હિંસક પ્રદર્શનોથી સુરક્ષા મુદ્દે આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. કાશ્મીરથી દિલ્હી આવ્યા પછી ડોભાલ અને અમિત શાહની આ પહેલી બેઠક હતી. આ…
સરદાર સરોવર ડેમના ઉપરવાસમાં આવેલાં મધ્યપ્રદેશમાં ઓમકારેશ્વર ડેમમાંથી અઢી લાખ ક્યુસેક પાણી છોડાતાં નર્મદા ડેમના 15 ગેટને 2.4 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતાં વગર વરસાદને નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ગોરા પૂલ ડૂબી જતાં 8 ગામો સંપર્કવિહોણા બન્યા છે. મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમના 18 ગેટ ખોલી પાણી છોડાતાં નર્મદા ડેમનાં પણ ગેટ ખોલવામાં આવ્યા હતા. જેમાં વધારો કરી રવિવારે બપોર સુધી 15 ગેટને 2.5 મીટર ખોલવામાં આવ્યા છે. જેના નર્મદા નદીમાં 2.44 લાખ ક્યુસેક પાણી ઠલવાઈ રહ્યું છે. જેના કારણે હાલમાં નર્મદા નદીમાં ઘોડાપૂર યથાવત છે. નર્મદા ડેમની જળસપાટી 132.91 મીટર થઈ છે. ત્યારે નર્મદા ડેમની મહત્તમ…
ભારતમાં ત્રિપલ તલાકને કુપ્રથા તરીકે નાબૂદ કર્યાને હજુ થોડો જ સમય વિત્યો છે ત્યાંજ સમાજમાં આ કુપ્રથા યથાવત હોવાનો કિસ્સો ઉજાગર થયો છે. ઉત્તર પ્રદેશમાં એક બાવીસ વર્ષીય મહિલાને તેના સાસરિયા દ્વારા ઢોર માર મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવી છે જે પછી તેના મૃતદેહને આગ લગાવી દીધી હતી. આ અમાનવીય કૃત્ય સામે મૃતક મહિલાના પરિવારે આરોપ લગાવ્યો હતો કે, તેમની પુત્રીએ પતિ દ્વારા ફોન પર અપાયેલા ત્રિપલ તલાકનો છડેચોક વિરોધ કર્યો હતો. જેની સજા તેને મળી છે. આ ઘટના ભારત-નેપાળ સરહદ નજીક ગદરા ગામની હતી. એક જ ગામમાં વસતા સઇદા અને નફીસે છ વર્ષ પહેલા નિકાહ કર્યા હતા. નફીસ…
મલ્લિકા શેરાવત હોટ અને બોલ્ડ સીનને લઈ ફેમસ અભિનેત્રી છે. એનાં દરેક ફેન્સ પણ એ વાતથી જાણ છે કે મલ્લિકા કેવા કેવા સીન ફિલ્મોમાં આપે છે. મર્ડર, હિસ્સ અને ડર્ટી પોલિટિક્સ જેવી ફિલ્મોમાં જોવા મળેલી અભિનેત્રી મલ્લિકા શેરાવતે બોલિવૂડ ફિલ્મોમાં ન્યૂડ અને કિસિંગ સીનને લઈ હાલમાં મોટો ખુલાસો કર્યો છે. જો કે આમ તો મલ્લિકા ઘણા સમયથી રૂપેરી પડદાથી દૂર છે. મલ્લિકા શેરાવતનું તાજેતરમાં એક ઈન્ટરવ્યૂ હતું તેમાં તેણે બોલિવૂડમાં તેની ફિલ્મી સફર અને ફિલ્મોમાં કરેલા બોલ્ડ સીનને લઈ ઘણી બધી એવી વાતો કહી કે જે તેનાં ફેન્સથી અજાણ હોય. જ્યારે મલ્લિકાને પૂછવામાં આવ્યું કે ફિલ્મમાં કરેલા ન્યૂડ સીન અને…
ક્રિકેટ જતગના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોમાં સામેલ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 11 વર્ષ પૂરા કર્યા છે. 2008માં શ્રીલંકા સામે દાંબુલામાં આંતરરાષ્ટ્રીય કરિયરની શરૂઆત કરનાર વિરાટ કોહલીએ એ મેચમાં માત્ર 12 રન બનાવ્યા હતા. જોકે 11 વર્ષની આ યાત્રાને યાદ કરતા વિરાટ કોહલીએ ભાવુક પોસ્ટ કરી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયરમાં 11 વર્ષ પૂરા કર્યા બાદ કોહલીએ આને ભગવાનની કૃપા અને એક સપનાનું સાચું થવું જણાવ્યું છે. કોહલીએ કહ્યું કે તેને ક્યારે એવી અપેક્ષા નહોતી. કોહલીએ તેના ટ્વીટર પર બે તસવીરો શેર કરી. સાથે લખ્યું કે,‘આ દિવસે 2008માં કિશોર તરીકે શરૂઆત કરવા થી લઈ 11 વર્ષની યાત્રા પૂરી કરવા સુધી,…
ચોરીની ઘટનાને અંજામ આપવા માટે બદમાશ અલગ-અલગ રીતો અપનાવી રહ્યાં છે. યાત્રીઓ સાથે વાતચીત કરીને સામાન લઇને ફરાર થવાની ઘટનાઓ સામે આવી રહી છે પરંતુ આ વખતે બદમાશોએ નવો રસ્તો અપનાવ્યો છે. બદમાશો ટ્રેનમાં ચડીને કોઇપણ સીટને પોતાની ગણાવશે. આ વાત પર ઝગડો શરૂ કરીને પેસેન્જરોનું ધ્યાન ભટકાવીને તકનો લાભ લેતાં ગઠિયા જબરી ટ્રિક લઇને આવ્યાં છે. આવી જ ક ઘટના સામે આવી જ્યારે હોબાળાની તકનો લાભ લઇને એક બદમાશ પેસેન્જરની ઘરેણા ભરેલી બેગ લઇને ફરાર થઇ ગયો. અમેઠીના રહેવાસી વીર વિક્રમે પોલીસને જણાવ્યું કે તે પોતાની બહેન સ્નેહલતા સાથે નિહાલગઢ જવા માટે આનંદ વિહાર ટર્મિનલ સ્ટેશન પહોંચ્યા. અહીં સદ્ભાવના…