આમ તો ગુજરાતમાં રેકર્ડ ઉ૫ર દારૂબંધી છે. ૫રંતુ હાલ ચૂંટણીના માહોલમાં ઠેર ઠેર દારૂની રેલમછેલ હોય તેમ છાશવારે રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી દારૂના મોટા જથ્થા મળી આવે છે. આવી એક વર્ષ અગાઉ વડોદરા ભાજ૫ના કોર્પોરેટરના ફાર્મ હાઉસમાંથી આશરે રૂ.9 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. જે સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આજે પણ વડોદરાના એક કોર્પોરેટરની કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે. જે સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. રાજ્યના યુવાનો બેરોજગારીના કારણે તો શોર્ટકટમાં રૂપિયાની કમાણી કરવા માટે દારૂનો વેપલો કરતા હોય છે તો કેટલાક લોકો પોતાની આવકને વધારવા માટે તથા મોજશોખ કરવા માટે આ ધંધામાં ઝંપ લાવે છે.…
કવિ: Satya Day News
ઓસ્ટ્રેલિયાના ફેમસ ઘેટાંનું 22 ઓકટોબરે મૃત્યુ થયું છે. વર્ષ 2015માં તેણે સૌથી વધારે ઊન આપવાનો રેકોર્ડ બનાવ્યો હતો. તે સમયે તેના શરીર પરથી 40.1 કિલોગ્રામ ઊન કાઢવામાં આવ્યું હતું. આ ઘેટાનું નામ ક્રિસ હતું. ક્રિસનું ધ્યાન રાખનારી કંપની સાઉથ વેલ્સ ફર્મે જણાવ્યું કે, મરિનો પ્રજાતિના ઘેટાંની એવરેજ ઉંમર 10 વર્ષની હોય છે. ક્રિસની ઉંમર પણ તેટલી જ હતી. આશરે 4 વર્ષ પહેલાં ક્રિસને કેનબેરા શહેરથી રેસ્કયૂ કરવામાં આવ્યો હતો. તે સમયે તેના શરીર પર વાળનું વજન જોઈને વિશષજ્ઞોએ તેને ખતરનાક કહ્યું હતું. ક્રિસના શરીર પર સામાન્ય શીપ કરતાં 5 ગણો વધારે ઊનનો જથ્થો હતો.જંગલમાં રખડવાને કારણે વર્ષ 2015 પહેલાં તેનું…
શેરબજારમાં સપ્તાહના ત્રીજા દિવસે સેન્સેક્સ 173.21 અંક વધી 39137.05 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 46.85 અંક વધી 11,635.20 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ઈન્ફોસિસના શેરમાં મંગળવારના ભારે ઘટાડા બાદ આજે 1.32 ટકાનો વધારો જોવા મળ્યો છે. તે 652 રૂપિયાપર કારોબાર કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આઈટી કંપની ઈન્ફોસિસના સીઈઓ સલિલ પારેખ અને સીએફઓ નિલાંજન રોય પર ઘણાં ગોટાળાનો આરોપ લાગ્યા છે. ટીસીએસના શેરમાં 1% તેજી સેન્સેક્સના 30માંથી 17 અને નિફ્ટીના 50માંથી 23 શેરમાં વધારો જોવા મળ્યો છે. એચસીએલ ટેકના શેરમાં 3 ટકા ઉછાળો આવ્યો છે. બજાજ ફાઈનાન્સ અને સન ફાર્મામાં 1-1 ટકા તેજી આવી છે. ટીસીએસના…
પરીક્ષામાં ચોરીના કિસ્સા આમ તો સામાન્ય છે પણ બાંગ્લાદેશમાં ચોરીનો એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. અહીં કોલેજની પરીક્ષામાં ચોરીનો આરોપી કોઇ સામાન્ય પરીક્ષાર્થી નહીં પણ શાસક અવામી લીગનાં સાંસદ તમન્ના નુસરત છે. તમન્નાએ યુનિવર્સિટીમાં પરીક્ષા આપવા હમશકલોનો ઉપયોગ કર્યો, તે પણ એક-બે નહીં, 8 હમશકલનો. યુનિવર્સિટીને આ અંગે જાણ થતાં જ તત્કાળ કાર્યવાહી કરી તેમને બરતરફ કરી દેવાયાં. તમન્નાએ 13 પરીક્ષામાં પોતાની જગ્યાએ 8 હમશકલનો ઉપયોગ કર્યો. તેના બદલામાં તેમને મોટી રકમ આપી હતી. આ ખુલાસા બાદ અવામી લીગે કહ્યું છે કે તે નુસરત વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરશે. યુનિવર્સિટીએ સાંસદને બરતરફ કર્યા ખાનગી ટીવી ચેનલ નાગરિક ટીવીના પ્રતિનિધિએ પરીક્ષાખંડમાં…
દેશ અને દુનિયામાં આર્થિક મંદી જેવો માહોલ ચાલી રહ્યો છે પરંતુ ભારતનાં સ્માર્ટફોનનાં વેચાણમાં તેજી જોવા મળી રહી છે. સ્માર્ટફોન ઇન્ડસ્ટ્રીમાં વેચાણનો આંકડો સતત વધતો જોવા મળી રહ્યો છે. તહેવારને લીધે સ્માર્ટફોનનાં વેચાણમાં વધારો થઈ રહ્યો છે. કન્સલ્ટિંગ ફર્મ ‘ટેક આર્ક’ના રિપોર્ટ મુજબ ચાલુ વર્ષમાં ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી ભારતમાં કુલ 3.9 કરોડ સ્માર્ટફોનનું વેચાણ થશે. તેમાં 2.1 કરોડ સ્માર્ટફોન ઓનલાઇન પ્લેટફોર્મથી અને 1.8 કરોડ સ્માર્ટફોનનું ઓફલાઈન માધ્યમથી વેચાણ થશે. ગત વર્ષ કરતાં વેચાણમાં 30% વધારો થયો ફેસ્ટિવલ સીઝનની શરૂઆતમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે સ્માર્ટફોનનાં વેચાણમાં વધારો થયો છે. કેટલાક ઓનલાઇન પ્લેટફોર્મ પર સપ્ટેમ્બર મહિનાના અંતથી ઓક્ટોબર મહિનાની શરૂઆત સુધી…
સ્માર્ટફોન અને કમ્પ્યૂટર લોકોને જલ્દી વૃદ્ધ બનાવે છે. એક રિસર્ચમાં આ વાતનો ખુલાસો થયો છે. આ ઉપકરણોમાંથી નીકળતા વાદળી કલરના પ્રકાશના સંપર્કમાં આવાથી લોકો વૃદ્ધાવસ્થાની તરફ જઈ રહ્યા છે. આ રિસર્ચ અમેરિકાની ‘ઓરેગન સ્ટેટ યુનિવર્સિટી’ના સંશોધકો દ્વારા કરવામાં આવ્યું છે. કોષો નાશ પામે છે વૈજ્ઞાનિકોએ રિસર્ચમાં જોયું કે, મોબાઈલ અને કમ્પ્યૂટરમાંથી નીકળતો વાદળી પ્રકાશ ઉંમર વધવાની પ્રક્રિયાને ઝડપી બનાવી શકે છે. ભલે આ પ્રકાશ ડાયરેક્ટ તમારી આંખોમાં ન પડે. રિસર્ચનાં લેખક અને પ્રોફેસર જેગા ગાઈબુલ્ટાઈકજના જણાવ્યા પ્રમાણે, કૃત્રિમ પ્રકાશ આયુષ્ય ઓછું કરે છે. તે જલ્દી મૃત્યુનું કારણ બની શકે છે. આ રિસર્ચ મચ્છરો પર કરવામાં આવ્યું, કેમ કે, તેના કોષોમાં…
દિવાળી આવવાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે લોકો હવે તહેવારના રંગે રંગાઇ ગયા છે. ધનતેરસથી દિવાળીના પર્વની ઉજવણી શરૂ થતી હોય છે અને એટલે જ આ દિવસે સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. તેથી, ભારતીય પરિવાર આ પ્રસંગે સોનાના દાગીનાની ખરીદી કરે છે. જો તમે પણ આ ધનતેરસ પર સોનું ખરીદવાની યોજના બનાવી રહ્યા હો તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તમારા માટે શાનદાર ઓફર લઇને આવી છે. ફેસ્ટિવ સિઝન દરમિયાન બેંક અનેક પ્રકારની નવી સ્કીમ લઇને આવે છે. આ વખતે તમે SBI બેંકની ઓફરનો ફાયદો ઉઠાવીને સોનાની ખરીદી પર 32%નું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. SBI તરફથી ફેસ્ટિવ ઓફર હેઠળ…
પોપ સ્ટાર લેડી ગાગા થોડાં સમય પહેલાં સંસ્કૃત શ્લોક ટ્વીટ કરીને ચર્ચામાં આવી હતી. આ ટ્વીટને લઈ ચાહકોને પણ નવાઈ લાગી હતી. જોકે, હવે માનવામાં આવે છએ કે લેડી ગાગાએ પોતાના નવા પ્રોજેક્ટ્સને લઈ આ આડકતરો ઈશારો કર્યો હતો. ભારતીય સિંગર બપ્પી લહરીએ હાલમાં જ ખુલાસો કર્યો કે તેમણે લેડી ગાગા સાથે બે ગીતો રેકોર્ડ કર્યાં છે. શું કહ્યું બપ્પી લહરીએ? લિજેન્ડરી સંગીતકાર બપ્પી લહરીએ અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેમણે લેડી ગાગા સાથે બે ડ્યૂઅટ સોંગ રેકોર્ડ કર્યાં છે. આ ગીત વર્ષના અંત સુધીમાં રિલીઝ થશે. લેડી ગાગાએ અંગ્રેજીમાં અને તેમણે હિંદીમાં ગીત ગાયું છે. એકોન સાથે…
બહેનના ઘરેથી સામાજિક પ્રસંગેથી પરત ફરેલાં મહિલાને મહેસાણાના તોરણવાળી માતાના ચોકમાં બે ગઠિયા ભેટી ગયા હતા. પાલનપુરનો રસ્તો પૂછી વાતોમાં વાળ્યા બાદ ગઠિયો મહિલાને સેવા કેન્દ્ર પાસે લઇ જઇ સોનાના દોઢ લાખથી વધુના દાગીના ઉતરાવી પથ્થર અને ખોટી બંગડીઓ બાંધેલા રૂમાલની પોટલી હાથમાં પકડાવી ભાગી છુટવાની ઘટનાએ પોલીસને દોડતી કરી મૂકી છે. મહિલાની ફરિયાદ આધારે પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે. મહેસાણામાં ઉંચીશેરીમાં રહેતાં ભાવનાબેન નિલેશભાઇ ઠાકર રવિવારે ગાંધીનગર બહેનના ઘરે સામાજિક પ્રસંગે ગયાં હતાં અને અહીંથી રાત્રે એસટી બસમાં ગોઝારિયા અને ત્યાંથી ઇકો ગાડીમાં બેસી મહેસાણા પહોંચ્યા હતા. સાંજના 5 વાગે તેઓ ફુવારાથી ચાલતાં તોરણવાળી ચોકમાં સાંકાભાઇ કોમ્પલેક્ષ નજીકથી પસાર…
ગુરુની શિષ્ય પરંપરાનું ઉલ્લંઘન કરતી એક મહિલા શિક્ષિકાની હાઈસ્કૂલની વિદ્યાર્થીની સાથે જાતીય શોષણ કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. આ મામલો અમેરિકાના ફ્લોરિડાની એક શાળાનો છે. આરોપી શિક્ષકનું નામ ઇલ્વિયા ગોંઝાલેઝ છે, જે 40 વર્ષની છે. આરોપી શિક્ષીકા સ્કૂલ ઈન્ચાર્જની સાળી પણ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે પીડિત છોકરાએ પોતાનો સેલ ફોન શાળાના આચાર્યને બતાવ્યો ત્યારે તે ચોંકી ગઈ હતી. આ પછી, પોલીસને જાણ કર્યા પછી જાતીય શોષણના આરોપમાં ગોંજાલેઝની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટના અંગે શાળાને ત્યારે ખબર પડી જ્યારે હાઇસ્કૂલના 16 વર્ષના વિદ્યાર્થીએ આચાર્યને પોતાનો સેલ ફોન બતાવ્યો. આ પછી, આરોપી શિક્ષીકાએ ફોન પર મોકલેલા વીડિયો અને…